સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા

shri bhagyesh jha and prarthana

[ ગુજરાતી સાહિત્યમાં અમુક પુસ્તકો એવા છે જેને જોતાંની સાથે જ આપણને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાય. એમાંનું જ એક પુસ્તક છે ‘થૅંક યૂ પપ્પા’ કે જેની ચાલુ 2006 ના વર્ષમાં જ ત્રણ આવૃતિઓ થઈ છે. દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે. ખરેખર, પ્રસંગોમાં ભેટ આપવા જેવું અને વસાવવા જેવું આ સુંદર પુસ્તક તમામ પુસ્તક કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમજ આ માટે આપ સંપાદક – અમીષા શાહ, ફોન +91 265 2483847 અથવા sampark97@yahoo.com પર પણ સંપર્ક કરી શકો છો.

રીડગુજરાતીના વાચક તરીકે પ્રાર્થનાને ઘણીવાર ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન મળવાનું થતું. એક દિવસ અચાનક તેણે કહ્યું કે તમે મારો ‘થૅંક યૂ પપ્પા’માં નો લેખ વાંચ્યો ?’ પુસ્તકના અમુક લેખો મને ખ્યાલમાં હતા પરંતુ બાકી રહેલા લેખો સમયની વ્યસ્તતાને કારણે હું વાંચી શક્યો નહોતો. આ વાત થયા પછી એ જ દિવસે મેં તે લેખ વાંચ્યો અને એ પછી રીડગુજરાતી પર મુકવાની ઈચ્છા વ્યકત કરી. એ દરમિયાન ગુજરાત સરકારમાં માહિતિ નિયામક તરીકેનું પદ શોભાવતા તેમના પિતાશ્રી ભાગ્યેશ સાહેબને (IAS officer, ex-collector of Baroda) વડોદરા આવવાનું થયું તેથી તેમની રૂબરૂ મુલાકાત થઈ શકી. રીડગુજરાતીને આ લેખ મૂકવા માટેની મંજૂરી તુરંત સસ્નેહ આપી દીધી. એ પછીનો તબક્કો આવ્યો સંપાદક અમિષાબેન પાસેથી પરવાનગી લેવાનો. તેમણે ખૂબ આનંદ સાથે ‘તમને જે ગમે તે, જેટલું ગમે એટલુ વાચકો સુધી પહોંચાડો’ એમ કહી ખૂબ જ સહકાર આપ્યો. આમ, આ લેખ મૂકવાનું ઘણા સમય પહેલા કરેલું આયોજન શક્ય થઈ શક્યું અને એ માટે હું પ્રાર્થના, શ્રી ભાગ્યેશ સાહેબ તેમજ અમિષાબેનનો આભાર માનું એટલો ઓછો છે. ‘થૅંક યૂ પપ્પા’ માંના અમુક લેખોનો સારાંશ આપણે ફરી ક્યારેક લઈશું પરંતુ આજે માણીએ આજનો આ વિશેષ લેખ…… આપના અભિપ્રાયો આપ bvjha@yahoo.co.in અથવા pbjha@yahoo.com પર પણ આપી શકો છો. ]

………………………….
[પ્રાર્થના જહા છે વિદ્યાર્થીની પરંતુ તેની ઝંખના છે વિશાળ વિશ્વને ખોબામાં સમાવી લેવાની. તેના સર્જનશીલ પિતાશ્રી ભાગ્યેશ જહાએ તેને ગળથૂથીમાં ચોક્કસ ‘શબ્દ’ જ પાયો હશે ! પિતાના પ્રતાપે તેણે સંવેદનશીલ સાહિત્યથી સભર શૈશવ માણ્યું છે તે તેની કલમમાં વર્તાય છે.]

