‘મમ્મી, તું બે મિનિટ શાંત રહીશ ?’ – ડૉ. ઊર્મિલા શાહ

‘અરે સુજાતા… ઓ સુજાતા ! શું કરે છે તું ક્યારની ? મેં તને ક્યારનું ય કહ્યું છે કે આટલું શાક સમારી આપ પણ હજી તું રસોડામાં આવી નથી… પછી ક્યારે રસોઈ તૈયાર થશે ? તારા પપ્પને આજે વહેલા જમીને જવાનું છે…’
‘મમ્મી… એક બે મિનિટ… આ છેલ્લો દાખલો કરું છું…’
‘કોણ જાણે… હવેનાં છોકરાંઓ જાણે નવાઈનાં ભણે છે. ભણતા હોય એટલે જાણે કાંઈ કામનાં જ નહીં. અમેય ભણતા હતાં પણ આવું નહીં…. સવાર-સાંજ રસોઈ પણ કરતાં અને ભણતાં પણ ખરાં અને ત્યારે સારે નંબરે પાસ પણ થતાં.’
‘મમ્મી પ્લીઝ, હવે તું બે મિનિટ શાંત રહીશ ? મારે આ દાખલામાં ભૂલ આવે છે… પ્લીઝ મમ્મી….’
‘એ પ્લીઝ હું સાંભળવાની નથી. તું જલદી રસોડામાં આવ. મને કેટલું મોડું થાય છે તે ખબર છે ? હમણાં પપ્પા જમવા પણ આવી જશે…’ સ્મિતાબહેન બોલ્યાં.

સ્મિતાબહેનનો ગુસ્સો વધતો જતો હતો અને આ ગુસ્સો સાંભળી સંજયભાઈએ પૂજામાંથી અધવચ્ચે ઊઠવું પડ્યું. તેમને લાગ્યું કે, ક્યાંક આજે સવારના પહોરમાં જ મા-દીકરી સામસામાં ટકરાઈ જશે તો બધાંયનો આખો દહાડો બગડશે અને એટલે તેમણે સ્મિતાબહેનને ઠંડા પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું :
‘સ્મિતા… એમાં આટલી અકળાઈ શું જાય છે ? બિચારી દાખલો તો પૂરો કરે કે નહીં ? છોકરાં ભણતાં હોય તો કામનું થોડું વહેલું મોડું પણ થાય. એમાં આટલી અકળાય છે શું કરવા ? મને શાક વિના ચાલશે, બસ ! અથાણું આપી દેજે…’

‘હા… તમને તો જ્યારે જુઓ ત્યારે સુજાતા બિચારી જ લાગે છે… ના, ના… એની પર હેત તો ફકત તમને જ વરસી જાય છે. એને કંઈ પણ કહું કે વચ્ચે તમે ઉપરાણું લીધું જ હોય ને ! આમ ને આમ છોકરીને ફટવી મૂકી છે…. પણ જોજો પછી ન પસ્તાવ તો મને કહેજો. ગમે તેટલું ભણશે તોય આ ભઠિયારો કૂટ્યા વિના કાંઈ ચાલવાનું છે ! એ ય શીખવું પડશે જ ને !…. અને એટલે હું અત્યારથી જ તને રસોઈમાં જોતરું છું… મારા સ્વાર્થ માટે નહીં. હાં, મને કાંઈ કામનો કંટાળો નથી. એમ તો હું બધુંય કરું જ છું ને ! પણ આ નાનપણથી જો કામની ટેવ ન પાડું તો સાસરે જઈને એ શું કરશે ? સાસરે કાંઈ સાસુ બેસાડી નહીં રાખે. અત્યારથી આ ટેવ ન પાડું તો પછી રડવાના દિવસો જ આવે ને !’

‘પણ એટલા માટે એને અત્યારથી શું કામ સતાવે છે ? બધું વખત આવે થઈ પડશે. તારી પાસે તેને શાંતિથી જીવવા દે…’ સંજયભાઈએ સ્મિતાબહેનને શાંત પાડવા ફરી પ્રયત્ન કર્યો. પણ સ્મિતાબહેનની કમાન તો વધુ જોરથી ઊછળી.

