પૂર્ણવિરામ – વિશાલ દવે

શહેરની મધ્યમાં આવેલી ‘રેડરોઝ’ રેસ્ટોરન્ટનાં એ.સી હૉલમાં કેન્ડલલાઈટના આછા ઉજાસમાં અક્ષ અને દિપાલી સામ-સામે ગોઠવાયાં હતાં.
‘આમ અચાનક મને અહીં બોલાવવાનું કારણ ?’ અક્ષે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવતાં પ્રશ્ન કર્યો.
જવાબમાં દિપાલીએ પોતાના પર્સમાંથી ચેકબુક કાઢી તેમાંથી એક ચેક ફાડ્યો અને તેના પર પોતાની સહી કરી ચેક અક્ષની સામે ટેબલ પર મૂકી દીધો.
‘આ મહેરબાની શા માટે ?’ અક્ષે બિલકુલ સ્વસ્થતાથી પૂછ્યું.
‘કારણ એ છે અક્ષ કે હું નથી ઈચ્છતી કે આંચલ તારી પત્ની બનીને તારા ઘરમાં આવે. હું મારી બહેનની જિંદગી ગરીબીનાં ખપ્પરમાં હોમાવી દેવા નથી માંગતી. આ ચેક ઉપર તું તારી ઈચ્છા મુજબની રકમભરી શકે છે બદલામાં તારે આંચલથી કાયમ માટે દૂર થઈ જવાનું રહેશે.’
‘જો હું આ ચેક લેવાનો ઈન્કાર કરું અને આંચલ સાથે લગ્ન કરવાનો મારો નિર્ણય પણ કાયમ રાખું તો ?’ ‘તો પછી તારો એ નિર્ણય એક કદી ન પૂરુ થયેલ સ્વપ્ન બનીને રહી જશે.’ દિપાલીએ મક્કમસ્વરે ઉત્તર આપ્યો.
‘તો જોઈ લઈએ કે મારી ઈચ્છા ફળે છે કે આપના ઈરાદાઓ !’ અક્ષે કોઈ શીતયુદ્ધની ઘોષણા કરી હોય એમ દિપાલી સમક્ષ હાથ લંબાવ્યો અને દિપાલીએ પોતાની સ્વીકૃતિરૂપે તેના હાથમાં પોતાનો હાથ પરોવી દીધો.

અક્ષ અને આંચલનું પ્રેમપ્રકરણ આંચલની મોટી બહેન દિપાલીની નજર બહાર રહી શક્યું નહોતું. બન્ને વચ્ચે રહેલી આર્થિક અસમાનતાની ખીણ અત્યારે તેમનાં લગ્ન આડે વિલન બનીને ઊભી રહી ગઈ હતી. આંચલ શહેરના એક પ્રખ્યાત એસ્ટેટ બ્રોકરની બે દીકરીઓ પૈકીની એક હતી અને અક્ષ એક ગરીબ વિધવા માનો એકનો એક પુત્ર, જે એક એડવર્ડટાઈઝીંગ એજન્સીમાં માસિક પચ્ચીસો રૂપિયાના પગારથી થોડા સમય પહેલાં જ નોકરી પર લાગ્યો હતો. જો કે આંચલ માટે અક્ષની આ મુફલિસી કોઈ મહત્વ નહોતી ધરાવતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં અક્ષને જણાવી દીધું હતું, ‘જો અક્ષ, મારી પાસે રહેલી ભૌતિક સંપતિ મારી પ્રકૃતિ પર કોઈ પ્રભાવ પાડી શકે તેમ નથી. હું તારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં એટલી જ સરળતાથી જીવી શકું છું જેટલી સરળતાથી આ સુખસાહ્યબીની વચ્ચે આજે જીવી રહી છું.’

આંચલનાં એ શબ્દો યાદ આવતાં જ અક્ષમાં હિંમતનો સંચાર થયો. તેણે જાહેર કરેલા શીતયુદ્ધમાં જાણે કોઈના વાયદાનું બ્રહ્માસ્ત્ર મળ્યું. ભૂતકાળનું પુનરાવર્તન આ વખતે નહીં થવા દઉં તેવો તેણે મનોમન નિર્ણય કર્યો.

