અજબગજબ – સંકલિત

[‘ચિત્રલેખા’ માંથી સાભાર. ]

[1] લીલાંછમ્મ લગ્ન

થોડાક સમયમાં લગ્નની મોસમ બરાબર છલકવાની છે એટલે આમચી મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતા એક વાચક શ્રીમતી ભાનુબહેન શેઠિયાએ એક ખાસ પ્રકારનું લગ્નનિમંત્રણ બનાવ્યું છે. એ અનોખી કંકોતરી આપણે બધાએ માણવા અને મમળાવા જેવી ખરી, હોં !

શ્રી ગણેશાય નમ:

માંગલિક પ્રસંગો :
સામૈયું : સવારના 6.30 કલાકે
હસ્તમેળાપ : સવારના 10.00 કલાકે
સ્વરૂચિભોજન : બપોરના 12.30 કલાકે
આશીર્વાદ સમારંભ : બપોરે 4.00 વાગે.

લગ્ન સ્થળ :
ભીંડી બજાર,
વેજિટેબલ માર્કેટની સામે,
ગુલાબી હૉલમાં,
મુંબઈ.

સર્વ વાચકમિત્રોને પરિવાર સહિત ભાવભર્યા લગ્નનો લહાવો લેવા મીઠાશથી ભરપૂર ભોજન કરવા મુખવાસ સહિત આમંત્રણ છે.

ફ્લાવરને ફૂલ્યા વગર ન ચાલે…. વટાણાને બી વગર ન ચાલે..
અમારા મોંઘેરા મહેમાનોને, મરચાં વગર ન ચાલે.

સર્વ સ્નેહીજનો, મિત્રોને સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે ગામશ્રી વેલપુરનાં શ્રીમતી ચોળીબહેન અને શ્રીમાન સક્કરિયાવાળાના સુપુત્ર ચિ. મૂળાભાઈનાં શુભ લગ્ન ગામ શ્રી તૂરિયાનાં શ્રીમતી ફણસીબહેન – શ્રીમતી ટામેટાની સુપુત્રી ટીંડોળી સાથે તા. 16-જાન્યુઆરી-2007ના મંગળવારના શુભ દિવસે નક્કી કરેલ છે. આ શુભ પ્રસંગે નવદંપતીને અંતરના આશિષ આપવા સહકુટુંબ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.

દર્શનાભિલાષી : કાકડીબહેન – કરેલાભાઈ, કોથમીરફૂઈ- સરગવાફૂઆ તથા દૂધીમામી-ટામેટામામા.

છે ને ખરા અર્થમાં લીલાંછમ્મ લગ્ન ?!

[2] ફરમાઈશી કેદ…

ગ્રાહક અને મોત ગમે ત્યારે આવી ચઢે એવી આપણે ત્યાં એક જાણીતી ઉક્તિ છે. આ ઉક્તિમાં હવે આપણે ચોર-લુટારુ પણ ઉમેરી શકીએ એવી એકે ઘટના થોડા સમય પહેલાં બ્રાઝિલના આલ્ટોપરના સિટીમાં બની.

બન્યું એવું કે અહીં એક પ્રાઈવેટ રેડિયોસ્ટેશન છે, જે રાતભર લેટેસ્ટ ગીતો પ્રસારિત કરવા માટે જાણીતું છે. આ રેડિયોસ્ટેશનમાં રાતે બે વાગે શહેરનો જાણીતો રેડિયો જૉકી (આર. જે.) તિયાગો સિલ્વા શ્રોતાની ફરમાઈશ ઉપરાંત એની પસંદગીનાં ગીતોનું જીવંત પ્રસારણ કરતો હતો. પ્રોગ્રામ બરાબરનો જામ્યો હતો. તિયાગો એના શ્રોતાઓ સાથે રસપ્રદ વાતચીત કરી રહ્યો હતો. ત્યાં બે લુટારુ સ્ટુડિયોમાં ધસી આવ્યા. આર. જે. તિયોગોના માથે ગન ધરીને કહે : ‘તારી બકબક બંધ કર, જે પણ ચેઈન, ઘડિયાળ કે કંઈ તારી પાસે રોકડ, વગેરે હોય તે તાબડતોબ અમારા હવાલે કરી દે, નહીંતર…

