પતિ મહત્વનો કે શહેર ? – જ્યોતિ ઉનડકટ

[‘ચિત્રલેખા’ માંથી સાભાર. ]

જિંદગી અણધારી રીતે ફંટાઈ જાય અને એ સ્વીકારી ન શકાય ત્યારે માણસ નેગેટિવ વિચારોને આધીન થઈ જાય છે. આવી જ વેદના હમણાં વડોદરામાં મળી ગયેલી રચના નામની એક પ્રિયદર્શિનીની છે.

પરિણીત રચના ગંભીર ડિપ્રેશનમાં છે. આંખો નીચે કૂંડાળાં અને એનો ભાવહીન ચહેરો જોતાં લાગે છે કે જાણે એ મહિનાઓથી માંદી હોય. કોએ જ નવી વાતનો રોમાંચ એને સ્પર્શતો નથી. હમેશાં હસતી રહેતી રચનાને જાણે કોઈની નજર લાગી ગઈ છે. રાજકોટમાં ઊછરેલી રચના ભૌતિકશાસ્ત્રની સ્નાતક છે. પંદર વર્ષ પહેલાં એનાં લગ્ન જ્ઞાતિના જ યુવાન કિરીટ સાથે થયાં હતાં. આજે રચના-કિરીટને બારેક વર્ષનો એક દીકરો પણ છે.

વાત એમ છે કે કિરીટનો વડોદરામાં ટૅક્સટાઈલ અને ગાર્મેન્ટનો બિઝનેસ હતો. એમાં મંદી આવતાં કિરીટે વડોદરાને બદલે જેતપુર રહેવાનું પસંદ કર્યું. કેમ કે ત્યાં વધુ કમાણી થાય એમ હતી. એ લોકો વરસેક પહેલાં જેતપુર શિફ્ટ પણ થઈ ગયાં. જો કે દસેક વર્ષ વડોદરા રહેલી અને ત્યાં મોટું મિત્રવર્તુળ બનાવી ચૂકેલી રચનાનો જેતપુરમાં જીવ ન લાગ્યો. કિરીટના બિઝનેસમાં તો ફરી બરકત આવી પણ રચના વડોદરાને મિસ કરવા માંડી. જેતપુર જેવા નાનકડા ગામમાં એ ન તો ગોઠવાઈ શકી કે ન કોઈ બહેનપણી બનાવી શકી. પરિણામ એ આવ્યું કે એ ડિપ્રેશનમાં સરી ગઈ.

દીકરીનાં લગ્ન કરતી વખતે મા-બાપ સારું ઘર અને વર ગોતે છે. પણ આજે ઘર ને વરની સાથે શહેર પણ મુરતિયાનું મહત્વનું ક્વોલિફિકેશન ગણાવા લાગ્યું છે. અને કેમ નહિ ? ગૃહિણી તરીકે જીવનારી સ્ત્રીને પણ શહેરની એક માયા હોય છે.
રચના કહે છે : ‘મારાં મા-બાપે પણ એવું જ વિચારીને મને વડોદરા વળાવી હતી. મને એ શહેર ગોઠી ગયું હતું. જેતપુરમાં મજા નથી આવતી તો હું શું કરું ? જો કે મારી મજા માટે મારા પતિ ફરી શહેર બદલે એવું ‘ હું નથી ઈચ્છતી, પણ મને એવું લાગે છે કે હું અહીં ઍડજસ્ટ નહીં થઈ શકું.’

દીકરાની રજામાં રચના પિયર રાજકોટ આવતી-જતી રહે છે. પણ એ બે-ત્રણ દિવસનો આનંદ એને ફરી વધુ ડિપ્રેશનમાં ધકેલી દે છે.

રચનાનો પતિ કિરીટ કહે છે, ‘રચનાની ખુશી મારા માટે મહત્વની છે. પણ ફરી શહેર થોડું બદલાય ? રચના તો પંદર વર્ષ વડોદરા રહી છે જ્યારે હું તો વડોદરામાં જન્મ્યો ને ઊછર્યો છું. એ રીતે તો એના કરતાં મને વધુ ડિપ્રેશન આવવું જોઈએ. જો કે આજીવિકા માટે માઈગ્રેટ થવું પડે તો એમાં મગજ પર આટલું બધું ન લઈ લેવાય. હવે તમે જ કહો, પત્ની માટે પતિનો બિઝનેસ અને આવક વધુ મહત્વનાં કે શહેર ? રચના એક પૂર્વગ્રહ સાથે આ શહેરમાં શિફટ થયેલી. ઘરનો સામાન શિફટ કરવામાં પણ એનો જીવ ચાલતો નહોતો. મનમાં ગાંઠ બાંધીને કોઈ પણ જગ્યાએ જાઓ તો જીવ ન જ લાગે. નવી જગ્યાએ ધંધામાં સેટ થતાં મને થોડો સમય જોઈએ. એમાં રચના મને સપોર્ટ કરવાને બદલે સિટીના કલ્ચરને રોયે રાખે છે. આવું કેમ ચાલે ? એને મેં હવાફેર માટે પિયર જવા કહ્યું, પણ એ આખો દિવસ સૂનમૂન બેસી રહે છે.’

