એક અત્યંત પ્રશંસનીય કાર્ય – અજ્ઞાત

[સમાચાર તો એને કહેવાય કે એમાંથી સમાજને ઉચ્ચ વિચારો અને પ્રેરણાત્મક કાર્યોની ઝાંખી મળે. જીવનમાં પહેલી કાર ખરીદવાનો વિચાર બાજુ પર મૂકી એ રૂપિયાથી અપૂર્વે વૃદ્ધાશ્રમના 200 વડિલોને શ્રવણની જેમ અંબાજીની યાત્રા કરાવી. રીડગુજરાતીની અપૂર્વને લાખ લાખ સલામ છે. પ્રસ્તુત છે તા.30 નવેમ્બર, 2006 ના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલો એક સુંદર લેખ, સાભાર.]

image

25-26 વર્ષની ઉંમરના યુવાનો પોતાની પર્સનલ લાઈફમાં જ રચ્યાંપચ્યાં રહે છે. કૉલેજ, કેરિયર, ફ્રેન્ડ્ઝ અને ગ્રુપ સાથે એન્જોય એ જ એમનો જીવનમંત્ર હોય છે. પરંતુ ક્યારેક આ યુવાનોમાંથી કોઈ એવા યુવાનો પણ બહાર આવે છે, જેઓ એકદમ અલગ હોય છે. સી.એ ઈન્ટર કરી ચુકેલો 26 વર્ષનો અપૂર્વ ભગત આવો જ એક યુવાન છે. એણે પોતાના લાઈફની ફર્સ્ટ સેવિંગમાંથી કાર લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ એક ઘટનાએ તેનો આ વિચાર બદલી નાંખ્યો અને તેણે કાર માટેના રૂપિયાનો સદઉપયોગ વૃદ્ધાશ્રમમાં રહેતા વડિલોને અંબાજીની યાત્રા કરાવવા માટે કરી નાંખ્યો !!

image અમદાવાદના ચાર વૃદ્ધાશ્રમોના 200 વૃદ્ધોને તે બે દિવસની યાત્રા માટે અંબાજી લઈ ગયો હતો. એના પરિવાર અને મિત્રોએ પણ આ કામમાં એને મદદ કરી હતી. અપૂર્વ કહે છે કે, ‘એક દિવસ મારી ઑફિસમાં એક માણસ આવ્યો. તે ફોન પર કોઈની સાથે ઝઘડી રહ્યો હતો. મેં એમને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે તે પોતાના પિતા સાથે વાત કરી રહ્યો છે, જેઓ વૃદ્ધાશ્રમમાં રહે છે. વૃદ્ધાશ્રમમાં 800 રૂપિયા ભરવાની બાબતે તે પિતાને મન ફાવે એમ બોલી રહ્યો હતો. મેં એમને કહ્યું કે હાલ તમારી પાસે રૂપિયાની ખેંચ હોય તો હું આ રૂપિયા ભરી આવું છું. ત્યારબાદ હું વૃદ્ધાશ્રમમાં રૂપિયા ભરવા માટે ગયો હતો. જીવનમાં પહેલીવાર ઘર-પરિવારથી દૂર એકાંકી જીવન વિતાવતા વૃદ્ધોને મેં જોયા. થોડો સમય એમની સાથે રહેવાની ઈચ્છા થઈ આવી. એક માજી ત્યાં સૂતા હતા, તેમની પાસે જઈને મેં જયશ્રીકૃષ્ણ કહ્યું તો તેઓ ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા. પાછળથી ખબર પડી કે ત્રણ વર્ષથી તેમને કોઈ મળવા આવ્યું નથી. આવા તો અસંખ્ય વૃદ્ધોથી ઘરડાઘરો ઉભરાયા છે. અહીં દાન કરનારાઓ આવે છે, પરંતુ એમની સાથે કોઈ ઘડી-બેઘડી સમય વિતાવનાર કે વાતચીત કરનાર કોઈ હોતું નથી. આ વાત મારા દિલમાં ઉતરી ગઈ. હું ઘરડાઘરમાંથી બહાર નીકળ્યો એ સમયે મારી પાસે કાર માટેના બધા ડોક્યુમેન્ટ્સ હતા. વૃદ્ધાશ્રમના ઝાંપાની બહાર જ મેં કારના તમામ ડોક્યુમેન્ટ્સ ફાડી નાંખ્યા !’

