સોના – મીના છેડા

[રીડગુજરાતીની આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પામેલી આ કૃતિ રજૂ કરતાં ખૂબ જ હર્ષ અનુભવું છું. સાહિત્ય અને સમાજસેવા સાથે સંકળાયેલા એવા લેખિકાએ, વર્તમાન સમયની સમસ્યાઓને વાર્તામાં સુંદર ભાવવાહી સ્વરૂપે રજૂ કરી છે. રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : mymitra007@yahoo.co.in -તંત્રી ]

વહેલી સવારે જ આંખ ખૂલી ગઈ. લાઇટ કરી ઘડિયાળમાં જોયું.. હજી છ જ વાગ્યા હતા. સુજાતાએ રજાઈ માથા પર ઓઢી લીધી. ઊંઘવાનો પ્રયત્ન કર્યો.. બે-ત્રણ વખત પડખા પણ બદલ્યા.. પણ ઊંઘ ન આવી. ઍ.સી.ની સ્વિચ ઑફ કરી. દરવાજો ખોલી બહાર આવી. માટીની ભીની સુગંધ એના શરીરમાં પસરી ગઈ. રાત્રે વરસાદ પડી ગયો ને એને ખબર જ ન પડી. મોસમનો પહેલો વરસાદ.. અંદર … સુજાતાની અંદર ઊંડે ઊંડે ચુંથાયું. એણે ચારે બાજુ નજર ફેરવી. બગીચાની તો જાણે સુરત જ બદલાઈ ગઈ હતી. એક રાતના વરસાદમાં બગીચો નવપલ્લવિત થઈ ગયો હતો. પગથી ઉતરી હળવેથી સુજાતાએ લૉન પર પગ મુક્યો. લૉન ખૂબ જ ભીની હતી.. સુજાતાને ગમ્યું. ભીની લૉન પર ચાલવા લાગી. એના પગને અડીને ભીનાશ આખા શરીરમાં ફરી વળી. ફરી અત્યારે વરસાદ આવશે ? એણે આકાશ તરફ જોયું … પણ એવું લાગ્યું નહિ. વરસ્યા પછી આકાશ જાણે હળવો થઇ ગયો હતો. એની આંખો પણ અહીં જ ખૂબ વરસી હતી .. પણ પોતે હળવી નહોતી થઈ. .. ગંભીર થઈ ગઈ હતી.

મનની અંદર છેક તળિયામાં ધરબી દીધી હતી એ બધી જ સ્મૃતિઓ આ સુગંધ અને ભીના સ્પર્શથી જાણે જાગી ઊઠી હતી. સુજાતાએ વિચાર્યું… આ વખતે જે જે ક્ષણ યાદ આવશે એ બધી જ ક્ષણને આવકારીશ. બધાને શાંતીથી જોઇશ.. મળીશ….. સ્વીકારીશ. આ વરસાદ માં પોતે જરૂર હળવી થઈ જશે. કુમાર શું કરતો હશે ? કુમાર અહીં હોત તો આજનો વરસાદ સુજાતાએ પણ માણ્યો હોત . ઍરકંડિશનવાળા બંધ રૂમમાં પત્ની સાથે ગાઢ નિદ્રામાં હોય તોય કુમારની આંખ ખૂલી જતી. ન જાણે એને કઈ રીતે ભીની માટીની સુગંધ આવી જતી. સુજાતાને એ ઢંઢોળી નાખતો. બન્ને લૉનમાં દોડી જતા ને પછી છેક સુધી પલળતા.

