મનુષ્ય થવું – કુન્દનિકા કાપડીઆ

એ આખી રાત તે ઉત્તેજનાની મારી ઊંઘી નહોતી. એની માએ એને કહ્યું હતું કે કાલે તે એને પોતાની સાથે કામ પર, નવી શેઠાણીને ઘેર લઈ જશે. આ નવું કામ મળ્યું ત્યારથી મા એ ઘરની વાતો કરતાં થાકતી નહોતી. લિસ્સી ચમકતી દીવાલો, રેશમી પડદાવાળી ગાદીની બેઠકો, કાચનાં મોટાં મોટાં વાસણમાં ગોઠવેલાં ફૂલો, ઉપરથી લટકતાં ઝુમ્મરો…..

‘એ ઝુમ્મરોમાં દીવા થાય ને ! – એં – ત્યારે બધું એવું ઝળાંઝળાં થઈ જાય. ભીંત નકરી સોનાની હોય એવું લાગે….’ તે કહેતી ને છોકરી પહોળી આંખે સાંભળી રહેતી. ગારાવાળી ભોંય, માથે ગળતા પાણીવાળું છાપરું, પતરાંની દીવાલો, બે પતરાં વચ્ચેની તિરાડમાંથી આવતા પવનને રોકવા આડાં લગાડેલાં છાપાં – એ છાપાં પણ કચરાના ઢગલામાંથી વીણી આણેલાં ટિનનાં કાળાં પડી ગયેલાં ગોબાવાળાં વાસણ, મેલા ગાભાની ગોદડીઓ વચ્ચે ભાંગ્યાં-તૂટ્યાં સપનાંમાં જીવતી એ છોકરી માની વાતો સાંભળી સોનાની દીવાલોની ને ઝળાંઝળાં ઝુમ્મરોની કલ્પના કરતી.
‘ઝુમ્મર એટલે શું, મા ?’
અને માએ કહેલું : ‘એક દિવસ તને મારી સાથે લઈ જઈશ.’

સવારે ઊઠતાંવેત તેણે ઝટપટ ઘસીઘસીને હાથપગ ધોઈને નહાઈ લીધું. સાબુનો એક નાનો ટુકડો પડ્યો હતો, તેનાથી ઘસીને બે વાર મોં ઘોયું. મા પાસે વાળ ઓળાવ્યા.
‘હું કર્યું ફ્રૉક પહેરું, મા ?’
મા હસી પડી, અને તેને જરાક રડવું પણ આવી ગયું. છોકરીના ઉત્સાહની સાથે મેળ લે એવાં કપડાં તો ઘરમાં ક્યાંથી હોય ? પણ જૂની શેઠાણીએ બે ફ્રૉક આપેલાં, તેમાં એક પ્રમાણમાં ઓછું ફાટેલું અને રંગ ઓછો ઊપટી ગયેલું ફ્રૉક હતું, તે તેણે છોકરીને પહેરવા આપ્યું. છોકરીએ હોંશથી પહેર્યું, ખેંચીને બધી બાજુથી સરખું કર્યું અને માને પૂછ્યું : ‘કેવું લાગે છે, મા ?’

માએ અછડતો જ ઉત્તર આપ્યો : ‘સરસ લાગે છે, હોં !’ અને પછી છોકરીને આંગળીએ વળગાડીને તે ચાલી. રસ્તે તે સૂચનાઓ આપતી રહી : ‘જોજે, કોઈ વસ્તુને અડતી નહિ ! અને દોડાદોડ કરતી નહિ, એક જગ્યાએ બેસી રહેજે. કાંઈ માગતી નહિ. રમકડાંને હાથ લગાડતી નહિ. આગ્રહ કરે પછી જ લેજે. અને ધીમે ધીમે ખાજે. અને સાંભળ, બહુ બોલ બોલ કરતી નહિ. મોટા અવાજે તો જરા પણ નહિ બોલવાનું, સમજી કે ?’ છોકરીએ માથું ધુણાવ્યું અને નાનકડા મગજ પર ડઝનબંધ સૂચનાઓનું પોટલું ઊંચકતી તે ભય, કુતૂહલ અને આનંદની મિશ્ર લાગણીઓ સાથે માની જોડે જોડે ચાલી.

પણ ઘરમાં પ્રવેશતાવેંત તે બધી સૂચનાઓ ભૂલીને મોટેથી બોલી પડી : ‘એ શું છે મા, એ શું છે ?’ સારું થયું કે બારણું ઉઘાડીને શેઠાણી તરત બીજી રૂમમાં ચાલી ગઈ હતી અને દીવાનખંડમાં ત્યારે કોઈ નહોતું. માએ કહ્યું : ‘એ જ ઝુમ્મર, હું તને કહેતી હતી ને ? પણ જો…. આમ મોટેથી બોલાવાનું નહિ, સમજી ?’

