સ્ત્રી-પુરુષ સમાન પણ નહિ એક – જયવતી કાજી

ઘણી વખત સમાનતાનો સાચો અર્થ અને તાત્પર્ય વિસરાઈ જતું હોય છે. સમાનતાનો અર્થ એ નથી કે સ્ત્રી પુરુષ બન્ને એકબીજાની સતત સ્પર્ધા કરતાં રહે, બન્નેનું કાર્યક્ષેત્ર એક જ રહે. અનેક સુંદર અને તેજસ્વી નારી-પાત્રોના સર્જક, વિચારક અને મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરનાં સ્ત્રી સમાનતા અને સ્ત્રીઓનાં કાર્યક્ષેત્ર વિષેનાં મંતવ્યો અને વિચારો આપણા સૌ માટે પ્રેરક બની રહેશે એવા ખ્યાલથી શ્રી દિલીપકુમાર રૉય અને શ્રી રવીન્દ્રનાથ ટાગોર વચ્ચેના વાર્તાલાપનો ભાવાનુવાદ સંક્ષેપમાં અહીં રજૂ કર્યો છે. શ્રી દિલીપકુમાર રૉયના પુસ્તક ‘Among the Great’ માં આ વાર્તાલાપ નોંધાયેલો છે.

દિ. રૉય : પ્રશ્ન : આધુનિક સ્ત્રીની સમાન દરજ્જાની ચળવળ માટે આપનો શું ખ્યાલ છે ?
શ્રી ટાગોર : ઉત્તર : મને હંમેશાં એવું લાગ્યું છે કે સ્ત્રી પુરુષની પ્રતિસ્પર્ધી નથી, એની પૂરક છે. આ કદાચ તમને જૂનવાણી અને પરંપરાગત ખ્યાલ લાગશે. પરંતુ જેમ સમય જાય છે તેમ ભૂંસી ન શકાય તેવા અનુભવો વધુ સમૃદ્ધ થતા જાય છે.

પ્રશ્ન : એનો અર્થ એવો ખરો કે સમાન અધિકારની એણે માગણી ન કરવી જોઈએ ?
ઉત્તર : ના, હું એમ નથી કહેતો. હું તો એટલું જ કહેવા માગું છું કે સ્ત્રીએ ભૂલવું ન જોઈએ કે એના જીવનનું સાચું ‘મિશન’ એના જીવનસાથીના ‘મિશન’ની નકલ નથી – કોપી નથી. સ્ત્રી એના જીવનસાથીને સહકાર આપે છે, વખતોવખત સલાહ અને માર્ગદર્શન પણ આપે છે પણ એને યાદ રાખવાનું છે કે સહકારનો અર્થ અનુકરણ નથી. બીજા શબ્દોમાં કહું તો એણે સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન મેળવવાનું છે. દોડી જઈને કોઈ બીજાનું સ્થાન લેવાનું નથી, અને એ પોતાનું – નિજનું સ્થાન પોતીકા – સ્વધર્મનું આચરણ કરીને જ પ્રાપ્ત થઈ શકે.

પ્રશ્ન : પુરુષના કાર્યક્ષેત્રમાં જઈ એના કાર્યમાં સહભાગી થવાની ઈચ્છા એ શા માટે ન સેવી શકે ?
ઉત્તર : કારણ એ છે કે એની પ્રવૃત્તિ ને અનુકૂળ નથી. પુરુષના કાર્યક્ષેત્રની કઠોર પ્રવૃત્તિઓ એને આસાન અને સુલભ નથી. કારણ કે સ્ત્રીનાં કાર્યો શાંતિથી કરવાનાં હોય છે. જમીનની અંદર ખૂંપેલા વૃક્ષનાં મૂળ જેવાં એના કાર્યો છે. પુરુષને પોતાની કૃતાર્થતા એની જાતને વિસ્તારવામાં લાગે છે – વૃક્ષની શાખાઓની માફક.

