મન કહે તે માન – કિરીટ ગોસ્વામી
મન કહે તે માન તો તકલીફ જેવું કંઈ નથી,
તું, તને પહેચાન તો તકલીફ જેવું કંઈ નથી.
લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી.
પ્રેમ-ભીની પાંપણો પાસે ઝૂકી જા, પ્રેમથી;
મૂક સઘળાં માન તો તકલીફ જેવું કંઈ નથી.
ઝંખના આ વિશ્વમાં સ્થાયી થવાની છે દુ:ખદ,
થા અહીં મહેમાન તો તકલીફ જેવું કંઈ નથી.
છે પરમ-સુખ બસ, પરમને પામવાની વાતમાં,
ધર પળેપળ ધ્યાન તો તકલીફ જેવું કંઈ નથી.
Print This Article
·
Save this article As PDF
બહુ જ સરસ ગઝલ !
આવુ આદ્યાત્મિક ઉંડાણ ભાગ્યેજ કવિતામાં જોવા મળે છે.
gahan bhavarth bharpur gazal
સુંદર વાત કરી કિરીટભાઈએ!!
જો મનની વાત માનીએ તો કદી દુખી ન થવાઈ!!
તોરા મન દપૃણ કહેલાયે!!