પણ તેને જવાબ આપવાનો ભૂલીને છોકરી ઊંચે જ તાકી રહી. પવનમાં ઝુમ્મર જરા જરા ડોલતું હતું અને બારીમાંથી આવતાં સૂર્યનાં કિરણો તેના પરથી પરાવર્તિત થઈને ઝીણો રંગીન ઝગમગાટ વેરતાં હતાં. આછા પીળા રંગથી રંગેલી દીવાલો તેને સાચે જ સોનની ભીંતો જેવી લાગી. મોટી મોટી બારીઓ પર પડદા ઝૂલતા હતા. તેના પોતાના ઘરે તો એક્કે બારી જ નહોતી. તે જોઈ જ રહી – રંગીન સુંવાળા સોફા, ખુરશી, ફૂલદાનીનાં ફૂલો, રેડિયો, ટીવી, કાચના કબાટમાં ઢગલાબંધ સુંદર સુંદર અજાણી વસ્તુઓ, ચિત્રો, પૂતળાંઓ, ચોપડીઓ, ઢીંગલીઓ – જેમનાં નામ ખબર નહોતી એવી અનેક વસ્તુઓ પોતાની સામે ટગર ટગર જોઈ રહી હોય એમ લાગ્યું. પછી માની સાથે તે અંદર બીજા ઓરડામાં ગઈ. મા ત્યાં વસ્તુઓ ઠેકાણે મૂકીને ઝાડુ કાઢવા લાગી. એક મોટા કબાટને મોટો અરીસો હતો. તેમાં પોતાને આખેઆખી જોઈને તે આભી બની ગઈ. ઘડીભર તેને સમજ ન પડી કે પોતે આ બહાર છે તે છે કે અંદર છે તે ? આમ પગથી માથાના વાળ સુધીની પોતાને તેણે ક્યારેય જોઈ જ નહોતી. કબાટની બાજુમાં ડ્રેસિંગ ટેબલ પર દાંતિયો, પાઉડરનો ડબ્બો, કંકુ, વીંટી, બુટ્ટી, જુદા જુદા રંગની માળાઓ વગેરે પડ્યું હતું. પલંગ પર જરીની બે-ત્રણ સરસ સાડીઓ પહોળી કરેલી પડી હતી. છોકરીને લાગ્યું : અદ્દભુત વસ્તુના મેળામાં પોતે જાણે ભૂલી પડી ગઈ છે. મા હવે બીજા રૂમમાં ઝાડુ કાઢવા ગઈ હતી ને તે આ રૂમમાં જ રહી ગઈ. તેણે ધીમેથી હાથ લંબાવ્યો અને તે અરીસાને અડી, ઠંડો, સુંવાળો, કઠોર……….
‘એને અડીશ નહિ….’ એકાએક અવાજ સાંભળીને તે ચમકી ગઈ. ડરી જઈને તેણે પાછળ જોયું. સરસ કપડાં પહેરેલી એક બાઈ તેને કહેતી હતી. એ જ શેઠાણી હશે. ગભરાઈને તેણે હાથ પાછો ખેંચી લઈ ફ્રૉકમાં સંતાડી દીધો.

આગલી રાતની પાર્ટી પછી આખું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દક્ષાને ગજબનો થાક લાગ્યો હતો. ખૂબ ખાવાનું બન્યું હતું. ઘણું બગડ્યું હતું. બધાંએ ઘણું ખાધું હતું, પીધું હતું, નકામી વાતો કરી હતી, હસ્યાં હતાં. બધું પતી ગયા પછી એમ લાગેલું કે બધું વ્યર્થ હતું. ખૂબ સમય બગડ્યો હતો. હૃદય ખાલી રહ્યું હતું.

સવારે તે ઊઠી તો પણ હજુ આંખોમાં ઊંઘનો ભાર હતો. શરીર પર એક ખાલીપણું છવાયું હતું. કઈ સાડી પહેરવી તે નક્કી ન કરી શકવાથી, કબાટમાંથી ખેંચી કાઢેલી બે-ત્રણ સાડીઓ આમ જ ખુલ્લી પલંગ પર પડી હતી. ક્યાંક પ્યાલા પડ્યા હતા. ક્યાંક પગમાં રમકડાં અથડાતાં હતાં. કોઈનું તૂટી પડેલું હાસ્ય, કોઈના લુચ્ચા શબ્દો, કોઈની ચાલાકી, કોઈકની સળગતી ઈચ્છાઓ – પાર્ટી પછી કેટલું બધું વેરાયું હતું આખા ઘરમાં !