પ્રશ્ન : સાદી રીતે કહું તો સ્ત્રી અને પુરુષ બન્નેમાં મૂળભૂત ભિન્નતાઓ છે એમ જ અર્થ થયો ને ?
ઉત્તર : અલબત્ત, જો સ્ત્રી પુરુષના જેવી જ, એની પ્રતિકૃતિ જ હોત અને પુરુષ જેવી જ ભૂમિકા એને જો ભજવવાની હોત તો જીવનનું કાર્ય, અસ્તિત્વ ક્યારનું ય પૂરું થઈ ગયું હોત ! સદ્દભાગ્યે સ્ત્રી કંઈ પુરુષની પ્રતિકૃતિ કે રેપ્લિકા નથી પરંતુ જીવનયાત્રાની એની સહભાગી છે, એટલે જ આ માનવજીવનની કૂચ ચાલુ રહે છે. કુદરતે સ્ત્રીઓને એવા ગુણથી સજ્જ કરી છે કે જે ગુણો પુરુષોમાં ઘણાં ઓછાં છે. દા.ત, નમ્રતા, સંયમ, સ્વાર્પણ વિ. પુરુષ સંચાલિત અને સર્જિત અસ્થિર જગતને સ્ત્રીના ગુણોએ સ્થિરતા અર્પી છે.

પ્રશ્ન :
ઘણા એવું કહે છે કે સ્ત્રી કોઈ મોટું સર્જન કરવાને શક્તિમાન નથી એટલે જીવનના ઉચ્ચ સ્તર પર એણે પુરુષથી બીજા નંબરનું સ્થાન લઈ Second Fiddle બનવું જોઈએ.
ઉત્તર : હું તો સ્ત્રીને આવું અઘટિત અને ગૌરવહીન કાર્ય સોંપવાનો વિચાર પણ ન કરી શકું. સ્ત્રીનું કાર્ય જીવનમાં શારીરિક અને ભૌતિક સ્તર પરનું નથી. પુરુષના માનસિક સર્જન માટે એ અનિવાર્ય છે. સ્ત્રીના શારીરિક સર્જન માટે પુરુષ જેમ અનિવાર્ય છે તેવી જ રીતે – આ માનસિક સ્તર પર તે પડદા પાછળ રહી અદ્રશ્ય રીતે કામ કરે છે. એનું પ્રદાન આપણે આ મંચ ઉપર જોઈ શક્તા નથી, કારણકે આપણામાં કલ્પનાનો અભાવ છે !

પ્રશ્ન : તમે કહો છો એનું અર્થઘટન કંઈક આ રીતે થઈ શકે ખરું કે સ્ત્રીના જીવનની સાર્થકતાની રીતે પુરુષથી અલગ હોવી જોઈએ ?
ઉત્તર : હા, લગભગ એવું જ. આપણે મહત્વની વાત એ યાદ રાખવાની છે કે કુદરતે સ્ત્રીનું સર્જન પુરુષને માર્ગે જ જવા માટે માત્ર નથી કર્યું. એણે એ જ સુત્રો નથી પોકારવાના. સરિતાના બંને કાંઠા એના પ્રવાહનું કાર્ય કરવા માટે નથી નિર્માયા. પ્રવાહ અને કાંઠા બન્ને જુદા છે, તે બન્ને ભિન્ન છે, માટે જ સરિતા વહેતી રહે છે. આવું જ સ્ત્રી અને પુરુષના કાર્યનું છે.

પ્રશ્ન : સ્ત્રી અને પુરુષ બન્ને જાતિઓથી મૂળભૂત આવશ્યકતાઓ પણ જુદી છે, એમ જ ને ?
ઉત્તર : ચોક્કસ

પ્રશ્ન : એ કેવી રીતે ?
ઉત્તર : એક તો એ કે પુરુષ સ્ત્રી કરતાં બહુ સહેલાઈથી બિનઅંગત (impersonal) બની શકે છે. સ્ત્રીના સ્વભાવમાં સામાજિક પાસું વધુ છે. મોહકતા, રમણિયતા, મધુરતા આ એના હૃદયના ગુણ છે, જે આપણા અસ્તિત્વ માટે આવશ્યક છે. આ કંઈ હું કવિતા નથી કરતો ! પણ આપણા રોજિંદા જીવનના અનુભવની વાત કરું છું. પુરુષને સ્ત્રી કરતાં વધુ મુક્તિ અને અવકાશ જોઈએ છે. સ્ત્રીને પોતાનો માળો બનાવવો હોય છે. ખાલી અવકાશમાં સ્ત્રીને પોતાની સાર્થકતા નથી લાગતી.

