સાત પગલાં સર્વરમાં ! – તંત્રી

ત્રણ દિવસના વિરામ બાદ, પુન: એકવાર આપ સૌ વાચકમિત્રોનું રીડગુજરાતી પર સ્વાગત છે. આમ જુઓ તો કોઈપણ વિભાગમાં કોઈ ખાસ ફેરફાર આપને જણાશે નહિ, પરંતુ પડદા પાછળ ઘણું બધું બની ચૂક્યું છે ! સર્વરની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, આ ઉપરાંત Windows based hosting માંથી હવે Linux based hosting કરવામાં આવ્યું છે જેથી અમુક પ્રકારનું વિશેષ સંરક્ષણ અને સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય. આ સિવાય Serverside scripting languge ASP માંથી PHP માં રૂપાંતર કરવાનું કાર્ય હજુ ચાલે છે જેથી સાઈટનું પ્રથમ પાનું તેમજ અન્ય પાનાઓમાં થયેલો ફેરફાર આપ જોઈ શકો છો.

ટૂંકમાં, સરળ શબ્દોમાં કહીએ તો એમ કહેવાય કે નવા ઘરમાં પહોંચીએ ત્યારે સૌથી પહેલા રસોડું ગોઠવાઈ જવું જોઈએ, બાકીનો સામાન તો ધીમે ધીમે ગોઠવાય – બસ આ જ રીતે, આપણા મુખ્ય વિભાગો જેવાકે – સાહિત્ય, પુસ્તક પરિચય અને સાહિત્ય સમાચારને ગોઠવવાનું કામ મહદઅંશે પૂર્ણ થયું છે, એ સિવાય નાના મોટા કામો હજી ધીમે ધીમે ચાલ્યા કરે છે. લેખોને એના પ્રકાર પ્રમાણે ગોઠવવા અને સાઈટના અન્ય પેજીસ બનાવવા, તથા નવી સુવિધાઓ મુકવી વગેરે…. કાર્ય યુદ્ધના ધોરણે ચાલે છે. સાહિત્ય વિભાગમાં આજે એક નાનકડા લેખથી શરૂઆત કરીએ છીએ, અને આવતીકાલથી હંમેશાની મુજબ રોજ નવા બે લેખો સાથે ફરી મળીશું.

વાચકોને પડેલી તકલીફ બદલ ક્ષમા.

નોંધ : ટૂંક સમયમાં રીડગુજરાતીએ લીધેલા લેખકોના ઈન્ટરવ્યૂ તેમજ લેખકો સાથે લાઈવચેટ કરવાની સુવિધાઓ પણ આવી રહી છે. જેમાં દર મહિને એક લેખક સાથેનો વાર્તાલાપ અથવા ચેટ જે અનુકૂળ હશે તે પ્રમાણે મૂકવામાં આવશે. આ સુવિધાના શ્રીગણેશ આપણે સૌપ્રથમ લેખક ડૉ. શરદ ઠાકર સાથેની મૂલાકાતથી ટૂંક સમયમાં કરીશું.

આ ઉપરાંત, રીડગુજરાતીમાં જે-જે વાચકોએ પોતાની કૃતિ મોકલી છે તેઓની કૃતિ વિશ્વવ્યાપી બને તે માટે રીડગુજરાતી પોતાનું પુસ્તક આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રકાશિત કરી રહ્યું છે જેના વેચાણથી થયેલી રકમ, સાઈટને વધારે સારી અને ઉપયોગી બનાવવામાં કરી શકાય. આ બંને નવી સુવિધાઓ અંગે વિસ્તૃત વિગત યોગ્ય સમયે મૂકવામાં આવશે પરંતુ આ સુવિધાઓ અંગે આપ સૌ વાચકોનું મંતવ્ય હું ચાહું છું. અહીં કોમેન્ટમાં આપનો અભિપ્રાય કે સૂચનો જણાવશો તો મને વધારે આનંદ થશે.

