પત્ની જ્યારે પત્ની રહેતી નથી ! – તારક મહેતા

એક સાંજે નોકરીધંધેથી પાછા ફરી ધૂનમાં ને ધૂનમાં તમારી રોજિંદી ટેવ પ્રમાણે તમારા રહેઠાણનું બારણું ખોલી તમે અંદર પગ મૂકો અને પગ મૂકતાંની સાથે અડધો ડઝન વંદા તમારા પગ ઉપર આરોહણ કરવા માંડે અને તમે એમના અણધાર્યા હુમલાથી ચોંકીને છલાંગ મારો અને બીજા પગમાં કંઈ ખીલી, પતરું કે એવી જ કંઈ ધારદાર ચીજ ઘૂસી જાય અને ચીજ પાડવા તમે મ્હોં ખોલો ત્યાં પચાસ ગ્રામ ધૂળનો ગોટો સડેડાટ તમારાં ફેફસામાં ઊતરી જાય અને એ બાબતમાં ફરિયાદ કરવા હજી તમે સ્વસ્થ થાવ ત્યાં જ તમારાં શ્રીમતીજી તમારા ઉપર જ ચાબખો મારે કે, ‘જરા જોઈને ઘરમાં પેસતા હો તો !’ ત્યારે સમજી લેવું કે દિવાળી આવી ગઈ છે અને તમારી ફરજપરાયણ પત્નીએ વાર્ષિક સાફસૂફીનું મહાભગીરથ કાર્ય ઘરમાં શરૂ કર્યું છે. પત્ની દિવાળી માટે સાફસૂફી શરૂ કરે ત્યારે પતિ માટે તો ઘરમાં કટોક્ટીની જ પરિસ્થિતિ ઊભી થાય છે.

ઘણીવાર મને થાય છે કે દિવાળીના તહેવારમાં ઘર સાફ કરી સજાવવાનો મહિમા ન હોત તો શું થાત ? માળિયાં અને કાતરિયાં ઉકરડાથી ઊભરાઈ જાત. બેસતા વર્ષે બિછાનાઓ ઉપર, ગાદીઓ ઉપર પાથરવામાં આવતી રંગબેરંગી રેશમી ચાદરો પટારાઓમાં પડ્યે પડ્યે જીવડાંઓનું ભોજન બની જાત. કીમતી પ્યાલા રકાબીના સેટ ધોવાયા વગરનાં વર્ષોથી શોભાનાં રમકડાં જેવાં પડ્યાં રહેત. નવાં કપડાં સીવડાવવાનાં અને સાડીઓ ખરીદવાનાં બહાનાં રહેત નહિ. સૂકા મેવા અને તાજી મીઠાઈના સ્વાદ ભૂલી જવાત. આપણા વડવાઓએ ધાર્મિક તહેવારોમાં કેવી સિફતથી ગૃહિણીઓ માટે ફરજો લાદી દીધી છે ! આમ બારે મહિના પત્નીની ગૃહવ્યવસ્થાથી અસંતુષ્ટ રહેતા પુરુષોને દિવાળીના દિવસે ઘરની સજાવટ જોઈ ઊંડે ઊંડે જરૂર વિચાર આવતો હશે કે ‘બારે મહિના બૈરી આવી રીતે ઘર સજાવી રાખતી હોય તો કેવું સારું !’

