બાળ-કેળવણીનો આ પણ એક પ્રકાર – અરૂણા પરમાર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ અરૂણાબહેનનો (ઈસરો, અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ]

ઈ-મેઈલ, મિત્રો અને પરિચિતો સાથે સંપર્કમાં રહેવાનું એક અતિ ઉપયોગી માધ્યમ છે. એ ઉપરાંત ઈ-મેઈલ્સ દ્વારા મિત્રવર્તુળમાં રોજ-બ-રોજ જે સુંદર ‘સાહિત્ય’ ની આપ-લે થાય છે એને માટે તો આ માધ્યમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. ‘ફોર્વર્ડસ્’ દ્વારા કોઈ એક સુંદર વિચાર ગણતરીની મિનિટોમાં હજારો લોકો સુધી પહોંચી જાય છે તથા તમારા કોમ્પ્યુટરના નાનકડા સ્ક્રીન પર તમે ભાતભાતની માહિતીઓ તથા અવનવા વાંચનની મજા માણી શકો છો.

ગત જુન મહિનામાં મને આવી જ એક સુંદર ઈ-મેઈલ મળી. જેનો વિષય હતો : ‘જેઓ 1930થી 1970 દરમ્યાન જન્મ્યા છે એ સૌ માટે….’

આ પત્રમાં જણાવવામાં આવેલું કે આ બધાં લોકો ખૂબ જ નસીબદાર છે કારણકે જ્યારે તેઓ ગર્ભસ્થ હતાં ત્યારે તેમની માતાઓને દારૂ તથા ધૂમ્રપાનનું વ્યસન વળગેલું ન હતું. આ થનાર માતાઓ મધુપ્રમેહના રોગથી પીડિત નહોતી અને કોઈ એન્ટીબાયોટિક દવાઓની બંધાણી નહોતી. એ વખતનાં ઘરોમાં એવા કોઈ કબાટ કે દરવાજા નહોતા જ્યાં બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત હોય. કારમાં સીટ બેલ્ટ કે સ્કૂટર પર હેલ્મેટનાં કાયદાઓથી આ બાળકો અજાણ હતાં. સાંજે પિતાશ્રીની ખખડધજ સાયકલ પર ‘આંટો ખાવા’ ના રોમાંચ માણવાની હંમેશા આતુરતાથી આ લોકો રાહ જોતાં. બગીચાઓના ખૂલ્લાં નળો પરથી બાળકો કોઈ પણ જાતના રોગ થવાના ડર વગર પાણી પી શકતાં. ઠંડા પીણાંની એક બોટલમાંથી ચાર મિત્રો વારાફરતી પીણાંનો આસ્વાદ માણતાં અને એ કોઈપણ જાતનાં ચેપ થવાનાં ડર વગર. ઘી, માખણ, જાતજાતની મીઠી તથા તૈલી વાનગીઓ ખાવા છતાંય ‘મેદસ્વી’ થઈ જવાનો કોઈને ડર નહોતો. કારણકે આ સમયગાળા દરમિયાન જન્મેલાં બધાંઓને ‘બહારની રમતો’ (outdoor games) રમવાનો લાભ મળ્યો હતો. રજાનાં દિવસોમાં આ બાળકો સવારથી ઘરેથી નીકળી જતાં અને સાંજે છેક દીવાબત્તીના સમય સૂધી મેદાન કે ખૂલ્લી જગ્યાઓમાં રમવાનો ભરપૂર આનંદ ઊઠાવતાં. એ દરમ્યાન એમની કાળજી લેવા માટે કોઈ સાથે રહેતું નહોતું.

