વાચકોની સુંદર કૃતિઓ – સંકલિત
તું મળે – ગુંજન ગાંધી
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ગુંજનભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]
એક ગુલમ્હોર આંખને કનડે કહુંને તું મળે.
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે.
એક તો તને હું ‘રેશમ’ કહું કે ‘તું’, એનીજ ગડમથલમાં રહું છું,
ને પછી અહીંયા હઉં કે સ્વપ્નમાં, તારી જ દડમજલમાં રહું છું.
એક કોયલ બાગમાં ટહૂકે કહુંને તું મળે.
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે
આપણે મળીએ એ મોસમને બધાએ ‘વાસંતી’ કંઈ નામ દીધૂં છે.
ધારોકે તું ના હોય એવા સમયને ‘પાનખર’ કહેવો એમ કીધૂં છે.
એક વાદળ આભને અડકે કહુંને તું મળે.
સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે
ત્રાસવાદને…. – સૌપ્રિય સોલંકી “શૈલ”
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સૌપ્રિય ભાઈનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. ]
રહેવા દે ! રહેવા દે ! ઓ ક્રૂર માનવી,
શીદને આચરે છે આ સંહારલીલા ઘાતકી.
દિવ્ય વસુંધરા તુ જ પાલવ, થયો રક્તથી રંજીત,
અરે ! ઓ કાયર તોયે રહ્યો તું દયાથી વંચિત.
ત્રાહીમામ, ત્રાહીમામ સંભળાય પોકાર વાયુમાં,
ત્રાસ, ત્રાસ તણી પીડા જગને દેખાય આ ત્રાસવાદમાં.
નથી ધર્મ, નથી કર્મ, નથી મર્મ – આ ત્રાસવાદને,
નથી હિંમત, સામી છાતીએ લડવા, આ ત્રાસવાદને.
નથી સગા, નથી સહોદર, નથી મા-બાપ, આ ત્રાસવાદને,
નથી સંસારનાં જીવોનાં જાનની કિંમત, આ ત્રાસવાદને.
સુંદર નયન રમ્ય સ્વર્ગ સમી, દીસતી દિવ્ય વસુંધરા,
દાનવોની પાસવી સંહારલીલામાં, સાણસે સપડાય વસુંધરા.
જેણે આપ્યું સર્વ સજીવ સૃષ્ટિને, અર્પ્યું પોતીકું ગણી,
જે સનાતન સકળ સૃષ્ટિનાં, વિશ્વકર્મા તું ધણી.
કોનું જગ, કોનું સ્વર્ગ, કોઈનું કશું ક્યાં રહ્યું છે છેક,
જ્યાં જુઓ ત્યાં નરક નરક, પ્રભુ તું જ હસતો મરક મરક !
ઝાકળ ભીનાં પારિજાત (ક્લિક કાવ્યો) – રમેશ પટેલ
[શ્રી રમેશભાઈ સુરતના નિવૃત શિક્ષક છે. તેઓશ્રીને ઈ.સ. 1998 માં ગુજરાત સરકાર તરફથી તેમજ ઈ.સ 2000 ના વર્ષમાં ભારત સરકાર તરફથી ‘બેસ્ટ ટિચર’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સાયન્સ, જનરલ નોલેજ, કાવ્યો અને નાટકો પર તેમના 25થી વધુ પુસ્તકો છે. રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 261 2781920 ]
[1] એક ફુલ
ઝાકળના ટીપાંને
લોકરમાં મૂકવા ગયું !
[2] સૂરજ
ધુમ્મસના ગોગલ્સ
પહેરી જોયા કરે
પોતાના
અસંખ્ય પ્રતિબિંબ
ઝાકળમાં !
[3] ગાયને
કતલખાને લઈ જતી
ટ્રકની
આંખોમાં એક મુઠ્ઠી ઝાકળ !
[4] ઝાકળ ભીની
સવાર
સુંઘે છે –
શિયાળાનો તડકો !
[5] કવિએ
જાગીને જોયું તો
ટેરવે ઝાકળ !
[6] શિયાળાની સવારે
લખેલી
સુવાસિત –
કવિતા છે ઝાકળ !
[7] વૃક્ષના ટેરવે
ઝાકળ બની ગયું ટહુકતું –
મોતી !
[8] શિયાળાની સવારે
સૂરજની મુઠ્ઠી
ખોલી
તો…..
ઝાકળ !