રાધા કૉફીની ટ્રે લઈ આવી. સુજાતાને પ્રશ્ન થયો… આ રાધાને મારા જાગવાની ગંધ કઈ રીતે આવતી હશે ?
‘બહેન આજે તો રવિવાર .. છતાંય વહેલા ઉઠયા .. ઊંઘ ન આવી?’ સુજાતા મોઢું ધોઈને આવી.. નેપકીનથી મોઢું લુછતા પગથી પર જ બેસી ગઈ.
‘રાત્રે ખૂબ વરસાદ પડયો ?’ સુજાતાએ વળતો સવાલ કર્યો.
‘હા બહેન ! ધોધમાર વરસ્યો હતો…. કૉફી અહીં જ લઈ આવું ?’ રાધાએ ટેબલ પર મુકેલી ટ્રેમાંથી કોફીનો મગ લઈ સુજાતાને આપ્યો. સુજાતા જાણતી હતી, રાધા પુછવા ખાતર જ પ્રશ્નો પૂછતી. એની આંખો માં ક્યારેય પ્રશ્નો ન દેખાતા. એકદમ સ્વસ્થ આંખો. સુજાતાને જાણે પૂરેપૂરી જાણતી હતી.

સુજાતાએ કોફીનો મગ હાથમાં પકડી રાખ્યો.. મગની ગરમાવટ…. સુગંધી વરાળ… એક ક્ષણ માદકતા માણતા રાધાને પૂછ્યું, ‘તું પલળી’તી વરસાદમાં ?’
‘ના બહેન. ગમે તો ખરુ, પણ શરદી થાય ને માંદી પડું તો ઘરનું કામ અટકી જાયને…’ ઘરનું કામ જ રાધાનું જીવન હતું. ઘરનું બધું જ કામ સંભાળી લીધું હતું. સુજાતાને ક્યારેય કહેવું પડે એવુ થવા ન દેતી. દરેક કામ ચીવટથી કરતી.
‘હજી કૉફી આપું ?’ રાધાએ પૂછ્યું
‘હં ? ના… પછી નહાઇને પીશ.’ સુજાતાએ કહ્યું . એ કંઈક વિચારમાં હતી. એના હાથમાંથી કૉફી નો મગ લઈ રાધા ટેબલ પાસે ગઈ. ટ્રે લઈ રસોડામાં જતી જ હતી ત્યાં જ.
‘આજે રસોઈ હું જ બનાવીશ. તારે કયાંય જવું કરવું હોય તો જઈ આવ.’ સુજાતાએ ઊઠતા કહ્યું.
‘બજારનું તો કોઇ કામ નથી.. ને એ સિવાય હું ક્યાં જવાની ? એમ કરું છું આજે લાઇબ્રેરી સાફ કરી લઉં.’

કુમાર અને સુજાતા બન્ને ને વાંચવાનો ખૂબ જ શોખ હતો ને આ શોખને કારણે એક નાની અંગત લાઇબ્રેરી કહી શકાય એટલા પુસ્તકો પણ વસાવ્યા હતા. આ વાંચનના શોખના કારણે જ બન્ને નજીક આવ્યા હતા.. આમ તો પોતે દિલ્હીમાં રહેતી હતી પણ પપ્પાના અચાનક આકસ્મિક મૃત્યુ બાદ સાવ જ એકલી પડી ગઈ હતી. મમ્મી તો ખૂબ પહેલા જ એ બાર વર્ષની હતી ત્યારે જ મોટી માંદગી ભોગવીને મૃત્યુ પામી હતી. સુજાતા એક માત્ર સંતાન હતી. નજીકના સગા પણ ખાસ કોઇ ન હતા. રીટા એક માત્ર એની નજીકની મિત્ર હતી. બન્નેએ સાથે જ બાળપણ માણ્યું હતું. રીટાના પપ્પાની મુંબઈ બદલી થતા, તેઓ દિલ્લી છોડી જતા રહ્યા હતા. પણ સુજાતાને રીટાની મૈત્રીને આંચ નહોતી આવી. દરેક રજાઓમાં રીટા દિલ્લી રહી હતી.. પપ્પાના મૃત્યુ વખતે રીટા ને એના પપ્પાએ જ આવીને બધુ સંભાળયું હતું. અંકલની મદદ લઈ સુજાતાએ પણ દિલ્લીની માયાને પપ્પાની મિલકત સમેટી મુંબઈ વસવાટ કર્યો. કુમારની ઓળખાણ કૉલેજ માં થઈ. બન્ને એક જ ક્લાસમાં હતા. વાંચનના સમાન શોખને કારણે પુસ્તકોની આપ-લે થી શરુ થઈ. વિચારોની આપ-લે એ મૈત્રીના પગરણ માંડયા. અને એ વર્ષે પડયો ત્યારે બન્ને વચ્ચે પ્રીત પણ બંધાઈ ગઈ..

