ત્રણ ગઝલો – સંકલિત

જ્યારથી….. – હસમુખ મઢીવાળા

જ્યારથી આ સૂર્ય સાથે ચંદ્રનું સગપણ થયું,
ત્યારથી આ સુદ અને વદનું શરૂ પ્રકરણ થયું.

ઝાંઝરી પહેરીને નીકળી રાત્રિ જ્યાં આકાશમાં,
ત્યારથી આ પૃથ્વી પર લ્યો આટલું રણઝણ થયું.

પાસમાં નીકળ્યું ઊગી જ્યાં વૃક્ષ બાવળ નામનું,
ત્યારથી વડપીંપળાના વૃક્ષનું વડપણ થયું.

ને વળી ફુલમાં સુગંધીનું થયું પ્રાગટ્ય જ્યાં,
ત્યારથી ભમરા ને માખીનું શરૂ બણબણ થયું.

વસ્ત્ર મેં એની વળગણી પર સુકાવા નાંખ્યું જ્યાં,
ત્યારથી ત્યાં એકબીજાનું શરૂ વળગણ થયું.

ને અમારા બેઉની આંખો મળી ગઈ પ્રેમથી,
ત્યારથી તો શહેર આખામાં શરૂ ગણગણ થયું.

બોલ એનો જે મીઠો ધરતી ઉપર સરકી પડ્યો,
શેરડીમાં, મધપૂડામાં તે બધું ગળપણ થયું.

પુત્રવધુએ પગ મૂક્યા જ્યાં સૌ પ્રથમ આ ડેલીમાં,
ત્યારથી આ બે જુવાનોનું શરૂ ઘડપણ થયું.

……….

મોસમનો મિજાજ – યશવંત ત્રિવેદી

ફૂલોની મહેંક શ્વાસમાં સંઘેરીને હું બેઠો છું,
ભીતરમાં પંખીના ટહુકાઓ ભરીને હું બેઠો છું.

ખરી પડેલા પર્ણો ગણું છું હવે આ વૃક્ષોના
એક બગીચો આંખમાં ચીતરીને હું બેઠો છું.

ચારે તરફ ફેલાતું જાય છે રણ તરસનું,
ક્યાંક મૃગજળ સમું વિસ્તરીને હું બેઠો છું.

કડકડતી એકલતા વચ્ચે આ અન્ધકારમાં,
સૂર્યનો પ્રકાશ પાથરીને હું બેઠો છું.

સાવ બદલાઈ ગયો છે મોસમનો મિજાજ,
ટેકરીના ઢાળ પરથી ઉતરીને હું બેઠો છું.

ક્યાં હશે મંઝિલ, કિનારો ક્યાં હશે ‘યશવંત’,
કિસ્મતની કશ્તિને નાંગરીને હું બેઠો છું.

………

સરતા રહ્યા છે… – યોગેશ જોષી

તરાપા તુફાનેય તરતા રહ્યા છે,
સમય જેમ શ્વાસો તો સરતા રહ્યા છે.

નદી જેમ જીવન તો વહેતું રહ્યું છે;
ભલે ને દુકાળો વરસતા રહ્યા છે !

નથી કેમ એકેય આવી હજીયે ?!
સમંદર નદીને તરસતા રહ્યા છે !

અમે શૂન્યમાંથીય સરકી ગયા’તા
ઉદાસીના પડઘા કણસતા રહ્યા છે.

અમે વાદળોને ધર્યાં થોડાં આંસુ,
પછી મેઘ ખારું ગરજતા રહ્યા છે !

ન હોડી, ન દરિયો; પવન ના જરીકે,
છતાં શ્વાસ સઢ થૈ ફરકતા રહ્યા છે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માવડિયો – અલતાફ પટેલ
પંચાગના શબ્દાર્થ – સંકલિત Next »   

15 પ્રતિભાવો : ત્રણ ગઝલો – સંકલિત

 1. NEETA KOTECHA says:

  putravadhu e pag…….sharu gadpan thau.

  khari padela ….. aakh ma chitrine hu betho chu.

  nathi kem ekey ….. tarasta rahya che.

  khub saras . Neeta kotecha

 2. Ami says:

  Khub j saras. Khas karine jyarthi…… ni chhelli kadi

  Ami
  Mumbai

 3. સુંદર ગઝલત્રયી…. આભાર, મૃગેશભાઈ!

 4. ashalata says:

  ghanu j SUNDER

 5. Pooja says:

  Wonderful

  the 2 lines involving surya candra nu sagpan and last lines having sharu ghadpan thau are very beautiful

 6. Jayesh says:

  Last 2 lines of “Jyarthi” reminded me of a song by Shri Avinash Vyas(perhaps sung by Manna Dey)
  Kahun chhun jawanine ke pachhi vali ja ,
  ke ghadpan nu maru ghar aavi gayun chhe

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.