મેરુ તો ડગે – ગંગાસતી

મેરુ તો ડગે જેનાં મન ના ડગે
            મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
           સોઈ હરિજનનાં પ્રમાણજી.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ,
            ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી,
            રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી,
            આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
            તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
            તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
           અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
            શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
            જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો,
            જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં,
            જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્
એક જ દે ચિનગારી – હરિહરભાઈ ભટ્ટ Next »   

17 પ્રતિભાવો : મેરુ તો ડગે – ગંગાસતી

 1. premjibhai says:

  હરખ ને શોકની આવે નહી હેડકી,
  gangasati has given the gyan that is there in Vedas and Upnishads, Gita etc. She has thru her bhajans villange language, explained aatma, parmatmaa. She has many other bhajans where she is speaking to her daughter in law Panbai revealing the secrets of the universe.thanks mrugeshbhai.

 2. nayan panchal says:

  ગંગાસતીજી એ તો તેમના ગીતોમાં જીવનની ફિલસોફી વ્યક્ત કરી દીધી છે.

  ખૂબ જ ઉપદેશાત્મક ભજન.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  શ્રી ગંગાસતીનું ખુબ જ જાણીતું ભજન – ભાગ્યે જ કોઈ વિરલા પોતાના મનને આવું સુદ્રઢ કરી શક્યા હશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.