‘ઓવર ફીટ’ – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

સત્યાંગ નોકરીએ હાજર થવા ગયો છે. યશા એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.

ક્યાં કાલનો સત્યાંગ અને ક્યાં આજનો સત્યાંગ ! કેટલો મોટો ફેર ! એક ધનાઢ્ય પિતાનો લાડકો છોકરો. પાણી માગો ત્યાં દૂધ હાજર. આંગણામાં ત્રણ ત્રણ ગાડીઓ તેની તહેનાતમાં હોય. નાસ્તાના ટેબલ પર ફળફળાદિ અને સૂકા મેવા.

એ જ સત્યાંગ આજે એક નાનકડા મકાનમાં ‘નોકરીદાતા’ મટીને ‘નોકરિયાત’ બનવા નીકળી પડ્યો છે ! અને નોકરી પણ કેવી ? માત્ર પંદરસો રૂપિયાની ! એટલો પગાર તો એના પપ્પા પોતાના ડ્રાઈવરને પણ ચૂકવતા નહોતા !

સત્યાંગ શાળામાં ભણતો હતો, ત્યારથી જ એનું વ્યક્તિત્વ પોતાના ઘરને ‘છાજે’ એવું નથી, એમ તેના પપ્પા દુ:ખ સાથે વારંવાર કહેતા. વર્ગકામ આપી વર્ગમાં નોટો તપાસનાર શિક્ષકને એ ભણાવવાનું કહેતો ત્યારે વગરવાંકે તેને શિક્ષકો વર્ગમાંથી બહાર કાઢી મૂકતા ને ગેરવર્તણૂક બદલ વાલીની ચિઠ્ઠી લઈ આવવાની સૂચના આપતા. વ્યસનમુક્તિ વિશે વ્યાખ્યાન આપતા આચાર્યને એણે આવા વ્યાખ્યાન વખતે મોઢામાં તમાકુ ન રાખવાની વિનંતી કરેલી, એ અપરાધ બદલ શાળામાંથી એને કાઢી મૂકવાની ચીમકીભર્યો પત્ર આચાર્યશ્રીએ એના પપ્પાને લખેલો ! સત્યાંગના પપ્પા મળવા માટે ગયા, ત્યારે આચાર્યશ્રીએ ભવિષ્યવાણી પણ ઉચ્ચારી દીધેલી કે આપના પુત્રનાં લક્ષણો સારાં નથી એટલે સાવધાન રહેજો ! અને પોતાનો પુત્ર ‘બગડી રહ્યા’ નો બળાપો વ્યકત કરતાં સત્યાંગને વધુ નહીં ફટવવાનું તેની મમ્મીએ અલ્ટીમેટમ આપેલું !

હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી પોતાની પુત્રીની સારવાર માટે રામો માત્ર પંદરસો રૂપિયાની લોન લેવા આવ્યો, ત્યારે ‘ઘરમાં રોકડ સિલક નથી’ કહીને તેને કાઢી મૂકનાર પપ્પાની તિજોરીમાં ગોઠવાયેલાં નોટોનાં બંડલને આગ લગાડી દેવાનું સત્યાંગને મન થયું હતું !

સ્નાતક થયા પછી સત્યાંગને ઑફિસે એપ્રેન્ટિસ ‘શેઠ’ તરીકે તેના પપ્પાને બેસાડ્યો, ત્યારે તેમનો પ્રથમ ઉપદેશ હતો : સત્ય, દયા અને પરોપકારને ખુરશીની નીચે ભોંયમાં ભંડારી દેવાના ! કર્મચારીની વાત ગમે તેટલી સાચી હોય પણ પ્રથમ તબક્કે તો ‘નન્નો’ જ ભણી દેવાનો ‘સદુપદેશ’ સત્યાંગના પપ્પાએ સ્વાનુભવમાંથી તેને વારસામાં આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સત્યાંગને મન એ બધું વ્યર્થ હતું. પેઢીના સંચાલન માટેના તેણે આગવા સિદ્ધાંતો વિચારી રાખ્યા હતા. એમાંનો પહેલો સિદ્ધાંત હતો : ‘શેઠાઈ’ ના ભારથી પોતાને મુક્ત રાખવાનો ! એટલે પાણી પણ એ નોકર પાસે માંગવાને બદલે પાસે રાખેલા થરમોસમાંથી જાતે જ પી લેતો. મુલાકાત માટે આવેલા પરિચિતો સાથે એ ઓછામાં ઓછી વાત કરતો અને કામકાજના સમયમાં કોઈનીયે સ્વાગત સરભરામાં સમય વ્યતીત કરવાની પળોજણમાં પડતો નહીં. ખુશામતિયાઓ અને ચૂગલીખોરને એ પોતાની ચેમ્બરથી દસ ફૂટ દૂર રાખતો !

