ભીંડાની બાસુંદી ! – કલ્પના દેસાઈ

[શીર્ષક વાંચીને જો જો બનાવતા !! આ કૃતિ તાજેતરમાં પ્રકાશિત થયેલા લેખિકાના હાસ્યલેખોના પુસ્તક ‘લપ્પન-છપ્પન’ માંથી લેવામાં આવી છે. હાલમાં ટીવી પર રસોઈને લગતા અનેક પ્રોગ્રામો આવે છે તેને લગતી વાત વણી લઈને લેખિકાએ સુંદર કટાક્ષ આ લેખમાં દર્શાવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રીમતી કલ્પનાબહેનનો ખૂબ ખૂબ આભાર.]

‘નમસ્તે દર્શક મિત્રો. આજના સ્વાદિષ્ટ રસોઈ શો માં આપનું સ્વાગત છે.’
‘નમસ્તે’
સુશીલાબહેને બબ્બે ડઝન રંગબેરંગી, ખખડતી કે ખનકતી બંગડીવાળા બે હાથ નાક સુધી ઊંચા લાવી નમસ્તે કર્યું. દસે આંગળીએ શોભતી વીસેક વીંટીઓના ઝગારાથી એમનો ચહેરો ચકાચક થઈ ગયો. એના અજવાળામાં ગુલાબી લપેડાવાળા ગાલ, લાલચટ્ટાક લિપ્સ્ટિક અને કાળી કાળી (કાજળ રેલાયેલી) આંખો તથા નાકની બંને તરફ શોભતી જડ કેમેરામાં કેદ થવા તલપાપડ થઈ ગઈ. લાંબા, છુટ્ટા વાળ વારે વારે વીખરાઈને મોંને ઢાંકી દેતા હતા. હાથની આંગળીઓને છુટ્ટી પણ કડક રાખીને વાળની લટોને સુશીલાબહેન કાન પાછળ ભેરવવાનો વ્યર્થ પ્રયાસ કરતાં હતાં ! જરી અને ટીકી ભરેલી લાલ સાડીમાં સુશીલાબહેન નવોઢા સમાન દેખાવાના ભ્રમમાં હતાં. સ્ટુડિયોમાં એક ટેબલ પર ગૅસનો ચૂલો, થોડાં નોનસ્ટીક અને થોડાં બ્રેકેબલ વાસણો ગોઠવેલાં હતાં.

‘હા, તો દર્શકમિત્રો. આજે સુશીલાબેહનના હાથની બનેલી વાનગીઓ નોંધવા તૈયાર થઈ જાઓ. તે પહેલાં આપણે આપણા મહેમાન સાથે થોડી અંતરંગ વાતો કરી એમના વિશે જાણીએ.’
‘સુશીલાબહેન, તમને રાંધવાની ચળ ક્યારથી ઊપડેલી ? મને તો જરાય ગમતું નથી. તમારા નખને અને નેઈલપોલીશને નુકશાન નથી થતું ? રાંધવાનું કેટલું બોરિંગ છે, નહીં ? અચ્છા તો સુશીલાબહેન, આજે તમે આપણાં દર્શકમિત્રોને તમારી કઈ કઈ વાનગી બતાવવાનાં છો ? બાય ધ વે, તમારી સાડી બૌ…અ…જ. સુંદર છે. ક્યાંથી લીધી ? ઓછામાં ઓછી દસેક હજારની તો ખરી ને ? ને આ જડમાં અમેરિકન ડાયમંડ છે કે સાચ્ચી છે ? સાચ્ચું કે’જો – હં !’

સુશીલાબહેનને તો સજીધજીને આવવાનો ખર્ચ માથે ન પડ્યો તેનો આનંદ હતો અને સાડી ઘરેણાં વિશે વાત કરવાનો ઉમળકો હતો. પણ પેલી ચિબાવલી કંઈ બોલવાનો મોકો જ નો’તી આપતી. જરાક ઘૂસ મારવાનો મોકો મળતાં જ એમણે કહ્યું, ‘આજે હું ભીંડાની બાસુંદી બનાવતાં શીખવીશ.’ એટલું બોલતાં એમણે ચાર ચાર વાર આંખો પટપટાવી, બે વાર મોં પર છવાયેલી કાલી ઘટાને ખસેડીને લિપસ્ટિકનું ધ્યાન રાખતાં ‘ભીંડા’ ને ‘બાસુંદી’ ના બદલે ‘ઈંડા’ ને ‘આંસુદી’ જેવા અસ્પષ્ટ ઉચ્ચારો કર્યા. સંપૂર્ણ શાકાહારી પ્રોગ્રામ હોવાને લીધે લોકો સમજી ગયાં !

