સરપ્રાઈઝ – નટવર મહેતા

[રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી નટવરભાઈનો (લેઈક હૉપાટકોંગ-ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

‘હેલ્લો…. કોણ ?!’ કૉલર-આઈડી માં નંબર ન પડતાં મે પૂછ્યું.
‘હું નીલ… અંકલ !’ સામેથી ઘેરો અવાજ આવ્યો. એ નીલનો ફૉન હતો.
‘ઓહ ! ની…ઈ…ઈ…લ !! આફટર અ લૉંગ ટાઈમ !’ મેં કહ્યું.
‘સોરી… અંકલ ! યુ નો અવર લાઈવ્સ…’
‘યા…યા…. !’ સોફા પર પગ લંબાવી મેં આરામથી બેસતાં કહ્યું, ‘તારી જૉબ કેમ છે ? આઈ.બી.એમ કે બીજે ક્યાંક ?’
‘આઈ.બી.એમ ? ઈટ્સ કુઉઉલ !!’ નીલે હસતાં હસતાં કહ્યું. નીલ સૉફટવેર ઍન્જિનિયર હતો. એણે આગળ વાત કરતાં કહ્યું, ‘યુ નો અંકલ, આજકાલ જૉબ માર્કેટ ડાઉન છે. પણ અત્યારે તો જોબ છે. બાકી કહેવાય છે ને કે…. યુ કેન નોટ રિલાય ઓન થ્રી ડબ્લ્યુઝ ઈન યુ.એસ ! વર્ક…… વેધર…. ઍન્ડ…..!’
‘વુમન…..!!’ હસતાં હસતાં મેં એનું વાક્ય પૂરું કર્યું. નીલ મારા મિત્ર કરસનનો દૂરનો ભત્રીજો હતો. કરસને જ એને દેશથી અમેરિકા બોલાવ્યો હતો…..ભણાવ્યો હતો…. પરણાવ્યો હતો… અને ઠેકાણે પણ પાડ્યો હતો. ‘અંકલ, હાઉ ઈઝ રાધા આન્ટી ?’
‘એઝ યુઝઅલ, શી ઈઝ બીઝી ઈન કિચન…’
‘અંકલ, કેકે અંકલની બર્થ ડે છે….યુ નો ?’ એને વાત વાતમાં ‘યુ…નો’ બોલવાની આદત હતી.
‘યસ, આઈ નો.’
‘તો એમના માટે સરપ્રાઈઝ બર્થ-ડે પાર્ટી એરેન્જ કરવાની છે. એમને ફિફ્ટી થવાના. યુ નો. ગોલ્ડન જ્યુબિલી ! તમારે, આન્ટીએ અને સોનીએ તો ખાસ આવવાનું જ છે. યુ નો ! આ સરપ્રાઈઝ પાર્ટી છે.’
‘યસ !’
‘એટલે જ ઈન્વીટેશન કાર્ડ કે એવું કંઈ નથી. ખાસ રિલેટિવ્ઝ, ફ્રેન્ડ્ઝ અને અંકલનું ક્લોઝ સર્કલ છે. એબાઉટ 150 થઈ જશે.’ એ અટક્યો અને ઊમેર્યું, ‘આઈ નીડ યોર હેલ્પ. પ્રોગ્રામની આઉટ લાઈન અને ગેસ્ટ લીસ્ટ તમને ઈ-મેઈલ કરું છું. પ્લીઝ, ચેક ઈટ. તમારે કંઈ ચેઈન્જ કરવું હોય, એડ કરવું હોય….જસ્ટ ડુ ઈટ… યુ નો, કેકે અંકલની સહુથી કલોઝ હોય તો તમો જ છો !’

કેકે એટલે કરસન ! કરસન કડછી ! મારો લંગોટિયો સીધો સાદો ભોળિયો કરસન કડછી.. હું અને કરસન વરસો પહેલા દેશમાં એક જ સ્કુલમાં સાથે ભણ્યા હતા. એક જ આસને ભોંય પર બેસતા હતા. કરસન, મોહન કડછીનો એકનો એક પુત્ર….. અમારી ગામમાં ખેતીવાડી હતી. બે માળનું ઘર હતું, જ્યારે કરસન બ્રાહ્મણ ફળિયામાં એક ખોરડામાં એના પિતા મોહનકાકા સાથે રહેતો હતો. મોહનકાકા રસોઈયા હતા. સમાજમાં લગ્ન પ્રસંગ હોય કે મરણનું જમણ હોય, મોહનકાકાની રસોઈ વગર પ્રસંગ અધૂરો ગણાતો. એમની દાળ એટલી સ્વાદિષ્ટ બનતી કે બધા એમને કડછી કહેતા અને પછી એ એમની અટક બની ગઈ ! કરસન પણ એમની સાથે મદદે જતો. એ જમાનામાં લાપસી, રીંગણ બટાકાનું શાક અને દાળભાતનું જમણ લગ્ન પ્રસંગે સર્વમાન્ય ગણાતું. મોહનકાકાની દાળનો સ્વાદ આટલા વરસે પણ મારા મોઢામાં પાણી લાવી દેતો હતો !!

