જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

ખુદમાં ભરચક, ખુદમાં એકાંત છું,
મૌન હલચલ જેવો જ હયાત છું.

જે સમજ છે એ જ અવિચલ રહી,
જ્યાં અડગ છું, એક ઉત્પાત છું.

છેક મક્તામાં સમાવી શક્યો,
હાંસિયાના શબ્દની જાત છું.

ખુદ નથી વશ ખુદના પણ હાથમાં,
પથ્થરો તોડે એ પ્રપાત છું.

છું અનોખો એટલે છું સફળ,
‘કીર્તિ’ નામે એક જજબાત છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આડંબરનું ઓઢણું – જિજ્ઞાસા વિહંગ જાની
ઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા Next »   

10 પ્રતિભાવો : જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

 1. sujata says:

  wahwah…….last line is too good…….keep it up
  keerti means prakhyaat……

 2. સરસ રચના…

 3. NEETA KOTECHA says:

  khub j saras

 4. RAJENDRA VITHLANI says:

  “CHHEK MAKTA MA SAMAVI SHAKYO,
  HASIYA NA SHABDA NI JAT CHHUN.”

  DHANYAWAD ANE ABHINANDAN
  KIRTIKANTBHAI HAJU NAVI NAVI GAZALO APTA RAHESHO.

  -RAJENDRA VITHLANI ‘SWAYAM’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.