પંડ્યનાં જણ્યાં – યોગેશ પંડ્યા

વિરેન્દ્ર અંતે ભાંગી પડ્યો.
તાવ ઉતરવાનું નામ નહોતો લેતો અને મુન્નો ધીરે ધીરે કોમા તરફ સરતો જતો હતો. બે દિવસમાં ત્રણ ત્રણ તો ડૉક્ટર બદલાવ્યા, પણ વ્યર્થ….

અંતે શહેરના જાણીતા ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડૉ. ચપટવાલાને ત્યાં ખસેડ્યો. મુન્નાને તપાસીને ડૉક્ટરે કહ્યું : ‘તાવ મગજમાં ચડી ગયો છે. બહુ આગળ વધી ગયું છે, પણ હું મારી રીતે પ્રયત્ન કરું છું. આઈ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ. કંટ્રોલમાં લાવી દઈશ.’
દવા, ઈન્જેકશન, બાટલા…
ચડતું ગયું….
પણ કંઈ ફેર ન પડ્યો. રાત્રીના સાડા બાર જેવું થયું હતું. આ આઠમો બાટલો હતો, પણ મુન્નો ? ડોક ઢાળી દીધી હતી. પોપચાં તો ક્યાં ચાર દિવસથી ખૂલ્યાં જ ન હતાં ! ગુલાબની પાંદડી જેવા સૂસક્ત હોઠ, નિસ્તેજ ચહેરો…

વિરેન્દ્ર વધારે વખત જોઈ ન શક્યો.
‘મમ્મી….’ અચાનક મુન્નાના હોઠ ફફડ્યા.
‘બેટા….’ વિરેન્દ્રએ તેના માથા પર હાથ ફેરવ્યો : ‘શું થાય છે દિકા ?’
‘મમ્મી….’ મુન્નો જાણે મૃત્યુ સામે લડી રહ્યો હતો, મમ્મીની ઓથ તળે.
‘હં…બેટા….બોલ’ વિરેન્દ્ર તેના પડખે બેસીને માથા પર હાથ ફેરવવા માંડ્યો.
‘પપ્પા….મમ્મી….’ મુન્નાનાં પોપચાં સ્હેજ ઊંચકાયાં.
‘હમણાં આવશે બેટા.’

વિરેન્દ્રથી બોલાઈ ગયું, પણ એ તો મુન્નાને સમજાવવા માટેનું કેવળ પોકળ આશ્વાસન હતું. શિલ્પા હવે ક્યાં એના મુન્ના પાસે આવી શકવાની છે ! એ તો અત્યારે પોતાના મુન્ના પાસે….

ત્રણ વર્ષમાં ક્યારેય મુન્નાએ મમ્મીને સંભારી નથી. આજ ત્રણ ત્રણ વર્ષે મા પ્રત્યેની લાગણીનો તરફડાટ… કુમળા માનસનો વલવલાટ… કદાચ, આ ત્રણ ત્રણ વર્ષમાં એના નાજુક હૃદયમાં ઉછળતો ય હોય, પણ મારી બીકથી અભિવ્યક્ત ન પણ કર્યો હોય ! તો પોતે શું ‘દીવાર’ બની બેઠો હતો, મુન્નાની લાગણી આડે !…..મુન્નાનો શો વાંક હતો કે, એને પોતાની માથી તરછોડવાની સજા દઈ દીધી ? એ બાળક નહોતો. બધુ સમજતો હતો, પણ પોતે તો એની બાળસહજ મા પ્રત્યેની લાગણીના ધોધને કદિ પણ એની અંદરથી બહાર જ ન નીકળવા દીધો ? શું ગુનો કર્યો હતો મુન્નાએ ?
શિલ્પાની કૂખે જન્મ લીધો હતો એ ગુનો….. આખો દિવસ બિચારો મા વગર રખડ્યા કરતો. આમતેમ ભટક્યા કરતો. ટ્યુશન, સ્કૂલ, લેશન, ટીચર, પાઠ કરતો ગણિત, સાયન્સ, દફતર, કંપાસ, પરિકર, ફુટપટ્ટી, સ્વાધ્યાયપોથી…. ના કદિ કોઈ દિવસ કીધું કે મારે પેલું લેવું છે, ઓલું લેવું છે ! મને પેલી વસ્તુ લઈ આપો કે ઓલી વસ્તુ લઈ આપો. સમજી ગયો હતો બધુંય કે મા વગર તો….