આ બાળકો પાસે ત્યારે પ્લે સ્ટેશન, વિડિઓ ગેમ્સ, કેબલ ટીવી, વિડિયો ફિલ્મ્સ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટ જેવા રમતનાં કે સંપર્કમાં રહેવા માટેનાં આધુનિક ઉપકરણો ઉપલબ્ધ નહોતાં. પરંતુ એમની પાસે ઘણાંબધાં મિત્રો હતાં અને બહાર જઈને એ સૌ ભેગા મળીને જાતજાતની રમતો રમવાની મજા માણતાં. એ લોકો વૃક્ષો પર ચડતાં, પડતાં, હાથેપગે ઈજાઓ પામતાં, ક્યારેક આને લીધે દાંત પણ તૂટતાં પણ આ બધાં સામે એમને કોઈપણ પ્રકારની ફરિયાદો નહોતી. પડવાં-વાગવામાંય તેઓને એક પ્રકારનો આનંદ મળતો. કાદવ-કિચડમાં રમવા છતાંય જીવજંતુઓ કે કિટાણુઓ તેમને કશું જ નુકશાન પહોંચાડી શકતા નહીં. તેઓ મન થાય ત્યારે તેમનાં દોસ્તોના ઘરે પહોંચી જતાં અને એ માટે એમને અગાઉથી કોઈ જાણ કરવાની જરૂરત જણાતી નહીં. નાની નાની ટુકડીઓ બનાવીને સંપીને રમવાનો એમનો આનંદ જીવન જીવવા માટે તેમને એક અલગ જ પ્રકારની કેળવણી પૂરી પાડતો. નાનાં-મોટાં એમનાં ઝઘડાઓમાં તેમનાં માતા-પિતા હંમેશા ન્યાયનો પક્ષ લેતાં. પોતાનાં સંતાનો તરફ, આવાં વખતે, કોઈ પણ જાતનો પક્ષપાત લેવાતો નહીં અને એનાથી એમની વચ્ચેનાં સંબંધોમાં કોઈપણ જાતની કટુતા કે કડવાશનો કોઈ અંશ જોવા મળતો નહીં.

આ સમયગાળામાં જન્મેલાંઓમાંથી દુનિયાને કેટલાંક વિશેષજ્ઞો, સંશોધકો, સાહસિકો અને સલાહકારો સાંપડ્યાં છે. છેલ્લાં 50 વર્ષોમાં, આ લોકોએ દુનિયાને કેટલીયે વિશેષ અને નોંધપાત્ર શોધોની ભેટ ધરી છે જેણે સમગ્ર વિશ્વને એક નાનકડાં સંકુલમાં ફેરવી દીધું છે.

આ લોકોએ સ્વતંત્રતા, સફળતા-નિષ્ફળતા અને જવાબદારીઓનો એકસાથે સ્વાદ ચાખ્યો હતો અને સાથે સાથે આ બધાંનો સામનો કરવાની ત્રેવડ પણ કેળવી હતી. અને એટલે જ જેઓ 1930 થી 1970 દરમ્યાન જન્મ્યાં છે તેઓને નસીબદાર કહેવાયાં છે કારણકે એ લોકો જે કાંઈ પામ્યાં, જે કંઈ બન્યાં તેને માટે તેમને તેમનાં માતાપિતાઓ દ્વારા એક વિશિષ્ટ પ્રકારની કેળવણી મળી હતી.

હું પોતે પણ આ સમયગાળા દરમ્યાન આ દુનિયામાં પ્રવેશવાની ‘વિશિષ્ટ લાયકાત’ ધરાવું છું અને એટલે જ આ ‘પત્ર’ મેં મારા ઘણાં મિત્રો સાથે વહેંચ્યો અને મોટાભાગના મારા મિત્રોએ તેમની આ ‘વિશિષ્ટ લાયકાત’ ધરાવવા બદલ ગૌરવની લાગણી અનુભવી. મારા એક મિત્ર શ્રી નિખિલભાઈ ને બે સુંદર બાળકો છે, સાથે સાથે બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જાગૃત પિતા છે. તેઓ અવારનવાર અન્ય માતા-પિતાઓ સાથે બાળકોનાં ઉછેર અંગે વિચારવિમર્શ કરે છે અને સાથે સાથે તેઓ બાળકોને તથા અન્ય માબાપોને આવી રમતો કે જે કોઈ પણ જાતનાં ખર્ચ વગર ખૂલ્લાં મેદાનોમાં રમી શકાય છે તેનાં ફાયદાઓ જેવાં કે ટીમનું ગઠન, નેતૃત્વ, પ્રત્યાયન કે વિચારવિમર્શ કરવામાં નિપુણતાની પ્રાપ્તિ, સુંદર અને સુગઠિત શરીર માટે મળી રહેતી કસરત, માનસિક સંતુલન અને ઘણાંબધાં અન્ય ફાયદાઓ જે જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં રોજબરોજનાં વ્યવહારોમાં અનેક રીતે ઊપયોગી થઈ પડે તેનાં વિશે જણાવે છે.