તિયાગો તો ગન સાથે પેલા બેને જોઈને થોડી ક્ષણો માટે થીજી ગયો. પછી સ્માર્ટ તિયોગોએ એક નાનક્ડું રિસ્ક લીધું. જાણે ફરમાઈશ કરતા શ્રોતા સાથે વાત કરતો હોય એમ પેલા બે સાથે સહજતાથી વાત શરૂ કરી : ‘હાઈ દોસ્ત, કેમ છો ? તમે મારો પ્રોગ્રામ સાંભળો છો ને ? ગમે છે તમને ? ગન લઈને તમે આવ્યા છો એટલે રોકડ-બોકડ તો તમારે હવાલે કરવી જ પડશે. પણ કહોને યાર, તમને કયું સોન્ગ ગમે ? બોલો એ હું તમને હમણાં સંભળાવી દઉં !’

સહજતાથી આવી વાત કરીને એનો લાઈવ પોગ્રામ સાંભળી રહેલા શ્રોતાઓને તિયોગોએ બહુ જ ચતુરાઈથી વાત પહોંચાડી દીધી કે સ્ટુડિયોમાં લુટારુ ધસી આવ્યા છે અને પોતાને લૂંટી રહ્યા છે ! ‘સોન્ગ-ફોન્ગની વાત છોડ, ભીડુ, પૈસા નિકાલો !’ જૉકી તિયાગોની વાત સાંભળીને અકળાયેલા બન્ને લુટારુ બોલી ઊઠ્યા અને ફસાયા. એમને ખબર નહોતી કે સ્ટુડિયોમાં લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને જૉકી તિયાગો સાથેની એમની વાત શહેરના શ્રોતાઓને પ્રસારિત થઈ રહી છે. પત્યું. શાણા શ્રોતાઓ લૂંટની વાત સમજી ગયા અને શહેરનાં અનેક પોલીસસ્ટેશનના ફોન રણકી ઊઠ્યા : ફલાણા રેડિયો સ્ટુડિયોમાં અત્યારે લૂંટ ચાલી રહી છે. દોડો ત્યાં…. આ બાજુ, સ્માર્ટ જૉકી તિયાગો પેલા બે લુટારુને આડીઅવળી વાતમાં વ્યસ્ત રાખીને બોર કરી રહ્યો હતો એ દરમિયાન ગણતરીની મિનિટોમાં જ પોલીસ રેડિયો સ્ટેશનમાં ધસી ગઈ ને પેલા બેને ઝપડી લીધા.
‘ડ્રોપ યૉર ગન…. યુ આર અન્ડર અરેસ્ટ’ એવો પોલીસનો ચીલાચાલુ ડાયલોગ પણ એ રાતે રેડિયો શ્રોતાને લાઈવ સાંભળવા મળ્યો એ લટકામાં !

[3] વગર વીજળીએ આંચકાબાજી

ઘણા સમય પહેલાં એક કિસ્સો બન્યો હતો જેમાં એક ચબરાક ચોરે મુંબઈના મલાડ પરામાં રહેતા એક સાસુ-વહુને હાથમાં ટીવીનો કેબલ પકડીને અલગ અલગ રૂમમાં ઊભા રહેવા કહ્યું અને પછી વાયરમાંથી કદાચ અચાનક કરન્ટ પસાર થાય તો આંચકો ન લાગે એ માટે શરીર પરનાં ઘરેણાં ઉતરાવ્યાં અને પછી પેલા ચબરાક ચોરભાઈ ઘરેણાં સાથે નૌ દો ગ્યારાહ થઈ ગયા હતા.

