અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ
અદના તે આદમી છઈએ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
ઝાઝું તે મૂંગા રહીએ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,
ખાણના ખોદનારા છઈએ;
હોડીના હાંકનારા, મારગના બાંધનારા,
ગીતોના ગાનારા થઈએ,
હે જી અમે રંગોની રચનાય દઈએ !
છઈએ રચનારા અમે છઈએ ઘડનારા,
તે સંહારની વાતું નહીં સહીએ !
જીવતરનો સાથી છે સર્જન અમારો:
નહીં મોતના હાથા થઈએ,
હે જી એની વાતુંને કાન નહીં દઈએ !
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
Print This Article
·
Save this article As PDF
શાળાના દિવસોની યાદ તાજી થઈ ગઈ.
સ્કૂલના કાવ્યોનુ એક સંકલન બહાર પાડવુ જોઈએ. બધા જ કાવ્યો એકસાથે…
નયન
મજા આવી ગઈ આ અદના આદમીઓને મળવાની.