કુમાર ગંભીર પ્રકૃતિનો હતો. કુમારના પિતા, કુમારને અઢળક પૈસો વસિયત કરી ગયા હતા… કુમાર સમજણો થયો ત્યારથી એની નજીક પૈસો જ રહ્યો હતો. માતા-પિતાના ઝગડા, મા નું કુમારને પિતા પાસે મૂકીને જતા રહેવું, કુમારના સ્વભાવની ગંભીરતા કદાચ આ જ કારણે હશે. પણ વરસાદ આવતોને થોડા સમય માટે કુમારના સ્વભાવમાં પણ બદલાવ આવતો. વરસાદ એના સ્વભાવને ધોઇ નાખતો ને કુમારની અંદર રહેલો આનંદ ઊભરાઇ જતો.

કુમાર કહેતો : ‘વરસાદ પડતોને હું અંદરથી ઊભરાતો. તને જોઇને પણ હું અંદરથી છલકાઇ જાઉં છું. હું મારા બાળકને ક્યારેય આ દુખ ન આવે એની કાળજી રાખીશ.’ કુમાર જ્યારે જ્યારે આ દુખના પડછાયામાં તણાતો… ચૂપ થઈ જતો.. એટલો ચૂપ જાણે અહીં હોય જ નહિ. આ સમયના ટુકડામાં એ એકલો જ જીવતો. કોઇને પોતની અંદર આવવા નહી દેતો. સુજાતાને પણ નહીં. ક્યારેક પૂના સુમિતના ઘરે જતો રહેતો. સુમિત અને કુમારે સાથે બિઝનેસ શરુ કર્યો છે. કુમાર અહીં મુંબઇની ઑફિસ સંભાળે છે ને સુમિત પૂનાની. બન્ને જાણે એક મન થઈ ગયા છે. થોડા સમય પહેલા સુમિત મુંબઈ આવ્યો હતો ને તાવમાં પટકાઇ ગયો હતો ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. કુમારે એની જે રીતે સંભાળ લીધી હતી એ આંખને વળગે એવી હતી. સેવામાં પોતાની જાન તો રેડી જ દીધી હતી સાથે જરૂર પડી ત્યારે લોહી પણ પોતાનું જ આપ્યું હતું. સુમિતને સાજા કરતા કરતા કુમારે પોતાને અશક્ત બનાવી નાખ્યો હતો. આ વખતે કદાચ કુમાર વધારે એકલો થઈ ગયો હતો. સુજાતા સાથે ઝઘડો કરીને જતો રહ્યો હતો.

કુમાર અત્યારે સુમિતના ઘરે જ હશે કે અહીં આવવા નીકળી ગયો હશે ? એને ખબર પડી હશે કે અહીં મુંબઈમાં રાત્રે વરસાદ પડયો છે તો એ મારી પાસે આજે આવશે ? કદાચ આજે આવશે જ.. એટલે જ એના પસંદની રસોઈ બનાવી લઉ. એક સાથે કેટલાય વિચારોનું ધમસાણ ચાલતું હતું.

સુજાતાએ નહાઇ લીધું અને રસોઈમાં પરોવાઇ ગઈ. આજે બધી યાદ એક સાથે જ ધસી હતી. બાળક થવાના કોઇ એંધાણ નજર નહોતા આવતા…. તેમ તેમ કુમાર ધૂંધવાતો હતો.
એક સવારે એણે સુજાતાને કહ્યું : ‘રીટા સાથે જઇને ડૉ. ને બતાવી જો ને.’
‘મને ઇચ્છા નથી.’ સુજાતાએ કહ્યું હતું.
‘શેની ? બાળકની ?’ કુમાર લગભગ ચીસ જેવા અવાજે ભડકયો હતો.
‘હું ડૉ.ને કનસલ્ટ કરવાની ના પાડું છું. ડૉ.ને બતાવાની ઇચ્છા નથી.’ સુજાતાએ ફોડ પાડી હતી.
‘પણ શા માટે?’ કુમાર જરાક ગુસ્સે થયો હતો.
‘ડૉ. ને બતાવાની મારે નહીં તારે જરૂર છે… જો ને કેવો થઈ ગયો છે તું.. વારે ઘડી તાવ આવી જાય છે… માથું દુખ્યા કરે છે… ચાલને આપણે કોઇ સારા ડૉ. ને બતાવી જોઇએ.’ સુજાતાના વળતા આવા જવાબ થી કુમાર ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો.