તંત્રી :
મૃગેશ શાહ
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અદ્દભુત વાતો (ભાગ-2) – સંકલિત
કવિતાનો શબ્દ – શ્રી રાજેન્દ્ર શુક્લ Next »   

17 પ્રતિભાવો : સાત પગલાં સર્વરમાં ! – તંત્રી

 1. લેખકો સાથેના મૂલાકાતથી વાચકો ને આનંદ થશે…
  આભાર…
  રીડ… પ્રગતિ કરતુ રહે એ જ શુભેચ્છાઓ…

 2. અરે વાહ… ડો. શરદ ઠાકર અને અન્ય લેખકો સાથે live chat !! આજે તો તમે વગર દિવાળીએ બોનસની જાહેરાત કરી ને કંઇ.. ??

  સર્વરમાં જેમ સાત પગલા… તેમ જ સફળતાના દરેક શિખરો સર કરો એવી હાર્દિક શુભેચ્છા…!!

 3. Vikram Bhatt says:

  Eagerly awaiting for live chat with writers. It will be a big forward leap for regular readers as well as promising writers also. Good going. Keep it up.
  After kitchen arrangements, we are waiting for Drawing room upkeepment also.

 4. dhara shukla/swadia says:

  wow…..that’s really great.
  from last three days there was no readgujarati.com food so i felt i was on fasting.
  good going.
  all the best.
  dhara

 5. dr g. jiraj says:

  you are really great person…..otherwise in these kalyug who done all things without money…simply great person…mr. mrugesh shah….once again sallam….

  but mrugeshbhai, where is daily new joke? i m really really fond of your dialy new joke..can u please put it on “sahitya” vibhag so it is easy for us and makes good morning with good humour joke…..

 6. Vijay Shah says:

  અભિનંદન!
  ઘણુ સારુ કામ આપ કરી રહ્યા છો
  પબ્લીશીંગ તો આપ media પર કરી જ રહ્યા છો પેપર પર પબ્લિશીંગ તેનુ માર્કેટીંગ અને તે વહીવટ તમારી આજની કાર્ય દક્ષતા ન ઘટાડે તે જોવા વિનંતી.

 7. Pravin V. Patel says:

  “બીજાના ભલામાં આપણું જ ભલું છે.”
  –પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ.
  ભાઈશ્રી મૃગેશભાઈ,
  વડોદરાનું વટવૃક્ષ ચારેકોર ફેલાઈને પોતાની છત્રછાયા ફેલાવી રહ્યું છે.
  આપનો અભિગમ સર્વદેશીય છે. બીજાને આનંદ અને સુખ આપવાનો છે; અને તેથીજ પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપાથી આપના કાર્યની સુવાસ પ્રસરી રહી છે.
  નવી સગવડ બદલ આભાર અને સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન.

 8. Utkantha- Madhapar-bhuj(kutch) says:

  congrats!!!!!!! very nice result!!! and title too… may the steps turned in to 70000000000………

  i want to submit a book review. Please guide me.
  thanks and wish you best of luck….

 9. UrmiSaagar says:

  સાચી વાત કરી જયશ્રીએ… Amen!

  Congrats and best wishes to ReadGujarati!

 10. Neeta kotecha says:

  તમે જ અત્યર સુધિ અમ્ને બધને આપિયુ ત ઉત્તમ હતુ. અને હજિ આપિઉ એ અતિ ઉત્તમ ચે. બસ તમે ખુબ નવુ નવુ કર્ત રહો એજ શુભ કામના. સલામ તમને અને તમારા કાર્ય ને.

 11. Biren, Dhara says:

  મૃગેશભાઈ ની રીડ ગુજરાતી.કોમ દરરોજ સાત ઘણી પ્રગતિ કરે એવી શુભેચ્છા……….

 12. dhrutika says:

  EXCELLENT WORK!!!!!!!!!!!!!!!!!
  WISH YOU ALL THE BEST FOR EVERYTHING……….

  DHRUTIKA.

 13. Honey & Butter says:

  OMGGGGOMGGGGOMGG
  this is so great… wow.. superb.. i really wish that all of your wishes abt “readgujarati.com” wud come true, n it’ll since u r doing this fantastic job to keep it our language alive… =)
  congratualionssssss……….
  god bless you… (lol)

  – Honey & Butter.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.