તેમનાં મતે માબાપો જ બાળકોને આવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરી શકે. પરંતુ, આજકાલ લોકો જે રફતારથી તથા જે રીતે જિંદગી જીવી રહ્યાં છે તે જોતાં માવતરો તેમનાં સંતાનોને બહાર રમવા મોકલતાં ગભરાય છે. પ્રથમ તો શહેરી વસવાટ એટલાં ગીચ થઈ ગયાં છે કે બાળકોને રમવા માટેની મોકળાશ મળવી મુશ્કેલ છે. બીજું, વાહનોને જે ભયંકર અને બેફામ ગતિથી હંકારાય છે તથા અકસ્માતોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતાં કોઈ પણ મા-બાપ પોતાનાં લાડકવાયાંઓને રસ્તા પર રમવા માટે મોકલવામાં ખચકાટ અનુભવે. ત્રીજું, આજકાલનાં બાળકો માટે વિવિધ પ્રકારની જે ઈતર પ્રવૃત્તિઓ કરવી પડે એમ હોય છે તેમાં તેઓને બહાર જઈને રમવા માટેનો સમય ફાળવવો એ એક અઘરી બાબત બની જાય છે.

તેમ છતાંય જો આજનાં બાળકોને 1930 થી 1970 દરમ્યાનની પેઢી જેમ બહાર રમવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેમની આંતરિક શક્તિઓ વધારે ખીલી ઊઠશે અને તેમનાં કુટુંબ તથા સમાજ બેઉને લાંબે ગાળે તેનો લાભ મળશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમત રમતમાં અબજપતિ ! – વિપુલ ઉદેશી
‘ઓવર ફીટ’ – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા Next »   

32 પ્રતિભાવો : બાળ-કેળવણીનો આ પણ એક પ્રકાર – અરૂણા પરમાર

 1. બાળ કેળવણી પર શ્રી અરૂણાબહેને અત્રે સરસ વિચાર રજુ કર્યો છે,
  આજની આધુનિક અને શહેરની લાઇફસ્ટાઇલથી આઉટડોર રમત મા ( ક્રિકેટ સિવાય ) પુરાણી રમતો ભુલાતી જાય છે…

 2. surayya says:

  i am very much with u children r indooors most of the time
  less time out doors and with out interaction with other kids
  makes them self centered

 3. Neeta kotecha says:

  Aruna ben
  tame sache j sachi vat kari che. mari dikri ne hama jara chakkar aavta hata .e 13 years ni che. MRI,SCAN, B,P TAPASIU, BLOOD …… bahu badhu karaviu. riport bhagvan ni daya thi normal aaviya. karan gotva bahu fafa marya. chelle family DR eni sathe vat kari tyare khaber padi k school sivay gar ni bahar nikadti j nathi lesson ane pachi com. ane T.V .DR. amne vadhiya k maherbani karine bahar ramva moklavo athva farva lai jao. tame kyay nathi lai jata to e kare su pachi aapne j kahiye chiye k com. sivay kai gamtu nathi. ane amari aakho ugadi. tamari vat par thi e yad aavi gau.