પણ દિવાળીમાં તો ગૃહિણીઓ ઉપર સ્વચ્છતાનું જાણે ભૂત સવાર થાય છે. એને કામ કરતી જોઈને આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી ગજબનાક શક્તિ એનામાં આવે છે ક્યાંથી ? માળિયાનાં માળિયાં ઉથલાવી નાખે, ફર્નિચર ઉલટાવી નાખે, છાજલીઓ, ગોખલાઓ, પાળીઓ, ખૂણા-ખાંચરાં ઝાટકી નાખે. તમને યાદ પણ ન હોય તેવી ચીજો ધોઈ, માંજી, ચકચકિત કરી ગોઠવી દે. તોરણ, આભલાં, ગાલીચા, ચાદરો, ટેબલકલોથ, આસનિયાં, ગલેફ બધાનો ગંજ બહાર નીકળી આવે ત્યારે તો ખરેખર જ તમને ગૃહિણી જાદુગર લાગવા માંડે અને હજી લાભપાંચમ ગઈ નથી અને બધો સુશોભનનો અસબાબ જેમ અલૌકિક રીતે પથરાયેલો એવી જ રીતે પલકારામાં અલોપ થઈ જાય.

આ બાબતમાં મોટાભાગના પુરુષો તદ્દન અણઘડ હોય છે. હું તો છું જ. પત્નીને ચાદર પથરાવતી વખતે એના સામેના બે છેડા પકડી પાથરું તો પણ એમાં અડધો ડઝન કરચલીઓ પાડું. પત્ની બિચારી હોંશભેર રહેઠાણ સજાવતી જાય તેમ તેમ આપણા રહેઠાણના રંગઢંગ બદલાતા જોઈ આપણને અડવું અડવું લાગવા માંડે. મહેમાનો માટે પથરાયેલી ગાદી ઉપર એવી તો ભપકાદાર મુલાયમ ચાદર હોય કે આપણને એના ઉપર બેસતાં જીવ ન ચાલે. રખેને ચાદર તણાઈ જાય, ફાટી જાય કે બગડી જાય એ બીકે આપણા ઘરમાં આપણે અજાણ્યા મહેમાન જેવા ફર્યા કરીએ.

વળી પત્નીને જાણે માતા આવ્યાં હોય તેમ એ પાલવનો કમરબંધ બનાવી આખા ઘરમાં ઝઝૂમતી હોય અને જેટલી વાર એને મદદ કરવા જઈએ એટલી વાર જાણે આપણે એની વાર્ષિક યોજનામાં ભંગાણ પાડવાનું કાવતરું કર્યું હોય એમ આપણને વડચકાં ભરે. જોકે એમ જ બનતું હોય છે. એને એકાદ પેટી-પટારો ખસેડવા ઊંચકાવવામાં મદદ કરવા જઈએ તો આપણા હાથ કે પગનાં આંગળાં-અંગૂઠા કચરાયા વગર રહે જ નહિ. પછી એ બિચારી પેટી-પટારા ફેંદે કે આપણી સારવાર કરે ? આપણે જ આવે વખતે સારવાર કરી લેવી જોઈએ એવી સદ્દભાવનાના ક્ષણિક આવેશમાં દવા કે મલમ ખોળવાનાં ફાંફાં મારવા જઈએ ત્યારે ભંડકિયામાંથી એકાદ બે બાટલી ભોંય પાડી આપણે એનું કામ વધારી મૂકીએ છીએ.

છેવટે એ આપણી સામે કટોકટીનું એલાન જાહેર કરે. ‘મહેરબાની કરીને તમારે જે જોઈતું હોય ને તે મને કહો, આમ જ્યાં ત્યાં ખાંખાંખોળાં ન કરો. હું કહું છું કે કલાક ફરી આવો ને, આમ અહીં તમે અથડાયા કરો છો તે મને કંઈ કામ સૂઝતું નથી. હજી તો રસોઈ કરવાની બાકી છે. તમે જાવ તો હું સપાટામાં પરવારી જાઉં, નહિ તો પાછા તમે ને તમે ‘ખાઉં-ખાઉં’ કરતા રસોડામાં ધસી આવશો ને કંઈક વગાડશો.’