અપૂર્વે મનમાં નક્કી કરી લીધું હતું કે આ રૂપિયાનો ઉપયોગ ઘરડાઘરમાં રહેતા વડિલો માટે કરવો છે. એ જ દિવસે સાંજે તેણે પોતાના મમ્મીને આ વાતની જાણ કરી કે હું આવું કંઈ કરવા માંગું છું. તો તેઓ પળવારમાં રાજી થઈ ગયા, માત્ર કોઈ વડિલને સાથે રાખવાની તેમણે સલાહ આપી. પછી શું હતું ? અપૂર્વે જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ફરસુભાઈનો સંપર્ક કર્યો અને આ યાત્રાના આયોજન માટેના તમામ માર્ગ મોકળા થતા ગયા. જમા થયેલા રૂપિયામાંથી ઘરના હપ્તા ચુકવી દેવાની અને માના ઘરેણાં બનાવવાની વાતો અપૂર્વના ઘરમાં ચાલતી હતી, પરંતુ તેના પરિવારે પણ તેને આ અનોખી યાત્રા માટે રૂપિયા વાપરવાની છૂટ આપી હતી.

image

જોકે 26 વર્ષનો આ યુવાન લખપતિ કે કરોડપતિ નથી. તેનું પોતાનું જીવન સંઘર્ષોથી ભરપૂર છે. તે કહે છે કે, ‘મારા દસમા ધોરણનું પરિણામ આવ્યું ત્યારે જ મારા પિતાને કૅન્સર થયું હતું. દસમા ધોરણમાં બોર્ડમાં ત્રીજો આવ્યો હતો અને પપ્પા મને ડૉકટર બનાવવા માંગતા હતા. પરંતુ આઠ મહિનાની એમની માંદગી દરમિયાન અમારું ઘર અને જમા મૂડી બધું જતું રહ્યું. પપ્પા પણ અમને હંમેશને માટે છોડી ગયા. મેં કૉમર્સ લાઈન લીધી અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપીને બારમાની પરિક્ષા મેં આપી. મેં કૉલેજમાં પ્રવેશ લીધો ત્યારે પણ હું કૉલેજમાં હાજર નહોતો રહી શક્તો. એ સમયે પણ સવારના નવ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટની જૉબ અને ટ્યુશન્સ કરીને રૂપિયા કમાવતો. અમે બંને ભાઈઓએ ખૂબ મહેનત કરીને રૂપિયા કમાવ્યા અને માથા પર ચઢેલું દેવું ઊતાર્યું. મોટાભાઈએ લગ્ન માટે પણ વિચાર્યું નહોતું. બે વર્ષ પહેલા જ તેમણે લગ્ન કર્યા જ્યારે અમે સ્ટેબલ થયા.”

image

આવી પરિસ્થિતિ જોયા બાદ જ્યારે વ્યક્તિ થોડી ઘણી મૂડી જમા કરે ત્યારે એને આવી રીતે ખર્ચ કરી નાંખવાની વાત વિચારે પણ નહીં. પરંતુ લાગણીશીલ અપૂર્વે વધુ વિચાર કર્યા વિના આ ઉમદા સામાજીક કાર્ય કરી નાંખ્યું. તેના ભાઈ અને ભાભીએ પણ તેને પૂરતો સહકાર આપ્યો હતો. વૃદ્ધાશ્રમના જેટલા વડિલોને તેણે અંબાજીની યાત્રા કરાવી એ બધા તેના માટે મા-બાપ જેવા જ હતા. એકએક વૃદ્ધે તેને અને તેના મિત્રોને લાખ લાખ આશીર્વાદ આપ્યા. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ફરસુભાઈ કક્કડ કહે છે કે, ‘માત્ર ઘરડાંઓને યાત્રા કરાવીને આ યુવાને શાંતિ પકડી નહોતી. ત્યાં જઈને વડિલો માટે મનોરંજક કાર્યક્રમોની વણઝાર લગાવી દીધી હતી. આવવા-જવા અને ત્યાં રોકાવામાં કોઈ જાતની તકલીફ ન પડે માટે મિત્રો સાથે મળીને દસ દિવસથી તૈયારીઓ કરી હતી. એક-એક દિવસનું સ્વાગત જાનૈયાઓની જેમ કર્યું હતું. આટલી નાની ઉંમરમાં આવો વિચાર આવવો જ મારા મતે મોટી વાત છે. વળી, એ યુવાન તો કહે છે કે કાર ખરીદવા આખી જિંદગી પડી છે, પરંતુ આવું કામ વારંવાર કરવાની તક ક્યાં મળવાની છે.’

અપૂર્વની આ સેવાયાત્રામાં મદદ કરવા એમના મિત્રો નૈષધ, જતિન વ્યાસ, જૈમીન દેસાઈ, રાજેશ અમરેલીયા અને પ્રશાંત બાવીસી ખડે પગે રહ્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વપ્નપ્રયાણ – હરિશ્ચંદ્ર ભટ્ટ
અનોખું મિલન – ગીતા ત્રિવેદી Next »   

28 પ્રતિભાવો : એક અત્યંત પ્રશંસનીય કાર્ય – અજ્ઞાત

 1. Samir Thaker says:

  excellent by Apurv. I Will be glad if i can helpful to you in. you can reach me on +919985501342.

 2. raaj says:

  અપુર્વ ભાઈ એ ખુબ જ સરસ કામ
  કર્યુ. જો અપુર્વ ભાઈ જેવા
  બિજા પણ આવુ કાર્ય કરે તો ખરા
  અર્થ મા મેરા ભારત મહાન કહેવાય.

 3. sanjeev says:

  first of all thank you Mrugeshbhai, for giving chance to read such a
  inspirable articles. and apurva bhai — you are realy great and that’s
  called mr. India. i would like to be personal contact with you. if
  possible . please give me reply on my email. thanks, and keep it up . i will
  be with you.

