- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીનું મુખ્ય પાનું તેમજ તેના અન્ય વિભાગો આજથી એક નવા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ નવી ડિઝાઈન બનાવવામાં ઘણો સમય ગયો છે તેથી વાચકોએ મોકલેલી કૃતિઓની સમીક્ષા કરી શકાઈ નથી તો તે માટે થોડો સમય રાહ જોવા વિનંતી.

આ નવા સ્વરૂપને મુકતા પહેલા કાલ રાતથી જુદી જુદી રીતે ટેસ્ટ કરવાનો હોઈને આજના લેખોનું કાર્ય પણ સ્થગિત કરવું પડ્યું છે જેથી આજે નવા લેખો આપી શકાયા નથી. આવતીકાલથી રાબેતા મુજબ બે નવા લેખો સાથે મળતા રહીશું.

હજી આ નવા ‘લે-આઉટ’ માં નાની-મોટી ઘણી સુવિધાઓ ઉમેરવાની બાકી છે જેમ કે ગુજરાતી સાહિત્ય જગતનું લીસ્ટ,  લેખો મોકલવા માટેની આવશ્યક સુચનાઓ વગેરે વગેરે. સમયની અનુકુળતા મુજબ શક્ય એટલી સુવિધાઓ વધારવાનો પ્રયાસ કરતો રહીશ, પણ હા, તે માટે આપના સૂચનો ચોક્કસપણે આવકાર્ય છે.

અત્યારે બે દિવસ ડૉ. શરદ ઠાકર સાહેબ સાથે ચેટ માટેનું ટેસ્ટિગં ચાલી રહ્યું છે જેથી કરીને આગામી અઠવાડિયે આપને ઓનલાઈન ચેટની સુવિધાનો લાભ લઈ શકીએ. આશા છે આપને આ સુવિધાઓ વધુ ઉપયોગી થઈ રહેશે.

ફરીથી, આપના સૂચનો “ફિડબેક” વિભાગમાં જઈને મોકલતા રહેશો.

ધન્યવાદ.

તંત્રી :

મૃગેશ શાહ