આમ એ તમને આડકતરી રીતે કલાક માટે તડીપાર કરે. એના ફરમાનને અમલમાં મૂક્યા વગર છૂટકો જ નહિ, કારણકે છેવટે તો ઘર સુશોભિત દેખાય એનો અડધો યશ વગર મહેનતે આપણે જ ખાટી જતા હોઈએ છીએ. એના શ્રમયજ્ઞમાં સક્રિય સહકાર આપવા આપણે અસમર્થ હોઈએ તો પછી એના માર્ગમાંથી કામચલાઉ હટી જઈ એને અનુકૂળતા કરી આપવી એ દરેક પુરુષની પવિત્ર ફરજ હોવી જોઈએ. તમે નક્કી કરો કે ‘ચાલ જીવ, બૈરીના છણકા અને ધૂળ ખાવા કરતાં કંઈક આડોશપાડોશમાં લટાર મારી આવીએ.’

ચંપલ ચઢાવી પહેરેલે કપડે તમે બહાર નીકળી પડો અને કાયમ આવકાર મળતો હોય એવા પાડોશીને બારણે જઈ ટકોરા મારો તો અંદરથી સ્ત્રીનો કઠોર અવાજ સંભળાય.
‘કોણ છે ?’
અંદરથી કઠોર અવાજથી તમે નરમ પડી પૂછો તો જવાબમાં બારણું ખૂલે અને સ્ત્રીનું ડોકું દેખાય તેમાં જ તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. પડોશીની પત્નીનું આખું ડોકું બાવાં જાળામાં લપેટાયેલું અને જવાબ મળે કે ‘ના, એ આટલામાં કંઈક ગયા છે.’ એનો અર્થ એ કે તમારી જેમ જ તમારા મિત્રને પણ પત્નીએ તડીપાર કર્યા છે. કેટલીક મુત્સદ્દી પત્નીઓ પતિને એવાં કામ સોંપી દે છે કે પતિ બિચારો બે-ત્રણ કલાક ઘરમાં ફરકે નહિ. એવા તો જવલ્લે જ કોઈ પુરુષ હશે જે પત્નીને કહેતા હશે, ‘બેસી રહે છાનીમાની, ના જોઈ હોય મોટી ઘર શણગારવાવાળી, બાર મહિના ઉકરડો પાથરી રાખે છે અને પછી દિવાળીના દહાડામાં લોહી પીએ છે ? તારું ડાચું શણગારે તોય બહુ છે. કાયમ રોતી સૂરત રાખી ગમાર જેવી ફર્યા કરે છે પછી કયો તારો ભૂત ભાઈ તારું ઘર જોવા આવવાનો હતો ?’

મોટાભાગના પુરુષો આ દિવસોમાં ત્રાસ ભોગવી લેતા હોય છે. બક્ષિસની આશાએ ઘાટીઓ ઘેરઘેર દોડતા હોય છે. આ દિવસોમાં ઘાટીઓની કાર્યશક્તિ અને સહનશીલતા સોળે કળાએ ખીલી ઊઠે છે. સામાન્ય રીતે આખી બપોર ઘોરતાં અને આખી ચાલી જાગી ઊઠે એવા ઘાંટા પાડીએ તોય ઘોરવાનું ચાલુ રાખતા ઘાટીઓ દિવાળીના દિવસોમાં રાત-દિવસ જાગ્રત રહે છે. સામાન્ય રીતે એમને ખોળવા નીકળવું પડતું હોય, પણ આ દિવસોમાં સામેથી એ હાજર થઈ જતા હોય છે અને ઘરનાં પુરુષ કરતાં એ લોકોની મદદ ગૃહિણીને વધારે ઉપયોગી નીવડે છે.