કરસન પણ પિતાની સાથે સાથે રસોઈ બનાવતા શીખી ગયો. અમે બંને હાઈસ્કુલ સાથે ભણ્યા. ભણવામાં એ સામાન્ય હતો. નિર્દોષ, ભોળિયો અને કોઈ ખોટી લાગણી નહીં, કોઈ ખોટી માંગણી નહીં. સમયના રોજ બદલાતા જતા ચોકઠામાં ગોઠવાઈ જવાનું જો શીખવું હોય તો કરસન પાસે જ શીખવું પડે. હાઈસ્કુલ પછી હું સુરત ‘ગાંધી એન્જિન્યરિંગ કૉલેજ’ માં ઈજનેરીનું ભણવા લાગ્યો અને કરસન પિતાની સાથે ખાનદાની ધંધામાં જોડાયો અને ધીરે ધીરે રાંધવાની કળામાં પાવરધો બની ગયો. મોહનકાકાની તબિયત નરમ-ગરમ રહેતી પણ કરસને એમની સાથે રહી યુવાન વયે જ એમની બધી કળા આત્મસાત્ કરી લીધી. હું આ દરમિયાન ગાંધી કૉલેજમાં ભણી ઈલેક્ટ્રીકલ એન્જિનિયર બની ગયો અને કરસન અવ્વલ રસોઈયો !! મને સુરત મ્યુનિસિપાલીટીમાં નોકરી મળી ગઈ અને કરસન લગ્નની સિઝનમાં બીઝી રહેવા લાગ્યો. એના જીવનમાં પણ તકલીફો રહેતી પરંતુ એ જિંદગી જેવી હતી એવી અપનાવતા શીખી ગયો હતો. જિંદગી વિશે કદી કોઈ કડવી વાત, ફરિયાદ એના મોંએથી નીકળી ન હતી. થોડા સમય બાદ તો મોહનકાકા સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા હતા. કરસનની આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી, પણ એ હરદમ હસતો રહેતો. હું એની પરિસ્થિતિ સમજતો અને મારાથી બનતી મદદ કરતો. અરે ! મારા પહેરેલા કપડાં એને આવી રહેતા અને એ પણ એ રાજીખુશીથી પહેરતો !

જિંદગીનું ચગડોળ નિરંતર ફરતું રહેતું હોય છે. નજીકના ગામના એક અંબુ પટેલ અમેરિકાથી એમના કુટુંબ સાથે દરેક શિયાળામાં આવતા. પટેલ ફળિયામાં એમનું મહેલ જેવું ઘર હતું. અમેરિકામાં એમનો ઈલેક્ટ્રોનિક્સ આઈટમનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો બહોળો બિઝનેસ હતો અને ગામમાં ખેતી. ગામમાં એમણે રાધા-કૃષ્ણનું ખૂબ મોટું મંદિર બંધાવ્યું હતું અને મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વખતે બહુ મોટો જમણવાર રાખેલો. એ જમણવારમાં પણ રસોઈ તો કરસનની જ ! અંબુભાઈએ એ વખતે કરસનના હાથની દાળ પહેલીવાર ચાખી અને આંગળા ચાટતા રહી ગયા. એમને પોતાના ગામના ઘર માટે આવા જ કોઈ માણસની જરૂર હતી. તેથી એમણે કરસનને પોતાના ઘરે રાખી લીધો. કરસન તો બટાકા જેવો હતો !! ગમે તે શાકમાં ગમે તે રીતે વાપરી શકો ! થોડા સમયમાં તો ઘરના માણસની જેમ અંબુભાઈના કુટુંબનો જ સભ્ય બની ગયો.

