માધવ કયાંય નથી મધુવનમાં – હરીન્દ્ર દવે
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી:
યાદ તેની બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં…
શિર પર ગોરસમટુકી,
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં.
Print This Article
·
Save this article As PDF
વાંચકોના લાભાર્થે – આ ગીત આશિત દેસાઇના સ્વરાંકનમાં હેમા દેસાઇએ બહુ સુંદર રીતે ગાયેલું છે.
મારું પ્રિય ભજન છે.
નીલા