દિવાળીના દિવસ સુધી હદપાર થયેલી અવસ્થામાં ફરતા પુરુષો તમને માળાઓનાં આંગણાંમાં, ઓટલે, આજુબાજુની કોઈ હોટલોમાં કે પાનને ગલ્લે ટોળે વળી ગપ્પાં હાંકતાં નજરે પડશે. પુરુષનો અહમ એવો હોય છે કે એ નિખાલસતાથી કબૂલ ન કરે કે પત્નીએ એને બહાર હડસેલી મૂક્યો છે. એ તો બહાર ઊભો ઊભો ફાંકામાં એમ જ બોલતો હોય છે કે ‘મેં તો વાઈફને કહી દીધું કે આ બધી મગજમારી આપણને નહિ જોઈએ. તારે કરવું હોય એ કર. હું ફરીને આવું છું.’ દરેક પુરુષને અંદરખાને ખબર હોય છે કે દિવાળી માટે સાફસૂફીના જંગે ચઢેલી પત્નીના માર્ગમાં આડે આવવામાં કેટલું જોખમ છે. સારું છે કે આપણા સમાજમાં પતિઓને માંજીને ચકચકિત કરવાનો રિવાજ નથી, નહિ તો કંઈક પતિઓના બરડા કાથીના દડાથી છોલાઈ જતા હોત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહાન બનવું છે ? – ભારતી માલુ
આપણે અને વિચારો – પ્રવીણ દરજી Next »   

74 પ્રતિભાવો : પત્ની જ્યારે પત્ની રહેતી નથી ! – તારક મહેતા

 1. Manisha says:

  Tarak Uncle……… Aunty e haju diwali nu kaam puru karyu nathi laagtu…… 🙂 … etle navra garden ma besi ne article lakhi naakhyo ne……..

 2. Krupa says:

  Uttarayan ma diwali ni dhamachokdi uad aavi gai pan have to kaju katri bhuli ne Undhiyu khava ni taiyario karo ane badha purusho ne kaho k vatana-papdi ane tuvero chholava lage.

 3. મૃગેશભાઇ આ અનુભવનુ ભાથુ બાંધી લેજો , રખે કામ લાગે…

 4. Pranay Gohel says:

  Tarak Sir,
  If you are really reading this then its a gr8 pleasure for me. I am very big fan of yours since long. I read most of your books & I like ” Duniya na Undha Chashma”. I like your character like tapu, champak kaka, jetha bhai & all others. Just want to meet to you once.
  Thanks to you & read gujarati.com to may be get in touch with you .

 5. KavitaKavita says:

  I love Tarak Mehta’s style. I have all his published books. I love reading it again & again. I subscribe “chitralekha” every year onlyfor his artical.
  Please keep writing.

 6. jasama gandhi says:

  હેલ્લો તારક્ભાઇ! ખરેખર સાચુ મજા આવિ ગઈ. આવુ મજાનુ લખતા રહેજો. આનન્દ આવે. જય્અશ્રિ ક્રશ્ન્.

 7. Keyur Patel says:

  તારક કાકા, હું તમારો ખૂબ જ મૉટ્ટો fan છું. તમારા પેહરાવેલા ઊંધા ચશ્મા હું પેહ્ર્યે રાખું છું. વ્યવહાર માં બહાર નીકળું ત્યારે જો કે એ સીધા કરી નાંખું છું. તો તમ તમારે લખ્યે રાખૉ…….

 8. સુરેશ જાની says:

  સારું છે કે તારક મહેતા અમેરીકા નથી સેટલ થયા, નહીં તો વાત સાવ ઊલટી જ હોત !!
  તેમના જીવન વિશે કોઇ વિગતે માહીતિ આપી શકશે? મારે તે અમારા બ્લોગ પર મૂકવી છે.
  https://sureshbjani.wordpress.com/

 9. deval patel says:

  Hello Tarak Uncle,
  it’s fantastic,
  i am always waiting for your article.
  please mrugeshbhai give us this type of article everyday.

 10. ashalata says:

  હેલો તારકભાઈ વાહ કહેવુ પડે પતિદેવોની ઊઘ
  ઉતરાણમા દિવાળીવાળી કરીને તમે ઉડાડી દીધી
  જલ્દી જલ્દી કામે લાગી જજો પતીદેવો નહિ તો
  તારકભાઈની ગાધીગીરી પાછળ આવી જ સમજો !!!!!!!!

