સો વરસનો થા – ઉમાશંકર જોશી

આજ તો છેને એવું બન્યું-
એવું બન્યું, બા !
ચાટલામાં હું જોવા જાઉં,
શું હું જોતો આ ?-
સફેદ માથું, સફેદ દાઢી,
સફેદ મોટી મૂછો !
ગભરાઈ જતાં જતાં મેં તો
સવાલ તરત પૂછયો:
હસે છે મારી સામે લુચ્ચું
કોણ રે કોણ છે તું ?
ચાટલામાંથી પડયો પડઘો
તરત ઘડી : “તું !”
આ તો નવી નવાઈ, આવું
બનતું હશે, બા ?
બા હસી બેવડ વળી કહે:
“સો વરસનો થા.”

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે ભરોસે – પ્રહલાદ પારેખ
છેલ્લો કટોરો – ઝવેરચંદ મેઘાણી Next »   

14 પ્રતિભાવો : સો વરસનો થા – ઉમાશંકર જોશી

  1. અતુલ જાની (આગંતુક) says:

    ચાટલો એટલે આપણે જે મ્હોરુ પહેરીએ છીએ તેને ચાટલો કહે છે. બાળકોને આ ચાટલા સાથે રમવાની બહું મજા પડે છે. બાળકો તેને જોઈને દોડા-દોડી કરવા લાગે, નાસભાગ કરવા લાગે, કોઈક વળી ચાટલું પહેરનારના હાથ પગ ખેંચે કે ધક્કા મારે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.