પણ આ છોકરીને કશી ખબર નહોતી. ઘર ગંદુ, અવ્યવસ્થિત છે તેની તેને જાણ નહોતી. તે તો એક એક વસ્તુમાં ઊઘડી રહેલા નવા પરિચયથી અભિભૂત હતી. તેની મોટી ભોળી આંખોમાંથી નર્યું બાળપણ દક્ષા સામે તાકી રહ્યું હતું.
દક્ષા તેની સામે મીઠું હસી. ‘તારું નામ શું છે, બેટા ?’ તેણે પૂછ્યું ને તેને નવાઈ લાગી કે આટલી મીઠાશ પોતાના અવાજમાં ક્યાંથી આવી !
છોકરી ડરની મારી કંઈ બોલી નહિ.
‘અહીં આવ, મારી પાસે આવ…..’ દક્ષાએ કહ્યું. પણ છોકરી હલી-ચલી નહિ. પૂતળાની જેમ સ્થિર ઊભી રહી.
‘બોલતાં નથી આવડતું ?’ દક્ષા વધુ હસી. એ હાસ્યમાં એક મીઠાશ હતી, એક માયા હતી. છોકરીનો ભય પામેલો ચહેરો સહેજ હળવો થયો, રેખાઓ ઢીલી પડી અને પછી તે પણ સામે હસી.
‘આવ, અહીં આવ,’ દક્ષાએ જરા આગળ જઈ તેનો હાથ પકડ્યો. એ નાનકડો, ભયથી થથરતો, કુમળો હાથ પકડતાં દક્ષાને થયું, પોતાની અંદર એક વિશ્વાસ જન્મી રહ્યો છે. તે છોકરીનો હાથ પકડીને ચાલવા લાગી. છોકરી મંત્રમુગ્ધ થઈ વિરોધ વિના સાથે ચાલી. મા ક્યાંય દેખાતી નહોતી. પણ મા તેને યાદ જ ન આવી.

રસોડામાં કાચની પ્લેટો, વાટકીઓ, ચમચા, પ્યાલા, તપેલાંનો આખો અંબાર ખડકાયેલો હતો એ જોઈને દક્ષાને ત્રાસ થયો, પણ છોકરી તો ઢગલા ભણી વિસ્મયથી નિહાળી રહી. આવાં વાસણ, આટલાં બધાં વાસણ તેણે કદી જોયાં નહોતાં. કોઈક અદ્દભુત પરીલોકની સફરે પોતે આવી હોય એમ તેને લાગ્યું. ‘થોડું ખાઈશ કે છોકરી ?’ દક્ષા બોલી અને એક થાળીમાં ખાવાનું કાઢવા લાગી. જુદી જુદી મીઠાઈઓ, સમોસા, પેટીસ…. થાળી ભરીને તેણે પીરસ્યું અને પછી છોકરી સામે થાળી ધરી.
‘લે ખા, અહીં બેસીને ખા, હં !’
ન મનાતું હોય તેમ છોકરી પ્લેટ ભણી જોઈ રહી અને પછી ફરી દક્ષા સામે જોયું. તેના મોં પરથી હાસ્ય વરસતું હતું કે વાદળ ?
‘બેસ હં, અને બધું તારે માટે જ છે. તારાં ભાઈ-બહેન માટે પછી બીજું આપીશ. આ તું ખા.’

મીઠાઈનો સફેદ, પીળો અને લીલો રંગ તેની આંખો સામે નાચી રહ્યો. રંગ અને આકાર અને સુગંધ. મીઠી ગળી ગળી સુગંધનો એક ફુવારો ઊછળ્યો અને તે એમાં ભીંજાઈ રહી. છોકરી જરા વાર પ્લેટની એક એક વસ્તુને અડયા વિના નીરખી રહી. ઘણીવારે તેણે ધીમેથી એક ટુકડો મોંમાં મૂક્યો. તેના મોં પર સુખ રેલાઈ રહ્યું. તે ધીમે ધીમે ખાવા લાગી.