વિચિત્ર પ્રોબ્લેમ છે આ. અહીં પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડો નથી. કોઈ છૂટું પડવા પણ તૈયાર નથી. પોતાની જાતને સેટ કરવામાં થોડો સમય લાગશે એ વાત પણ રચના કબૂલે છે. પણ એની માનસિક સ્થિતિ અત્યારે કફોડી છે એ પણ હકીકત છે. આવા કિસ્સા તો શહેરોમાં ખૂબ બને છે. કદાચ કોઈને માનવામાં ન આવે. પણ હું એક મિત્રના કિસ્સાની સાક્ષી છું. મુંબઈના જૂહુ વિસ્તારમાં ત્રણ બેડરૂમનો ફલૅટ ધરાવતા ને મહિને પોણો લાખની કમાણી કરતા મિત્ર સાથે એક વિચિત્ર બનાવ બન્યો હતો. એ મિત્રનાં લગ્ન મુંબઈના ઘાટકોપરમાં રહેતી યુવતી સાથે થયાં હતાં. લગ્નના છ જ મહિનામાં નોબત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. અદાલતમાં કારણ એ આપવામાં આવ્યું હતું કે એ સ્ત્રી ઘાટકોપરથી જૂહુ જવા માટે તૈયાર નહોતી !

આજની યુવતીને હાઉસવાઈફ બનીને જીવવાનું આવે એમાંય ચૉઈસ જોઈએ એ અમુક અંશે સમજી શકાય, પણ જુદા પડી જવાની નોબત આવે કે ડિપ્રેશનમાં આવી જવાય એ યોગ્ય નથી. અને આવા સંજોગોમાં સાથીદારના અને પરિવારજનોના પોઝિટિવ વિચારો કરીને માઈન્ડ સેટ કરવું જોઈએ. અનુભવી વડીલોની સલાહ લેવી જોઈએ અને આવા સંજોગોમાં વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરી લેવો જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુસંસ્કાર – રોહિત દેસાઈ
સંતાન – જિતેન્દ્ર પટેલ Next »   

12 પ્રતિભાવો : પતિ મહત્વનો કે શહેર ? – જ્યોતિ ઉનડકટ

 1. Meera says:

  I do not get it why there are so many English words are used in this story, especially the story is in Gujarati language.
  It would have been more acceptable if normal Gujarati sentences were used.

 2. NEETA KOTECHA says:

  vat khub j vichar mangi le che. aapne tya hakikat ma joiye to stri o ni lagni o ni kader koi kartu j nathi. bhale strio ketlu pan bhane ketlu pan kam kare ene purusho ni marji prmane j jivvu pade che e ek nakker hakikat che. aapela lekh ma j kaheva ma aaviu che e ek stri nahi badhi beno sathe vadhare ooche anshe thatu j hoy che . koik nu dekhay koik chupadi sake. purusho jo ek rat stri na piyar ma mushkeli thi kadhi sakto hoy to stri pase kem badhi sari j aasha rakhva ma aave che. purusho ni faraj che k mota niryano leva pahela patni ane bachcho ne samjavva emni pasandgi puchvi. khber nahi aa badhu sakya kyare thase?

 3. NEETA KOTECHA says:

  afsos k aa vat mate haji bija koi potana vichar nathi kaheta. k khaber pade duniya badlani k haji 1950 ma haji tya j jive che. aam to ek namuno kalna mid day ma mali gayo. shweta mahjan na pade che . thik che chalo nahi hoy pan 1 tako kaik to hase. chalo java dyo duniya sudhrvani nathi aapne bagdi nahi sakiye ane koine sudhari nahi sakiye. aam j zindgi chalse. hu fakt etlu ichchu k Jyoti ben no potano mat aa bara ma su che.

 4. Hitarth says:

  dear baheno…
  tame modern thava ni hod ma aapni sanskuti bhuli jao chho… koi pan family ni success na to koi ekla purush ke na to koi ekli stri na karne hoe chhe.. e hoi chhe banne na karne… purusho e potani kabeliyat thi nokri ke business ma potana family nu nam karvanu hoi chhe to stri o e relation ane vyavhar ma potani aavdat dekhadi ne family u naam karvanu hoi chhe… tame strio modernalism, stri shakti jevi harifai ma padi ne potani value ghatado chho… tamaru honorable sthan chhej pan mari vinati chhe ke tame aa rite bholvai ne tamari and tamara par aadhar rakhta aakha family ni life ne jokham ma na muko…. lets hope for the best… jai hind

 5. Meera says:

  Aradhaa bharelaa paani naa pyaalaa ney
  “ardho bharelo pyaalo” pan kahi shakaay aney
  “aradho KHAALI” pyaalo pan kahi shakaay.

  Lagna pachhi “Sva” ney bhuli kutumb ni shaanti ney pragati maatey Pati- Patni-e saathey prayatno karavaa naa chhe. Aa vaartaa naa Naayak paatra ney kutumb maate vadhu kamaavaa maatey je pagalaan levaan padey chhe emaan Rachanaa ben Man dayee ney sahakaar aapey tau chokkas kutumb naa aanand ni seema vishaal thaay ne sukhi kutumb bijaan maatey daakhalaa roop pan bani sahey.
  Saabhaar,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.