અંબુભાઈએ બે-ત્રણ વાર દેશ-પરદેશ કર્યું પણ અમેરિકા આવ્યા બાદ એમને કરસનની દાળ યાદ બહુ આવતી. કરસનની દાળ વિનાનું જમણ એમને અધુરું અધુરું લાગવા માંડ્યું. એક વખતે જયારે તેઓ દેશ આવ્યા ત્યારે તેમણે કરસનને અમેરિકા આવવા માટે કહ્યું. કરસનને શો વાંધો હોય ? મોહનકાકા તો સ્વર્ગે સિધાવી ચુક્યા હતા. વળી એ જમાનામાં આજની જેમ ઈમિગ્રેશન-વીઝા-પાસપોર્ટની લમણાઝીંક પણ ન હતી. થોડા જ સમયમાં તો કરસન ગામથી માયામીમાં આવી ગયો…

આ સમય દરમિયાન હું પણ મારી પત્ની રાધાની પાછળ પાછળ અમેરિકા આવ્યો. રાધા અમેરિકાની સિટિઝન હતી એટલે જલ્દી આવી શકાયું. કરસનના આવ્યા બાદ લગભગ છ-એક મહિને હું અહીં ન્યુજર્સી આવ્યો. અમારે રોજ ફોન પર વાતો થવા માંડી.

કરસને અંબુભાઈને જીતી લીધા હતાં. રસોઈકળામાં તો એ પાવરધો હતો જ. ટીવી જોઈ, પુસ્તકો વાંચી કરસન રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં પારંગત બની ગયો. અંબુભાઈએ પણ એને મોકળું મેદાન પૂરું પાડ્યું. કહેવાય છે કે દિલ જીતવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે ! અંબુ પટેલે કરસનની કળા પારખી. એ તો પોતે ડૉલરના ડુંગરા પર બેઠા હતા જ, ધન ક્યાં રોકવું એ પ્રશન હતો ! આ બધાનું પરિણામ એ આવ્યું કે એક દિવસ કરસન કડછીની આગેવાની હેઠળ માયામીમા એશિયન રેસ્ટોરાં, ‘કડછી’ નું ઉદ્દઘાટન માયામીના મેયરે કર્યું. રેસ્ટોરાં માટે ‘કડછી’ નામ પણ અંબુભાઈએ પસંદ કર્યું.

ખાવાના શોખીનો તો ક્યાં ન હોય ? વળી, માયામી બહુ મોટું ટુરિસ્ટ પલેસ. કરસનની ‘કડછી’ ધમધોકાર ચાલવા માંડી. અંબુભાઈની ધંધાકીય સૂઝ અને કરસનની મહેનતથી સ્વાદનો સપ્તરંગી સાગર અમેરિકામાં ફેલાઈ ગયો. કરસન પછી ‘કેકે’ તરીખે ઓળખાવા લાગ્યો. રેસ્ટોરાંનું ધ્યાન રાખવા છતાં સવારસાંજ અંબુભાઈના ઘરની રસોઈ પણ એ જાતે જ બનાવતો. એની વિનમ્રતા, ભલમનસાઈ અને પ્રમાણિકાતામાં વધારો થતો ગયો. અંબુભાઈએ તેની ભલમનસાઈની કદર કરીને એને ‘કડછી’ રેસ્ટોરાંમાં પાર્ટનર બનાવી લીધો. માયામીમાં કરસન માટે સરસ મજાનું ત્રણ બેડરૂમનું હાઉસ ખરીદ્યું, એને પરણાવ્યો અને સેટલ કર્યો.

પછી તો ‘કડછી’ બ્રાન્ડ નેઈમ બની ગયું. ‘કડછી’ ચેઈન રેસ્ટોરાં અમેરિકામાં ફેલાવા લાગી…. ન્યુર્યોક, શિકાગો, વોશિંગ્ટન, બોસ્ટન, એલ.એ – ‘કડછી’ ની શાખાઓ ખુલતી ગઈ. કેકે વ્યસ્ત રહેવા લાગ્યો પણ તેમ છતાં મારી સાથે દિવસમાં એક વાર વાત કર્યા વિના એ સુતો નહિ. રાત્રે-મધરાત્રે એનો ફોન આવે જ અને ન આવે તો હું કરું. અમારી મિત્રતા પણ મજબૂત થતી ગઈ.

અંબુભાઈ સ્વર્ગે સિધાવ્યા ત્યારે બોર બોર આંસુએ મારા ખભા પર માથું રાખી નાના બાળકની જેમ રડ્યો હતો. કેકે હવે રેસ્ટોરામાં સર્વેસર્વા હતો. પ્રોફિટની રકમમાંથી ભાગીદારીના પૈસા તે અંબુભાઈના સંતાનોને આપી દેતો. વળી, એમના સંતાનોને તો પોતાના ધંધામાંથી સમય ન હતો એટલે ‘કડછી’ ની પૂરેપૂરી માલિકી કેકે ને જે સોપી દીધી. કેકેએ દેશમાંથી પોતાના અનેક સગાવહાલા, મિત્રો, રસોઈયાઓને બોલાવ્યા સાથે રાખ્યા, ભણાવ્યા અને ઠેકાણે પાડ્યા.