પરમ પ્રિય બાપુ,

પહેલા મને એમ થયું કે, ‘Thank you, Pappa !’ એમ કરીને પત્ર લખું, પણ હું તમને ઓળખું છું. તમે એકે એક ઈંચ ભારતીય ભાષાઓના ચાહક, ભાવક અને સર્જક રહ્યા છો. તમને તમારી વાત કહેવા માટે અંગ્રેજીનો આશરો લઉં તો તમને મનમાં સહેજ તો દુ:ખ થાય જ અને મારે એવું નહોતું કરવું, કારણ મને પેલી મહા પંક્તિ યાદ છે. ‘ગુજરાતી મારી મા છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી વિદુષી નારી છે, જે મને ખૂબ પ્રિય છે. જેને હું બેસતા વર્ષના દિવસે પગે લાગીને $ 51 જરૂર લઉં. પણ મને ઉંઘ ન આવે તો હાલરડું તો મારી મા જ ગાય.’ આ મહાપંક્તિને કિનારે જ અમે બન્ને બહેનોએ તમને જન્મથી જોયા છે. જે લોકો ભારતીયતા અથવા સંસ્કૃતિની વાત કરે છે, એમણે તમારી સાથે બેસવા જેવું છે….

બાપુ, મને ખબર છે કે, તમે ખૂબ જ અંગ્રેજી વાંચો છો, છેલ્લામાં છેલ્લું વાંચો છો. અંગ્રેજીમાં પણ સારા વક્તા છો. પણ તમારામાંનો કવિ સરઢવની ધૂળમાં રમેલો છે, એ કવિ, પહેલા વરસાદ પછીની ધરતીની સુગંધ ભૂલી શક્તો નથી અને એના કારણે તમે એક તરબતર ઝુરાપો સાચવી રાખ્યો છે, જે તમારા વ્યક્તિત્વમાં છલકાતો રહ્યો છે.

imageતમે વહીવટના માણસ છો. G.R. અને C.R. વચ્ચે કણસતી જિંદગી, સરકારી અધિકારીઓને ચેતનહીન બનાવી દેતી હોય છે. પણ તમે જિંદગીના સૌંદર્યને બરાબર પકડી રાખ્યું છે અને તેને કારણે સતત વ્યસત તમે ક્યારેય અસ્તવ્યસ્ત નથી લાગતા. સરકારી માણસની કઠોરતાને તમે નજીક પણ ફરકવા દીધી નથી. તમે એક કોમળ ઋજુ લાગણીશીલ અને સંવેદનાથી ધબકતું હૃદય એવું તો સાચવી રાખ્યું છે કે, ઘણાં બધાંને તમારી ઈર્ષા થાય. મને ઘણાં મિત્રો અને સગાંવહાલાં ‘પપ્પાની દીકરી’ તરીકે ઓળખે છે. કોઈપણ બાળકને ખાસ કરીને દીકરીને કશું પણ થાય તો, ‘ઓ મા !…..’ એવી ચીસ નીકળે. પણ ઘરમાં આવેલી ગરોળીથી માંડીને ભયાનક અકસ્માતની ક્ષણોમાં પણ ‘ઓ પપ્પા !….’ એવું જ ચીસાયું છે.

મારા બાપુ એટલે નિયમિતતાનો પર્યાય. બાપુ એટલે શિસ્ત અને બાપુ એટલે સમયનો સદુપયોગ…. મેં તમારી પાસેથી ઘણું શિખ્યું. જેમાં એક એક મિનિટનો સદુપયોગ તમે જે રીતે કરો છો તે સૌથી અગત્યનું. હંમેશાં નિયમિત સવારે યોગ, કસરત વહેલા ઊઠીને કરવાની એટલે કરવાની જ, યજ્ઞ કરવાનો એટલે પછી એક પણ મિનિટ આગળ પાછળ થાય જ નહિ. As a Manager, બાપુ તમારો ઑફિસ જવા માટે નીકળવાનો સમય 10:25 એટલે 26મી મિનિટ શક્ય જ ન હોય. બધું જ નિયમબદ્ધ, શિસ્તબદ્ધ.

પપ્પા, તમારો એક શોખ અને તમારી દૈનિક ક્રિયાઓમાં અભિન્ન ગણી શકાય એવી આદત એટલે વાંચન. સવારે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે મેં તમને જોયા છે, રાત્રે વાંચતા જોયા છે. તમે જે સરસ પુસ્તકો વાંચવા માટે અમને પ્રેરણા આપી અને આપો છો તે ખરેખર એક અદ્દભુત ભેટ છે. એક વિદ્વાન પિતા પોતાની પુત્રીઓને આનાથી વિશેષ શું આપવાની ઈચ્છા કરે….. તમને મેં ગીતા, ઉપનિષદ, ગુજરાતી સાહિત્યનું બધું જ અને વિશ્વ સાહિત્યનું ઘણું બધું વાંચતા જોયા છે. Managementનાં પુસ્તકો હોય કે Botanyનાં પુસ્તક હોય, કોઈ વિષયને તમે સહેલાઈથી છોડ્યો નથી. અલબત્ત છોડ્યો જ નથી. આ બધામાં તમે પ્રેરણાનો સ્ત્રોત બની વહેતા જ રહ્યા છો. સતત….