પેલી મીઠ્ઠા અવાજવાળી ચાંપલું બોલતી છોકરીને તો રસોઈ આવડતી નહોતી, કરવી પણ નહોતી ગમતી એટલે એણે તો દરેક વાનગીમાં આશ્ચર્ય અને આનંદ જ દર્શાવવાનાં હતાં. ઘડીક સુશીલાબહેન ને ઘડીક દર્શકમિત્રોની સામે બત્રીસી બતાવ્યા કરવાની હતી. ને દર વખતે ‘દર્શકમિત્રો’ ‘દર્શકમિત્રો’ બોલીને બોર કરવાનાં હતાં ! નાનકડા વિરામની આગળ પાછળ ‘વિશ્રામ !’ ‘સાવધાન !’ ની બૂમો પાડવાની હતી. દર્શકમિત્રો પણ ગુવાર, વટાણા કે લસણ છોલતાં છોલતાં કાર્યક્રમનો આનંદ લેતાં હતાં.

સુશીલાબહેને વાનગીની રીત શરૂ કરી. ‘પહેલાં આપણે એક લિટર દૂધ લેવાનું. ગોલ્ડ હોય તો બે થેલી, સિલ્વર હોય તો ત્રણ અને તદ્દન પાણી જેવું હોય તો ચાર થેલી લેવું’
‘એક મિનિટ…… સુશીલાબહેન, આ બંગડીઓ ખૂબ જ સરસ છે. આવી બંગડીઓ અમદાવાદમાં ક્યાંથી મળે ? મારે મેરેજમાં જવાનું છે એટલે બૌ દિવસથી શોધું છું મળતી જ નથી.’
સુશીલાબહેન વળી ભટકી ગયાં. બંગડીની સાથે સાથે વીંટીં ને ચાંદલા અને લિપસ્ટિકને બ્યુટી પાર્લરનું એડ્રેસ પણ જણાવી દીધું, જે હોંશીલી દર્શકબહેનોએ હોંશે હોંશે ટપકાવી લીધું !

‘સુશીલાબહેન, તમારા ઘરમાં ખાવાનો શોખ કોને છે ? તમારી બનાવેલી વાનગીઓ બધાં ખાય છે ? સૌને ભાવે છે ?’ મિસ બોરે પૂછ્યું.
‘અમારા ઘરમાં તો રસોઈયો છે પણ મને મન થાય ત્યારે નવી નવી વાનગીઓ, નવા-નવા પુસ્તકોમાંથી જોઈને બનાવું છું. રાજીવ કપૂર અને સરલા દલાલનાં બધાં પુસ્તકો મેં વસાવ્યાં છે. તે સિવાય હું જાતે પણ બધી વાનગીઓ ખાઉં છું. અમારો ડ્રાઈવર, ઘાટી અને લાલિયો હોંશે હોંશે ખાય છે. એવું ને કે મારા પતિ અને બાળકો જરા દેશી છે. નવું કંઈ ખાવા જ ન માગે. હોટલમાં જાત જાતનું ખાય પણ ઘરમાં તો સાદું જ ખાય !
‘હા, તો સુશીલાબહેન આપણે “ભીંડાની બાસુંદી” ની વાનગી આપણા દર્શકમિત્રોને શીખવીએ. દર્શકમિત્રો, તમે લખી રહ્યાં છો ને ?’
‘એક ગૅસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકવું અને બીજા ગૅસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી અંદર ઝીણા સમારેલા ભીંડા તળી લેવા. આગળથી તૈયાર રાખેલી ચાસણીમાં ભીડાં થોડી વાર ડુબાડવા, દૂધ ઊકળીને અડધું રહે એટલે ઉતારી ઠંડું પાડવું. અંદર સ્વાદ અનુસાર ખાંડ નાંખી હલાવવું. પીરસતી વખતે ચાસણીમાંથી ભીંડા કાઢી બાસુંદી પર ડેકોરેટ કરી સર્વ કરવું.’