‘હાં…હાં.. એ ક્યાં મારી દીકરી છે તે મને એનું દાઝવાનું હતું ! હું તો જાણે એની મા જ નહીં હોઉં ને ! તમે એકલા જ એના હિતેશ્રી છો, નહીં ! ના, ના, જન્મી ત્યારથી એની બધી પળોજણ તો મેં કરીને એને મોટી કરી… મને એ વ્હાલી નહીં હોય ! પણ છોકરીની જાત છે, કામની ટેવ પણ પાડવી તો પડે જ ને !…. કડવા ઘૂંટડા તો માએ જ પાવા પડે ને ! સાસરે કાંઈ સાસુ પંપાળવાની નથી. અત્યારે ઘડાઈ હશે તો તેનું ભવિષ્ય સુધરશે, એ કંઈ મને દુશ્મન નથી લાગતી, સમજ્યા ?’ ને સ્મિતાબહેન એકદમ રડી પડ્યાં….. ને એમને રડતાં જોઈ સામે સુજાતા પણ હીંબકા ભરવા માંડી. સંજયભાઈ તો મૂંઝાયા. બેમાંથી કોને શાંત પાડવાં ? કોને સાંત્વન આપવું ?

કિશોર અવસ્થામાં દીકરી હોય ત્યારે ઘણાંબધાં ઘરોમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેમાં ક્યારેક પિતા માટે સમસ્યા ઊભી થાય છે કે, માને સમજાવવી કે દીકરીને ? દીકરી તો કિશોર અવસ્થામાં હોય એટલે એની માનસિક પરિસ્થિતિ તો નાજુક હોય જ, તેનામાં શારીરિક ફેરફારો શરૂ થતાં જ તેનામાં કેટલી લાગણીઓ પણ જાગ્રત થાય છે, તેનો ‘અહમ’ પ્રબળ બને છે… તેનામાં સ્ત્રીત્વ પ્રગટે છે, તેને તે પોતે મોટી લાગવા માંડે છે અને એટલે હવે તેન કોઈ વઢે કે ધમકાવે તે તેનાથી સહન થતું નથી… તેને થાય છે કે ‘હવે હું નાની નથી કે મમ્મી મને ફાવે તેમ ધમકાવી નાંખે છે.’ …. ને એમ થતાં તેનામાં માના આ વર્તન માટે એક અકળામણ ઊભી થવા લાગે છે. નેગેટિવ એટિટ્યુડ સ્વરૂપ લેવા માંડે છે ને પરિનામે ‘મમ્મી આમ કહે છે !…. જા, એવું તો હું નહીં જ કરું’ એવું શરૂ થાય છે.

ત્યારે માના પક્ષે આ કાળ દરમિયાન તેનો લગભગ મોનોપોઝ પિરિયડ ચાલતો હોય છે. એટલે એની પણ લાગણીઓ ખૂબ સંવેદનશીલ બની ગઈ હોય છે, તેને પણ ડિપ્રેશન આવે છે, અકળામણ થાય છે, મૂંઝવણ થાય છે, બીજી બાજુ દીકરીના સુખી ભવિષ્યના ઘડતરની ચિંતા તેને સતત સતાવતી રહે છે અને એટલે એની પૂર્વતૈયારી રૂપે તે તેને કડપમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તે વિચારે છે, એ મારું કહ્યું કેમ ન માને ? આજે મારું માનશે તો કાલે સાસરે સાસુનું કહ્યું માનશે ને ! છોકરીની જાત છે, એની ઉપર તો કડપ રાખવો સારો… મારે કાંઈ એની જિંદગી બગાડવી નથી. અત્યારે બહુ લાડ લડાવું તો કાલ ઊઠીને સાસરે સેટ જ ન થાય ને ! ત્યાં કોણ તેને લાડ લડાવવાનું છે !’

…ને આમ મા ને દીકરી સતત ટકરાતાં રહે છે. બંને એકબીજાની પ્રત્યે ધિક્કારની લાગણી સુધી પહોંચી જાય છે. બંનેના હૃદયમાં એકબીજા માટે ખૂબ લાગણી હોવા છતાં બંને એકબીજાની લાગણીને સમજી શકતાં નથી. પરિણામે એ દીકરી સાસરે ગયા પછી માનો પશ્ચાતાપ શરૂ થાય છે. ‘અરેરે ! એ બિચારી અહીં હતી ત્યારે ય મેં તેને એક્કેય દિવસ જંપીને જીવવા ન દીધી ને હવે ય એને તો આખીય જિંદગી એનું એ જ… મારી પાસે હતી ત્યારે વ્હાલથી પાસે બેસાડી માથે હાથ પણ એક્કેય દિવસ ન ફેરવ્યો. ભવિષ્યના સુખની આશાએ સુખના દિવસો હતા ત્યારે ય એને સુખેથી જીવવા ન દીધી…’

