એક જ દે ચિનગારી – હરિહરભાઈ ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
            એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં
            ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડયો,
            ન ફળી મહેનત મારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
            સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
            વાત વિપતની ભારી.

ઠંડીમાં મુજ કાયા થથરે,
            ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ, હું અધિક ન માંગુ,
            માંગુ એક ચિનગારી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેરુ તો ડગે – ગંગાસતી
ચકલી – જુગતરામ દવે Next »   

9 પ્રતિભાવો : એક જ દે ચિનગારી – હરિહરભાઈ ભટ્ટ

 1. અતુલ જાની (આગંતુક) says:

  ઠંડીમાં મુજ કાયા થથરે,
  ખૂટી ધીરજ મારી;
  વિશ્વાનલ, હું અધિક ન માંગુ,
  માંગુ એક ચિનગારી.

  સુંદર પ્રાર્થના, અને ખરેખર એક જ ચિનગારી બસ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.