મહાન બનવું છે ? – ભારતી માલુ

આપણામાંથી ઘણા પોતાના અભ્યાસમાં નિયમિત નથી હોતા અથવા ખરેખર તો કોઈ પણ બાબતમાં નિયમિત નથી હોતા. આપણે ઊંચું ધ્યેય પસંદ કરી ભારે ઉત્સાહથી કાર્યનો આરંભ તો કરીએ છીએ. પણ પછી થોડા દિવસોમાં જ પાછા આળસમાં ગબડી પડીએ છીએ. અને પછી જો એક જ વખત સાંકળ તૂટી તો પછી દિવસો, અઠવાડિયાં અને મહિનાઓ પસાર થઈ જાય છે. કંઈ જ થતું નથી. કશી જ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.

તમારા કાર્યની નોંધ રાખો તો ? આખાય દિવસના સતત ‘ઑફિસ વર્ક’ પછી કોઈ બે કે ત્રણ કલાક વાંચે છે એમ કહેવું એ ગર્વ અને સંતોષની વાત છે. હા, આ વાત જાણીને બીજાઓ તમારી આવી શિષ્ટ અને સંસ્કાર રૂચિની પ્રશંસા કરશે. પણ તમે તમારી જાતને પૂછી જુઓ કે ખરેખર તમે નિયમિત બે કે ત્રણ કલાક, અરે ! પંદર મિનિટ પણ વાંચો છો ખરા ?

તમે ખરેખરા નિયમિત હો તો એનું પરિણામ શું આવે એ તમને બતાવું. એક સાધારણ પુસ્તકનાં ચાલીસ પાનાં તો તમે કલાકમાં વાંચી શકો ને ? જો તમે નિયમિત પંદર મિનિટ વાંચતા હો તો રોજનાં દશ પાનાં તો વાંચતા જ હશો. એનો અર્થ એ કે તમે વર્ષમાં 3650 પાનાં વાંચો છો – 15 થી 20 પુસ્તકો. તમે ખરેખર આટલું વાંચો છો ? દર માસે નિયમિત રીતે દોઢથી બે પુસ્તકો ? મને ખાતરી છે કે આપણામાંના મોટા ભાગના નહિ વાંચતા હોય. જો તમને એમાં શંકા હોય તો તમારાં રોજિંદા વાંચનની નોંધ કરો અને તમને સાચું શું છે એ જાણવા મળશે.

આપણામાંના મોટા ભાગના લોકોનું વાંચન રોજના વર્તમાનપત્રથી આગળ ભાગ્યે જ વધતું હોય છે. એટલું પણ આપણે પદ્ધતિસર અને નિયમિત વાંચતા નથી. વર્તમાનપત્રથી આગળ વધનારા લોકો કોઈ હાસ્યરસના માસિકનો અંક કે ફિલ્મી માસિકનો અંક વાંચતા હોય છે. અરે ! એ પણ કાળજી લીધા વિના માત્ર વાંચી જ જતા હોય છે. મોટાભાગના લોકોનુ વાંચન વર્તમાનપત્રના અમુક વિભાગ કે મથાળા પૂરતું મર્યાદિત હોય છે. અરે ! કોઈ રહસ્યભર્યા સમાચાર વાંચવામાં આવે ત્યારે પણ શરૂઆતના એકબે ફકરા વાંચ્યા પછી રસ સમાપ્ત થઈ જાય છે. રાજકીય વિકાસની આધુનિક સમસ્યાઓમાં પણ આપણે બહુ ઊંડા ઉતરતા નથી. કોઈ એકાદ સદ્દભાગી રાજકીય પક્ષને આપણે આપણો ટેકો આપીએ છીએ અને બીજાઓ વિશે કશો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન સરખો કરતા નથી. બધા પક્ષો વિષે વાંચી આપણે ભાગ્યે જ સત્ય શોધવા પ્રયાસ કરતા હોઈએ છીએ. અનેક વિષયો પર અનેક સામાયિકો બહાર પડતા હોય છે. પણ ગંભીર વિષયો પરનાં આવા સામાયિકો વાંચવા તરફ આપણું વલણ હોતું જ નથી !