કેકેની પત્ની પણ સંસ્કારી હતી. તેને દરેક પગલે સાથ આપતી. એનો પુત્ર શ્યામ પણ હોટલનું ભણ્યો અને માયા નામની સુશીલ કન્યા સાથે પરણ્યો. તેઓ શિકાગોમાં રહેવા લાગ્યા. કેકેની પુત્રી પાયલ સોફટવેર ઈજનેર બની ન્યુયોર્ક સેટલ થઈ હતી. માયામીથી બિઝનેસ ચલાવવો અઘરો લાગતા કેકે દશ-બાર વર્ષ પહેલા એડિસન, ન્યુજર્સી સેટલ થયો. અને આમ એ જીવનમાં સતત પ્રગતિ કરવા લાગ્યો. આવો મારો પરમમિત્ર કેકે, પચાસનો થઈ ગયો હતો, લાખો ડોલરનો માલિક છતાં કોઈ અભિમાન નહીં, કોઈ દેખાડો નહિ. બીજા માટે જીવતો, દાન કરતો, બધાની તકલીફો સમજતો. ખૂબ સાદુ અને સરળ જીવન જીવતો.

હવે આવા કેકેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હતી ! ન જાણે શું હશે એનો પ્રતિભાવ. એના ભત્રિજા નીલની ઈમેઈલ મેં જોઈ. ખૂબ ધ્યાનપૂર્વક મહેમાનોનું લીસ્ટ બનાવેલું. અહીંના ‘રોયલ આલ્બર્ટ પેલેસ’નો ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ બુક કરાવ્યો હતો. અનેક વાનગીઓનું તો મેનુ !! નીલની પુત્રી આ પોગ્રામમાં ભરતનાટ્યમ કરવાની હતી અને ખૂબ મોજમજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા માટે તો આ પાર્ટી સૌથી અગત્યની હતી કારણકે મારા જીગરી દોસ્ત કેકેની સરપ્રાઈઝ પાર્ટી હતી !

મારી જવાબદારી સહુથી વિચિત્ર હતી. મારે કેકેને અને એની પત્ની શાંતાને પાર્ટીમાં લઈ આવવાના હતા અને એ પણ એમને જરાય જાણ ન થાય એ રીતે ! એનો પ્લાન મારે વિચારવાનો હતો. મેં અને રાધાએ નક્કી કર્યું કે અમારી એનિવર્સરીની વાત ઉપજાવી કાઢીને કેકેને પાર્ટીમાં લઈ જઈશું. મને ખાત્રી હતી કે કેકે કદી ના નહીં પાડે અને તેથી મેં કેકેને ફોન જોડ્યો.
‘હલ્લો કેકે’ મેં કેકેને ફોન કર્યો.
‘બોલ… તુ કેમ છે ?’ સામે કેકે બોલ્યો.
‘બસ જલસા છે. તુ કહે……’
‘અમારે તો કડછીમાંથી ઊંચા આવીએ તો ને….ઘણા વખતથી મળવું છે પણ મળાતું નથી.’
‘તેં તો મારા મોંની વાત છીનવી લીધી. લિસન કેકે, આવતા સન્ડે આપણે મળીએ છીએ. કોઈ બહાના નહીં. અને માત્ર તું, ભાભી, હું અને રાધા – બસ ચાર જ જણ કારણકે મારી મેરેજ એનિવર્સરી છે. બરાબર છના ટકોરે હું તને હાઉસ પર લેવા આવીશ.’ મેં વાત બનાવી અને કેકેની સંમતિ લઈ લીધી.

રવિવારે હું અને કરસન નીકળીએ એટલે મારે નીલને મેસેજ આપી દેવાનો હતો. મેં આલિશાન લિમોઝીન કાર ભાડે કરી. નીલે એના મિત્રને અમારી ગાડીનો પીછો કરવા મુક્યો હતો. બરાબર છ ને પાંચે ગાડી કેકેના બારણામાં ઊભી રહી. કેકે અને શાંતાભાભી તૈયાર જ હતા. સાટીનના સુરવાલમાં કેકે માંડ ચાલીસનો લાગતો હતો !
‘અરે બહુ પૈસા વધી પડ્યા છે તારી પાસે ?’ કેકે લિમોઝીન જોઈને બોલ્યો.
‘યાર મારી મેરેજ એનિવર્સરી છે. આટલા વરસોથી અમેરિકામાં છીએ પણ આલિશાન કારમાં કદી બેઠા નથી. ચલ જલ્દી કર, ભાડુ વધી જશે.’
‘યસ યસ’ કહી એ અને શાંતાભાભી ઝડપથી ગાડીમાં ગોઠવાયા. મેં નીલને મેસેજ આપી દીધો અને વીસ મિનિટમાં તો અમે ‘રોયલ આલ્બર્ટ પેલેસ’ પર પહોંચ્યા.

