ફ્લાવરવાઝ – શ્રેયા સંધવી શાહ

[ સુપ્રસિદ્ધ અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના લેખિકા તેમજ વ્યવસાયે ગ્રાફીક ડીઝાઈનર એવા શ્રીમતી શ્રેયાબેન(વડોદરા) – કાવ્યો, ગઝલો ઉપરાંત સુંદર ટૂંકીવાર્તાઓ અને વર્તમાનલક્ષી લઘુ નવલકથાઓ પણ લખે છે. તેમની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ તેમજ ‘નવનીત સમર્પણ’ જેવા અનેક સાહિત્યના સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર ટૂંકા નિબંધો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sn_sanghvi95@ yahoo.co.in ]

પતિ-પત્ની અને એક બાલ્કની

storyપતિ અને પત્ની એટલે લગ્ન. પતિ અને પત્ની એટલે સંસાર. પતિ અને પત્ની એટલે એક ઘર, પતિ અને પત્ની એટલે બે જિંદગી એક મુકામ. પતિ અને પત્ની એટલે સખ્ય.

પતિ અને પત્ની એટલે સાથે રહેવું કે સાથે જીવવું ? પતિ અને પત્ની એટલે બોલતા રહેવું કે ચૂપ રહેવું ? પતિ અને પત્ની એટલે કોમ્યુનિકેશન કે કોન્ફ્રન્ટેશન ? પતિ અને પત્ની એટલે બચત કે ખર્ચો ? પતિ અને પત્ની એટલે બાળકોનું ભણતર કે વડીલોની માંદગી ? પતિ એટલે કમાવવું ? પત્ની એટલે ઘર સંભાળવું ? પતિ એટલે પૈસો અને પત્ની એટલે શરીર ? પતિ એટલે શર્ટ-પેન્ટ અને ઑફિસબેગ ? પત્ની એટલે સાડી, શાક અને રસોડું ?

લગ્ન-પતિ-પત્ની જિંદગીની સૌથી મોટી ઘટના અને સૌથી મોટો સંબંધ – એક સ્વીકારાયેલો સંબંધ. બધાની અપેક્ષા જેને વળગેલી છે તેવો સંબંધ. લગ્ન અને લગ્નજીવન એક ઘર માટે સમાજ માટે બનતી ઘટના છે. ઘણા બધા લોકો આ સાથે સંકળાયેલા હોય છે. ઘણા બધા લોકોને સાંકળતી એક સામાજિક ઘટના છે લગ્ન.

Till death do us apart. એટલે કે આ જન્મપર્યંત આપણે એકબીજાના બની રહીશું તેવા કમિટમેન્ટવાળો સંબંધ. પણ આ સંબંધને માવજતથી કેટલા પતિ-પત્નીઓ ઉછેરે છે ? ઘરની અંદર જગ્યા સિવાયની ઘણી બધી સંકડામણ અનુભવતા પતિ અને પત્ની, જિંદગીભર એકબીજાને પ્રેમ કરવાના વચન આપી ચુકેલા પતિ-પત્ની…..કેટલા વર્ષો દિવસો-કલાકો એકબીજાને ચાહતા રહી શકે છે ? પતિ-પત્ની ઘરમાં હરતાં-ફરતાં ફક્ત શરીરો બની જાય છે. તેઓ ઘરમાં મૂકાયેલા ફર્નિચર જેવા બની જાય છે.

સાંજે ઘરે આવતો પતિ એક થાકેલું-પાકેલું શરીર બને છે અને પત્ની બને છે ઘરમાં ગોંધાઈ રહેલો મૂંગો કકળાટ. ઘરમાં કોઈ પ્રેમ કરવાની, પ્રેમ દર્શાવવાની જગ્યા રહેતી નથી. ઘર બને છે નક્કર વાસ્તવિકતા… તેમાં કોઈ રોમાંચ રહેતો નથી. ઘરના પડદા, સોફા અને ડાઈનિંગ ટેબલ એવી જ રીતે પતિ-પત્ની. લગ્નના બે-ત્રણ વર્ષ પછી ઘરમાં ભરાયેલો ઑક્સિજન જાણે કે ઓછો થતો જાય છે. ઑક્સિજન ઓછો થતો જાય તેમ ઘરમાં રહેવામાં ગૂંગળામણ થવા લાગે છે.