 4. sanjay says:

  Thank you for doing that Apurva,
  Always naver forget પ.પૂ.ડૉગરે મહારાજ
  કથા કહેતા’મા બાપ ને ભૂલશો
  નહિ’….
  Thanks Apurva again
  From
  Regards
  Sanjay

 5. કલ્પેશ says:

  શ્રી મ્રુગેશભાઈને લેખ
  આપણી સમક્ષ મુકવા બદ્દલ આભાર

  ફરક એ છે કે વિચારો સારા
  હોવા ઉપરાંત એને અમલમા મુકવા
  જરુરી છે.

  આશા છે કે અપૂર્વભાઈ જેવા હુ
  પણ કઈક કરી શકુ.

  એક માણસ, સમાજ તરીકે હુ આ
  દ્રષ્ટાંતથી જવાબદાર બનુ.
  છેવટે મા-બાપ પણ હાડ-માંસ અને
  હ્રુદય ધરાવતા માણસ જ છે ને?

 6. urmila says:

  congratulations to apurva and his friends for performing this kindness
  to elderly people of the community – this is a good example for young
  generation of today who perhaps are lost in recognising their culture
  which is centuries old to look after their elderly parents instead of
  abounding them in the ‘homes for old people’ and discarding their moral
  duty.

 7. Vikram Bhatt says:

  Bravo Apoorva & his team. His silent work has inspired a lot of people to do good for the society. Keep it up. Such more motivational stories needs to be published.

 8. kunal says:

  ખરેખર મારા રુવાટા ઉભા થૈ ગયા. આતલુ સારો વિચાર મને કેમ ના આવ્યો મને મારિ જાત પર શરમ આવિ ગયિ. હમના તો હુ એક વિધ્યાર્થિ હુ. પન ભવિશ્ય મા ક્યારેક આવુ કઇ તો જરુર કરિશ .હા હુ તેમનિ એક વાર મુલાકાત કરિશ તેના માતે મારિ પાસે રુપિયા હોવા જરુરિ નથિ અને મારા ભેરુઓ ને પન સાથ માગિશ મને વિશ્વાશ ચ્હે મને સાથ મલસે….

 9. Riddhi says:

  પૈસાનો સદુપયોગ કેવિ રિતે કરવો એનુ સરસ ઉદાહરન આપિ જાય ચે… આવા લેખ જ્યોત થિ જ્યોત જલાવવા જેવુ કામ કરે ચે. આ ઘડિ એ મન મા શુભ સન્કલ્પ થાય ચે કે life મા આવુ કૈક્ કામ કરવુ ચે.

  Thanks for such a beautiful article.

 10. Saurabh Desai says:

  Apoorva u deserve ,appriciation what u have done.Your kind of people are inspiration for us.

 11. Dipesh Shah says:

  લખતા કદાચ વાર વાગે પન i realy wonder and realy if in my life i’ll get any oppurtunity i’ll defeinetaly going for that 100 salutes to Mr Apurva

 12. UrmiSaagar says:

  અપૂર્વને માટે પ્રસંશાના બધાય શબ્દો અપૂરતા જ પડે! એના જેવી વ્યક્તિ ઉંમરમાં ભલે નાની હોય પણ આવા કાર્યોથી એ ખરેખર મહાન બની જાય… અને પૈસા વગર તો એમનું કામ ક્યારેય અટકી શકે જ નહીં! ભગવાન સૌના અંતરમાં એવો શક્તિપાત્ કરે એવી પ્રાર્થના!

 13. Dhaval Patel says:

  Exellant Mr. Apurv. I don’t have any word for your work. But please give me a chance to do this type of work. I can’t give my time because I live in Australia. But please give me a chance to do some nice social work like you. You are really very much nice social work. My mobile no is +61433999880. Please I request to you that give me a chance to do work with you.

 14. sanjay bhatt from u.k says:

  અપુર્વ્,
  તે બહુ સરસ કામ કર્ય ચ્હે , અમારા થિ પન તને જે મદદ જોઇતિ હોય તે કહેજે
  sanjay

 15. Pravin V.Patel says:

  સાચા અર્થમાં ત્યાગી કહી શકાય એનું વિરલ ઉદાહરણ અપૂર્વ છે.
  સાચા વિરલા કોકજ. સંઘર્ષ કરીને બેપાંદડે થવા મથતા,તાતી જરુરિયાત હોવા છતાં
  હસતે મુખે ત્યાગ કરવો એ નાનીસુની વાત નથી.
  અપૂર્વ સાચેજ અ-પૂર્વ છે.
  શત કોટિ વંદન, એ મહાપુરુષને.

 16. Dilip Shukla says:

  Respected Apurve,

  Hates Off!

  You have established very good example. Dont you think we all should continue this? In case, you require ANY thing, (I will not use HELP as you are helpful person), mail me.

 17. su tamne nathi lagtu k apne ek aavu group banavavani jarur che ?

 18. Champions league final tickets 2008….

  Champions league final tickets 2008….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.