અનોખું મિલન – ગીતા ત્રિવેદી

[લેખિકા પોતે મુંબઈમાં લેખિકાઓને પ્રોત્સાહન આપતી ‘લેખિની’ નામની સંસ્થાના એડિટર છે. તેમના ‘કોરી આંખે ભીનાં ઉર’ નામના પુસ્તકમાંથી આ કૃતિ લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રીમતી ગીતાબહેનનો ખૂબ ખૂબ આભાર. ]

હું આજે બાલ્કનીમાં ઊભી રહી સોમેશની વાટ જોઈ રહી. આજે તેને આવતાં મોડું થયું હતું. તેને ચિંતા થવા લાગી, ત્યાં જ સ્કૂટરનો અવાજ આવ્યો. થોડીવારમાં બેલ વાગી. મેં બારણું ખોલ્યું અને સોમેશને પૂછ્યું, ‘આજે મોડું થયું ?’ ત્યારે તેણે ઑફિસમાં કામ વધુ હોવાનું કહીને બોલવાનું ટાળ્યું. અને ચૂપચાપ કપડાં બદલી ચાલ્યો ગયો. હું વિચારી રહી શું થયું હશે ? સોમેશને ! હું રસોડામાં ગઈ અને ચા બનાવી લાવી. તેણે ચૂપચાપ ચા પીધી અને ટી.વી. જોવા લાગ્યો. બાળકો પણ પોતપોતાની રૂમમાં લેશન કરતાં હતાં. તેણે સાંજની રસોઈની તૈયારી કરી.

જમી પરવારી તે બેડરૂમમાં આવી ફરી તેને પૂછ્યું : ‘શું વાત છે ? તું આજે ઉદાસ કેમ લાગે છે ?’ ત્યારે તેણે કહ્યું, ‘સંજના, મારે બીઝનેસ કરવો છે. તેના માટે પૈસા જોઈએ છે. તું તારા પપ્પા પાસેથી મને પૈસા લાવી આપ.’
આ સાંભળીને મને આશ્ચર્ય થયું. આ વાતનો શો જવાબ આપવો તે તેને સમજાયું નહિ. તેણે ધીમેથી પૂછ્યું, ‘પૈસા તો લઈ આવું પણ આપણે તે પાછા કેવી રીતે આપીશું. તું મને સરખી રીતે સમજાવ કે તુ શું કરવા માંગે છે ?’
ત્યારે તેણે ગુસ્સાથી કહ્યું, ‘પૈસા પાછા શેના માટે આપવાના. શ્રીધર શેઠને પૈસાની ક્યાં ખોટ છે. તું તારો ભાગ તેમની પાસે માંગ.’ હવે મને સમજાયું કે સોમેશ છેલ્લા કેટલા વખતથી પૈસાના અભાવથી વાત વારંવાર કેમ કરતો હતો. હું હંમેશા તેને સમજાવતી કે આપણે જે રીતે જીવીએ છીએ તેમાં ક્યાંય કોઈ ખામી નથી. જરૂર કરતાં વધારે પૈસા આપણા મનની શાંતિ છીનવી લેશે. ઈશ્વરે ઈશા અને અભિનવ જેવા બે સુંદર અને સમજુ બાળકો આપ્યા છે. આપણે દરેક રીતે સુખી છીએ. પણ પૈસાદાર બનવાની ઘેલછાએ તો આજે હદ કરી. લાલચના અજગરે તેની આજુબાજુ ભરડો લીધો હતો.

‘પૈસા લાવી આપીશ કે નહીં ?’ તેં જવાબ આપ્યો નહીં,’ તેણે કડવાશથી પૂછ્યું.
મેં કહ્યું : ‘હું ત્યાં આ રીતે મારો ભાગ માંગવા નહિ જાઉં.’ ત્યારે ઊભા થઈ બરાડો પાડતા તે બોલ્યો, ‘તો પછી સમજી લેજે આજ પછી તારા માટે પિયરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે.’ તેણે મારી દુ:ખતી રગ દબાવી. તેને ખાત્રી હતી કે આ અંતિમ હથિયાર વાપરવાથી હું તેની ગમે તેવી અજુગતી માંગણીને પણ પૂરી કરીશ. પરંતુ મેં મનને મક્કમ કરી લીધું અને કહ્યું કે, ‘આજ પછી હું મારા મમ્મીપપ્પાને ત્યાં ક્યારેય નહીં જાઉં. કારણકે મને મારા મમ્મી-પપ્પા કરતાં મારું સ્વમાન વધારે વહાલું છે. આટલું કહી હું પડખું ફરીને સૂઈ ગઈ અને મારા આંસુઓ વડે મારું ઓશિકું ભીંજાવા લાગ્યું જેમાં મારા મમ્મીપપ્પા અને ભાઈના સંબંધનું તર્પણ થઈ રહ્યું હતું. કારણકે હું જાણતી હતી કે હવે પછી મને તેમને મળવાનો મોકો ક્યારેય નહીં મળે.

