એવું પણ થઈ શકે – સંધ્યા ભટ્ટ

[ સંધ્યા ભટ્ટ – આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, બારડોલી, જિ. સુરત ]

હું મને નહિ મળું એવું પણ થઈ શકે,
મૌનને સાંભળું એવું પણ થઈ શકે.

નીતર્યા કાચ સમ પાણીમાં નહિ ભળું,
જડ મહીં ઓગળું, એવું પણ થઈ શકે.

આપની આંખનું આંસુ થઈને બળું,
રણ મહીં ઝળહળું એવું પણ થઈ શકે.

મેઘલી રાતે કો’ વાદળ થઈ ઢળું,
આભમાં ટળવળું એવું પણ થઈ શકે.

હું પ્રભાતે કદાચ સૂર્ય થઈને છળું,
સાંજે અનહદ ફળું એવું પણ થઈ શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરવાળો – ગિરીશ ગણાત્રા
ઓનલાઈન ચૅટ – તંત્રી Next »   

9 પ્રતિભાવો : એવું પણ થઈ શકે – સંધ્યા ભટ્ટ

 1. Himanshu Zaveri says:

  Nice written, thank you

 2. Satish Swami says:

  Good..Carry on….

 3. pranav says:

  ખુબ જ સુન્દેર્, મન પ્રફુલ્લિત થૈ ગયુ.

 4. keyur vyas says:

  you are writting very well.let your pen flow on the paper to make more extraordinary piece of work . i am waiting for your next miracles made by your pen.wish u best luck hope u will have prosperous future.

 5. sandhya Bhatt says:

  Thanks for your response.I too wish to write better.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.