વિજ્ઞાન અને ઈશ્વર – ડૉ. પ્રદીપ પંડ્યા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ. પ્રદીપભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]
એક કૉલેજમાં એક પ્રોફેસર ફિલોસોફી પર પ્રવચન આપી રહ્યા હતા. વિષય હતો – ‘વિજ્ઞાન અને ઈશ્વર વચ્ચેના પ્રશ્નો.’
પ્રોફેસર : તો તમે ઈશ્વર – અલ્લા – ગોડમાં માનો છો ?
વિદ્યાર્થી : ચોક્કસ સર.
પ્રોફેસર : શું ઈશ્વર સરસ છે ?
વિદ્યાર્થી : ચોક્કસ
પ્રોફેસર : શું ઈશ્વર સર્વશક્તિમાન છે ?
વિદ્યાર્થી : હા
પ્રોફેસર : મારો ભાઈ કેન્સરમાં મૃત્યુ પામ્યો હતો. મેં ઈશ્વરને પ્રાર્થના કરી હતી. મોટા ભાગની વ્યક્તિઓ માંદગી સમયે ઈશ્વરને પ્રાર્થના કરે છે. તેને મદદ ન કરી. તો પછી આ ઈશ્વરને સારો કેમ કહી શકાય ?
વિદ્યાર્થી : (ચૂપ)
પ્રોફેસર : શું સેતાન સારો છે ?
વિદ્યાર્થી : ના
પ્રોફેસર : સેતાન ક્યાંથી આવે છે ?
વિદ્યાર્થી : ઈશ્વર પાસેથી.
પ્રોફેસર : સાચી વાત છે. હવે મને કહે, શું વિશ્વમાં ખરાબ તત્વ છે ?
વિદ્યાર્થી : હા
પ્રોફેસર : ખરાબ તત્વો સર્વવ્યાપી છે, બરાબર ? અને ઈશ્વર જ બધું સર્જન કરે છે, બરાબર ?
વિદ્યાર્થી : હા
પ્રોફેસર : તો પછી ખરાબ તત્વનું સર્જન કોણે કર્યું ?
વિદ્યાર્થી : (ઉત્તર આપતો નથી.)
પ્રોફેસર : શું બિમારી છે ? દર્દો છે ? મૃત્યુ ? ઘૃણા-ધિક્કાર ? ગંદકી ? આ બધી જ ભયંકર વસ્તુઓ વિશ્વમાં છે – બરાબર ?
વિદ્યાર્થી : હા
પ્રોફેસર : તો પછી આ બધું કોણે બનાવ્યું ?
વિદ્યાર્થી : (ચૂપ રહે છે.)
પ્રોફેસર : વિજ્ઞાન કહે છે કે શરીરમાં પાંચ ઈન્દ્રિયો છે જેને તમે ઓળખી શકો છો અને વિશ્વમાં જોઈ શકો છો. મને હવે કહે કે તે ઈશ્વર-અલ્લાને જોયો છે?
વિદ્યાર્થી : ના, સાહેબ
પ્રોફેસર : મને કહે કે તેં તારા ઈશ્વરને કોઈ દિવસ સાંભળ્યો છે ?
વિદ્યાર્થી : ના
પ્રોફેસર : શું તેં ક્યારેય ઈશ્વરનો સ્પર્શ કર્યો છે ? સ્વાદ માણ્યો છે ? સુગંધ માણી છે ? શું તને કદી પણ તેનો અનુભવ થયો છે ?
વિદ્યાર્થી : ના સાહેબ, આમાંથી કંઈ પણ મેં અનુભવ્યું નથી.
પ્રોફેસર : આમ છતાં પણ તું ઈશ્વરમાં માને છે ?
વિદ્યાર્થી : હા
પ્રોફેસર : અત્યારના પ્રમાણો પદ્ધતિઓ ચિંતન જોતાં વિજ્ઞાન કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ શક્ય નથી. આને માટે તારે શું કહેવું છે ?
વિદ્યાર્થી : કંઈ જ નહિં, મારી પાસે ફક્ત શ્રદ્ધા છે.
પ્રોફેસર : શ્રદ્ધા ? વિજ્ઞાનને આ જ પ્રશ્ન મુંઝવે છે.
વિદ્યાર્થી : સર, ઉષ્મા, ગરમી, જેવી કોઈ વસ્તુ છે ?
પ્રોફેસર : હા
વિદ્યાર્થી : અને ઠંડી જેવી પણ કોઈ વસ્તુ છે ?