તેણે તાબડતોબ તેની બદલી દૂરના શહેરમાં કરાવી જેથી હું મારા પિયરથી દૂર થઈ જાઉં. મારા મમ્મીપપ્પાના પત્રો અવારનવાર આવતા, ફોન પણ આવતા. મમ્મીને મારું અચાનક જવું વિચિત્ર લાગ્યું. મને જણાવ્યા સિવાય એક વખત તે મારે ત્યાં આવી. સોમેશ તે સમયે ઑફિસના કામ અંગે બહાર ગયા હતા અને બાળકો શાળાએ. મમ્મીને જોઈ હું રડી પડી અને કહ્યું : ‘મમ્મી મારાથી હવે તારે ત્યાં ક્યારેય નહીં અવાય. તું માની લે કે દીકરીને તે પરદેશમાં પરણાવી છે.’ મમ્મી મારી વાતને સમજી શકી નહીં. મેં તેને સોમેશે ભાગ માંગવાની જે વાત કરી તે કહી અને તેની પૈસાની માંગણીને કોઈપણ સંજોગોમાં પૂરી ન કરવા માટે મેં તેને વચન આપ્યું છે કે હું હવેથી તમને નહીં મળું.’
ત્યારે તેણે કહ્યું, ‘બેટા, જિંદગીમાં પહેલીવાર મને પૈસાદાર થવાનો અફસોસ થાય છે. જેને કારણે આજે મારે મારી દીકરી ગુમાવવાનો વખત આવ્યો.’
મેં તેને સમજાવ્યું, ‘મમ્મી તેને પાઠ ભણાવવા માટે આ જરૂરી છે. રોગને સારો કરવો હોય તો જડ સુધી પહોંચવું જ રહ્યું. અત્યારે લાલચે તેને અંધ બનાવ્યો છે આથી તે કશું જ જોઈ નહીં શકે. મારા આ કાર્યમાં તમે બધા સાથ આપશો એવી આશા રાખું છું. આટલું કહેતા તે મમ્મીના પગમાં પડી. મમ્મીએ તેને ઉઠાવી છાતી સરસે ચાંપતાં કહ્યું : ‘આજે તે મારી કુખની લાજ રાખી છે બેટા, જીવનમાં ખોટી વાત સામે ક્યારેય ઝૂકી પડવું નહીં.’ આટલું કહી તે તુરત જ પાછી ફરી.

મારું ડ્રોઈંગ સારું હોવાથી મેં ડ્રોઈંગ અને ક્રાફટના કલાસ ચાલુ કર્યા. મને ધારવા કરતાં વધુ સારો સહકાર મળ્યો. હું હવે મારા જીવનમાં ગોઠવાઈ ગઈ. પાંચ વર્ષ પછી મારા ભાઈના લગ્નની કંકોતરી આવી. મેં વાંચી અને બાજુ પર મૂકી દીધી. તેણે વાંચી અને મારી સામે જોયું. તેને એમ હતું કે હું હમણાં કહીશ કે આપણે લગ્નમાં ક્યારે જઈશું ? પરંતુ મારા ચહેરા પર કોઈ ભાવ ન જોતા તે ઝંખવાયો. કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. પરંતુ હવે તેને પોતાનો અહમ આડે આવતો હતો. બાળકો તો શરૂ શરૂમાં પૂછતાં કે, ‘મમ્મી આપણે મામાને ઘેર શા માટે જતા નથી ?’ હું તે વખતે જે સુઝે તે જવાબ આપી દેતી. પરંતુ ધીમે ધીમે તેમને સમજાઈ ગયું કે જરૂર કંઈક બન્યું છે. આથી તેઓ વધુ સવાલ પૂછી મને ગુંચવતા નહીં.