વિરેન્દ્રને થયું : પોતે કદિ પણ એને બાજુમાં બેસાડીને માથા પર હાથ ફેરવીને ક્યાં કોઈ દિવસ પૂછ્યું છે કે, બેટા, તારે શું ખાવું છે ? શું પીવું છે ? શું ખરીદવું છે ? શું લેવું છે ? ક્યાં બહાર ફરવા જવું છે ? તારે આ વખતે કેવા કપડાં લેવા છે ? બા સાથે બહાર જઈને એ લઈ આવતો. ક્યારેક તેનાં કાકી સાથે…. પણ એ બધાં તો સમય આવ્યે છૂટી ગયાં. કર્મસંજોગે આ શહેરમાં બદલી થઈ ને બાએ કહી દીધું કે, મુન્નાને હવે તું સાથે લઈ જા. અનુપની પિંકી અને જ્યુને સાચવવાની જવાબદારી મારી છે. એ બન્ને તો નોકરી કરે ! મુન્નાની જવાબદારી પૂરી. એ હવે મોટો થઈ ગયો છે.

બાએ કહ્યું હતું…પણ ખરેખર આજ વિરેન્દ્રને લાગ્યું કે, એને બિચારાને બધાએ મોટો કરી દીધો છે. હજી તો એ….
‘મમ્મી…’ અચાનક મુન્નાનો તરફડાટ હવે અમળાઈને ચહેરા પર ફરી વળ્યો.
‘બેટા, મુન્ના….’ વિરેન્દ્રએ તેના માથા પર હાથ મૂક્યો. ત્યાં જ ફરી સિસ્ટરે મુન્નાનો તરડાયેલો અવાજ સાંભળી અંદર આવીને બાટલાને સ્હેજ સતેજ કર્યો અને કહ્યું : ‘એનાં મમ્મી નથી ઘેર ? બોલાવી લાવો ને. છોકરો બિચારો ક્યારનોય ઝૂરે છે અને તમે-’
એ કંઈ બોલી ન શક્યો. ત્યાં જ મોટો ઉબકો આવ્યો ને પેટમાંનું રહ્યુંસહ્યું સફેદ પ્રવાહી પલંગ પર, ચાદર પર, ફર્શ પર…
‘હું તમને કહું છું, ભાઈ….’ સિસ્ટર બોલી ઊઠી : ‘તમે ફોન કરી દો અથવા તો….’
‘એ બની શકે એમ નથી.’ વિરેન્દ્ર ભીના કંઠે બોલી ઊઠ્યો.
‘કેમ ?’
‘બસ….સિસ્ટર ! એની મમ્મી તો…..એની મમ્મી તો-’ વિરેન્દ્ર આગળ ન બોલી શક્યો.
‘શું થયું છે ? એની મમ્મી તો અહીં જ છે કે પછી….’ પણ વિરેન્દ્રના દયામણા ચહેરા પર નજર નાખીને કહે : ‘મને ખબર નહોતી. આઈ એમ સોરી. મેં તમારું દિલ-’
‘ના સિસ્ટર એવું નથી. એ અહીં જ છે, પણ હવે એ સંબંધો નથી રહ્યા. અમે છૂટ્ટા પડી ગયા છીએ. ત્રણ ત્રણ વર્ષ થઈ ગયાં અને હવે તો એનું બીજું લગ્ને ય…. અને એ પણ…..’
‘ઓહ નો.’ સિસ્ટર તાકી રહી.

વિરેન્દ્રની આંખમાં ભીનાશ તરવરી ગઈ, પણ ત્યાં જ સિસ્ટર બોલી ઊઠી :
‘તોય એ આવશે. તમે પ્રયત્ન કરો ભાઈ. દવા જ્યારે નથી ફળતી ત્યારે દુવા ફળે છે અને આ તો છોકરું છે. તમારા બન્નેના ઝઘડાની સજા આ બાળકને શું કામ આપી રહ્યા છો ? તમે જાવ, ત્યાં સુધી હું એની પડખે બેઠી છું. મને વિશ્વાસ છે કે એ જરૂર આવશે. મારી શ્રદ્ધા સાચી ઠરશે….’
‘પણ હવે એ પારકી થઈ ગઈ છે.’
‘એનું પંડ્ય કદાચ પારકું થઈ ગયું છે, એનું હૈયું નહીં ! એના હૈયામાં તો જે હેત સંધરાયેલું છે એ હેત તો હડિયાપાટી કરતું જ હશે. એ હેત જ એને અહીં લાવવા મજબૂર કરી દેશે. મુન્નો ગમે તેમ તોય એના કોઠામાં નવ નવ મહિના આળોટ્યો છે. જગતના ચોપડે એવી કોઈ મા નહીં હોય કે, પોતાનું છોરું માંદગીના બિછાને પડ્યું હોય ને પોતે સંસારનાં સુખ માણતી હોય ! તમે જાવ ભાઈ….’