આવી એક ગૂંગળામણવાળી મોડી સાંજે કેટલા પતિ-પત્નીએ ઘરનું એક્સ્ટેન્શન એવી એક બાલ્કનીમાં જઈને ખૂલ્લી હવામાં શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો હશે ? બાલ્કની એટલે ઘરના બંધિયારપણાને છોડાવતું એક આકાશ…એક દુનિયા. ઘરને અડીને જ ઊભેલી એક જગ્યા…પણ ઘરથી સાવ અલિપ્ત. ઘરનો હિસ્સો પણ ઘરની બહાર. એક બાલ્કની, જ્યાંથી થોકબંધ હવાનો જથ્થો ઘરની અંદર લઈ આવી શકાય. કોઈ એક પતિ-પત્ની બાલ્કનીમાં છેલ્લે હાથ પકડીને ક્યારે ઊભા હતા ? બાલ્કનીમાં સાથે ઊભા રહી ઘરની અંદર જીવાતી જિંદગીને ત્રીજા માણસની જેમ જોવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? અથવા બાલ્કનીમાં ઊભા રહી ઘરની અંદર રહેતા આપણે પોતે કેટલા સાચા અને કેટલા ખોટા, કેટલા તોછડા અને કેટલા લાગણીશીલ, કેટલા સુખી કે દુ:ખી – એ જાણવાનો પ્રયત્ન કર્યો છે ?

પતિ અને પત્નીનો સંબંધ એટલે બેડરૂમ અને ચોળાયેલી પથારી નહીં, પતિ અને પત્નીનો સંબંધ એટલે સંવાદિતાનું ઉઘડતું આકાશ કે જેમાં પાંખો ફફડાવી ઊડી શકાય. સંબંધ એટલે બંધાવવું નહિ, સંબંધ એટલે તરવું. જ્યારે બાલ્કની એટલે તમને ઘરના બંધિયારપણાને છોડાવતું એક આકાશ…એક બીજી દુનિયા.

બાલ્કનીએ કોઈ જગ્યા નથી રહેતી. બાલ્કની એક અવસ્થા બને છે. દરરોજ રાતની થોડી થોડી વાતો… દરરોજ સવારની ગરમ ગરમ કોફીની ચુસકીઓ….. ઘરને જ અડીને ઊભેલી બાલ્કની પતિ અને પત્નીને કોઈ જુદા જ માહોલમાં લઈ ન જઈ શકે ?

……………..
એકવેરિયમમાં બેઠેલી મૉર્ડન સ્ત્રી

મૉર્ડન સ્ત્રી એટલે ફૂલફટાક કપડાં પહેરીને, ઊંચી એડીના સેન્ડલ પહેરીને, ગાડીનું ગીયર ફર્સ્ટમાં નાખી ગાડીને જોરથી રેઈઝ કરી સ્પીડમાં કમ્પાઉન્ડમાંથી બહાર કાઢી….લેટેસ્ટ બનેલા કૉફી શૉપમાં બહેનપણીઓ સાથે કૉફી પીવા જવું તે ?

મૉર્ડન સ્ત્રી એટલે શરીરને ડીલીવરી પછી પણ પાતળુ રાખવું અને પોતાની કેરિયરના ભોગે લાગણીશીલ ન થવું તે ? મૉર્ડન સ્ત્રી એટલે બાળકોની જવાબદારી પતિને માથે નાખવી તે ? મૉર્ડન સ્ત્રી એટલે પોતાના ઈસ્ત્રીવાળા કપડા બગડે નહી એટલે અને પોતાને પાર્ટીઓમાં જવાનું હોવાથી આયાની પાસે બાળકોને મૂકી જવું તે ? શું મૉર્ડન સ્ત્રી એટલે સંયુક્ત કુટુંબ નહીં પરંતુ વિભક્ત કુટુંબની માંગણી કરે તે ?

મૉર્ડન સ્ત્રી એટલે ચલચિત્રોમાં બતાવાતા આછા પાતળા વસ્ત્રો પહેરી ડીસ્કોથેકમાં જવું તે ? મૉર્ડન સ્ત્રી એટલે સ્ત્રી-સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લેવો તે ? મોર્ડન સ્ત્રી એટલે દરેક સામાજિક ગોઠવણો અને સ્ત્રીઓને સોંપવામાં આવતા દરેક કામો અને ફરજોની સામે પ્રશ્નો કરવા તે ? મોર્ડન સ્ત્રી એટલે બળવો કરવો તે ?

મૉર્ડન સ્ત્રી એટલે બ્યુટીપાર્લરમાં જવું, મોંઘા કૉસ્મેટિક્સ વાપરવા તે ? મૉર્ડન સ્ત્રી એટલે ફૂલફટાક ઈંગ્લીશ બોલવું તે ? મૉર્ડન સ્ત્રી એટલે ફેશવૉશથી ચહેરો ઉજળો રાખવો તે ? મૉર્ડન સ્ત્રી એટલે એકવેરિયમાં ફરતી રંગબેરંગી માછલીઓ ?

