મનજી મુસાફરને – દયારામ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી !

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ !
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમઝીને ચાલો સૂધા રે ! ના જાશો ડાબા કે જમણી. મનજી !

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર,
માટે, વળવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,
મળ્યો છે એક ભેદુ રે ! બતાવી ગતિ સહુ તે તણી. મનજી !

માલ વહોરો તો વહોરો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ,
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,
એટલા સારું રે ! ના થાવું વહોતરના ધણી. મનજી !

જોજો, જગતથકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે – હાંવા જઈએ પોતાને ધામ,
સૂઝે છે હાંવા એવું રે ! અવધ થઈ છે આપણી ! મનજી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૌરાણિક સંદર્ભોમાં દિવાળી – કુસુમ દવે
નવા વર્ષે તમારે ત્યાં કોણ આવે ! – કલ્પના દેસાઈ Next »   

9 પ્રતિભાવો : મનજી મુસાફરને – દયારામ

  1. suresh jani says:

    તેમના જીવન વિશે વાંચો –
    http://sureshbjani.wordpress.com/2006/08/27/dayaram/

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.