તાજેતરમાં જ એક આવી બીજી ઘટના મુંબઈના મુલુંડ પરામાં હમણાં બની ગઈ. સવારે આરતી ગુપ્તા નામનાં ગૃહિણીના ઘરનો ડૉરબેલ રણક્યો. આવનારી વ્યક્તિએ પોતાનો પરિચય કૅબલ ટીવીના ટેકનિશિયન તરીકે આપીને કહ્યું : ‘હું કૅબલ ચેક કરવા આવ્યો છું. ઘરમાં પ્રવેશ મળ્યા પછી એ યુવાને ફલૅટના બેડરૂમ-ડ્રોઈંગરૂમ, વગેરેની કૅબલ લાઈન ચેક કરી. ટીવી ઑન કરીને થોડી ચૅનલ સફ કરી નિદાન કર્યું કે બાથરૂમ પાસેથી પસાર થતા કૅબલમાં કંઈક ગરબડ છે. એણે આરતીબહેનને કહ્યું : ‘બાથરૂમ પાસે નવો કૅબલ લગાડવો પડશે. એક છેડો તમે પકડીને બાથરૂમ પાસે ઊભાં રહો. બીજો છેડો હું ડ્રોઈંગરૂમમાં ફિટ કરી લઉં…. ગૃહિની કૅબલ પકડીને બાથરૂમ પાસે સૂચના મુજબ ઊભાં રહ્યાં. પેલો યુવાન ડ્રોઈંગ રૂમમાં ગયો. એ હતો બહુ બોલકણો. ડ્રોઈંગ રૂમમાંથી એ ભાતભાતની વાત કરતો રહ્યો અને કૅબલનો એક છેડો પકડીને બાથરૂમ પાસે ઊભાં રહેલાં આરતીબહેન હૉંકારો આપતાં રહ્યાં. થોડી મિનિટ બાદ ડ્રોઈંગ રૂમમાંથી આવતો પેલાનો અવાજ બંધ થઈ ગયો. નવા કૅબલનું ફિટિંગ ચાલુ હશે એમ સમજીને આરતીબહેન કૅબલનો છેડો પકડીને થોડી વાર મૂંગા ઊભાં રહ્યાં. 12-15 મિનિટ વીતી. ન રહેવાયું એટલે એ બહાર આવ્યાં અને અમને જાને જોરદાર આંચકો લાગ્યો. ના, હાથમાં પકડેલાં કૅબલને લીધે નહીં, બહાર ડ્રોઈંગ રૂમમાં ઉઘાડા પડેલા કપબૉર્ડને લીધે !

કૅબલનો એક છેડો હાથમાં પકડાવીને દૂર બાથરૂમ પાસે ઊભાં રાખીને પેલા બોલકણા ચોરે કપબૉર્ડમાંથી આરતીબહેનના લાખેક રૂપિયાનાં આભૂષણ કાઢી લીધાં હતાં અને પછી આરતીબહેનને બાથરૂમ પાસે વાટ જોતાં રાખીને એ પોતે ગુપચુપ અલોપ થઈ ગયો હતો ! લાખેક રૂપિયાનાં ઘરેણાં ગુમાવનાર એ ગૃહિણીએ તો હાલમાં પેલા ચબરાક ચોરના વર્ણન સાથે પોલીસને ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલુ છે અને પેલા ચોરની સ્મૃતિ રૂપે રહી ગયેલા કૅબલનો ટુકડો જોઈને આરતીબહેનને હજુય મિની આંચકા લાગી રહ્યા છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘મમ્મી, તું બે મિનિટ શાંત રહીશ ?’ – ડૉ. ઊર્મિલા શાહ
લક્ષ્મી પતિ !! – રવીન્દ્ર ઠાકોર Next »   

12 પ્રતિભાવો : અજબગજબ – સંકલિત

 1. Vivek says:

  Check out another funny (also real) marriage invitation at: http://viveksblog.com/blog/index.php?p=908

 2. Rashmita lad says:

  really funny and intelligant……..i like it.

 3. સરસ વાત્યુ હો…
  ચેતતા નર સદા સુખી….

 4. Lindsay lohan….

  Lindsay lohan….

 5. nayan panchal says:

  ચોરો પણ મૌલિક હોય છે અને કેટલાક ચોરો મહામૂર્ખ.

  નયન્

 6. Triple penetration video….

  Triple penetration video….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.