કટાક્ષ કાવ્યો – સંકલિત
જાગને જાદવા ! – રતિલાલ બોરીસાગર
જાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા !
તુજ વિના સ્કૂલમાં કોણ જાશે ?
મેગી પિઝા અને કરકરા કુરકુરે,
‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે ?…. જાગ ને જાદવા….
લેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું
પડ્યું હોમવર્ક પછી કોણ કરશે ?…. જાગ ને જાદવા…..
બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,
દફતરનો ભાર તે કોણ વ્હેશે ?….. જાગ ને જાદવા…..
વાન આવી જશે, હોર્ન બહુ મારશે,
તુજ વિના ગિરદી કોણ કરશે ?…… જાગ ને જાદવા…..
સ્ટડીરૂમમાં વળી કવિતા ગોખતાં,
ફીલમી ગીતડાં કોણ ગાશે ?…….. જાગને જાદવા…..
ભણે સાગર વળી આટલું ભણ્યા પછી
નોકરીમાં તને કોણ લેશે ?…… જાગને જાદવા…..
કૃપા (હઝલ) – કિરણ ચૌહાણ
ઘર અમારા ઈંટ, રેતી, પથ્થરોની છે કૃપા,
કાંકરી ખરતી રહે, એ બિલ્ડરોની છે કૃપા.
યાદમાં તારી અમે જાગી રહ્યા એવું નથી,
માંકડોની મહેરબાની, મચ્છરોની છે કૃપા.
આગમન તારું થયું, સૌરભ બધે ફેલાઈ ગઈ,
આ વિદેશી કંપનીના અત્તરોની છે કૃપા.
ચોર ! તે બુઠ્ઠી છરીનાં જોર પર ચોરી કરી,
ગામનાં સૌ મૂછવાળા કાયરોની છે કૃપા.
શાયરીઓ, જે પ્રણયના ગેરલાભો સૂચવે,
પ્રેમમાં નિષ્ફળ ગયેલા શાયરોની છે કૃપા.
હવે તો પરણવું જ છે (હઝલ) – કિરણ ચૌહાણ
આટલો વૈભવ હશે તો ચાલશે,
બે ઘડીનો લવ હશે તો ચાલશે.
જોઈએ કન્યા, નથી ગુણની જરૂર,
જીવતું તાંડવ હશે તો ચાલશે.
સાસુજી દેવી સરીખા જોઈએ,
જો સસુર દાનવ હશે તો ચાલશે.
એક પણ સાળો ન હોવો જોઈએ,
સાળીઓ નવ નવ હશે તો ચાલશે.
બસ પરણવું છે હવે જે થાય તે,
રોજનો વિપ્લવ હશે તો ચાલશે.
મૉડર્ન છોરાં – દિનેશ શાહ
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી દિનેશભાઈ શાહ (રીસર્ચ સાયન્ટીસ્ટ, ફ્લોરિડા) નો ખૂબ ખૂબ આભાર.]
અમે મગનમાંથી મેક થઈએ ને છગનમાંથી જેક થઈએ
ઓ ભાઈ આપણ મૉર્ડન છોરાં થઈએ……. ઓ ભાઈ….
ગામડાંની વાતો ને ગામડાંના ગીતો
ભેંસો બકરા ને રંગેલી ભીંતો
ભૂલીને અમેરિકા જઈએ………………ઓ ભાઈ……
આસોપાલવને આંબાની ડાળી
થાક્યો હવે હું ભીલોને ભાળી
સઘળું છોડીને જઈએ………………….ઓ ભાઈ……
ન્યુયોર્કના હાઈવે ને ખૂબ ઊંચી મેડિયું
ગભરાતો માંહ્યલો ને ઢીલી થતી કેડીયું
સિગરેટ ફૂંકતા જઈએ…………………..ઓ ભાઈ…….