પરિણામે ટૂંક સમયમાં જ સત્યાંગની સમક્ષ પોતાની ચાલ સફલ ન થનારાઓની એક ‘ટોળકી’ ઊભી થઈ ગઈ હતી. આ ટોળકીનું મુખ્ય કામ મોટા શેઠ આગળ સત્યાંગની ચાડી ખાઈને નાના શેઠની કાર્યપદ્ધતિથી પેઢીને થનાર નુકશાનનું કલ્પિત ચિત્ર ઉપસાવવાનું હતું ! બીજી તરફ સત્યાંગના વ્યવહારને વખાણનારા કર્મચારીઓ સજ્જન પણ નિષ્ક્રિય હતા !

સત્યાંગને બોલાવીને આ બાબતનો ઠપકો આપવા માટે તેના પપ્પાએ કાકા-મામા-માસીની એક ‘મીની બેઠક’ યોજી હતી ! એ બેઠકમાં તેને બગાડવા માટે જવાબદાર તેની મમ્મીને હાજર રહેવાની કડક સૂચના પણ પાઠવવામાં આવી હતી. અને સૌની સમક્ષ સત્યાંગના પપ્પાએ આ જમાનાને ન શોભે તેવાં માનવતાભર્યાં દુષ્કૃત્યોની ‘હાથવગી યાદી’ પૂરી પાડી દિવસે દિવસે બગડતા જતા સત્યાંગને સુધારવાના હિતચિંતક પિતાના શ્રમયજ્ઞમાં સહભાગી થવા માટે મદદ માંગી હતી. પિતાને ભગવાન ગણવાનો અને તેમનો પડતો બોલ ઝીલવાને બદલે તેમની સાથે ચર્ચામાં ઊતરવાનો સત્યાંગનો અપરાધ અક્ષમ્ય જાહેર કરીને સત્યાંગ જો કહ્યામાં ન રહે તો તેની સાથે સંબંધ કાપી નાંખવાની જાહેરાત સત્યાંગના ભ્રાતૃવત્સલ કાકાએ તત્કાળ કરી દીધી હતી. મમ્મી મારફત સત્યાંગ-સુધારણા-અભિયાનની જવાબદારી પ્રગતિશીલ દષ્ટિકોણવાળા મામાએ સ્વીકારી હતી. પરંતુ હિતચિંતકોની એ સ્પર્ધામાં મેદાન મારી ગયાં હતાં ફોઈબા ! એમણે પોતાના ઓળખીતા વેપારીની પુત્રી યશા સાથે સત્યાંગનું ચોકઠું ગોઠવી દેવાની એક કાંકરે બે પક્ષીના શિકારની યોજના રજૂ કરી હતી.

સત્યાંગ પણ પરિવારના સૌની એકતરફી વિચારસરણીથી તંગ આવી ગયો હતો. એને તલાશ હતી હવે કોઈ હમદર્દીની, જે પોતાને સમજી શકે ! અને એટલે જ એણે ફોઈના પ્રસ્તાવ સામે અણગમો દર્શાવ્યો નહોતો.

ફોઈની યોજના સ્પષ્ટ હતી. તેઓ યશાને ‘સદગૃહિણી’ ની તાલીમ જાતે આપવાનાં હતાં. લગ્ન પહેલાં પોતાના બિનકળજુગી ભત્રીજા ‘સત્યાંગ’ ને ‘જમાનાજોગ’ બનાવવા માટેની આચારસંહિતા તેઓ જાતે ઘડી આપવાનાં હતાં ! વિધવા ફોઈબાએ વૈધવ્યનો સમય જપ-તપને બદલે ‘સમાજસેવા’ દ્વારા વ્યતીત કરવાનું પરગજુપણાનું બીડું ઝડપેલું હતું અને એમણે ગોઠવેલાં સફળ-અસફળ ‘ચોકઠાં’ એમને માટે સમાજ સેવા-ધર્મની પૂરતી તક પ્રદાન કરતાં હતાં !