ત્યારે બીજી બાજુ દીકરીના મગજમાં નાનપણથી ‘સાસરું તો આવું જ હોય, અકારું હોય’ એવી એક ગ્રંથિ ઊભી કરી હોવાને કારણે ત્યાં તેને જે કાંઈ પ્રતિભાવો મળે છે તે બધાંને તે નેગેટિવ એટિટ્યૂડથી મૂલવે છે. તે સ્નેહ ઝંખે છે, સ્નેહ શોધે છે પણ તેનામાં રચાયેલી પેલી ગ્રંથિને કારણે તેને સઘળે નિરાશા જ દેખાય છે. સુખની શોધમાં ને શોધમાં તે સારી ય જિંદગી સતત ફાંફાં માર્યા જ કરે છે. તેના જીવનમાં એક્કેય એવું સોનેરી સ્મરણ નથી કે જેને યાદ કરી તે સુખની માત્ર અનુભૂતિ પણ માણી શકે…. આને માટે જવાબદાર કોણ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરેજી – રતિલાલ બોરીસાગર
અજબગજબ – સંકલિત Next »   

28 પ્રતિભાવો : ‘મમ્મી, તું બે મિનિટ શાંત રહીશ ?’ – ડૉ. ઊર્મિલા શાહ

 1. Neeta kotecha says:

  Dr. Urmila
  aa vat bahu sachi che k aavu bahu ma dikrio vache thatu j hoy che. tame j samjavano prayatna kariyo che e khub j barobar che. sasre su thase e vicharine piyar ma to dikrio ne heran n karay. khub undi vat. khub saras che tamaro lekh. alaram thi n uthti dikri potana badak na halva thi uthi j jati hoy che to piyar ma ene enu badpan jivi leva dyo. khub sunder.2007 badha ne khub mubarak.

 2. શરુઆતમાં તો લાગ્યું કે આ બસ એક વાર્તા જ છે.. અને ઉર્મિલાબેનની આ વાત આમ તો સાચી.. કિશોર અવસ્થામાં દીકરી હોય ત્યારે ઘણાંબધાં ઘરોમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.

  પરંતુ છેલ્લા બે ફકરામાં એમણે આવું કંઇ કહ્યું..

  ” પરિણામે એ દીકરી સાસરે ગયા પછી માનો પશ્ચાતાપ શરૂ થાય છે. ”
  ” તેના જીવનમાં એક્કેય એવું સોનેરી સ્મરણ નથી કે જેને યાદ કરી તે સુખની માત્ર અનુભૂતિ પણ માણી શકે… ”

  મને નથી લાગતું કે આ પરિસ્થિતી આટલી Generalize હોઇ શકે.. હું પણ આ પરિસ્થિતી માંથી પસાર થઇ છું.. મને પણ મમ્મીએ ઘણીવાર સંભળાવ્યું છે કે ‘સાસરે જઇને શું કરીશ?’ પરંતુ આ છેલ્લા બે ફકરામાં કહ્યું છે કે બંને એકબીજાની પ્રત્યે ધિક્કારની લાગણી સુધી પહોંચી જાય છે… મને એ વાત કંઇ વધારે પડતી લાગે છે !! મા -દીકરી ના સંબંધ વિશે ‘થેંક યૂ પપ્પા’ જેવું પુસ્તક નથી લખાયું, એટલે કંઇ એનું મહાત્મ્ય ઓછું નથી થઇ જતું..!!

 3. સુરેશ જાની says:

  તદન સાચી વાત વાંચવા મળી. ભારતીય સ્ત્રીઓના માનસમાં ડોકીયું કરાવવા બદલ આભાર.
  પણ બદલાયેલી પરિસ્થિતિમાં હવે લેખકોએ પુરુષોના પ્રશ્નોને વાચા આપવાનો સમય પાકી ગયો છે !

 4. Liked to read this story of adolecense and the parental concerns.Some psychological approach can be more eક્ષ્pected from the parental sides,is my humble opinion.Man thanks
  the author and Mrugeshbhai saying A Happy New Year 2007.

 5. ashalata says:

  તદન સાચી વાત કહી મા/દીક્રરી વચ્ચેનો આ તબ્બકો
  જ એવો છે એમાથી કોઈ બાકાત નથી
  મા બધુ જ સમજતી હોવ છતા આ સ્થિતિ તો આવે જ્
  છે.
  ઉર્મિલાબેન આપ્નો ખુબ આભાર

 6. kunal says:

  પુરુશો ના પ્રશ્નો ઉકેલવાનો સમય આવિ ગયો એમ નથિ લાગતુ?