તુલસી મૂકીને અમે ભોજન ખાતાં
મરઘીના ઈંડાને અડકીને ન્હાતા
હવે ચીકન વિના કશું ન ખઈએ……….ઓ ભાઈ……
માખણ છોડી હવે ક્રીસ્કો ખાતાં
મુંબઈ ભૂલી હવે ફ્રીસ્કો જાતાં
ભજન ભૂલીને રોક ગઈએ……………….ઓ ભાઈ……
જન્મ્યા ભલે આપણ ભારત દેશમાં
રહેવું છે આપણે આ ઠંડા પ્રદેશમાં
હવે વ્હીસ્કીના ઘૂંટડા લઈએ…………….ઓ ભાઈ……
કૂકડા અવાજે સવાર થઈ જાણું
ગરમ ગરમ ચાને હું ફાકતો ચવાણું
હવે સિરિયલના ફાકા લઈએ……………ઓ ભાઈ……..
કોણ હતા માસાને કોણ હતા મામા
નાખતો હતો હું સૌની ઘેર ધામા
સઘળું ભૂલીને મજા કરીએ……………..ઓ ભાઈ………
સસ્તી ચીજો હવે હું સેલમાંથી લાવું
બબલાની બાને હની કહી બોલાવું
હવે સઘળાને હાય હાય કરીએ………….ઓ ભાઈ………
બંધુ કે ભેરુ હવે યાદ ન આવતા
બેન બનેવી હવે ભારરૂપ લાગતા
ફકત આપણું સંભાળીને રહીએ…………ઓ ભાઈ………
મા ને બાપ હવે કટકટિયાં લાગતા
સગા જોઈ આપણ દૂરથી ભાગતા
પણ સાસરિયાની જે ગઈએ……………..ઓ ભાઈ…….
Print This Article
·
Save this article As PDF
અરે વાહ.. આજે તો મજા આવી ગઇ.. ( આમ તો જો કે કયા દિવસે નથી આવતી ? રોજ જ તો તમે મજા કરાવો છો.. )
એક સાથે આટલી બધી હઝલ…
બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,
દફતરનો ભાર તે કોણ વ્હેશે ?
સાસુજી દેવી સરીખા જોઈએ,
જો સસુર દાનવ હશે તો ચાલશે.
એક પણ સાળો ન હોવો જોઈએ,
સાળીઓ નવ નવ હશે તો ચાલશે.
મૉડર્ન છોરાં – દિનેશ શાહ ની આ વાત અહીઁયા ભલે હસવામા લીધી હોય… પણ અમેરિકામાં જોવા મળતી આ ઘણી સામાન્ય વાત છે.
શ્રી રતિલાલ બોરીસાગરનું આક્ટાક્ષ કાવ્ય થોડા સમય પહેલા વાંચેલુ અને આજે ફરી અહીં વાચતા મજા આવી…
કિરણભાઇ ચૌહાણની હઝલો – કૃપા અને (પૈણ ઉપડેલા યુવાનની હાસ્યસભર વ્યથા ) હવે તો પરણવું જ છે… સુંદર…
દિનેશભાઇ ની મૉર્ડન છોરા પણ સરસ છે…
આભાર…
Nice poems!
I had heard “Modern Chhora” long time ago in Shree Purushottam Upadhyay’s coice. He had composed it very appropriate to the mood of the poem. Nice one!
LOLOLOLOLOLOLOLOL…………
=)) :))
awesome job…
but like jayshree said above, abt Modern chora.. i agree with her…
aajni savar sudhri gayi. aabhar
U r a great person. dont u expect anything from any one. U r value will not change.
મૉર્ડન જમાનો છે એટલે મૉર્ડન જ વાતો હોય
મજાનિ વાત્
મજા આવી ગઈ.
જુવાન હૃદયની વાત તમે શબ્દો થી સારી રીતે વર્ણવી શક્યા છો. છતાંય ગુજરાતી અસ્મિતાનો રંગ એમાં પ્રકાશિત થાય છે. આભાર.
વાહ વાહ…… !!! મજા આવી ગઈ…
Its fantastic.I just came back but few of my friends are still there in london so I would like to dedicate this poem to them
To Jaysree and Gira,
Whethre its America or Gujarat, I think it depends on individual.
Fantastic poems..
Regards,
Percocet without a prescription cheap….
Percocet….