[9] શિયાળાની સવાર
નિરામય રહેવા
પીએ છે –
ઝાકળ !
પૂરવનો જાદુગર – દેવિકા રાહુલ ધ્રુવ
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી દેવિકાબહેનનો (હ્યુસ્ટન, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]
પૂરવનો જાદુગર આવે
છાબ કિરણની વેરે,
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે, કાલની વાતે
આશા નવી કો’ લાવે,
મંચ આકાશે નર્તન કરતે
રંગ અનોખા વેરે.
કોમળ સવારે, તપ્ત મધ્યાન્હે
શીળો બને સમી સાંજે,
સુદૂર સાગરે ડૂબી અન્તે
પુન: પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો
ખુબ ખુબીથી ખેલે,
પૂરવ દિશાનો સૂરજ ઉગે
છાબ કિરણની વેરે.
Print This Article
·
Save this article As PDF
રણ મા મલ્યુ ગુલાબ્
very nice words..The CLICK POEMS are very well written..shiyaro niramay rehva zakar pie.. beautiful expression!
વોવ્! ઇત્સ ગ્૮!!! ગોૂદ વોર્દિન્ગ્સ્. ગોૂદ લુક તો યોઉ. બ્યેઈ
સુ સરસ મજાનુ કાવ્ય લખે ચ્હે તુ સૌપ્રિય મજા નિ કવિત ચે.મજા આવિ ગૈ .
i dont know to write Gujarati, but it is very good thinking.
i like this site. and i love this site ya solanki this is very nice wording here.
keep it up
enjoy life.
rahul mevada
સુંદર સંકલન…
ગુંજનભાઈ, સૌપ્રિયભાઇ અને રમેશભાઈ, સર્વેને અભિનંદન…
Nice poems, especially the beautiful ones describing the beauty of nature in the morning,
“Purav No Jadugar” by Devikaben and “Zakal” by Rameshbhai.
“Zakal” by Rameshbhai was an excellent!
સુંદર સંકલન… રચનાકારોને અભિનંદન…
I loved reading “Purav no Jadugar”.
Excellent.
Devika You are great! Very nice and touchy creation. Write some more for my website also.
hi my friend i cant underastnd gugarthi but what ever u have said i true and is un real i mean it is great to hear. U r my true friend and a good friend words simply cant express what one wants to say. It is the same case with me. u r always great and u will always do great.
HI frnd,
These poem r excllent. i luv poems, mostlly i luv first poem ” Gulm0harwali”. really its to00 gud.pls send this type of poem .
Thnxs
U tc
byyyeeee….
Ur Frnd….. kavita
I can’t find yout E-mail on this page. Could you make it easy for me.
very nice poem mite,
keep it up,
kiran,
Australia
Dear Saupriya,
You are a great poet. Really, you have done a great job for our Gujarati Literature. I am really very happy on you.
Thank you very much and I hope that you can get success and success….
From,
Dhruvil
Dear Saupriya,
Really it’s a good poem and I have enjoyed a lot. Keep going mate.
Nikhil Patel
Saupriya,
Your poem is very nice.
Swati
Saupriyabhai,
Very good poem… Keep going brother…
Cheers,
Ambrish
આમજ લખતા રહો…આભાર….
G’day Friends,
Greetings from Saupriya.
I am really very thankful to those friends who encouraged me and specially also thankful to my friends who wrote comment on my poem, Mayur Patel, Sundar, Rahul, Amit, Kiran, Dhrulvil, Swati, Nikhil and Ambrish. Moreover, I am also very thankful to Mrugesh Shah, because of him you can read this poem on this site. So, thank you very much all friends. If you have any suggestion, please feel free to contact me on my e-mail address, saupriya_r@yahoo.com.au
Thanking you,
Warm Regards,
Saupriya Solanki
Saupriya,
Your poem is great. You filled all your feelings in your poem. Really, I enjoyed it.
Thanx
From,
Priyanka
Dear Saupriy,
You are a great poet. You’ve done a great job for Gujarati Literature and that one is live example of your great job. Keep writing and do good for Gujarati Literature.
Cheers,
Supriya
Saupriya,
This one is very good poem. It’s a very nice ideas which are you have drawn in it. Keep going
તમારઓ પ્રયાસ ખઉબજ ગ મ્યો.
આભાર.
KYA BAT HAI…
Dear Gunjan bhai…lovely poem….great!!!