 11. HARSH says:

  KEM CHO KAKA TMARI BADI VARTA VANCHI PAN ANA JEVI MAZA KASHA MA NATHI AVI , KAKA TMRI DIWALI PATE ATLE CHRIMATAS AVESHE ATLE ANE PAR LAKGO .

 12. Keyur says:

  ખુબ સરસ લેખ.હુ પણ તમારા લેખો નિયમિત વાચુ છુ. ખાસ તો ચિત્ર્ લેખા

 13. Ashish Dave says:

  Tarak Mehta is the best. I am reading him since I was may be 7 – 8 years old and I am still doing it after 25 years. He is like an old wine…gets better and better with time. I would love to meet him in person.
  Ashish

 14. Jayant Shah says:

  લેખ મજા આવી .તારક મહેતા હોય પછી પૂછવાનુ શુ?

  જયન્ત શાહ

 15. dr sudhakar hathi says:

  નમસકાર it is a pleasere to read tarak mehta real nagar ni bhasha vanchava male chhe

 16. Gira says:

  WOW… i laughed so much… n yes i have read one book of yrs, the TIPUDO one. it was hillarious…
  now, i think, i have to subscribe Chitralekha. humm… i have heard it from many people…
  sounds very cool..
  thank you sir. =)

 17. Mrugesh says:

  ખુબ સરસ વાર્તા હતી, મને તો ખુબજ ગમી ગઇ.

  આપ કિ તારીફ હમ ક્યા કરે,
  ઈતની મેરી શાયરી મે દમ નહિ,
  ખુદા ને ખુબસુરતી જો આપ કો દી,
  ઈત્નિ ખુબી ફુલો મે કહા……

 18. Mrugesh says:

  ખુબ સરસ વાર્તા હતી, મને તો ખુબજ ગમી ગઇ.

  આપ કિ તારીફ હમ ક્યા કરે,
  ઈતની મેરી શાયરી મે દમ નહિ,
  ખુદા ને ખુબસુરતી જો આપ કો દી,
  ઈત્નિ ખુબી ફુલો મે કહા……

  મારા દોસ્તો માટે ઃ મૃગેશ, સિદ્દાર્થ , તરુણ્ મનોજ્

 19. ayaz daruwala says:

  amazing, simply the best

 20. Vinay Khatri says:

  નમસ્કાર!
  હું તારક મહેતાનો Fan છું, ૨૦વર્ષથી ચિત્રલેખા વાંચું છું, હમણાં હમણાં એમ લાગે કે તારક મહેતાના જુના લેખોને આજના સંદર્ભમાં Edit કરીને કોઇક gost writer દુનિઆંના ઉન્ધા ચસ્મા લખે છે?

 21. Juzer Hajiwala says:

  hello tarak uncle, hu hamesha chitralekha ni rah jou chhu and hath ma aave etle pehla undha chashma vanchu chhu, ane eklo eklo hasto hou chhu, tamara bija article pan jova chhe,tamne malva ni ummid karu chhu.

 22. JITENDRA TANNA says:

  ગુજરાતિમા હાસ્ય લેખક તરિકે તારક મેહતાસાહેબની તોલે કોઇ ન આવે. ચિત્રલેખામા સૌથી પહેલા હુ દુનિયાને ઉંધા ચશ્મા વાચુ છુ પછી બીજુ બધુ.

 23. mukesh thakkar says:

  you are simply the best. can’t find any better word for you. good luck and hope you keep writing for ever.As others i also would like to meet you personally, let me know if you are planning to come to Australia.

 24. Namrata says:

  બહુજ સરસ લેખ છે. આમારા ઘરમા પણ દિવાળીના દિવસોમા આવો જ માહોલ છવાયેલો હોય છે.

 25. DIPAN PATEL says:

  Its very very nice..
  and its the correct scene at that days…
  Very much strong language and sentances….
  I am congratulate the author….

