છેલ્લો કટોરો – ઝવેરચંદ મેઘાણી

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
આ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટયા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટયાં ?
જા, બાપ ! માત આખલાને નાથવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સો વરસનો થા – ઉમાશંકર જોશી
રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્ Next »   

16 પ્રતિભાવો : છેલ્લો કટોરો – ઝવેરચંદ મેઘાણી

  1. અતુલ જાની (આગંતુક) says:

    ઝવેરચંદ મેઘાણીની હ્રદયસ્પર્શી રચના.

  2. ભાવના શુક્લ says:

    કેટલા બધા વિશ્વાસ સાથે બાપુ ને કહ્યુ હતુ….

    “સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ..”

    નથી લાગતુ કે એક બાપુ અને એક મેઘાણીની સતત ખોટ પડી રહી છે આપણને…કઈ કેટલાયે ભાગલા રોજ થતા રહે છે ને મારા ને તમારા મા એક જિદ્દી જવાહર રોજ ઉગે ને આથમે છે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.