ભૂતકાળમાં આજે મુફલિસીને કારણે પોતે ઋત્વાને ગુમાવી ચૂક્યો હતો. ઋત્વા પણ એક સંપન્ન પરિવારની દીકરી હતી. પોતાને ચાહતી હતી, પોતાની સાથે લગ્ન કરવા ઉત્સુક હતી અને પોતે પણ. પરંતુ માના શબ્દોએ પોતાના બધા જ અરમાનો પર ઠંડુ પાણી ફેરવી દીધું હતું.
‘જો બેટા, તું ખરેખર ઋત્વાને ચાહતો હોય તો તેને ભુલી જા. આ ઘરમાં લાવીને તું એને કોઈ સુખ તો આપી શકવાનો નથી તો પછી તેની પાસે જે કંઈ સુખ છે તે શું કરવા છીનવી રહ્યો છે !’
‘અને મારી ખુશી ? એનું કંઈ નહીં મા ?’ પોતે આદ્ર સ્વરે ફરિયાદ કરી હતી.
‘દુનિયા બહુ વિશાળ છે દીકરા અને ઈશ્વર બહુ દયાળુ !’ માએ ફરિયાદનો જવાબ આપતા કહ્યું હતું,
‘સમય-સમયનાં અંતરાલે હૃદયને ગમી જાય તેવી વ્યક્તિઓ જિંદગીમાં આવતી જ રહે છે. શરત માત્ર એટલી કે તમારી નીતિ શુદ્ધ હોવી જોઈએ. માના શબ્દો પોતે માથે ચઢાવ્યા હતા. ઋત્વાના તમામપ્રશ્નો તેની તમામ ફરિયાદોનો ફક્ત મૌન દ્વારા પ્રત્યુત્તર આપી પોતે તેની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

આજે મા હયાત નથી. પરંતુ તેના શબ્દો અક્ષરશ: ફળ્યા હતા. આંચલે પોતાની જિંદગીમાં આવી ઋત્વાની ખોટ પૂરી કરી દીધી હતી. એ જ દેખાવ, એ જ ભાવવાહી શૈલી અને અસમાનતાની પણ એ જ મોટી ખાઈ. જો મા જીવતી હોત તો આંચલ સાથેના લગ્નનો પણ કદાચ એ જ રીતે….

એ દિવસે ઘરે પહોંચ્યા બાદ દીવાલ પર લટકાવેલા માના ફોટા સામે નજર મીલાવ્યા વગર જ તેણે પથારીમાં લંબાવી દીધું. પરંતુ બીજા દિવસની સવારે હંમેશની જેમ મા ના ફોટા સમક્ષ બે હાથ જોડતી વખતે એ ફોટામાં રહેલી આંખોનો સામનો કરવાથી તે બચી શક્યો નહીં. બરાબર એ જ સમયે તેનો મોબાઈલ ફોન રણકી ઊઠ્યો. તેણે ફોન ઉઠાવ્યો. સામેથી આંચલ બોલી રહી હતી.
‘અક્ષ ! મને જાણવા મળ્યું છે કે દીદીએ તને મારાથી કાયમ માટે દૂર ચાલ્યા જવાનું જણાવ્યું હતું પરંતુ તું ચિંતા ન કરતો હું તારી પડખે છું અને હંમેશા રહીશ. વધારે વાત રૂબરૂ મળીશ ત્યારે કરીશ. અત્યારે ફોન મૂકું છું.’ ફોન કટ થયા બાદ અક્ષની નજર ઘરના ચાર ખૂણાં પર ફરી વળી. ચૂનાની પોપડીઓ ઉખડેલી દીવલા પર, હવા કરતાં વધારે અવાજ ફેંકી રહેલા પંખા પર, તૂટી ગયેલી ટીપોઈ અને છેવટે મા ના ફોટા પર….તેણે મનોમન નિર્ણય લઈ લીધો.