એક વખત તમે નિયમિત રીતે અને ગંભીરતાથી વાંચવાનું શરૂ કરો – ભલે દિવસમાં પંદર જ મિનિટ માટે – અને વર્ષને અંતે પરિણામ જુઓ. તમને પ્રશ્ન થશે કે ‘પુસ્તકાલયમાં તો હજારો પુસ્તકો હોય છે. દિવસમાં પંદર મિનિટ વાંચવાથી એ બધાં પુસ્તકો પૂરાં થઈ શકશે ? માત્ર પંદર મિનિટ વાંચવાથી કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય ?’ એ સાચું છે કે પુસ્તકાલયનાં બધાં પુસ્તકોતો તમે દસ જન્મે પણ પૂરાં ન કરી શકો અને એ આવશ્યક પણ નથી. કારણ કે માનવમનને મર્યાદા હોય છે. મહાનમાં મહાન વ્યક્તિ પણ આખા પુસ્તકાલયનું જ્ઞાન વ્યક્તિગત રીતે પચાવી શકે નહિ, પરંતુ આપણામાંની દરેક વ્યક્તિનું તેના પોતાના રસ, પોતાનાં વલણો, સ્વભાવ અને મનનાં વળાંકો હોય છે. એક વ્યક્તિ કોઈ એક કે બે વિષયમાં રસ ધરાવી શકે અને એમાંય વિષયના અમુક ભાગમાં જ. દાખલા તરીકે “અ” ઈતિહાસમાં રસ ધરાવે છે અને તે પણ માત્ર ભારતનાં ઈતિહાસમાં. ભારતના ઈતિહાસમાં પણ એને માત્ર મોગલ સમયમાં જ રસ હોઈ શકે. “બ” રસ ધરાવે છે સાહિત્યમાં, પણ માત્ર કાવ્યોમાં અને તે પણ પોતાની પસંદગીનાં કવિઓનાં કાવ્યોમાં જ.

અને કોઈપણ વ્યક્તિ પોતાને કયા વિષયના કયા ભાગમાં રસ છે એ તો બહુ ઝડપથી શોધી શકે છે. એક વખત તમારું મન કયા વિષયને સમજી શકે છે એ જાણ્યા પછી તમે વાંચનના સાચા રસ્તા પર છો એમ માની લો. એ પછી તમને અભ્યાસમાં રસ પડશે અને તમે થોડા જ સમયમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી શકશો. પોતાના રસ અને શક્તિઓને – પોતાના વ્યક્તિત્વને – ઓળખી લેવું એ જીવનની અર્ધી સફળતા છે. કારણકે એ જાણ્યા પછી તમે તમારા મનનો સાચો વપરાશ શરૂ કર્યો ગણાય.

વર્તમાનકાળમાં જેની બજારકિંમત ઓછી હોય એવા વિષયમાં તમને રસ પડે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે સંસ્કૃત સાહિત્ય. તમારું મન માત્ર એક જ વિષય પર કાર્ય કરી શકતું હોય તો પણ શરમાવાની જરૂર નથી. દાખલા તરીકે કોઈને ગણિત ગમતું હોય, સાયકોલોજી ગમતું હોય… અરે ! ફિલ્મોની વિગતો ભેગી કરવાની ગમતી હોય… કારણકે મન તો એનાથી કાર્યશીલ રહે છે જ.

આમ, જો તમે દરરોજ પંદર મિનિટ વાંચવાની ટેવ પાડો અને તમારા શોખના વિષયને બરાબર ઓળખો તો તમે એના નિષ્ણાત બની શકો અને સમય જતાં ભવ્ય સફળતા મેળવી મહાન બની શકો. ચમકશો નહિ. કારણકે મહાનતા કંઈ જન્મથી જ મળતી નથી. મોટા ભાગના મહાન પુરુષોએ નિયમિત રીતે સખત કામ કર્યું છે. અભ્યાસ કર્યો છે અને મજુરી કરી છે. એક વાર નિયમિત બન્યા પછી તમે તમારા અભ્યાસનો સમય 15 મિનિટમાંથી 30 મિનિટ, 45 મિનિટ અને કલાક- બે કલાકનો પણ કરશો જ. ‘બે-ત્રણ કલાક નિયમિત રીતે વાંચવા બેસવાનું કંટાળાજનક ન લાગે ?’ એવો પ્રશ્ન તમને થશે પણ મહેનત વિના કંઈ નિષ્ણાત થવાય ? અતિ શ્રમ અને સતત કાર્ય વિના કોણ મહાન બની શક્યું છે ?

મહાન પુરુષોના જીવન તરફ દ્રષ્ટિ નાખો. સારા ખેલાડીઓ, સંગીતકારો અને લેખકો અથવા બીજા ગમે તે ક્ષેત્રના મહાપુરુષોએ શું પોતાની જન્મજાત શક્તિઓને જમા રાખીને મહત્તા પ્રાપ્ત કરી હશે ? જન્મજાત શક્તિઓને સતત મહાવરો આપવા તેઓ કલાકો સુધી કાર્ય કરતા હોય છે. આપણે તો વર્તમાનપત્રોમાં મોટા અક્ષરે છપાયેલાં તેમનાં નામ વાંચી આશ્ચર્ય પામીએ છીએ. પરંતુ પડદા પાછળ જોઈએ તો ખ્યાલ આવે કે એ નામ છપાતાં પહેલાં એમણે કેટલો શ્રમ કર્યો હતો.