‘અલ્યા, આલ્બર્ટમાં જ ખાવું હતું તો આપણે ઘેર શું ખોટું હતું ?’ કેકે બોલ્યો.

‘જસ્ટ ચેઈન્જ !’ મેં એની સાથે નજર મેળવ્યા વિના જ કહ્યું. મારું દિલ ધક ધક થતું હતું. રાધા એનો ચૂડીદાર દુપટ્ટો સરખો કરતી હતી. શાંતાભાભી બહાર નીકળ્યા. મેં ડ્રાઈવરને પચાસની નોટ ટીપમાં આપી તો કેકેની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ !

‘આલ્બર્ટ પેલેસ’ વાળા જો કેકેને ઓળખી જાય તો લોચા પડી જાય તેથી મેં એને અને શાંતાભાભીને ઝડપથી ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ તરફ દોર્યા. હોલમાં દોઢસો જેટલા માણસો ટાંકણી પડે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિથી અંધારામાં બેઠા હતા.

મેં હૉલનો મેઈન ગેઈટ ખોલ્યો અને ધીરેથી કેકેને અંદર ધકેલ્યો.
‘સ…ર…પ્રા….ઈ….ઝ !!’ હોલમાં સહુ એક સાથે પોકારી ઊઠ્યા. હોલ ઝળહળા થઈ ગયો. ‘હે…પ્પી… બર્થ…ડે…. ટુ…. કે…કે…..’
આશ્ચર્યથી હક્કો-બક્કો થઈ ગયો કેકે…. એના ડોળા ચકળવકળ થવા લાગ્યા. આંખ ભીની થઈ… ‘ઓહ…નો!!’ એ બધા તરફ જોવા લાગ્યો… ચક્રાકારે સહુએ એને ઘેરી લીધો હતો. હું એની એકદમ નજીક હતો. એ મારા તરફ ઢળ્યો. મેં એને સંભાળી લીધો.. એનો હાથ છાતી પર ભિંસાયો.. મને-અમને કોઈને કશી સમજ ન પડી.
‘કે…કે….?!…કે….કે ?!!’ બધાએ એને ઘેરી લીધો… પણ, કેકે બધાને છોડીને જતો રહ્યો હતો.. એને માસિવ હાર્ટ એટેક આવ્યો હતો. અમો કંઈ પણ કરી ન શક્યા.. અમને બધાને સરપ્રાઈઝ આપી ગયો, કેકે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકાંત – પાયલ દવે
સ્વપ્નપ્રયાણ – હરિશ્ચંદ્ર ભટ્ટ Next »   

50 પ્રતિભાવો : સરપ્રાઈઝ – નટવર મહેતા

 1. Satish says:

  very nice story with twist at the end.

 2. Shweta says:

  Hey dad.. This is one of my many favorite from ur collection. I am so
  glad that i can still read Gujarati and I am very fortunate to be able
  to proof read them for you before anyone gets the opportunity to see
  how great of a writer you are! In my eye no one will ever be as good as
  you are and I want you to know that. Just like “Surprise” tomorrow
  is never promised so please know that my tomorrow and my whole life
  would be really incomplete without you so please try you best to get
  better and I think you know what I am talking about. love you more than
  anything. Keep surprising everyone with your magic and with wonderful
  imagination and surprise your self by being stress free and overcoming
  acid- reflux. i know you can do it. I will be always here whenever you
  need me and you the best dad and great human being. Believe that. I Love
  you.

 3. Bhakti Eslavath says:

  a very good story .. with wonderful presentation ..

 4. paresh says:

  વેય્ nice i like

 5. Mamta says:

  very nice story with wonderful visualization ….but end was sad.

 6. જવાહર says:

  સત્ય ઘટના બની હોય તેવી વાર્તા !
  સરસ શૈલી અને દેશમા રહ્યા હોય તેમને જુના સંસ્મરણો તાજા કરાવે તેવી વર્તા !!

 7. ભાવના શુક્લ says:

  વાર્તા કરતા ઘટના વધુ લાગી નટવરભાઈ.