મને યાદ છે, આપણે નડિયાદમાં હતાં ત્યારે શરૂઆતમાં નહોતું ગમતું. બાપુ, તમે ઘેર આવી અને પછી ‘પ્રાર્થના, એક સરસ કવિતા લખી !…..સાંભળ’ એમ કહી, અમારા ઉદાસ ચહેરાઓને માંજી લેતા હતા અને વડોદરામાં તો આપણે રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે બેસતાં અને કવિતા પર કવિતા થયા જ કરે અને પછી તમે જ્યારે ખૂબ આનંદમાં આવો ત્યારે સરસ ડાન્સ પણ કરતા. કવિસંમેલન હોય વડોદરામાં અને તમે ન હોવ, એવું ન બને. તમારી કવિતાઓ પણ એટલી જ મશહૂર. ‘મઝા પડી ગઈ !…..’ થી માંડીને ‘આ વાયરાના તોફાને….’ સુધી બધું જ મસ્તીમાં. તમારી અછાંદસ રચનાઓ પણ એટલી જ અસરકારક અને માર્મિક. આપણે સાથે બેસીએ અને પછી તમે મા ને કહેતા, ‘તમે કંઈક ગાઓ !’ અને પછી આપણે બધાં જ એક સાથે ગાતાં. આટલો સરસ સમય કોણે જોયો હશે ? મસુરીમાં તમારી IASની ટ્રેનિંગ વખતે આપણે ચારે જણ સાથે ગુજરાતી ગીત ગાયું હતું અને તમે ધોતિયું અને ઝભ્ભો પહેરી ને એકદમ ગુજરાતી અદામાં રજૂઆત કરી હતી. જાણે ત્યાંના સાંસ્કૃતિક મંત્રી બનીને છવાઈ જ ગયા !

એક વક્તા તરીકે હું એમ કહી શકું કે, તમે હોવ એટલે બાકીના ચૂપ. હું હંમેશા તમારી ફેન રહી છું. બાપુને બોલવાનું હોય તો ચૂક્યા વગર સાંભળવાનું જ. પછી તમે ગીતા પર બોલો કે મેડિકલ કૉલેજમાં કે પછી મૅનેજમેન્ટ પર. કોઈપણ વિષય હોય – ઑડિયન્સની બધી જ તાલીઓ તમે પોતાને હસ્તક કરી જ લો. વક્તા તરીકે મુંબઈ ગયા હોવ કે કોઈ ગામમાં ગયા હોવ, જ્યાં સાંજે ટોર્ચ સિવાય અંદર પણ જવાય નહિ તેવા ગામમાં પણ એટલો જ ઉત્સાહ હોય. બધાને જ આત્મીયતા અનુભવાય તેવું વ્યક્તિત્વ. અશક્તાશ્રમમાં દર વર્ષે વૃદ્ધોને મળવા જાવ ત્યારે બધા વડીલો આખા વર્ષમાં કરેલું બધું જ કહે. બધા જ તમને પુત્ર સમજીને પ્રેમ કરે અને સંસ્કૃતમાં બોલે, કાલિદાસ પર બોલે. અરવિંદની પ્રતિમાનું અનાવરણ મને યાદ છે. તમને યાદ છે ? તમને એક કલેક્ટર તરીકે સંસ્કૃતમાં બોલતા જોઈને કરણસિંધની આંખો અવાક થઈ ગઈ હતી. કેટલું ભાવવિભોર વાતાવરણ !!! ગુજરાતીમાં તો તમે સારા વક્તા છો જ, પણ અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ તમારી અદ્દભુત રજૂઆત ! બધાંને જ આંજી દો. અમે આ બધું જ જોયું છે. તેમાંથી અમે ખૂબ જ શિખ્યા છીએ. તેને માટે આભાર શબ્દ બહુ જ નાનો છે એટલે હું, પપ્પા તમને આભાર એમ કહેવા માગતી નથી.