મૉર્ડન સ્ત્રી એટલે શું ? મૉર્ડન કેવી રીતે બનાય ? મૉર્ડન બનવા શું શું કરવું પડે ?

મૉર્ડન સ્ત્રી બનવું એટલે પોતાની જાતને, પોતાનામાં રહેલી સ્ત્રીને સમજવી. મૉર્ડન સ્ત્રી બનવું એટલે પોતાના વ્યક્તિત્વને સમજવું. પોતાની નબળી અને સબળી બાજુને સમજવી. પોતાના કુટુંબને સમજવું. પોતાની આજુબાજુના વાતાવરણને સમજવું. મૉર્ડન સ્ત્રી એટલે વાસ્તવિકતા સમજવી. વાસ્તવિકતા જે આપણી ચારેબાજુ વિખરાઈને પડી છે, આપણી આજુબાજુના લોકોમાં…. માણસોમાં…..પુરુષોમાં….સ્ત્રીઓમાં.

મૉર્ડન સ્ત્રી એટલે પોતાની માને સમજવી, પોતાની દાદીને સમજવી, પછી પોતાની જાતને સજ્જ કરવી અને ત્યાર બાદ પોતાની દીકરીને ઉછેરવાની સમજ કેળવવી. મૉર્ડન બનવું એટલે પોતાના શરીરને સમજવું. પોતાની શારીરિક ક્ષમતા અને મર્યાદાઓને સમજવી. મોર્ડન થવું એટલે ભણવું…ભણેલું સમજવું અને સમજેલું જીવનમાં ઉતારવું. મોર્ડન સ્ત્રીએ પોતાના સ્વાસ્થ્યને સમજવું, હાઈજીનને સમજવું… મેનેજમેન્ટને સમજવું… બીજી વ્યક્તિની લાગણીઓને સમજવી… બીજી વ્યક્તિઓના દષ્ટિકોણને સમજવો….

મૉર્ડન સ્ત્રીએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો. મૉર્ડન સ્ત્રી એટલે લેટેસ્ટ જાતના કપડાં, જૂતા, કોસ્મેટિક્સ જ નહીં પરંતુ આ નવો ઝડપથી ચાલી જતો યુગ જે નવી સવલતો અને કૅરિયરની અનેક દિશાઓને લઈને આવ્યો છે – તે સમજવું.

જિંદગી, સમાજ, લગ્ન, સંબંધો, બાળઉછેર વગેરે બાબતોની ગંભીરતા સમજી આવનારી પેઢીમાં કશુંક નવું ઉમેરી આપવું છે – એવા નિર્ધાર સાથે જીવે તે સાચી મૉર્ડન સ્ત્રી. મૉર્ડન સ્ત્રી એટલે ભૂતકાળ સમજી, વર્તમાનને મઠારી, સમજપૂર્વક જીવી, નવી પેઢીને તૈયાર કરે તે મોર્ડન સ્ત્રી.

મૉર્ડન સ્ત્રી એટલે ફ્લાવરવાઝમાં મૂકાયેલા પ્લાસ્ટિકના ફૂલો નહીં, મૉર્ડન સ્ત્રી એટલે દિવાનખાનામાં લટકાવાયેલું જાજરમાન પેઈન્ટીંગ નહીં. મૉર્ડન સ્ત્રી એટલે એકવેરિયમમાં બંધ સુંદર રંગબેરંગી માછલીઓ નહીં…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંડ્યનાં જણ્યાં – યોગેશ પંડ્યા
શ્યામા, સોહમ, …સુનામી – નીલમ દોશી Next »   

6 પ્રતિભાવો : ફ્લાવરવાઝ – શ્રેયા સંધવી શાહ

 1. Purvi Thakkar says:

  Very nice… you have described the depth meaning of a Modern woman as well as the relationship of Husband & wife very beautifully…

  Thanks…

 2. dhara shukla/swadia says:

  simply superb!!!!!!!!!thank u very much and also thanks to mrugeshbhai for printing such beautiful article. i will definitely keep one balcony in our new flat. in mumbai people convert balcony into room.

 3. Manisha says:

  It is really a bitter reality of the life, how many women understand their own value with every relationship N definition of the “Modern”. !!!

  Keep it up with valued stories… which open the eye of blind followers………..

 4. Pravin Patel says:

  ABHINANDAN. Aape khubaj narmaashthi aadhunic NAARIne saachi disha chindhi chhe. Samaju hoy to sansaarsaagar sugandhimaan bane. nahito pachhi ukardo. MODERN__no R gujarati jodanima N upar rakaarthi darshaavaay. PIRASATAA Raho. DHANYAVAAD.

 5. Prevacid recommended dosage….

  Prevacid….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.