પ્રોફેસર : હા
વિદ્યાર્થી : ના સાહેબ, એવી કોઈ વસ્તુ નથી. (આખો વર્ગ સ્તબ્ધ બનીને આ વાતચીત સાંભળી રહ્યો હતો. બનાવો બદલાતા જતા હતા.)
વિદ્યાર્થી : સર, તમારી પાસે ગરમી છે, તેની માત્રાઓ છે. સુપરહીટ, મેગાહીટ, શ્વેત ગરમી, ગરમી નહિ. પરંતુ આપણે જેને ઠંડક કહીએ છે, તે નથી. આપણે 458 અંશ થી વધુ નીચે જઈ શકીએ છીએ પરંતુ તે પછી ? કંઈ જ નહીં. ઠંડક જેવું છે જ નહિ. ગરમી-ઉષ્માનો અભાવ એટલે ઠંડી. ઠંડી તે ગરમીની વિરુદ્ધ નથી, તેનો અભાવ છે.
(હોલમાં ટાંકણી પડે તેવી શાંતિ પથરાઈ ગઈ હતી.)
વિદ્યાર્થી : સર, અંધકાર એટલે શું ? શું અંધકાર જેવી કોઈ વસ્તુ છે ?
પ્રોફેસર : હા. રાત્રી તે અંધકાર નહિ તો બીજું શું છે ?
વિદ્યાર્થી : ફરી તમે ખોટા છો. અંધકાર એ કોઈક વસ્તુનો અભાવ છે. તમારી પાસે આછો પ્રકાશ, પૂર્ણ પ્રકાશ, સામાન્ય પ્રકાશ, વિજળી વિ છે. પરંતુ પ્રકાશનો સંપૂર્ણપણે અભાવ હોય તો તે અંધકાર છે. બરાબર ?
પ્રોફેસર : હા પણ તું કહેવા શું માંગે છે ?
વિદ્યાર્થી : મારો મુદ્દો તે છે કે તમારી ફિલોસોફી – ચિંતન ખોટું છે.
પ્રોફેસર : ખોટું છે ? કઈ રીતે ?
વિદ્યાર્થી : સર, તમે હંમેશા ‘બે’ નો ઉપયોગ કરો છો. તમે કહો છો કે જિંદગી છે તો મૃત્યુ છે, સારો ઈશ્વર અને ખરાબ ઈશ્વર. તમે ઈશ્વરને એક સીમા છે તે રીતે જુઓ છો. જેને માપી શકાય. સર વિજ્ઞાન – એક વિચાર આવે છે તેને પણ સમજાવી શકતું નથી. તે વિજળી અને ચૂંબકીયતાનો ઉપયોગ કરે છે, જેને તમે કદાપી જોયા નથી કે થોડાક પણ સમજ્યા નથી. મૃત્યુ તે જિંદગીની વિરુદ્ધ છે, તેમ કહેવું તે અજ્ઞાનતા છે. કારણકે જિંદગી વગર મૃત્યુ શક્ય નથી. મૃત્યુ તે જિંદગીની વિરુદ્ધ નથી, ફક્ત તેનો અભાવ છે. હવે પ્રોફેસર – સર, મને કહો કે તમે ઉત્ક્રાંતિ શીખવો છો ને કે માનવીનો ઉદ્દભવ વાંદરામાંથી થયો છે ?
પ્રોફેસર : તું જો કુદરતી ઉત્ક્રાંતિનો વિચાર કરતો હોય તો ઉત્તર હા માં છે.
વિદ્યાર્થી : શું તમે, તમારી નરી આંખે ઉત્ક્રાંતિ જોઈ છે ? (પ્રોફેસરે સ્મિત સહ ના પાડી, હવે તેઓને લાગતું હતું કે આ વિદ્યાર્થી કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.)
વિદ્યાર્થી : જો તમે કદાપી ઉત્ક્રાંતિને જોઈ ન હોય અને તે પણ સાબિત કરી શકતા ન હોય કે તે એ જ રીતે આગળ વધે છે, તો પછી તમે વૈજ્ઞાનિક નથી પરંતુ એક ઉપદેશક છો – બરાબર ?
(સમગ્ર વર્ગમાં ઉહાપોહ થાય છે.)
વિદ્યાર્થી : શું આ વર્ગમાં કોઈ પણ એવી વ્યક્તિ છે જેણે પ્રોફેસરનું મગજ જોયું છે ?
(સમગ્ર વર્ગમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.)