સમય પસાર થતો ગયો. બાળકોનું ભણવાનું પૂરું થયું. અભિનવ એન્જિનિયર થયા બાદ એમ.બી.એ. કરવા અમેરિકા ગયો. ઈશાનું ભણવાનું પૂરું થયું હવે તેના માટે છોકરા જોવાની શરૂઆત થઈ.
એક દિવસ ઈશાએ કહ્યું : ‘મમ્મી મારે લગ્ન કરવા નથી.’
ત્યારે મેં તેના માથે હાથ ફેરવતા પ્રેમથી પૂછ્યું : ‘કેમ બેટા, કોઈ છોકરો પસંદ છે ?’
ત્યારે તેણે કહ્યું : ‘ના મમ્મી, પરંતુ મને થાય છે કે મારે પણ જો તારી જેમ જીવવું પડે તો હું તો મરી જ જઈશ.’ આમ તે મારા ખોળામાં માથું મૂકી રડી પડી. મેં તેને ઊભી કરી તેના આંસુ લૂછ્યા અને કહ્યું, ‘બેટા, મેં જે અગ્નિપરિક્ષા આપી છે તે જરૂરી નથી કે તારે પણ આપવી પડે.’ આમ મેં ટૂકમાં મારી દીકરીને મારી પરિસ્થિતિથી વાકેફ કરી. તે મારી સામે આશ્ચર્યથી જોઈ રહી. જાણે કોઈ નવા જ સ્વરૂપે મને ન જોઈ રહી હોય !

દિવસો વીતતા અભિનવ પાછો ફર્યો. તેણે અહીંની મલ્ટીનેશનલ પ્રતિષ્ઠિત કંપનીમાં ખૂબ ઊંચા હોદ્દાની જોબ મળી. ઈશાના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી ‘સહજ’ નામના છોકરા સાથે થઈ ગયા. સહજ તેના નામ પ્રમાણે સ્વભાવે સહજ હતો. ઈશા તેના પરણીત જીવનમાં ખૂબ જ ખુશ હતી. તે અવારનવાર મળવા આવતી.

થોડા મહિના પછી ઈશાનું આવવાનું ઓછું થઈ ગયું અને ધીમે ધીમે લગભગ બંધ થઈ ગયું. સોમેશને અકળામણ થવા લાગી. મને પણ ખૂબ ચિંતા થવા લાગી. મેં બે-ત્રણ વખત ઈશાને ફોન કર્યો પણ તેણે બરાબર જવાબ આપ્યો નહીં. એક દિવસ સોમેશ ઈશાના ઘરે જઈ પહોંચ્યો કારણકે ઈશા તેને અભિનવ કરતાં વધારે લાડકી હતી. તેણે ઘરમાં સહજને જોતાં તરત જ પૂછ્યું :
‘સહજકુમાર, હમણાંના તમે અમારે ત્યાં કેમ આવતા નથી ? તમે તો જાણો છો કે ઈશાનું મોં જોયા વિના મને ચેન નથી પડતું.’ સહજ કંઈ પણ જવાબ આપે તે પહેલાં તેણે શ્રીધરશેઠને જોયા અને તેનાથી અચાનક પૂછાઈ ગયું.
‘પપ્પા તમે અહીં ?’
ત્યારે તેમણે કહ્યું : ‘સોમેશકુમાર, ફકત પંદર દિવસના દીકરીના વિયોગથી તમે વિહવળ બની ગયા તો છેલ્લા પંદર વર્ષથી મેં મારી દીકરીનું મોઢું નથી જોયું. તમને મારી લાગણીનો વિચાર ક્યારેય આવ્યો ? મારા ક્યા વાંકની સજા તમે મને આપી ?’
‘પપ્પા મને માફ કરો. આજે મને સમજાયું કે બાપ અને દીકરી વચ્ચે પ્રેમનો કેવો અદ્દભુત નાતો હોય છે.’ તેણે શ્રીધર શેઠના પગમાં પડતાં કહ્યું, ‘મેં તમને અને સંજનાને જુદા પાડ્યા છે. તમે અત્યારે જ ઘરે ચાલો.’ સોમેશે વિનંતીભર્યા સ્વરે લાગણીથી કહ્યું ત્યારે સહજે તેના સસરાને કહ્યું, ‘પપ્પા, આજે નહીં.’ એમ કહી આખી યોજના સમજાવી.

બે દિવસ પછી અમારા લગ્નની વર્ષગાંઠ આવી. સોમેશે મને કહ્યું : ‘આજે આપણે હોટલ આકાશદીપમાં જમવા જઈશું ?’ ત્યારે મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘કેમ ! દરેક વખતે તો આપણે સ્વપ્ન લોકમાં જઈએ છીએ.’ તેણે હસતાં હસતાં જવાબ આપ્યો : ‘ડીયર ક્યારેક સ્વપ્ના છોડીને હકીકતમાં આવવું જોઈએ.’ જો કે હું સોમેશના કહેવાનો અર્થ સમજી શકી નહીં. સાંજે તેઓ હોટલ પર આવી પહોંચ્યા…પણ અરે આ શું ? એમની જોડે તો મારા મમ્મીપપ્પા અને ભાઈ-ભાભી પણ હતા. હું તો આશ્ચર્ય મિશ્રિત આંખે જોતી જ રહી.

