રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છેલ્લો કટોરો – ઝવેરચંદ મેઘાણી
મેરુ તો ડગે – ગંગાસતી Next »   

13 પ્રતિભાવો : રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

 1. Neela Kadakia says:

  મૃગેશભાઈ,
  આટલા સુંદર બાળગીતો મુકવા બદલ આભાર.
  નીલા

 2. nayan panchal says:

  સુંદર મસ્તીભર્યુ બાળગીત.

  આભાર,

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  ગાતા ગાતા વાંચવાથી અંગે અંગમાં મસ્તી ઉભરાય તેવું સુંદર ગીત.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.