મેં મારા બાપુને જોયા છે સંબંધોના માણસ તરીકે, લાગણીના માણસ તરીકે, મૃદુ અને સંવેદનશીલ. તમને બધાની ચિંતા હોય, તમારા ડ્રાઈવરથી માંડીને મંગળબજાર (વડોદરા)માં જે ફેરિયા દબાણો કહી શકાય તેવી જગ્યાએ હાટ બનાવીને બેઠા હોય તેમની પણ. તમે કહેતા, ‘એમને હટાવીશું તો એ ક્યાં જશે ?’ તમારા સંબંધો એટલે પ્રગાઢ મિત્રતા, સાથે બેસવાનું, હસવાનું, કામ કરવાનું વગેરે વગેરે…. તમને મેં One day Governance, પહેલી મે અને ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ બધામાં જોયા છે. દિવસરાત કામ કરે અને રાત્રે સાડાત્રણ વાગે આવે અને હું એમ કહું કે, ‘પપ્પા તમે થાક્યા નથી ?’ તો તમારો જવાબ હોય કે, ‘ના, બેટા. સંતોષ મળે છે. સંતોષ એ જિંદગીમાં બહુ અગત્યની વસ્તુ છે.’ ગાંધીનગરમાં અમે આવ્યા પછી મેં પપ્પાના મોઢા પર ક્યારેક થાક જોયો છે…. ગરબા, ધૂળેટી, દિવાળી અને સુર મેળામાં તમને બધાએ જોયેલા છે. તમે બહુ જ આપ્યું છે, અમને પણ અને સમાજને પણ.

વડોદરામાં જ્યારે મુશાયરો પૂરો થાય પછી ગમે તેટલા વાગ્યા હોય, રાત્રે અમારે ઘેર એનો બીજો દોર હોય જ. ચા નાસ્તો મારી મા અડધી રાત્રે બનાવે. એક દિવસ એક કવિને ખૂબ ભૂખ લાગી હતી, અને બાપુ, તમે સભામંચ પરથી SMS કર્યો અને તરત અમે દોડ્યા અને ઉપમા બનાવીને ખવડાવી હતી. તે યાદ એમને પણ છે અને અમને પણ છે. દિવસો જીવનમાં આટલા મજાના હોય તેવું લોકો સ્વપ્નમાં જોતાં હશે. પણ હું તો આ દિવસો જીવી છું. આ બધી જ પળો પપ્પા તમારા કારણે જ હતી અને હંમેશાં રહેશે.

પપ્પા, તમે પોતે જે સંસ્કારો પ્રાપ્ત કર્યા તે સતત અમારામાં સિંચિત થાય તે માટે તમે સતત પ્રયત્નશીલ રહ્યા. અમે તમને ગીતાના અભ્યાસુઅ તરીકે જોઈએ છીએ, ગીતા પર વક્તવ્ય આપતા જોઈએ છીએ, અમને શીખવતા જોઈએ છીએ, ત્યારે જિંદગીમાં આટલી અદ્દભુત પળો કદાચ કોઈ બહુ પુણ્યશાળી બાળકોને મળતી હશે તેવું લાગે છે અને કદાચ અમે ગયા જન્મમાં સૌથી વધારે પૂણ્યો કર્યા હશે કે, આ જન્મે અમે આવા મા-બાપથી ધની છીએ, એમ માનીને ભગવાનનો આભાર માની લઈએ છીએ. ઉપનિષદ, ગીતા, ભાગવત ગમે તે હોય, તમે હંમેશાં તમારી અપાર જિજ્ઞાસાશક્તિથી એમાં ડૂબી જાવ અને તમે ધાર્મિક તો ખરા જ, પણ મેં તમને એક આધ્યાત્મિક પુરુષ તરીકે જોયા છે. જ્યારે તમે વિષ્ણુ મહાયાગમાં મુખ્ય યજમાન તરીકે સંતરામ મહારાજની આજ્ઞાથી વિધિમાં હતા ત્યારે છેલ્લા દિવસે આરતી વખતે તમારી આંખોમાં અનરાધાર આંસુ હતાં. આવા પુણ્યકાર્યમાં સહભાગી થવાનો મોકો તમારી આંખોને પલાળી જતો હતો. તમે મને કહ્યું હતું, ‘બેટા, આપણને ખબર નથી, કે આ કોનાં પૂણ્યોનું ફળ છે. એટલે બને એટલી મહારાજની જેમ સેવા કરતાં શીખો, પોતાની શક્તિ પ્રમાણે.’