વિરેન્દ્ર નીકળ્યો, મુન્નાને ખાતર. રાત્રે ત્રણ વાગ્યે મિ. કંદર્પ નાણાવટી ઘરનું બારણું ખખડાવ્યું. થોડી વારે એક ત્રીસેક વર્ષનો પુરુષ બહાર નીકળ્યો. વિરેન્દ્ર ઓળખી ગયો. તે કંદર્પ જ હતો.
‘બોલો કોનું કામ છે ?’ કંદર્પે પૂછ્યું.
‘હું વિરેન્દ્ર…’
‘ઓહ, આવો આવો. કંદર્પે ભાવથી આમંત્ર્યો. તે વિરેન્દ્રને અંદર દોરી લાવ્યો. ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યો. પાણી પીવડાવ્યું. ને પછી પૂછ્યું, ‘ફરમાવો વિરેન્દ્રભાઈ, કેમ અચાનક, અડધી રાત્રે….. કંઈ કામ પડ્યું ?’
‘મારે આવવું પડ્યું છે કંદર્પભાઈ, શિલ્પાને લઈ જવા માટે. મુન્નો અત્યારે હોસ્પિટલમાં છે. એ એની મમ્મીને….’
‘અરે, પણ શું થયું મુન્નાને ?’
‘તાવ આવ્યો ને ન્યૂમોનિયા થઈ ગયો. ક્રોનિક મેલેરિયા. અઠવાડિયું થયું, પણ તાવ હટવાનું નામ લેતો નથી. અને હવે મમ્મી….મમ્મી…. કરે છે. હું નહોતો આવતો કંદર્પભાઈ, મારે આવવું પણ ન જોઈએ, પણ – મુન્નાની ખાતર ! હું દિલગીર છું….’ કહેતો વિરેન્દ્ર રડી પડ્યો.
‘અરે, ભલા માણસ ! તમારા જેવા માણસ ઢીલા પડે તો તો થઈ રહ્યું છે ને ? હું હમણાં જ શિલ્પાને..’

પણ ત્યાં જ શિલ્પા આંખો ચોળતી ચોળતી ડ્રોઈંગ રૂમમાં આવી ચડી, પણ સામે બેઠેલા વિરેન્દ્રને જોઈને જ એ ત્રાડી ઊઠી : ‘અરે… તમે છો ? તમે ? શું કામ આવ્યા છો અહીં ? શું છે હવે બાકી….. શું છે હવે તમારે ને મારે ? તમને જરાય વિચાર ન થયો, બોલો બોલો…. તમને જરાય શરમેય ન આવી કે હું ક્યાં જાઉં છું ? તમારા સંસારમાં તો તમે વહેમનાં હાડકાં નાખી હોળી સળગાવી, હવે કોઈકના સંસારમાં તો….’
‘પ્લીઝ, શિલ્પા.’ કંદર્પ બોલી ઊઠ્યો, ‘એ બિચારો કોઈ સંબંધે નથી આવ્યો ! કમસે કમ તું એની પરિસ્થિતિનો તો વિચાર કર. અત્યારે એના માથે વિપત…’
‘વિપત તો મારે માથેય હતી, ત્યારે ક્યાં ગયો હતો એ સંબંધ, એ લાગણી, મમતા ?’
‘શિલ્પા….’ કંદર્પ હવે ત્રાડી ઊઠ્યો. ‘શિલ્પા, બંધ થઈ જા પ્લીઝ, મારે ખાતર બંધ થઈ જા. આ તને સારું લાગે છે ? કમસે કમ તું એની વાત તો સાંભળ કે પછી તારો લવારો જ ચાલુ રાખીશ ?’
‘બોલો, હું સાંભળું છું.’
‘શિલ્પા’ , કંદર્પે મૃદુ અવાજે કહ્યું : ‘એ બિચારો વખાનો માર્યો આવ્યો છે. મુન્નો હૉસ્પિટલમાં છે. ત્રણ ત્રણ દિવસથી તાવ – ન્યુમોનિયાને લીધે… તને એ ઝંખે છે. બિચારો.’
‘ત્રણ ત્રણ વરસ થઈ ગયાં ત્યારે એની મા એને યાદ ન આવી ?’
‘…..એને તો યાદ આવી જ હોય ને પણ….’ વિરેન્દ્ર હવે ભીના કંઠે શિલ્પાને કહેતો હતો : ‘…પણ મારી બીક ! હું દીવાર બની બેઠો હતો એની લાગણીની આડે, એની મા પ્રત્યેની મમતાની આડે ! પણ હું હવે ભાંગી પડ્યો છું, શિલ્પા ! એનો તરફડાટ હવે હું જોઈ નથી શકતો… તમે નહીં આવો તો એ….’ વિરેન્દ્રના આગળના શબ્દો ડૂમો બનીને ઓગળી ગયા.

