એકાંત – પાયલ દવે

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે પાયલબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

આજ મેળામાં મલ્યું એકાંત,
હું શોધું પડછાયો મારો ને,
સામે ચાલી આવે એકાંત.
કોને કહું વ્યથા આ’તો
કથા લઈને આવે એકાંત.
શમણાંથી સુસજ્જ ને નજાકત અપાર,
છતાંય ઉપસી આવે એકાંત.
લાગે છે એકાંત સદી ગયું મને ?
કે હું જ સદી ગઈ એકાંત ને !
હવે તો,
સથવારાની માફક રહે છે એકાંત….
નક્કી ક્યાંક કુંડળી બતાવી પડશે મારે,
શોધું છું પ્રેમ ને મળે છે
એકાંત….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નીતીનાશને માર્ગે (ભાગ : 2) – ગાંધીજી
સરપ્રાઈઝ – નટવર મહેતા Next »   

6 પ્રતિભાવો : એકાંત – પાયલ દવે

 1. Jay Dave says:

  kavita vachi khubaj anand thayo..

 2. Hitesh says:

  પ્રિય
  મ્રુગેશ ભાઇ
  પાયલ દવે નુ ખુબજ સરસ કાવ્ય છે. આવિ નવિ નવિ ક્રુતિ ઓ માટે ખુબ ખુબ આભાર.

  તમે કવિશ્રિ ઊમાશ્ન્કર જોસિ નિ કવિતા
  “ભોમિયા વિના મારે ભમવા તા ડુન્ગરા” આપિ શકો ખરા?

 3. mihir trivedi says:

  mananiye payal dave,

  mane aa tamaru kavya khubaj gamyu chhe, ane mane pan ekant na ghana badha anubhav thaya chhe, to mari bhagwan ne prarthana chhe k tame aava sara kavyo lakhya karo ane ek book publish karo, ane jo hoy to mane tamari book nu naam mail id par mokli aapsho,
  mail ida: – mihir_trivedi_822@yahoo.co.in

  Mihir Trivedi

 4. પરેશ ભેદા says:

  શોધું છું પ્રેમ ને મળે છે એકાંત….!!!!

 5. raj says:

  mane aa tamaru kavya khubaj gamyu chhe, ane mane pan ekant na ghana badha anubhav thaya chhe, to mari bhagwan ne prarthana chhe k tame aava sara kavyo lakhya karo ane ek book publish karo, ane jo hoy to mane tamari book nu naam mail id par mokli aapsh અને હા તમે મારા પર તમારિ ગઝલ મોક્લાવિ સકો

 6. Bimal says:

  સરસ .રચના અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.