 7. Chandresh Brahmbhatt says:

  હુ આ નિબન્ધ ને ૧૦ માથિ ૯.૯ પોઇન્ત આપુ. ખુબ જ સરસ! મા અને દિકરિ નિ મન્સિક પરિસ્થિતિનુ અવુ સુન્દર અને સચઓત વર્નન્! સમાજ ને આ રિતે સિક્ષિત કરતા રહેવાનિ કુશ્લતા પ્રભુ તમને આપે એ જ નવા વર્શ્ નિ સુભેચ્ચ્હઆ

  ચન્દ્રેશ્

 8. GOPAL VAKHARIA says:

  ડૉ. ઊર્મિલા શાહ,
  આજે પહેલી વખત ગુજરાતી સાઈટ જોવા મળી. તે મા આવા સરસ લેખો આવે છે? આ લેખ માં આજ ના ગુજરાતી ઘરો માં જોવા મળતી પરીસ્થિતી નો ચિતાર મળે છે. ઉકેલ પણ મળવો જોઈએ.
  જયશ્રીબેને લખેલા જવાબ માં જે પુસ્તક ‘થેંક યૂ પપ્પા’ નો ઉલ્લેખ થયેલ છે તે ક્યાં મળશે ?

 9. Anitri says:

  બહ સાચુ છે. પણ સાસરે આવિને મા ની કિમત સમજાય્.

 10. આ વાર્તા તો તદન સાચી હકિકત છે. કિશોર અવસ્થામાં દીકરી હોય ત્યારે ઘણાંબધાં નહી પણ લગભગ દરેક ઘરોમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.અને આવી પરિસ્થિતિમાઁ તો પિતાની હાલત પણ કફોડી બની જતી હોયછે. તે કોને સમજાવે? તેના માટે ત બંને આંખ સમાન છે. છતાં પતિ અને પિતાની ફરજ તો તેને બજાવવાની રહે જ છે. તે બંને વચ્ચેનો સેતુ બની બંનેની માનસિકતામાં સુધારો લાવી શકે છે.
  આ વાર્તા બદલ ઉર્મિલાબેન નો ખુબ આભાર
  પિનાકિન લેઉવા
  ગાંધીનગર

 11. Gira says:

  Wow. This is Present for me!! =) but we both are taking it easily… haha.. i mean my mommy is the same but she knows my limits n i should have fun too!!! but i liked it… it’s relevant to my present life… =)
  but i think this stage that every girl has to go through is soo special… looking deeply in this matter, there is love, nurture and protection is hidden… of our mother… n that’s waht i find it very very wonderfull…. it’s the fact but very unique one!!!
  thank you ms. Urmilaben. =)

 12. hitu pandya says:

  એ આ તો મારી જ વાત છે..લગ્ન પહેલા કદાચ મારી મોમ નુ આવુઁ વર્તન મને નોતુ ગમતુ..પણ હવે મને એની વાતો યાદ આવેછે.અને એની વાતો ને કારણે જ મારા સાસરા મા પણ સારુ વાતાવરણ ઊભુ કરી શકી છુ..credit goes to my mumma..જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

 13. palak bhatt says:

  Its all true,
  Perhaps all the reader mothers and daughters will feel, its there own story. Frankly at least I feel its my story. I used to argue a lot with my mummy. When I was young I felt my mom always keep scolding me instead of explaining me but today I realize my mother’s training was great. Perhaps I will be not able to teach my daughters so strongly.
  I believe every girl realize, “How precious mother is when she marries (at least in Indian culture)”. But that time its always too late for her because she is no more with her mother.
  Let me take advantage today to thank you my Mummy.

 14. Watti says:

  મ્ને તો આ વેબસઈદ ખુબજ ગમિ
  u r rock
  i really like this webside
  this teach me alot
  thank u very much who ever made this web

 15. nayan panchal says:

  લેખિકાનુ અવલોકન વિચારવાલાયક.

  બાળકોને પહેલેથી પોતાનામા થતા શારિરીક ફેરફારો વિશે તો જાણ હોય છે, પરંતુ માનસિક ફેરફારો વિશે પણ ચર્ચા કરી લેવામાં આવે તો ફેર પડે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.