‘પણ હવે શું છે !’ શિલ્પા, કંદર્પ પાસે બેસી જતાં બોલી ઊઠી, ‘એ સંબંધો પૂરા થઈ ગયા. હવે એ ક્યાં મારો દીકરો છે ? તમારો છે. હું નહીં આવું.’ કહેતી એ ઊભી થઈ ગઈ અને પોતાના ખંડ તરફ ચાલતી થઈ ગઈ.
કંદર્પ બોલી ઊઠ્યો : ‘તારે જવું જોઈએ, શિલ્પા. ગમે એમ પણ એ તારું લોહી છે. તારી કાયાની માટીમાંથી ઘડાયેલો પિંડ છે. ગમે એમ તોય…. એ તમારા બન્નેના સંસાર બાગનું મહેંકતું, મઘમઘતું ફૂલ છે. એને ચીમળી ન નાખ…. એ તમારા બન્નેના પ્રેમનો પ્રથમ આવિષ્કાર છે.’

‘અત્યાર લગી હું ય એમ જ કહેતી હતી ને કહું છું કે એ તો મારા ને એના પ્રેમનો જ આવિષ્કાર છે. મારા ને કોઈ બીજાના નહીં, પણ તોય એણે તો મને…’ કહેતી એ રડી પડી.

કંદર્પે એની આંખોમાંથી બહાર સુધી ધસી આવેલા આંસુના રેલાને લૂછતાં કહ્યું : ‘ચાલ, તૈયાર થઈ જા. જે થઈ ગયું તે થઈ ગયું. ભૂતકાળને ભૂલીને હવે તો વર્તમાનને સજાવવાનો છે. મુન્નો…..’

‘એ તો મારો પ્રાણ છે. એને હું કંઈ નહીં થવા દઉં….’ કહી એ બોલી ઊઠી : ‘તમે લોકો ગાડીમાં બેસો, હું આવું છું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કહેવતોમાં આરોગ્ય – રમેશ સંઘવી અને રમણીક સોમેશ્વર
ફ્લાવરવાઝ – શ્રેયા સંધવી શાહ Next »   

11 પ્રતિભાવો : પંડ્યનાં જણ્યાં – યોગેશ પંડ્યા

 1. Uday Trivedi says:

  The role of Kandarp is the most important. He could have over-reacted or resisted this. But he was a human , before a possesive husband. That line : after all, Munna is a flower of your sansar-baug. It needs a pure heart to say this.

  Good one…

 2. Payal Dolia says:

  It’s really hearth touching story…It’s a motherhood.no one can take place mother’s place…Kandarp is really good person.

 3. zankhana says:

  good story,
  kandarp nu patra saras chhe. good and.

 4. Milf. says:

  Milf galleries….

  Milf sites. Milf hunter. Milf. Milf next door. Mature milf. Milf mature….

 5. Yogesh says:

  One of my best friend is going through same life story except him and his wife are not divorced. I have emailed both of them this story hopefully they wont be regretting three years from now.
  Life is all about making adjustment and when a child is involved in a marriage, i believe one should try to save the marriage before its too late that later on the child grows up blaming self for the demise.
  Very touching story.
  Thank you so much.
  Yogesh.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.