થાય પણ ખરી – કૃષ્ણ દવે

પકડીને આંગળી એ લઈ જાય પણ ખરી,
ઈચ્છાને કોણ રોકે એ થાય પણ ખરી.

રોકી શકો તો રોકો ચેલન્જ છે અમારી,
એ આંખ છે ગમે ત્યાં છલકાય પણ ખરી,

એનામાં છે, હજુ છે એ માછલીપણું છે,
પાણી જુએ કે તરત જ પછડાય પણ ખરી.

એવી છે જાળ એની શંકાય પણ મને છે,
કે લ્હેરખી બિચારી અટવાય પણ ખરી.

દરિયાને પ્હાડ સાથે અથડાવતી હવા પણ,
પીંછું ખરી પડે તો મુંઝાય પણ ખરી.

કેવાં એ ધ્યાન દઈને ટહુકાઓ સાંભળે છે !
વૃક્ષોને વાત એની સમજાય પણ ખરી.

મોજાં સમુદ્રના છો સમજો, જરાક સમજો,
રેતીથી બે’ક પગલી સચવાય પણ ખરી.

એ પાંદડાએ ખરતાં ખરતાં કહેલ અમને,
લીલપની ખોટ એને વરતાય પણ ખરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા
નીતીનાશને માર્ગે (ભાગ : 1) – ગાંધીજી Next »   

8 પ્રતિભાવો : થાય પણ ખરી – કૃષ્ણ દવે

 1. prarthana jha says:

  krushna uncle ,prarthana bhagyesh jha.olkho cho ne!!!aadbhut rajuaat..maja aavi gai

 2. Bharti says:

  This is very nice gazal I like it.

 3. RAZIA says:

  Bhai shri Krishna dave.
  Aapne amdavad ma 2 Kavi sammelan tatha Pustak vimochan prasange
  malvanu thayu.Ek Kavi.Ek announser tarike na badhaj gun dharavnar
  bhai sri krishna dave ne temni Aa gazal mate abhinandan.
  Hu ema ek misra lakhva chahish ke…..
  ENE KYAREK AADI NE TO JUO,
  DULHAN BANI SHARMAY PAN KHARI.
  RAZIA MIRZA.

 4. Mitz says:

  vasali na suro ni jem vahi rahi che
  aavi rachana ne daad apaay to khari

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.