સત્યાંગની નિષ્પાપ આંખો, ગૌર વર્ણ, ઊંચો-કદાવર બાંધો અને નિખાલસતા એ બધાં યશા માટે જીવનસાથીની પસંદગીના પર્યાપ્ત કારણો હતા. યશાની નમ્રતા અને નમણાશે તેની સત્યાંગની જીવનસંગિની બનવાની પાત્રતા સિદ્ધ કરી દીધી હતી !

ફોઈબાએ ‘માળા ફેરવવાની’ પ્રવૃત્તિને લાંબા ગાળાનું વેકેશન આપી યશાના ઘડતરને એક મુદ્દાનો કાર્યક્રમ બનાવી દીધો હતો. સત્યાંગની સત્યનિષ્ઠા, નીતિમત્તા, દયા, પરોપકાર વગેરેની પરિવાર-કલ્યાણ-વિઘાતક સત્યકથાઓ તેને સંભળાવીને ‘હવે દીકરી, આ ઊંઘે રસ્તે ચઢી ગએલાને એક માત્ર ઉગારી શકે એવું કોઈ આશાકિરણ હોય તો તું જ છે’ – એવી આજીજી એમણે સાયાસ અશ્રુવર્ષા સહિત કરીને યશાના મૌનને પોતાની વિજયપતાકા તરીકે જાહેર કરી દીધું હતું ! ‘સબ સલામત’નો ફોઈબા તરફથી સંકેત મળતાં સત્યાંગની સાદગીથી લગ્ન કરવાની કુબુદ્ધિને સૌએ કટાણા મોંઢે વધાવી લીધી હતી !

અને યશા મોટા ઘરની વહુ થઈને સાસરે આવી હતી ! નિકટનાં સગાં-વહાલાંના આનંદનો પાર નહોતો ! એમાનાં કોઈની સ્વાર્થી ચાલને સત્યાંગે પાર પડવા દીધી નહોતી. એટલે ફોઈબાએ ઘડેલી યુવતી સત્યાંગનો સીધો દોર કરવાની છે, એ સમાચાર માત્રથી સૌ રોમાંચિત હતાં.

પરંતુ એક માસ પછી સત્યાંગને ખાતર યશાએ જુદાં રહેવાની જાહેરાત કરી ત્યારે સત્યાંગના પપ્પા અને ફોઈબા સ્તબ્ધ થઈ ગયાં હતાં ! પોતાની તાલીમ નિરર્થક ગયાની વાત માનવા ફોઈબા તૈયાર નહોતાં.

પરંતુ સત્યાંગ સાથે ‘શ્વસુર-ગૃહ’ નો પરિત્યાગ કરતાં યશાએ કહ્યું હતું : ‘મેં ખૂબ પ્રયત્નો કરી જોયા કે એક મુઠ્ઠી ઊંચેરા માનવીને આ ઘરમાં લોકો સમજે ! પણ તે સૌને મન સત્યાંગ પાગલ છે ! આ જમાનામાં જીવવા માટે તદ્દન ‘અનફિટ’ ! જો સત્યાંગ જેવા નેકદિલ યુવકને ‘અનફિટ’ ગણવામાં આવશે, તો આ ભયંકર સ્વાર્થઘેલી દુનિયામાં આવો ‘ફિટ’ યુવક સહેલાઈથી ક્યાંથી મળશે ? સત્યાંગ સાથે ખુવાર થવામાંય જે આનંદ મને મળશે, તે તમારી આ વૈભવી ચાર દીવાલો વચ્ચેના આનંદ કરતાં મોંઘેરો હશે. તમને એમ લાગે કે તમારે સત્યાંગની જરૂર છે, ત્યારે અમને બોલાવજો. બાકી તો અમારું સ્વાવલંબન અમને મુબારક !’