કદાચ એને એની મમ્મી યાદ આવી ગઈ હશે. એક બેફિકર મા, જેણે પોતાના ઝગડામાં પુત્રને હોમી દીધો હતો. એને વિચાર આવ્યો હશે…સુજાતા એટલી બેફિકર કે બાળકને જનમાવા જ નહિ દેવા માંગતી હોય ? કુમાર કહ્યા વગર પૂના ચાલ્યો ગયો હતો. હવે એ કુમારને સમજી શકી હતી. કુમાર જે વેદનામાં જીવ્યો હતો એ વેદના આ વખતે કુમારની ગેરહાજરીમાં જ એને બરાબર સમજાઇ હતી. સુમિતે ફૉન પર વાત કરી હતી… એને સમજાવી હતી.. ને સાથે કહ્યું હતું કે કુમારની ચિંતા ન કરે એને પોતાના ડૉ. પાસે લઈ જશે. રીટા સાથે એ પણ ડૉ. પાસે જઈ આવી હતી. એમના કહેવા પ્રમાણે ટેસ્ટ પણ કરાવ્યા. એ ખુશ હતી. રીપોર્ટ નોર્મલ હતા. એણે કુમાર સાથે ફૉન પર વાત કરવા ઇચ્છી પણ કુમાર ફૉન પર ન આવ્યો. એણે સુમિતને આ વાત જણાવીને આગ્રહ કર્યો કે કુમારને સમજાવે, પણ સુમિતે ‘હા- ના’ જેવા ટૂંકા એકાક્ષરી જવાબ આપીને કામ માં છું કહીને ફોન મૂકી દીધો હતો.

રસોઈ બની ગઈ હતી. રાધાએ પણ સફાઇ કરી લીધી હતી. એ ફરી પગથી પર આવીને બેસી ગઈ. કુમાર!!!. સુજાતા મનોમન રડી પડી. ‘કુમાર, આવી જા ને… જો.. ને .. આ વરસાદ પણ આવી ગયો.. ને તું હજી ન આવ્યો… હવે તો આવ….’
‘સુજાતા…!’
‘સુજાતા ચમકી. ડઘાઇ ગઈ ને ખીલી ઊઠી. સામે જ કુમાર ઊભો હતો. એ ઊભી પણ ન થઈ શકી. કુમાર જ બેસી ગયો. સુજાતાના પગ પાસે. સુજાતા જોઇ રહી… કુમાર રડયો હતો કે શું ? કે પોતાની ભીની આંખનું પ્રતિબિંબ કુમારની આંખ મા ડોકાતું હતું.
કુમારે જ વાત શરુ કરી, ‘ ખૂબ ગુસ્સામાં જતો રહ્યો હતો. ગુસ્સો જાત પ્રત્યે હતો. તારી ઉપર ઉતાર્યો હતો. મારી અંદર જાણે લાવા વહેતો હતો પણ… પણ… હવે… હવે ગુસ્સો કરવાનો તારો વારો છે. હું શું કરુ ? હું ….હું તારે લાયક નથી રહ્યો… મને મારા કયા ભવની આ સજા મળી ?’ કુમાર અસંબંધ બોલ્યે જતો હતો. સુજાતાને કંઈ સમજાતું ન હતું.
કુમાર રડી પડયો… ‘તું, સુજાતા… મને તારી અંદર આવવા દઇશ ને ???’ સુજાતા સ્તબ્ધ. સુમિત પણ ત્યાં જ આવ્યો. આ શું થવા બેઠું છે ? સુમિતની આંખોમાં પણ પાણી.
સુમિતે જ વાત કરી. ‘મને બચાવવા જતા… કુમાર હોમાઇ ગયો…મને તો એણે પોતાનું શુદ્ધ લોહી આપી દીધું પણ હૉસ્પિટલની બેકાળજી કે આપણા ખરાબ નસીબ, કુમારને એચ. આઇ. વી. પોઝીટીવના જીવાણુ લાગી ગયા છે.’ સુજાતાના માથે જાણે આભ તુટી પડયું….કોણ કોને સધિયારો આપે ?