જે માણસ આટલો છલોછલ હોય એ પિતા તરીકે લાજવાબ હોય જ ને ! એક પિતા તરીકે તમે તમારી સાથે ખૂબ જ સુંવાળો નાતો જાળવી રાખ્યો છે. તમે શીખવવામાં, કશુંક બતાવવામાં, વાંચવામાં અને અમારી સાથે રમવામાં – બધામાં સાથે જ રહ્યા છો. આટલી જવાબદારીઓ સાથે પણ અમારા બાળપણને કોઈ ખોટ પડી નથી. તેમાંય મારી સાથે રમતાં મારા પપ્પાનો અવાજ હજુ પણ મને સંભળાય છે. ‘કાગડા કાગડા કઢી પીવા આ…..વજે.’ હજુ પણ યાદ છે. અને આજે પણ, મારી ગમે તે દરવાજા પાછળ સંતાઈને ‘ભાઉ’ કરવાની આદત જીવંત છે. અને હજુ પણ તમે એ સાંખી લો છો અને જ્યારે ડરી જાવ ત્યારે હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. હવે આમાં હું શું “Thank you Pappa” કહું ?

તમે મા ના પણ ખૂબ જ નામો પાડો છો ! રોજ ત્રણ નામ તો બદલાય જ. મમ્મીને ખબર પણ પડી જાય કે પપ્પા તમને બોલાવી રહ્યા છે. સત્યવતી, ચંદ્રકાન્તા, સત્યભામા વગેરે…વગેરે… જે રીતે તમે આટલી મસ્તીમાં રમો છો તે જ રીતે કુટુંબના એક એક વ્યક્તિનું પણ એટલું જ ધ્યાન રાખ્યું છે. હું સમજું છું કે, મને જે સંસ્કારો, જે શબ્દો, જે વ્યક્તિઓ અને જે માહોલ મળ્યો છે તે ભાગ્યે જ કોઈ પુત્રીને મળી શકે. મને એટલું આપ્યું છે કે, જન્મો સુધી હું પાછું વાળવા બેસું તો પણ તણખલું ભાર પણ ચૂકવી શકું તેમ નથી. તો જીવનમાં આવો તરબતર આનંદ અને આવી સુંદર પળો આપનાર પિતાને હું Thank you કહેવા માટે સમર્થ નથી. એટલે પપ્પા, આજે આ બધું જ જે કંઈ સારું છે, હતું અને હશે તે માટે તમે જ નિમિત્ત બન્યા છો અને જીવનના એક એક પળના હિસાબની ખુશીઓ માટે હું Thank you કહેવા સમર્થ ન હોવાથી જે ઈશ્વરે મને આવાં મા-બાપ આપ્યાં છે તેનો હું આભાર માનું છું અને મારાં માતા-પિતાને બે હાથ અને મસ્તક નમાવીને વંદન કરું છું અને એથીય વિશેષ ઈશ્વરને પ્રણામ કરું છું, પુણ્ય સંયોગ માટે…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અડધો કલાક બીજા માટે જીવીએ – લલિતકુમાર શાસ્ત્રી
થાય પણ ખરી – કૃષ્ણ દવે Next »   

33 પ્રતિભાવો : સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા

 1. બહુ જ સરસ લેખ.
  જીવનની અમૂલ્ય ક્ષણોને ખરા અર્થમાં જીવી જાણવી – માણવી એ પણ એક ઉમદા કાર્ય છે.
  ખરેખર, સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ.
  સર્વેને ખૂબ ખૂબ અભિનંદન.
  આભાર.