‘અરે વાહ ! સુશીબહેન, ભીંડાની બાસુંદી તો ખૂબ્બ જ સુંદર દેખાય છે. હું આમાંથી એક વાટકી ચાખું ? હમમમ ! (વાટકીમાં આંગળી નાંખીને આંગળી પર ચોંટેલી બાસુંદી મોમાં નાંખીને ચાટતાં) બૌ…અ..જ સ્વાદિષ્ટ બની છે ! દર્શકમિત્રો, તમે પણ આ રીતે ભીંડાની, કારેલાંની – પાપડીની બાસુંદી બનાવી તમારા ઘરનાંને ખુશ કરી શકો છો. બાસુંદી ખરેખર જ ખૂબ જ ટેસ્ટી છે અને મને તો થાય છે આખી વાટકી હમણાં જ પી જાઉં. પણ કાર્યક્રમનો સમય હવે સમાપ્ત થાય છે. ફરી મળીશું. આવ…જો ! સુશીબહેન, તમે આવ્યાં તે બદલ આ મુખવાસની સો ગ્રામની કોથળી આપને ભેટ મળે છે. તમારો ખૂબ ખૂબ આભાર ! આવજો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાલ ગુલાબનું ફૂલ – રવીન્દ્ર ઠાકોર
એક યાદગાર સવાર – ઈન્દિરાબહેન પટેલ Next »   

22 પ્રતિભાવો : ભીંડાની બાસુંદી ! – કલ્પના દેસાઈ

 1. Parag says:

  ખુબ જ સરસ. ખુબ જ હસ્વુ આવ્યુ. ઘનિ વાર આવઅ host બોર કર્ત હોય ચે.

 2. dipak says:

  હા હા હા……….બહુજ મૌજ આવિ… યુ આર ગેત્તિન્ગ બેતર એવર્ઇ તાઈમ્…

 3. eeshan says:

  i get relaxed by reading your articles… 🙂
  its really an appreciable way of writing…

 4. પરેશ ભેદા says:

  હા.. હા.. હો.. હો.. !!!!! લખતા રહો અને પિરસતા રહો.

 5. Dhaval Shah says:

  Too good!!!! Enjoyed a lot!!! I remembered the host (of the serial) who has been referred here. I get very much irriatated when I heard her words “Darshak mitro, bahuj sundar banu che…”

 6. Dhaval Shah says:

  Can I have the details of the book written by the author and where will it be available?

 7. D Patel says:

  ખુબ સરસ છૅ.

 8. halani says:

  પ્રથમ પાનું પુસ્તક પરિચય સાહિત્ય સમાચાર મારી નોંધપોથી RSS રીડગુજરાતનો મુખ્ય સાહિત્ય વિભાગ
  નોંધ : તા. 1-ફેબ્રુઆરી થી તા-14 ફેબ્રુઆરી દરમિયાન રીડગુજરાતીના મુંબઈ ખાતેના વાચકમિત્રો મને નીચેના સરનામે સંપર્ક કરીને રૂબરૂ મળી શકે છે. આ સમય દરમિયાન મુંબઈ જવાનું હોવાથી વાચકોએ મોકલેલા ઈ-મેઈલ તેમજ કૃતિઓની સમીક્ષા થઈ શકશે નહિ, તેથી કૃપયા આપની કૃતિઓ તા.15-ફેબ્રુઆરી બાદ મોકલવા વિનંતી. રીડગુજરાતી પર રોજ નવા બે લેખો મૂકવાનું કાર્ય ચાલુ રહેશે.

  Hotel Peace Park Pvt. Ltd. Near Patil Hospital, Mum-Pune Highway, Panvel, Navi-Mumbai – 410206. Tele / Fax : +91 22 27450201 / 27450669 / 27450646 / 27467888 OR Mobile Number : 022-32499482 (please leave your message and contact details at hotel reception, if mobile is switched off.) – મૃગેશ શાહ(તંત્રી)રીડગુજરાતી.

  ← લાલ ગુલાબનું ફૂલ – રવીન્દ્ર ઠાકોર એક યાદગાર સવાર – ઈન્દિરાબહેન પટેલ →
  ભીંડાની બાસુંદી ! – કલ્પના દેસાઈ
  November 30th, 2006 · 8 Comments · EMail This Article
  [

 9. Paresh H Patel says:

  હા હા હા , બહુઉ જ મજા આવિ.

 10. parul says:

  હેલ્લો ખુબ સરસ

 11. Champions league final tickets 2008….

  Champions league final tickets 2008….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.