કેટલો સમય વીતી ગયો… ખબર ન પડી…. ને આમ જ દિવસો પણ વીતવા માંડયા…
સુજાતા અને સુમિતને લાગ્યું કે એક માત્ર બાળકની હાજરી જ હવે કુમાર ને હસતો કરી શકે એમ છે. બન્ને જણાએ આશ્રમમાંથી બાળક લઈ આવવાનું નક્કી કર્યું. બાળકની બધી જવાબદારી પર સુમિતે આશ્રમમાં બાંહેધરી આપી ને સુંદર મજાની બાળકી સોનાને ઘરે લઈ આવ્યા. કુમાર લૉનમાં હીંચકા પર શૂન્યમને બેઠો હતો. એના ખોળામાં હળવેથી સોનાને બેસાડીને સુજાતા કુમારની બાજુમાં હીંચકા પર બેઠી. સુમિત રાધા ને બાળકીના ખાવાની ને દવાની સુચના આપવા માંડયો.

કુમારની આંખોમાં ચમક આવી ગઈ. હોઠો પર સ્મિત. સોનાને માથે હાથ ફેરવવા લાગ્યો. એને રમાડવા લાગ્યો. સોના પણ જાણે વર્ષોની ઓડખાણ કેમ ના હોય એમ ખીલખીલાટ હસવા લાગી. અચાનક કુમારે અનુભવ્યું…એણે ચિંતામાં સુજાતાને પૂછ્યું : ‘આને તો તાવ જેવુ લાગે છે.’
સુજાતાએ કહ્યું : ‘હા, પણ આપણે એની દવા કરશું.’
ઘડીક શ્વાસ ખાતા. સુજાતાએ કહ્યું : ‘કુમાર અત્યારે અજાણતાં જ આપણું પણ બાળક થઈ જાત તો… એ પણ આપણે કારણે એચ.આઇ. વી. હોત ને ? એટલે મેં ખાસ સોનાને પસંદ કરી છે.
‘તો શું ? સોના ???’ ….. કુમારનું દુખ ઊભરાઇ આવ્યું.
‘હા’… આપણે એને સાચવીશું’ સુજાતાના એકાક્ષરી જવાબને પોતાની અંદર ઉતારતા સોનાને વહાલથી પોતાની વધુ નજીક લીધી. જાણે પોતાનો જ એક ટુકડો આજે બહાર આવી ગયો હતો.
‘હું પણ સામેલ છું એમાં…’ સુમિતે પાસે આવી ને સોનાને ઊચકતા કહ્યું.
‘ને હું પણ….કોઇની નજર ના લાગે મારી સોનાને…’ કહીને રાધાએ સોનાની નજર ઊતારી. ત્યાં જ આકાશે પણ મન મૂકીને અમી છાંટણાં કર્યા….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તબિયતનો પ્રભાવ – મુકુન્દરાય પંડ્યા
ધારો કે રાણી તમે જીતી ગયા – પાયલ શાહ Next »   

24 પ્રતિભાવો : સોના – મીના છેડા

 1. ઘણી સુંદર વાર્તા, મીનાજી !

  એઈડ્સના વિષયને સરસ રીતે શણગાર્યો… આંખ ભીની થઈ ગઈ… પણ એક ગેરસમજણ પણ થઈ. લોહી આપવાથી એઈડ્સનો ચેપ લાગતો નથી. વાર્તાકાર તરીકે આ વળાંક જરૂરથી મથારી લેશો એ આશા.