બીજા દિવસની સાંજે ફરી એકવાર ‘રેડરોઝ’ રેસ્ટોરન્ટનાં એ જ ટેબલ પર તે દિપાલીની સામે ગોઠવાયો હતો. આમ અચાનક મને અહીં બોલાવવાનું કારણ ? આ વખતે પૂછવાનો વારો દિપાલીનો હતો. ‘હું હારી ગયો દિપાલી.’ અક્ષે દિપાલીનાં પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું. , ‘પરંતુ તારી સામે નહીં, મારા આત્માની સામે, મારી મરી ચૂકેલી મા સામે અને કદી ન સુધરે એવી મારી સામેની પરિસ્થિતિ સામે ! હું તને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય આંચલને મળવાનો પ્રત્યન સુદ્ધાં નહીં કરું. આટલું બોલ્યા બાદ અક્ષ ઊભો થઈને રેસ્ટોરન્ટનાં ગ્લાસડોરને ધકેલીને સડસડાટ ત્યાંથી નીકળી ગયો.

બસમાં પાછાં ફરતાં તેની નજર સમક્ષ મૃત મા નો ચહેરો તરવરી ઉઠ્યો જે કહી રહ્યો હતો, ‘હૃદયને ગમી જાય એવી વ્યક્તિઓ સમય-સમયના અંતરાલે જિંદગીમાં આવતી જ રહે છે. બસ તમારી નીતિ….!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ
હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત Next »   

21 પ્રતિભાવો : પૂર્ણવિરામ – વિશાલ દવે

 1. Koik Ajanbi says:

  હ્રદય ને ગમી જાય એવી વ્યકિતઓ વારેઘડીએ જીવન મા આવતી રહે એવુ ખરેખર બનતુ હોય છે કે આવનારી વ્યકિતને તમે ગમાડવા માંડો છો એવુ બને છે?

  દિલગીરી સાથે લખવુ પડે છે કે એ જ જુની વાર્તા…

 2. Ritesh says:

  સરસ……

 3. Darshan says:

  સારી સરુવાત પણ અંત મા હજુ પણ કંઈક થઈ શકે એમ છે.

 4. Keyur Patel says:

  સામે વાળી વ્યક્તિનૉ સાથ હોવા છતાં પણ પાછા પડવું ઍ કાયરતાની નિશાની છે.

 5. ashalata says:

  ગમતી વ્યક્તિને કેલેન્ડરના પાનાની જેમ ફાડીને
  ફેકી ના દેવાય——-
  અંત——-?

 6. Rashmita lad says:

  aa varta no ant nathi……..prem karine pacha padvu ae kayarata ni nishani che.ane prem koi vastu che varvar alag-alag vaykati ne thae shake ? varta sars che parantu kaik khute che ?

 7. Jigar says:

  I think he is not yet mature otherwise he would have taken the risk of getting married with Anchal.

 8. રાજેશ says:

  खूदी को कर बुलन्द इतना की हर तक़दीर से पहेले खुदा बन्दे से खुद पूछे :
  बता तेरी रज़ा क्या है?

  દરિયા નુ મોજુ કંઈ રેતીને પૂછે નહિ કે તને ભીંજાવું ગમશે કે કેમ?
  એમ પૂછીને થાય નહીં પ્રેમ !

 9. zarana says:

  આનો એનદ સારો બનસે

 10. Vivek says:

  I am disappointed with the end of this story.

 11. Unknown! says:

  who is not disappointed with this story’s end??
  lmao… this story!!!

 12. Madhusudan says:

  Story is good but end is not perfect

 13. Baboochak says:

  We all expect an end to story that we like. But REALITY of life is very bitter.

  At times, you have to face the truth of life. People do fall for each other by looks, physique but when you start living life together, same people start complaining about every small difficulty they need to go through.
  No doubt, the “hero” always kept thinking after doing things, whereas, he was suppose to think and then do it 🙂

 14. Jaydeep Mistry says:

  After such a good start and in this story, if girl supports u than u will say no to her, it is not fine…

  Something is missing…

 15. Pooja says:

  disappointed story…didnt like it..
  atlease end could be better..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.