આપણે ભરોસે – પ્રહલાદ પારેખ

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ….

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાન ને
આપણે જ હાથે સંભાળીએ.

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર ?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ !

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ
સો વરસનો થા – ઉમાશંકર જોશી Next »   

7 પ્રતિભાવો : આપણે ભરોસે – પ્રહલાદ પારેખ

 1. Neela Kadakia says:

  તારા મારગમાં છે ઘોર અંધારું દિવો ચેતવી લે
  પ્રહ્લલાદભાઈની આ રચના યાદ આવી ગઈ. અરે! હું તો એમની વિદ્યાર્થીની હતી. તેમના પિરીડયરમાં મને ગાવા બોલાવતાં. કેમ ભુલાય એ દિવસો ? કેમ ભુલાય એમની પ્રાર્થનામાં ગાયેલું ભજન? ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો.’ હા હું મોર્ડન સ્કુલ [મુંબઈ]ની વિદ્યાર્થીની તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું.

  ‘નમન કરું હું નત મસ્તકે તમને
  કેમ ભુલાય તમારી સાલસ અમને?’

  નીલા

 2. nayan panchal says:


  કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
  કોણ લઈ જાય સામે પાર ?
  એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
  આપણે જ આપણે છઈએ !

  હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.”

  કશુ કહેવુ નથી.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  આપ સમાન બળ નહીં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.