 4. નવનિત ડાંગર says:

  એક પ્રેરણાદાયી લેખ

 5. ashalata says:

  ખરેખર સુન્દર લેખ અત્યારની પેઢિના માતાપિતાને
  સમજવા જેવો લેખ
  અરુણાબેન તમારો આભાર———

 6. કલ્પેશ says:

  મારો જન્મ 1977મા થયો 🙂

  અને ઉપર જણાવ્યા મુજબ બાળપણમા ઘરની બહાર રમવાની મજાનુ તો શુ કહેવુ?

  સ્કુલેથી ઘરે આવ્યા પછી પતંગ ચગાવવા, છુપા-છુપી, લંગડી, સાંકળી, ખો-ખો અને ઊંચી પાળ પરથી કુદકા મારવા (જેવા વાનરવેડા) જેવી ઘણી રમતો જેને કારણે શારીરિક ચપળતા અને માનસિક વિકાસ તેમજ સ્પર્ધાત્મ્ક અને મૈત્રીભર્યુ વાતાવરણ ઊભુ થાય છે.

  સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.

 7. 80's child says:

  આ માતે કોન જ્વાબ્દા ર ? ૧૯૩૦ – ૧૯૭૦ મા જન્મેલા મા-બાપ ?

 8. Rashmita lad says:

  સરસ અને પ્રેર્ નાદાયિ લેખ્ આજ ના માતા અને પિતાઓને પોતાના સ્ન્તનોનિ કેલ વલિ કર્વમા લાભ દાયિ

 9. Aruna says:

  Thank you all for sparing time to read my article and also to provide the comments.

 10. Nikhil Joshi says:

  Very good, pls carry on with the circulating & sharing the good writeups.
  this is a very good service for the society

 11. Nikhil Joshi says:

  Very good,Aruna. pls carry on with the circulating & sharing the good writeups.
  this is a very good service for the society

 12. anjoo daswani says:

  Arunaben,
  Thank you for taking time to share these thoughts. Today’s parents are so caught up in the race for consumerist pleasures! Look at all the shopping malls coming up! We have forgotten the need to connect with cosmic energy through activities that take us close to nature. Every Sunday should be a family day spent outdoors – a great recipe for good health & happiness.

  anjoo

 13. Keyur Patel says:

  જો બીન ગયા વો સપના થા, જો આજ મિલે વો અપના હે. પણ સાચેજ કહેવું પડશે કે ભૂતકાળ ના યુગ માં ઘણું ગુમાવ્યું તો છેજ. આય હાય બહુ બધું યાદ આવી ગયું. જવા દૉ નહિતર “મુંગેરીલાલ કે હસીન સપને” શરૂ થઈ જશે……..

 14. Meenu Kaul says:

  Wonderful observation..
  This article is an eye-opener for today’s generation parents…
  Keep up the good work..

 15. Dipika D Patel says:

  આ તો માતા-પિતા પર આધાર રાખે છે કે બાલકને કેવું બનાવવું? લોભ અને ડર થી પર બનાવવું કે નહીં? નાનપણ થી વેદ અધ્યયન , ગીતા વાચવી, રમત – ગમત, કથક, ભરતનટ્યમ્ સમય આપીને શીખવવું પડે. આજે તો માતા-પિતાને પીક્ચર, સીરિયલ જોવામા, પાર્લ્રર મા , પાર્ટીમાં, ઇન્ટરનેટ, Higher Study,ફેશનમાંથી સમય જ ક્યાં છે?

 16. સુરેશ જાની says:

  આનો ઉકેલ છે કોઇની પાસે?

 17. Pratik Kachchhi says:

  Reality of Present Life.. atleast I noticed in majority of families who stay away from their mother country..Need to relook into it.. VERY NICE ARTICLE..

 18. Rita Rathod says:

  Its very good. Its real fact in present.

 19. KIRTI PANDYA U S A says:

  thank you i am so glad very nice story. i like it keep going.

  kirti pandya

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.