 8. Kaushal, Texas says:

  નટવરભાઇ મહેતાની બીજી સરસ વાર્તા !!
  ખરેખર, નટવરભાઈની કલમમાં જાદુ છે. સરપ્રાઈઝડ કરી દેવાની. ક્યાં ત્રીજો જન્મ અને ક્યાં આ વાર્તા? થેંક્સ નટવરભાઇ, તમે આ લિંક મોકલાવી સરપ્રાઈઝડ કરી દીધો. તમારી વાર્તાઓનો અમને ઇંતેઝાર રહેશે..

 9. nayan panchal says:

  I’m speechless. Story was unpredictable until last sentence. Absolutely flawless. If you read between the lines, there are so many things to get from the story.

  Congratulations Natwarbhai.

  Nayan

 10. Bijal says:

  તમારો આભાર નટવરભાઈ આ વાર્તાની લિન્ક મોકલવા બદલ,
  વાર્તા વાંચતા વાંચતા છેલ્લે તો તમે રડાવી દીધી. આવા વિચારો તમને આવે છે ક્યાંથી
  તમારી બીજી વાર્તાઓ વાંચવાની તાલાવેલી થાય છે. તમારી ઇ મેઇલ પરથી લાગે છે કે તમો વધુ સરપ્રાઈઝ આપશો જ. આજ સુધી તમને ન વાંચ્યાનો થોડો વસવસો પણ થાય છે.

  જલ્દિ બીજી વાર્તાની રાહ સાથે. તમને ઇ મેઇલ તો કરી જ છે.

 11. Vinod Patel says:

  Natverbhai,
  I read your story with great interest and surprize !!! I LIKED IT.
  You have a great art of narration by which a reader is kept absorbed upto the last and when story is finished reader is left with the impression of reading a real good story.

  After your story TRIJO JANMA ,this is the second story I read and wish to read more stories of yours and know you more as a story writer.

 12. Vinod Patel says:

  નટવરભાઈ,

  તમારી વાર્તા ખુબ જ ગમી. અભિનદન.

  વિનૉદભાઈ પટેલ

 13. Vipul Chauhan says:

  It’s really surprise ! KK was quite simple man, could not bear such a great moment… It happens…
  Natvarbhai, Congratulations ! Keep it up !

 14. Keval Rupareliya says:

  નટવરભાઈ તમે તો વાર્તા જગતના મહારથિ છો.

 15. Keki Firoz says:

  સરસ વાર્તા. સત્ય બની તેવી આ વાત છે..
  મારા પેરંટની એનવરસરી ઊજવવાનો છું એ હું તો વિચારતો થઇ ગયો.
  કેકે જેવું કઇક થઇ ગયું તો ખોદાયજી મને માફ ન જ કરે.
  નટવરભાઇ તમે તો મને ખરેખર સરપ્રાઇઝડ કરી દીધો. ને ગભરાવી પન દીધો..

 16. preeti tailor says:

  બસ એક જ શબ્દ છે કહેવા અદ્બુત !!!!

 17. Jay, Ontario says:

  It is completely different story than the First I read the wining story Trijo Janma of Natver Mehta. He has grip on writing which hold the reader through out his story. I will like to read such story from him. Where can I find on internet? Can some one give me guidance?

 18. Natavarbhai,

  The story was excellent as expected, but now please give stories with pleasing endings ! There are so many sorrows and miseries in the real life that one expects some ‘ sukhant-varta” from you ! Keep it up !

  Darsha Kikani

 19. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. વાહ વાહ.

 20. અતુલ જાની (આગંતુક) says:

  નટવરભાઈ,

  તમારો eMail મળ્યો. આવા સરપ્રાઈઝીંગ લેખની લીંક મેળવીને ધડકતે હૈયે લિંક ઉપર ક્લીક કરી. ત્રીજા જન્મનો પરીચય હોવાથી ખાત્રી હતી કે લેખ સીધી – સાદી રીતે પુરો નહીં જ થતો હોય. એક એક પાત્રમાં જીંવતતા મુકવાની તથા કથાને અનુરુપ સંવાદો દ્વારા આજુબાજુના વાતાવરણને આબેહૂબ ઉપસાવવાની જે લેખન કળા આપે હસ્તગત કરી છે તેને લીધે એક વાર શરૂ કર્યા પછી ન છૂટકે જ કોઈ આપનો લેખ વાંચવાનું અધુરું છોડે.

  કે.કે. નું અદભુત પાત્રાલેખન આપે કર્યું છે. તેની સરળતા, મહેનત, વફાદારી, બીજાને ઉપયોગી થવાની ભાવના અને સાદગીભર્યું જીવન હ્રદયને સારી રીતે સ્પર્શે છે. અને અંતે તેની આશ્ચર્યજનક વિદાય હ્રદયને એક અણધાર્યો આંચકો આપે છે.