રાત પડવા આવી. કાળાં ડિબાંગ વાદળો વચ્ચે ચંદ્ર દેખાતો નથી ! પણ યશા સત્યાંગની રાહ જોઈને બેઠી છે અને ચંદ્રને લમણે વાદળવિહોણું આકાશ થોડું જ લખાયેલું હોય છે ! યશાનું મન પ્રસન્ન થઈ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળ-કેળવણીનો આ પણ એક પ્રકાર – અરૂણા પરમાર
મહાન બનવું છે ? – ભારતી માલુ Next »   

24 પ્રતિભાવો : ‘ઓવર ફીટ’ – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

 1. gopal parekh says:

  સત્યાંગ ને ખરેખર સમજનાર યશા ને તેની નીડરતા માટે સલામ

 2. Jaydeep Mistry says:

  ખરે ખર સાચિ વાત છે.
  અત્યાર ના જમાના મા આ વાત કઇ છોકરિ સમજે છે.

  Really gr8 story.

 3. Koik Ajanbi says:

  સરસ વાર્તા. Appreciated the courage and understanding shown by Yasha.

 4. Rajesh says:

  Lucky Guy Satyang!
  otherwise:
  ज़ुबा मिलि है मगर हमज़ुबा नही मिलता

  waiting for part II

 5. Neeta kotecha says:

  aavu j thatu hoy che bahu badha loko sathe ane pachi sacha rasta par chalta raheva vada o ne pagal ma gani nakhva ma aave che. ane pachi sacha loko bahu var aa rasta par taki sakta nathi. loko ne jagadvani sari koshish.

 6. dhara says:

  ખરેખર ખુબ જ સરસ વાર્તા છે. ખરેખર સત્યાગ ખુબ જ લકી કહેવાય. same openion as rajesh told
  ज़ुबा मिलि है मगर हमज़ुबा नही मिलता ……

 7. KavitaKavita says:

  Very good story. Touched my heart. Why we cannot appriciate humanity in this world.

 8. Rajiv Upadhyaya says:

  thanks for the fantastic website

  Keep it up……

  Wishing you all the best.

 9. ashalata says:

  સરસ કહાની………

 10. Rashmita lad says:

  prenadayi varta.

  pati ne patni no sath hoy to jindgi ni adthi samsya hal thai jay. satyag ni sathe yasha pan thanyavad ne patra che.

 11. Pravin V. Patel says:

  ”સ્વાર્થી સગાં”ની ભીડમાંથી સત્યાંગને હેમખેમ ઉગારનાર યશાની સમજણને સલામ, કારણ એટલુંજ કે હાલમાં સાચું સમજનાર ”કેટલાં”?
  શ્રી ”મહેતા” સાહેબે ખુબીપૂર્વક સામાજિક સત્ય આપણી સમક્ષ રજુ કર્યું છે.
  અભિનંદન અને આભાર.

 12. Keyur Patel says:

  ઘણી વાર યુવાનો પાસે થી મોટા એ કંઈક શીખવું જોઈએ એવું નથી લાગતું? સરસ વાર્તા.

 13. Moxesh Shah says:

  “સત્યાંગ સાથે ખુવાર થવામાંય જે આનંદ મને મળશે, તે તમારી આ વૈભવી ચાર દીવાલો વચ્ચેના આનંદ કરતાં મોંઘેરો હશે. અમારું સ્વાવલંબન અમને મુબારક !”
  વાહ… વાહ… વાહ…
  દિલ ને અસર કરિ જાય તેવિ વાર્તા.
  Respected Dr. Chandrakant Mehta at his best, as usual.

 14. ઔર જો હૈ કલ કે, વો આતે જાતે બીચ મૈ ઐસે હી આયે ના, રાહ કાટે ના,
  હમ સે મિલી ના જો બાતે તો મુહ બન્ધ રખો ના;
  હો યુવા યુવા હો યુવા

 15. ઋષિકેશ says:

  આવા સત્યાંગો ને આવી યશાઓ મળતી રહે, અને તેમનું પીઠબળ બનતી રહે..
  Amen..

 16. jawaharlal nanda says:

  jindagi ni raah maa kaik kaam aave evi varta !

 17. jawaharlal nanda says:

  કભિ કિસિ કો મુક્કમલ જહ નહિ મિલતા ! કહિ જમિન તો કહિ આસમાન નહિ મિલતા !!

 18. NALIN PATEL says:

  ખુબ સરસ વાર્તા… વાહ વાહ વાહ…

 19. Chandrakant says:

  સરસ મજાનિ વાર્તા…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.