વિદ્યાર્થી : શું કોઈએ પ્રોફેસરના મગજને સાંભળ્યું છે ? અનુભવ્યું છે ? સ્પર્શ કર્યો છે ? સુગંધ માણી છે ? કોઈએ પણ એનો અનુભવ કર્યો નથી, તો પછી તમાર જ પ્રમાણોને લઈને કહી શકાય કે તમારામાં મગજ જ નથી. તો પછી મને માનપૂર્વક કહેવા દો કે શું અમારે તમારા પ્રવચનો પર વિશ્વાસ રાખવો જોઈએ ? (વર્ગમાં શાંતિ પૂર્ણ હતી. પ્રોફેસરે વિદ્યાર્થી સામે જોયું)
પ્રોફેસર : મને લાગે છે કે તમારે તે વાત શ્રદ્ધાથી લેવી જોઈએ.
વિદ્યાર્થી : સર, મારે તમને એ જ કહેવું છે. માનવી અને ઈશ્વર વચ્ચેની સાંકળ શ્રદ્ધા છે, તે જ સમગ્ર વિશ્વને ચેતનવંતુ રાખે છે.
– અને તે વિદ્યાર્થી હતો ભારતના રાષ્ટ્રપતિ એ.પી. જે. કલામ
જલનમાતરીનો આ શેર એટલે જ અદ્દભુત બની જાય છે :
શ્રદ્ધાનો જો હોય વિષય તો
પુરાવાની ક્યાં જરૂર છે
કુરાનમાં ક્યાંય પયગંબરની સહી નથી.
તે સાથે મારું એક મુક્તક છે…..
હું બદ્રી-કેદાર ને નમન કરતો જ નથી
પણ, જે શ્રદ્ધાથી માનવી,
બદ્રી-કેદારને નમન કરે છે
તે શ્રદ્ધાને, હું નમન કરું છું.
Print This Article
·
Save this article As PDF
shraddha vadhare majbut karave evo prernadayi lekh
Very True
બુધ્ધિનું શિર શ્રધ્ધા
હોવું જોઇએ – તૈત્તિરીયોપનિષદ.
આપને બધાં જ શ્રધ્ધથી જ
જીવીએ છીએ. દા. ત પાણી ભરવાની ડોલ
ને ડોલ જ કહીએ છીએ. ગધેડો નહી?
શા માટે અમુક આકારને તે જ
નામે બોલાવીએ? મમ્મીએ, પપ્પાએ
કે બધાએ કહ્યું તેથી? તો તે બધા
પરની શ્રધ્ધા બતાવે છે.
દાદાના પપ્પાનું નામ “ફલનું”
હતું, કે સાત પેઢીના નામ “આમ આમ ..”
છે. તે પણ આપણે માની લઈએ છીએ.
કોઈ કહે કે “અમેરિકા દેશ છે.”
શું આપને કહીએ છીએ કે મને બતાવે
તો જ માનું? દરેક જ્ણ
શ્રધ્ધાથી જ જીવે છે.
I was just wondering when and where this happened with APK Abdul Kalam?
I think that is a bit of exaggeration!!
ક્યા અને ક્યારે બન્યુ નિ પલોજલ મા પડવા કરતા છોકરા નિ બુધ્ધિ ને સલામ..ફક્ત સાર વિચારો જ જરુરિ નથિ..તેને વ્યકત કરતા આવઙવુ પણ જરુરિ છે…કલામ ને સલામ….
Insan ke Manas potani jindgi be pag per vitave chhe and te chhe “SHRADHHA” ane “VISHVAS”, aa ek sanatan satya chhe.
દિપીકા પટેલ, અભિનન્દન. ઘણી જ સાચી વાત કહી.
અને ખરેખર કલામ ને સલામ.
remember our raaj mudra… Satyamev Jayate!! Or is it “Pothi ma na ringana?”
We should not be taking credit for others’ work, right? I have read ‘Wings of Fire’ atleast 5 time and never it is mentioned, as far as i remember.
શ્રદ્ધા જ દરેક વસ્તુ નું ચાલક-બળ છે. પછી ભલે તે ઇશ્વર પ્રત્યેની હોય, આપણા કાર્ય – ધયેય પ્રત્યેની કે પછી કોઇ વ્યક્તિ પ્રત્યેની.
ખુબ જ સાચી વાત ….
Science is developed by human for development of Human. And those who know the difference between “Shraddha” and “Andhshraddha” do not debate on topics of Existance of God. Ultimately There are pros and Cones in Science also ( Like Nuclear medicines and Nuclear Bomb) . So never debate but to prevent the superstitions wherever possible.
Percocet aspirin….
Percocet withdrawal symptoms. Adrenaline levels after percocet….
Ephedra….
Chronic ephedra abuse. Liquid ephedra. Ephedra ban illegal to posses. Ephedra….