  લગભગ મોટા ભાગના તત્વચિંતકોનો મત છે કે સુખ અને દુઃખ તે વાસ્તવમાં બે જુદી જુદી બાબતો નથી અને બંનેનો અતિરેક અકલ્પ્ય પરીણામ લાવે છે. અતી સુખ કે અતી દુઃખ ની ઘટનાઓ સરેરાશ મનુષ્યોને તેની ક્ષમતા કરતા વધારે તીવ્રતાથી એક આંચકો આપે છે અને કાચા પોચા મનુષ્યો અને ઘણી વખત સમર્થ મનુષ્યો પણ તેવે વખતે તેને પચાવી શકતા નથી. આથી જ વિવેકી મનુષ્યો કોઈ પણ અતી સુખદ કે અતી દુઃખદ ઘટનાને વર્ણવતા પહેલા સામેના પાત્રને જે તે ઘટના માટે ધીરે ધીરે તૈયાર કરે છે.

 21. dipika says:

  વાર્તા સરસ છે. હકીકતમાં ય બની શકે.

 22. કેયુર says:

  ખુબ સરસ વાર્તા. બીજી બંન્ને વાર્તા કરતા ઘણી જ જુદી.

  હું પણ અતુલ ભાઇ સાથે સંમત છુ. “…એક વાર શરૂ કર્યા પછી ન છૂટકે જ કોઈ આપનો લેખ વાંચવાનું અધુરું છોડે. ”

  Please keep writing…
  કેયુર

 23. Dipali Patel says:

  નટવરભાઈ,

  Mail દ્વારા વાર્તાની લીંક મોકલવા બદલ આભાર. ખુબ સરસ વાર્તા. વાંચતા વાંચતા આખુ દ્રશ્ય સ્મૃતિપટ પર છવાય ગયુ. કેકેનુ પાત્ર ખરેખર બહુ મોટી સરપ્રાઈઝ આપી ગયુ.
  આ જ રીતે બીજી વાર્તા જલ્દી મળે તેવી આશા.

  દીપુ.

 24. Nilesh says:

  નટવરભાઈ,

  વાર્તાનું આલેખન સરસ છે. તમે જે રીતે વાર્તા લખો છો એ ચોક્કસ સરસ સ્ટાઈલ છે અને મારા જેવો જે ફિક્શન ખાસ વાંચતો ન હોય એના માટે પણ આ માણવા લાયક હોય છે.

  મને આ વાર્તામાં એક થોડી કચાસ એ લાગીકે કરસનનું પાત્ર જે રીતે વિકસીત કર્યું અને પછી છેલ્લે એક સુખદ પ્રસંગ કરસન સંભાળી ન શકે એ થોડું વિચિત્ર લાગે છે. મને એવું લાગ્યું કે કરસન જેવી વ્યક્તે જે “Rags to Riches” પ્રકારની પરિસ્થીતીનો સામનો કરીને પ્રગતી કરી હોય એ આલ્બર્ટ પેલેસ જેવી સ્થિતી સંભાળી શકવી જોઈએ.

  કરસનનાં પાત્રમાંથી એક વાત મને યાદ આવી જે હાલમાં જ મેં પૂ. પાંડુરંગશાસ્ત્રીનાં પ્રવચનોનાં પુસ્તક “તુલસીદલ” માં વાંચી. આ પુસ્તકમાં ગીતાનાં બારમાં અધ્યાયમાં ભગવાને જે ભક્તનાં છ્ત્રીસ ગુણો કહ્યા છે એનાં વિશે છણાવટ છે. એ છ્ત્રીસ ગુણોમાં નો એક ગુણ છે – “યો ન હષ્યતિ, ન દ્વેષ્ટિ ન શોચતિ” – એટલે કે જે સુખ અને દુ:ખના સમયમાં જેને કર્તવ્યની અને ભાવની વિસ્મૃતિ થતી નથી અને પોતાનું સમતોલપણું જાળવી શકે એ ભગવાનને ગમે.

  આ બહુ મુશ્કેલ છે કારણકે મોટા ભાગનાં લોકો થોડું સુખ આવે તો ગાંડાઘેલા થાય (પોતાને કંઈક છે એમ સમજવા લાગે) અને થોડી મુશ્કેલીઓ આવે તો ભાંગી જતા હોય છે.

  એટલા માટેજ મને લાગ્યું કે અભિનવ બિન્દ્રા ગોલ્ડ શૂટીંગ માટે મેડલ જીત્યો એનો ખૂબ આનંદ તો છે જ પણ એના કરતા પણ જીત્યા પછી એણે જે રીતે પોતાનાં સમતોલપૂર્વ પ્રતિભાવ આપ્યા એ ખરેખર એના કરતા પણ વધુ પ્રસંશાને પાત્ર છે!