  વાર્તા હરીફાઈમાં દ્વિતીય ક્રમાંકે આવવા બદલ હાર્દિક અભિનંદન… તમારી વાર્તાઓમાં સમાજ પ્રત્યેની જવાબદારી સતત વર્તાતી રહે છે. આ ખાસ અભિવ્યક્તિ બદલ સમાજ પણ આપનો ઋણી રહેશે.

  ફરી એકવાર અભિનંદન…

 2. સરસ વાર્તા.
  મીનાબેન , ખૂબ ખૂબ અભિનંદન.

 3. મીનાબેન ,
  પ્રથમ તો આપને અભિનંદન તમારી આ સુંદર વાર્તા બદલ
  વાર્તા શું આ તો સુદર રીતે સમાજને અપાતો એક સંદેશ છે. ખરેખર દાદ માંગી લે એવું સુંદર કથાનક છે.
  આપને ફરીથી અભિનંદન

 4. Jignesh Upadhyay says:

  Minaji, really a touchy story. I dont have any word to describe it, that what I had felt after read this story. But I only say that Hat’s of to you and read gujarati, that through this bridge we can read this kind of story.

 5. ashalata says:

  Meenaben

  ABHINANDAN
  Anera visayni sunder mavjat kari
  samajni javabdarinu run ada karava
  badal again thnks

 6. Gira says:

  Hello Ms. Mina,

  to tell you the truth, the beginning was kind of interesting but in the middle or somewhere after that i think i was lost may be. but after that i didn’t think story got the point. becuz the title is something different n seems something else. i mean it didn’t make any sense to me. i think that the concept is still missing or incomplete may be. anyways, i m not critising yr story. but i m not sure with this story.

  thanks though.

 7. Chirag Patel says:

  Congratulations Meenaben!

  The story does not seem effective in what it is trying to reveal. It started very nice and then ended abruptly. You could stretch a bit to show characterization of SONA.

  Anyway, keep up the good work.

 8. Urmi Saagar says:

  Congratulations Meenaben!!

 9. manvant says:

  મારા અંતરનાં અમીછાંટણાં સ્વીકારશો ?

 10. janki says:

  nice story
  i actually liked the story and i enjoyed it too. howevr, not to criticize but just to give my opinion, the change of title may have affected the story much more.

  overrall it was very nice wat to point oit current problems of HIVs.
  and congratulations once again . hope you continue your good work .

 11. Amol says:

  Nice story…
  Congratulations….

 12. Keyur Kharod says:

  NOT BECAUSE I AM A DOCTOR but I RANK THIS BETTER THAN 1st one which look like copy of English Thriller…However donating blood is less likely to give infection,of course not impossible…In short Nice attempt for Awareness of society…

 13. Vikram Bhatt says:

  Congrats for Hard Efforts for getting through the criteria laid down by selectors for choosing the best ones from received lots.
  Keep it up,
  Vikram Bhatt

 14. KRUTI says:

  અ વર્ત મને ખુબ જ ગમિ

 15. dhaval Raithattha says:

  વાહ, અત્યારના સમય મા આ વારતા એકદમ સાચ્ચિ અને અનુસર્વા જેવિ છે.લખતા રહો.ખુબજ સરસ.કેમકે એઈડ્સ આ રિતે પણ થઈ સકે તો શુ આપણૅ તે મણસ ને આપણા થિ દુર કરિ દેવનો ???? ના કદિ નહિ પણ આ વર્તા નિ જેમ જ એક નવિ ઝિન્દગિ શરુ કરવનિ અને સાથે સાથે બિજા ને પણ ઊદાહરણ પુરુ પાડવાનુ. ચાલો ત્યારે, આવજો.

 16. yunus meman says:

  meena ben khub khub saras story, hu tamari aa story ne 1 st prize aapu chu, khubaj savndsil mudda upar aa sroty tame lakhi che, manvi na dil ane dimag ne vicharta kari muke aevi,,,

 17. Cymbalta. says:

  Cymbalta….

  Cymbalta….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.