તમે કહેશો કે ‘અમે અમારો બધો સમય કામમાં ગાળીએ તો જીવનમાં આનંદ શો રહે ?’ તમે ગપ્પા મારવાં, પાનાં રમવાં કે સાવ ક્ષુલ્લક વિષય પરનાં પુસ્તકો વાંચવા એને જીવનનો આનંદ ગણતા હો તો એ રીતે જીવી શકો છો, પણ પછી મહાન બનવાનું ભૂલી જવું પડશે.

ફરી એક વાર મૂળ વિષય પર આવીએ તો રોજના નિયમિત વાચનથી તમારી પ્રગતિ કેટલી ઝડપી બને એ હવે તમે સમજી ગયા હશો. રોજનું બે કલાકનું વાંચન એટલે 80 પાનાંનો અભ્યાસ – એક પુસ્તકનો 2/3 ભાગ. એના પરિણામે મહિનામાં કેટલો બધો અભ્યાસ થાય ? અને વર્ષે ? એવાં થોડા વર્ષો પછી તમે તમને ગમતાં વિષય વિશે કેટલું બધું જ્ઞાન ધરાવતા હશો ? અને એક દાયકા પછી તો તમે મહાનતાના માર્ગ પર હશો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘ઓવર ફીટ’ – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
પત્ની જ્યારે પત્ની રહેતી નથી ! – તારક મહેતા Next »   

18 પ્રતિભાવો : મહાન બનવું છે ? – ભારતી માલુ

 1. Neeta kotecha says:

  Bharti ben , bahu saro lekh che. books etli badhi vasavi che. pan kantada ma divas puro thai jay. have aaj thi nakki kariu k 15 manit thi to chalu karvu j che. aabhar. sathe Mrugesh bhai no aabhar k aavi site koline amne sahelaithi vachvani sagvad aapi che. aabhar. saras lekh.

 2. Rashmita lad says:

  lokone vachan pratye jagrut karto lekh.manas ghanivar nakkami vato ma samay pasar kare che tene badle matra 15 minite vachava mate rakhe to ketlu gnan prapat thay.

 3. અત્રે સરસ વાત તરફ અંગુલી નિર્દેશ કર્યો છે…
  નિયમીતતા વગર સફળતા મેળવવી અઘરી છે…
  સરસ લેખ… અભિનંદન ભારતીબહેન…

  ટીપે ટીપે સરોવર ભરાય…

 4. jasama gandhi says:

  really this is tru to read something every human in their daily life.jsk.

 5. Keyur Patel says:

  Very good and interesting article.

 6. ashalata says:

  ખરેખર સાચી વાત કહી ,જોયેલુ/જાનેલુ,વાંચેલુ/લખેલુ
  માનવીની દિશા બદ્લી નાંખે છે.
  આભાર ભારતીબેન——–

 7. દર્શન ત્રિવેદી says:

  આ લેખ ગમ્યો?
  તો સ્વેટ માર્ડન અને શિવ ખેડા ને આખેઆખા વાચી જવા.

 8. bipin Shah says:

  Thought provoking artcle.my heartiest congratulations. I requestyou to put up articles. This will really change habitsof the readers. We thinkwhat is there in 15 minutes . But it really helpfu.

 9. ખુબ જ સરસ લેખ છે

 10. amol patel says:

  ખૂબ જ સરસ લેખ…..
  એક મહત્વની બાબત તરફ ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર……

 11. rohitsinh zala says:

  mane khubaj gamyu pan bharti ben su khali vach vathi niyamit ta aave ? samjya vagar nu kai pan vachi a te saru kharu ? tran kalak cachi a pan jo tema thi kai pan gyan na medavi a to te vachyu sarthak ganay kharu ?

 12. nayan panchal says:

  the monk who sold his ferrari માં લેખકે એવુ કહ્યુ છે કે જો કોઈ પણ ક્રિયાને તમે નિયમિત રીતે ૨૧ દિવસ સુધી કરો તો પછી તેની આદત પડી જાય અને આપણે ૨૨મા દિવસથી તેને આપોઆપ કરતા રહીશુ.

  સારો લેખ, આભાર.
  નયન

 13. Vaishali Maheshwari says:

  Very true description about daily life scenario Ms. Bharti. Your calculations are also interesting. Just reading for 15 minutes a day can also make a big difference in our knowledge.

  Taking a vow to do something is quite simple and easy, but just taking a vow will definitely not help. We will have to follow the vow.

  “Good books can be our best friends” – I read this in one of my English class essays during school days, but never thought on this for a while.

  Almost all of us either study or work or have some or the other jobs to do. So, we keep on grumbling that we lack time. But this is not really true. There is no one who lacks time, if we know the trick to find spare time.

  I also love reading but was not active enough in reading the books just because of laziness, but since I came to know about this Read Gujarati website, I keep on looking for time which I can utilize for reading. I shall make a point to read some interesting books also as and when I get time (which I will for sure) during the whole day.

  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.