  આ વાર્તા માટે મને ઈમેઈલ દ્વારા જણાવવા માટે તમારો આભાર!

 25. Rekha Sindhal says:

  વાર્તા માટે આભાર! નટવરભાઈ, વાર્તામાઁ સઁભવિત સત્ય છે. અને તમારી શૈલીને કારણે રસ જાળવી રાખે છે. keep it up !

 26. Jiten Desai says:

  મહેતા સાહેબ, તમારી લખાણ શૈલી સાદી છતાં વિશિષ્ઠ છે. વાંચવાની ખુબ જ મઝા આવી. જો કે ત્રીજો જન્મ વાર્તાતત્વની દ્ષ્ટીએ વધારે ગમી. લીન્ક મોકલવા બદલ આભાર.

  -જિતેન દેસાઇ

 27. Ilupi Patel says:

  Real nice story…It really kept me wondering about the ending…The narration is so good that while reading it, I actually felt like someone is telling me the story. It flows really well all together.

  Hey, life is not all about ‘happy endings’….No two people are same. Some people can handle ups and downs really well, yet some news do come as a surprise.

  I am looking forward to reading your other story “trijo janma” as well.

 28. Natver Mehta;Lake Hopatcong, New Jersey says:

  પ્રિય મિત્રો,

  જે કોઇ વાંચક મિત્રને મારી વિજેતા વાર્તા “ત્રીજો જન્મ?” ન મળી હો તો હું દિલગીર છું..
  મેં મોટે ભાગે સહુ વાંચક મિત્રો કે જેમણે મને ઇ મેઇલ કરેલ એઓને મોકલવાનો દિલથી પ્રયત્ન કર્યો જ છે. છતાં પણ ઘણી ઇ મેઇલને કારણે Ilupi Patel જેવાં કોઇ રહી ગયાં હોય એવું લાગે છે.

  Ilupi Patel, આપને મેં મોકલી છે.. આપનો આભાર.

  જો કોઇને મારી વાર્તા “ત્રીજો જન્મ?” હજુ પણ ન મળી હોય અને હજુ ય વાંચવા રસ ધરાવતા હો તો મને natnvs@yahoo.com પર એક ઇમેઇલ કરવા નમ્ર વિનંતી છે.

  આપનો સ્નેહાધિન,
  નટવર મહેતા

 29. Abhishek says:

  નટવરભાઈ,
  ખુબજ સરસ વાર્તા. સુખદ અન્ત્ ની અપેક્ષા હતી તેથી થોડા દુખી થઇ જવાયુ.

  ખુબ ખુબ અભિનન્દન !

  અભિષેક

 30. Sapna says:

  Natvarbhai,

  Thanks a lot for your email, and the story is realy very nice.

 31. Margesh says:

  Dear Natwar Bhai,
  really i liked your second story….though the depth of the stody is not that much equivalent to ‘Trijo Janma?’..but then also the way u r writing is just amazing…u creates the picture of whole stody in front of our eyes..and we feels tht we drives in to the real ride of the flow of ur story.

 32. Hardatsinh Raulji says:

  Thanks for sending nice story through email

 33. Niraj says:

  સુન્દર…

 34. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ વારતા. અંત તો જાણે સાવ ચકિત કરી મુકે એવો છે.

 35. mukesh thakkar says:

  good story but the end could have been different.

 36. Jinal says:

  Really good one.
  Unpredicltable to the end and totally unexpected end.
  I will wait for your another varta called “Gangaba”. I hope you send it soon.

 37. Moxesh Shah says:

  Dear Sir,

  Thanks for sending me the link of this story, else I might be looser for not enjoying such a nice story.

  I dream that, the Indian Film Industry, i.e. “Bollywood”, also gets such good stories and story writers to bring freshness in that business. There are no words to appraise your skills, sir and there is no doubt that why you are winning writer.

  Excellent, Superb, mind-blowing.

 38. Rahul M Pandya says:

  કલ્પના થી વિપરીત …

 39. Kavitaa says:

  આને વાર્તા કહેવાય.
  છેલ્લે સુધી પકડી રાખે ને પછી ચમકાવી દે,
  વાહ ની સાથે આહ પણ નીકળી જાય.

 40. Urmi says:

  અકલ્પનિય!!

 41. […] છે કે એ સહુ પ્રથમ આપણી જાણીતી માનીતી રીડ ગુજરાતી.કૉમ પર પ્રકાશિત થઇ હતી અને એ કારણે મારા […]

 42. parag mehta says:

  very nice, but end is very sad.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.