સોમેશે મને પૂછ્યું : ‘લગ્નની વર્ષગાંઠની ભેટ કેવી લાગી ?’ મને શું બોલવું તે સમજાતું નહોતું. અમે મમ્મીપપ્પાને પ્રણામ કર્યા અને ભાઈભાભીએ અમને પ્રણામ કર્યા. દરેકની આંખમાં અનરાધાર આંસુ વહી રહ્યા. લાગણીના આકાશમાં છૂટ છવાયા ઝાપટાંને કોઈ સ્થાન નહોતું. આ તો પંદર વર્ષના વિયોગને પળવારમાં કાપવાનો હતો ! સ્નેહવર્ષાએ બધાને તૃપ્ત કર્યા.

મમ્મીએ અમને બંનેને વીંટી ભેટમાં આપી ત્યારે સોમેશે કહ્યું : ‘મમ્મી, આપણી વચ્ચેથી આને મહેરબાની કરી ને દૂર રાખો. લાખોમાં એક એવી તમારી દીકરી તમે મને આપી તે જ ઘણું છે. મારા મનમાંથી લાલચનું ઝેર તમારી દીકરીના પારસસ્પર્શથી સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માટે તમારા અમૂલ્ય આશીર્વાદ આપો, મારા માટે એ જ કિંમતી ભેટ છે.’ હું તો સોમેશને જોઈ રહી. આજે તેમનું નવું સ્વરૂપ નિહાળી રહી. ‘શું વિચારી રહી છે સંજના ?’
સોમેશના સવાલે મને ચોંકાવી. તેણે મને કહ્યું : ‘આજના આપણા બધાના પુનર્મિલન માટે સહજકુમાર જવાબદાર છે.’ આમ કહી તેણે બધી વાત ટૂંકમાં મને જણાવી. સહજે કહ્યું, ‘મમ્મી, થોડા દિવસ ઈશાને ન મોકલી મેં તમને જે દુ:ખ પહોંચાડ્યું છે તેના માટે મને માફ કરો. પરંતુ મને જ્યારે ખબર પડી કે નાનાજી અને મારા દાદા સારા મિત્રો છે ત્યારે મેં દાદાને બધું સમજાવી દીધું.’

હું ફરી વખત રડી પડી….પરંતુ આ વખતે હર્ષના આંસુ હતા. લોહીના સગપણે ફરી બધાને એક કર્યા. આ ‘અનોખા મિલન’ ને પેલો આકાશનો ચંદ્ર ચુપચાપ માણી રહ્યો અને તેની ચાંદનીમાં બધા હર્ષ ભર્યા હૈયે પરિતૃપ્ત થઈ રહ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક અત્યંત પ્રશંસનીય કાર્ય – અજ્ઞાત
અદ્દભુત વાતો ! (ભાગ-1) – સંકલિત Next »   

21 પ્રતિભાવો : અનોખું મિલન – ગીતા ત્રિવેદી

 1. Ketan Tanna says:

  I salute to the attitude of a girl child, a good wife & mother described in this article, do such women really live now? Thank you very much for providing such a inspiring article.

 2. Shetal says:

  ખુબ જ સરસ વાર્તા …………
  પરન્તુ શોમેશ ને ભુલ ઘણી મોડિ ખબર પડી .

 3. Jay Dave says:

  kayare k ne kyar k to badha ne potani bhul samjay j che…koi ne modi ane koi ne vaheli pan samjay che jarur…khub j saras che..

 4. sonia says:

  thats really touching.

 5. Meena Rajgor says:

  khubj saras che. Somesa je pati hoya ke je 1 vakhat nee mangni pachee patnine sharirik tras na aape to pan aapna samaj ma ketliye dikareeo ne marvu na pade. asha rakhia k aa varta vanchine loko kai shikhe.

 6. pranav says:

  Really very touchy.

 7. payal dave says:

  gita ben lekh khub j saras che…
  kadach darek bhul karnara o ne potani bhul no aam j ahesas thay……..

 8. Jasmine Jani says:

  Dear Gitaben,
  arti
  Your story is heart touching. I wish to read more of your short stories. Thanks for bringing Chicago close to my matrubhoomi.

  I am happy that more new comers with wonderful talents are getting this oppertunity to bring the world closer.

  Keep on writing and we positively will read and enjoy…..

  Jasmine

 9. kunal says:

  kharekhar khub sundar milap . mara family ma pan aavu j kaik varso pehala banyu hatu mara foi ne laine je aa rite j milap mara mama e karavyo hato

 10. maya says:

  Geeta bahen,,

  bow j saras chee pand aapana samaj ma har bhog chhokri ae aapvopade chee ae janine man aakha samaj mate protest karvani icha rakhe chee..Aapdu samaj.aapda rivaj,aapdi sanskruti kem ghar ni grihini ne j bhog aapvo pade chee…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.