પ્રશ્ન : તમને નથી લાગતું કે મુક્તિ અને સ્વતંત્રતાની તો સ્ત્રી અને પુરુષ બન્ને ને સરખી જરૂર છે ?
ઉત્તર : મારા કહેવાનો એવો આશય નથી કે સ્ત્રીને એવી કોઈ જરૂર નથી. હું એમ કહેવા માગતો હતો કે સ્ત્રીની લાગણીની જરૂરિયાત વધુ ભૂમિ તરફની છે. સ્ત્રીને પોતાની પરમ સાર્થકતા અને ચરિતાર્થતા પ્રેમ દ્વારા મહેસૂસ થાય છે, અને ઘરમાં થાય છે. પુરુષને પોતાના આવિષ્કાર માટે વધુ પ્રમાણમાં મુક્તિ જોઈએ છે. પ્રમાણમાં વધુ અલગતા – detachment જોઈએ છે. પુરુષ એની ઉચ્ચ કળાએ અનંતની ખોજમાં હોય છે. એ એની આકાંક્ષા હોય છે.

પ્રશ્ન : સ્ત્રીની પણ એવી આકાંક્ષા હોય છે ?
ઉત્તર : જરૂર. એને પણ હોય, એણે પણ અસીમ અને અનંતનો સ્પર્શ પામવાનો છે; પણ પુરુષની માફક મુક્તિ દ્વારા કે વિસ્તાર દ્વારા નહીં. પરંતુ બંધન અને એકાગ્રતા દ્વારા ! ગૌતમ બુદ્ધ અસીમ અને અનંતની ખોજમાં નીકળી પડે છે. એમની આ વૃત્તિ આ ઊર્મિ પુરુષની એક સ્વાભાવિક ઊર્મિ છે. સ્ત્રીની નહિ…..

પ્રશ્ન : તમે શું એમ કહો છો, બુદ્ધની પત્ની આવા કોઈ ધ્યેય માટે સિદ્ધાર્થનો ત્યાગ કરવા અસમર્થ હતી ?
ઉત્તર : હા, એમ જ.

પ્રશ્ન : પણ શા માટે ?
ઉત્તર : કારણ કે ગોપા સ્ત્રી હતી ! એનો સ્વભાવ ત્યાગના શૂન્યવકાશ પાછળ અને વિરકતતામાં ફૂલતે ફલતે નહિ. બુદ્ધ એ સ્વીકારી શક્યા.

પ્રશ્ન : કેટલીક સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય……
ઉત્તર : હા, કેટલીક સ્ત્રીઓમાં પૌરુષત્વ હોય છે અને કેટલાક પુરુષોમાં ખાસ કરીને સ્ત્રીત્વ રહેલું હોય છે…. પણ આ બન્ને પ્રકારને આપણે સ્ત્રી કે પુરુષ વર્ગના પ્રતિનિધિ લેખી ન શકીએ.

પ્રશ્ન : તમે એમ માનો છો કે પ્રેમ પુરુષ માટે બિનજરૂરી છે ?
ઉત્તર : પુરુષ માટે જીવનસફરમાં પ્રેમનું સ્થાન ‘બીકન લાઈટ’ (Beacon Light) નું છે. એને એક અદ્દભુત પ્રકાશ ગણી શકે પરંતુ સ્ત્રીની માફક એના જીવનનું સર્વસ્વ ન કહી શકો – Not the be all and end all of his existence. જ્યાં જ્યાં કંઈક અંગત છે, માનવીય છે, ત્યાં ત્યાં સ્ત્રીની દુનિયા છે. ઘરની દુનિયા એવી છે કે જ્યાં દરેક વ્યક્તિને, એક વ્યક્તિ તરીકે નું મૂલ્ય મળતું હોય છે. ત્યાં એની બજારની કિંમત ગણાતી નથી. પરંતુ એનું મૂલ્ય એ પ્રેમનું મૂલ્ય છે માટે જ The domestic world has been the gift of God to Women. ગૃહજીવનની દુનિયા સ્ત્રીને પ્રભુએ આપેલી મોટી દેણ છે.