 2. jignesh shah says:

  gujrati sahity ni duniya ma prathna ye dharel bhet thankyu bapu badal ane prathana jevi dikrio na aadash na ghadtar karnar temna maat pita ne pan abhinadan sathe nankdi laagani ke prathan nu aavuj sarjan sasvati ni maafak satat vahetu rahe tevi dil ni laaganio

 3. Pravin Patel says:

  Punyashali, punit, prernaadayak pitaani parampriy putri Praarthana aape bhaavvaahi shabdachitra raju karine aapanaa ladilaa BAAPUNI rujutaanu darshan karaavyu. Kavi hruday dharaavato maanavi kathor sarkaari amaldar kevi rite bani shake? Bhala Maanas par prabhuna char haath kem na hoy? Atladara BAPS mandir maa PP Pramukhswami Maharajni nishrama JHA SAHEBna vaktvyano laabh malelo. Paavankari parivaarne VANDAN. Sundar prastuti badal ABINANDAN. Mrugeshbhai aape khubaj umadaa kaarya karyu chhe. AABHAAR.

 4. Nimesh says:

  Touching words from a daughter about a doting father.

  very well written.

  compliments.

 5. dhara shukla/swadia says:

  the article is so touchy that i remembered my late papa. although my papa was common and ordinary man but still great for me.
  why i didnot say, ‘thank u papa’ anytime?today i really missed him alot.
  very sentimental article.
  congrats to prarthnaji,her parents and mrugesh bhai.
  dhara

 6. Nitesh Vala says:

  i don’t know how i feel about this article but naturaly my hand goes to give salute to Mr.Jha and its very best luck of Prarthana.

 7. Vikram Bhatt says:

  Nicely narrated with lot of affaction & with sentiments.
  Gujarat Civil Services are fortunate enough to have Sr. Executives like Shri Bhagyesh Jha, who has great combo of both, heart & brain. I like the “approach of true concern” even towards displaced KadakBajar Hawkers.
  Vikram Bhatt

 8. Yogini says:

  “Prem Ni Varsha” lekh na ek ek shabd ma prem varsato hoy evi lagni thaay.
  Pita na prem ni lagnioni anibhuti karavanaar dikri ne hridaypurvak abinandan.

 9. thank you pappa is vonder book every body must read it specially every daughter darek na ghar ma aa book jarur hovi joiye e book ma darek dikari ni lagani dekhay chhe dr sudhakar

 10. ખરા અર્થમાં જીવી જાણ્યાં છે.
  જીવવા જેવું અને જાણવા જેવું નિર્મળ ચરિત્ર છે.
  નીલા
  મેઘધનુષ
  http://shivshiva.wordpress.com/

 11. Nishant says:

  The most touching article and mostly narrated by heart of a loving daughter who cares a lot
  l would say wowwwwwwwww
  lf everyone wud have daughter like prarthana this world would be heaven
  lucky is Jha uncle to have such a nice daughter
  The way of narration of this article by prarthana is unbeatable and heart throbbing..
  Nice to read this article……..

 12. harsha says:

  very very good article.its really touching.written by heart.pappa’s daughter heartily congratulation.wish u all the best.

 13. Naman Shah says:

  Thanks Mr.Mrugeshbhai for web article, Prarthana for her thoughts and editor of the book.

  Excellent Article, after reading the article it’s more than Dikri Vhal no dariyo….Published few years ago.

  Mare pan ek dikrai che,” Khushi “. Khushi na jivan ghadtar mate Sanskrut thi Sanshruti sudhi na manas mara pappa vanchvi j rahi.

  Naman Shah.

 14. paras sheth says:

  hi very very well writeen… i hope everybody will get this kind of chemistry between their family members so there is no space for dushmanavat….again thanks mrugesh for this….

 15. Ashish Dave says:

  I agree with all above comments. Love to read such articles. I wish I could be a dad like Bhagyeshuncle. And thank you Mrugeshbhai for all your hard work.
  Ashish

 16. Gira Shukla says:

  Thank you so much for the great article. it was fantastic, i m pretty sure no one can describe abt thier parent with the vivid range. writer has done a wonderful job.. love to read such articles again n again… superb! 🙂

 17. krishnaraj says:

  ohhh its nice one i have not more time so i have read
  half but really it was nice wah wah prathna ben bahu saru kehvay

 18. Digant says:

  ખુબ જ સરસ રિતે લખાયેલો લાગણિસભર લેખ.
  ખુબ ખુબ અભિનન્દન આવા પિતા મેળવ્વા બદલ પ્રાથના

 19. TUSHARVYAS says:

  Execellent! a daughter visualise a friend philosopher & great leader as his pappa.So equaliy nice she has expessed her feelings.
  Let all daughter finds her pappa as PRATHANA could find.