દક્ષા રસોડાના પ્લેટફોર્મને અઢેલીને ઊભી ઊભી આ નવી કામવાળીની આશ્ચર્યમાં ખોવાયેલી છોકરીને મીઠાઈ ખાતી જોઈ રહી. છોકરીના મોં પર કશુંક અકલ્પ્ય, અવર્ણ્ય પામ્યાનો ભાવ હતો. આ સારી વસ્તુઓ ખાવા મળ્યાનું સુખ હતું કે પેટ ભરીને ખાવા મળ્યાનું ? બન્ને સુખ છોકરીના નાનકડા મોં પર ઝળાંઝળાં થઈ રહ્યાં. દક્ષા તેને જોઈ રહી. છોકરી વધુ ને વધુ આનંદમાં વિસ્તરતી ગઈ. દક્ષાને લાગ્યું કે છોકરીનો આનંદ પોતાના હૃદયમાં સંક્રાંત થઈ રહ્યો છે. એ સાવ સાદોસીધો આનંદ હતો…. મનુષ્ય હોવાનો, મનુષ્ય થઈ રહેવાનો આનંદ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વીસ વર્ષ પછી – અનુ. પરાગ ત્રિવેદી
ક્રિસમસ ગિફ્ટ – જયશ્રી Next »   

29 પ્રતિભાવો : મનુષ્ય થવું – કુન્દનિકા કાપડીઆ

 1. GUNVANT PANCHAL says:

  Excellant article !
  Kundanikabahen in very short writing had expressed tired, fedup feelings of Daxha after party is over as well as getting emmence pleasure out of poor kid’s happiness .
  Happiness is in a state of mind & certainly in selflessly giving rather than expecting.

 2. Devdutt says:

  સામાન્ય વાત પરંતુ……..

  સૌ સમજે તો!………

 3. સરસ વાર્તા…
  આભાર…

 4. Yogini Joshi says:

  Saacho Anand, Saachi Khushi aapni aaspaas j kyank verayeli hoy che aapne matra najar uthavi ne ene shodhvaani hoy che.

  Daksha e nani baalki ni aankho ma e khushi vaanchi lidhi.

  Laagnio na pradesh ma ek sunder safar karavva badal Kundanika Ben ne Hridaypurvak AABHAAR.

 5. ashalata says:

  કુન્દનિકાબેન,
  આપની દરેક વારતામા હૈયાને સ્પશર્તુ
  કઈક તો હોય જ છે.
  અંદરથિ આનન્દ થવો એનુ કોઈ વણ્રન નથી.
  આભાર

 6. radhika says:

  આપ નિ ભાશા અને આપનિ લખ્વાનિ શૈલિ ખુબ્જ્ સુન્દર હોય છે…………………..

 7. Pravin V.Patel says:

  આડંબરી દુનિયાના છલોછલ વૈભવ વચ્ચે શેઠાણીના અંતરનો ખાલીપો છલકાય છે–જે મુગ્ધ છોકરીના આંતર -બાહ્ય ભાવને ભરે છે.
  સુંદર વાસ્તવિક રચના.
  અભિનંદન.
  મૃગેશભાઈ, ભાવવાહી કૃતિની પ્રસ્તુતિ બદલ આપનો ભાવનાસભર આભાર.
  કદમ કદમ>………….>…………>………..

 8. viresh says:

  excellent story … useful lesson for life.

 9. rajeshwari says:

  સરસ વાર્તા છે.ભાષા,શૈલી અને પ્રવાહિતા…આદભૂત…

 10. hiral says:

  vanchvani sharuaat kari tyare time pass mate…
  pan puri kari tyare hraday ma je anand madyo ae avarniy che.
  i proud to b gujarati karan k gujarati chu etle j aavi varta vanchvano moko madyo!
  thankks to kundnikaben

 11. પરેશ ભેદા says:

  કુન્દનિકાબેન, આજે રીડ ગુજરાતી પર પણ માણ્યાંવા નો મોકો મળ્યો.

 12. pranav says:

  હ્રિદય નો આનન્દ શબ્દો મા દર્શવવો અશક્ય હોય ચ્હે, અને કુન્દનિક બહેન નુ લેખન્ હમેશા હ્રિદય સ્પ્રશિ જ હોય ચ્હે.

 13. Bhavna Shukla says:

  Kundanikabahen, Nam hi kafi he… bahu uncha birajo chho tame…
  Kharo aabhar readgujarati no ke melvi aapaya ante…

 14. Purvi says:

  ઍક રોજિન્દિ ઘટનાને વાર્તા બનાવાનુ કામ કુન્દનિક બહેન જ કરી શકે. ખૂબ જ સુન્દર વાર્તા.

 15. Ramesh says:

  Simply great…excellent!!!

 16. ashok shah says:

  good very good story help and respect poor servants god will help us.

 17. rajesh says:

  સરસ

 18. Amit Rana says:

  નમસ્કાર મિત્રો,

  સુંદર,સુંદર અને ખુબજ સુંદર…

  તેમના આ વર્ણન માટે મને બીજા કોઈ શબ્દોજ જડતા નથી.

  ધન્યવાદ…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.