…….. અર્વાચીન નારી કે જેની પુરુષોચિત બાહ્ય જગતની મહત્વાકાંક્ષા પાછળ દોટ છે તેનું નિર્સગદત્ત સ્થાન અહીં કવિવરે દાખવ્યું છે. ગાંધીજી એ કહ્યું છે, ‘સ્ત્રી અને પુરુષ સમાન પણ એક નથી.’ આ જ મંતવ્ય કવિવર ટાગોરનું. બે મહાન માનવોના સ્ત્રીપુરુષના નિયમપ્રેર્યા કાર્યનું કેટલું બધું મૂલ્ય આંકે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એ અંધારી રાતે – પદ્મા ફડિયા
બાળકોને નમસ્કાર ! – કલ્પેશ ડી. સોની Next »   

19 પ્રતિભાવો : સ્ત્રી-પુરુષ સમાન પણ નહિ એક – જયવતી કાજી

 1. વિચાર કરતાં કરી દે એવો લેખ છે. અમુક વાતો એકદમ સાચી લાગી…

  આ સાથે કશે વાંચેલી કે સાંભળેલી એક વાત યાદ આવી. ( ક્યાં એ યાદ નથી. )

  ‘પુરુષની બરાબરી કરવાની કોશિશ કરતી સ્ત્રી ખરેખર તો પોતાના દરજ્જાથી નીચા ઉતરવાની કોશિશ કરે છે.’

  જયશ્રી
  http://tahuko.com/

 2. Piyush says:

  Very nice article

 3. સુરેશ જાની says:

  જયવતીબેનના અગાઉના લેખ કરતાં આ તદ્દન વિરૂધ્ધ ભાવ છે. મને લાગે છે કે આ બેની વચ્ચેનો કોઇ રસ્તો વધુ યોગ્ય છે.
  પણ નવા યુગની સ્ત્રીઓને આ ઘરડા બાળકની વીનંતિ છે, કે મુક્ત થવાની ઘેલછામાં પોતાનું સ્ત્રીત્વ ન ગુમાવશો.
  અને પુરુષોએ પણ થોડું બંધાવાની જરુર છે. જૂની બાદશાહીઓ આ જમાનામાં અસ્થાને છે.
  આવા લેખો પુરુષની પકૃતિ અને માનસને આલેખતાં વાંચવા મળી શકે? બહુ જ થોડા સમયમાં પુરુષોના પ્રશ્નો સપાટી પર આવવા માંડવાના જ છે !!

 4. raj says:

  who is mr. suresh jani, darek artikal ma shav faltu comment mokle chhe

 5. Satish Swami says:

  Excellant thoughts of Shree Ravindranath Tagore…

 6. Neeta kotecha says:

  mr Raj
  તમે કોઇનિ કમેન્ત્સ માતે કાઇ કહેવાનો હ્ક્ક નથિ રાખતા. તમને કદાચ ખબર નથિ કે સુરેશ જાનિ કોન ચે. આપદે કોઇ ના વિચારો થિ સહમત ન હોઇયે એ વાત્અ બરાબર ચે પન એમના વિચારો ખોતા ચે કે પચિ ફાલતુ ચે એ કહેવાનો અધિકાર આપદને કોઇ એ નથિ આપિયો. મને બહાર બહુ બધુ કરવુ ચે અને મને મોકા પન ખુબ મલિયા પન મને ખબર પદિ કે મારિ દિકરિ ને થિક નથિ તો મે બધુ મુકિ દિધુ કારન મને ખબર ચે કે મારુ બહાર રહેવુ મારિ દિકરિ કરતા વધારે જરુરિ નથિ. બને તો આજ પચિ કોઇના વિચારો પન પોતનો મન્તવ્ય મહેરબાનિ કરિને વિચારિ ને આપજો. આપનિ ગુજરાતિ ભાશા ખુબ ઉચ્ચિ ભાશા ચે .એમા કોઇ નુ અપમાન ન થાય એ આપદે સભાદવાનુ ચે. ૨૦૦૬ નિ ચેલ્લિ રાતે જો કાઇ ખરાબ લાગિયુ હોઇ તો ૨૦૦૬ મા જ મોકલિ દેજો અને ૨૦૦૭ નિ શુભ કામના સ્વિકારજો.

 7. Manisha says:

  Dear Neetaji,

  Agree with you and supporting you…

  Mr. Raj….No comments in such languages. All the best !!

 8. Consolidate debt loans….

  Unsecured loans to consolidate debt….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.