  TUSHARVYAS.

 20. HITESH PANDYA says:

  FUN-TASTI-C….PRARTHANA HAS REALLY PORTRAYED A PERFECT PICTURE OF SHRI JHASAHEB(YES I HAVE OPPORTUNITY TO WORK THIS GOLDEN HEARTED PERSON)…WHENEVER I MEET HIM I FIND HIM IN FULL OF LIFE..AND THAT SPIRIT INSPIRES EVERY ONE WHETHER A COLLEAGUE OR FAMILY MEMBER OR FRIEND….hitesh pandya

 21. HI PRATHNAJI I thank u for youching my heart ..On feb 18 is my father's birthdat. He will be 87 ...I always use to make a handmade card for him on his each bday but this time i quit yhe idea ...rather i will write a heartfelt LOVE LETTER to him as U make says:

  ઈત્સ સો અમઝિન્ગ ન આય ઓપ્નેર્

 22. […] એમ તો માતા-પુત્રનો અને  પિતા-પુત્રીનો પ્રેમ થોડો વધારે સ્પેશ્યલ હોય છે… રામાયણકાળમાં જનકરાજા જેવા પિતા કે ખુદ વેદો પણ જેના ચરણોમાં આળોટે એવા વિદ્વાન હતા, અને એ જ્યારે પુત્રી સીતાને લગ્ન પછી વિદાય આપે છે ત્યારે પુત્રીનાં પ્રેમમાં એ વિદ્વાન પિતા એ પણ ભુલી જાય છે કે પોતે કોણ છે… અને એક થાંભલો પકડીને નાના બાળકની જેમ કલ્પાંત કરે છે! (પૂ. શ્રીમોરારીબાપુની કથામાં આ પ્રસંગ સાંભળવો એ પણ લ્હાવો છે!)  આપણે દીકરી વિષય પર આગળ પિતા-પુત્રીના પ્રેમની વાત કરી હતી… ’દીકરી વ્હાલનો દરિયો’ જેવું જ બીજું એક પુસ્તક છે… ‘થેંક યૂ પાપા’ !  એ પુસ્તકમાંથી પ્રાર્થના જહાનો એમના પિતા ભાગ્યેશ જહાં વિશે લખેલો એક લેખ વાંચો રીડગુજરાતી પર… સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ… મારા પપ્પા!    જો કે, પિતા-પુત્રનાં સંબંધો પણ એટલાં જ દિવ્ય હોય શકે છે… અને ક્યાંક ક્યાંક એ પણ જોવા મળે જ છે!  […]

 23. surekha gandhi says:

  તમારો લેખ વાન્ચીને મને મારા બાપુજી યાદ આવી ગયા.તેઓ પણ આવી જ રીતે મારા સમગ્ર વિકાસ નુ ધ્યાન રાખતા. આભાર

 24. RAZIA says:

  Vhali Dikri PRARTHNA,
  Mara pappa….Vishe vanchine ghanoj aanad thayo.Ek Dikri ni ena pappa mate ni lagnio,samvednao,prem tatha temni rojindi dincharya per najar.atlu to ek DIKRIJ kari shake.mane GARVA chhe e matapita per jene PRARTHNA ne JANM aapyo…
  RAZIA MIRZA

 25. ashish upadhyay says:

  i have heard mr. bhagyesh jha, eni kavitao ma thi sacchai vahe chhe. hu aapna vicharo sathe sahmat chhu, prarthan ben,
  hats off to bhagyesh jha

 26. nayan panchal says:

  અત્યંત touchy લેખ. મારે વાંચતા વાંચતા વચ્ચે બે વાર અટકી જવુ પડ્યુ. આખું પુસ્તક હવે તો વાંચવુ પડશે. “દીકરી વ્હાલનો દરિયો” વાંચતી વખતે પણ આવા જ અનુભવ થાય છે.

  નયન

 27. […] પપ્પા’ પુસ્તકમાં પ્રાર્થનાબેન જહા ‘સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મ

 28. Devina Sangoi,mumbai says:

  kahevay che dikri vhalno dariyo evij rite mara papa pan vhal nu udgam sthan atle ke himalay thi niklti shital dhara jeva che, i love my father very much and cant describe his feeling towards me and my sister.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.