 26. rajesh trivedi says:

  Respected Tarakji,
  Kem chho? Hope u must be always fine because you are the one who is providing sufficient stuff to the Gujarati public thru’ “Duniyane Undha Chashma”. You are really great. No one can write like you. A person who is really in very bad mood even if he wanted to commit suicide and if he reads your araticle “Duniyane ….” he will survive. Keep it up and ghanu ghanu jivo..
  regards,

 27. watti says:

  મને તમારિ વેબ ઘનિ ગમે

 28. hiral says:

  great! enjoyed a lot karan k koik to evu che je striyo vishe kaik saru bole che!

 29. વટટી says:

  હુ કેનેદા મા છુ એટલા માટે હુ સારુ લખી નથી શકતી. પર હુ મારુ સારામા સારુ કામ કરીશ. મને તમારી વેબ ઘણી સારી લાગી. i wish તામે ઘણા popular બનો.

  આવજો.

 30. @shish Nanda says:

  તારકકાકા નો લેખ પહેલીવાર વાચ્યો આના પરથી એવુ લાગે છે કે તારકકાકા નુ લખેલુ બધુજ ઉથલાવી નાખવુ પડશે. હવે તારકકાકા ને દિવસ રાત હિચકિઅઓ આવાની. હા..હા..હા

 31. maurvi says:

  Tarak Mehta—- bus naam hi kaafi hai.

  tarak saheb ni aj to khubi chhe, sav nani vatmathi aatlu saras hasy nipjavavu e emni varsho juni style chhe. jyarthi vanchta shikhi chhu, tyarthi chukya vagar”duniya na undha chashma” vanchti aavi chhu. Tapu, Jethalal, Champak kaka, Ranjanben, Dyaabhabhi, vachali, tambak tavdo, popotlal, Rasik Stodio, mohanlal, hathikay dr. hansraj… aa tmam characters nu chitrlekhan najar same thai gayu chhe. ame to amari aaju-baju na ghana loko na nam padi didha.

  Mugresh bhai, gr8. continue with such articles.

 32. Munaf Molvi says:

  Dear Mr.Tarak,
  Hi This is Munaf from Saudi Arabia, i dont know if u r really reading this. But i m reading ur articles since i was in std.10, now i am 37yrs old. Nobody can make me laugh like a crazy other than you, May Allah gives you long life and health. you innocent comedy without any prejudice is your key to success. i wish you all the best. i know all your char. by heart. my regards to your shreematiji.

 33. હુ પન બધા નિ જેમ તમરો પન્ખો fan ચુ તારકકાકા….

 34. Bhavna Shukla says:

  એવા તો જવલ્લે જ કોઈ પુરુષ હશે જે પત્નીને કહેતા હશે, ‘બેસી રહે છાનીમાની, ના જોઈ હોય મોટી ઘર શણગારવાવાળી, બાર મહિના ઉકરડો પાથરી રાખે છે અને પછી દિવાળીના દહાડામાં લોહી પીએ છે ? તારું ડાચું શણગારે તોય બહુ છે. કાયમ રોતી સૂરત રાખી ગમાર જેવી ફર્યા કરે છે પછી કયો તારો ભૂત ભાઈ તારું ઘર જોવા આવવાનો હતો ?’
  …………………………………………………………………….
  તારકભાઇ મન નો આક્રોશ જબરો બહાર આવી ગયો. હસી ને આંખમા પાણી આવી ગયા. હવે લાવો તમારા ઉંધા ચશ્મા પહેરીએ. આમ પણ દિવાળી નજીક આવી છે. આમે તો અમેરીકા મા પણ દિવા ના કરીએ પણ સાફ સફાઇતો આમ જ કરીએ. આતો પાનો ચડી ગયો…
  મૃગેષભાઇ આવો જ કોઇ ફક્કડ લેખ ફરી આપી શકો? ખાસ દિવાળી મા ગૃહીણીઓ ને વળગતા સફાઇના ભુત પર………..

 35. mihir says:

  Jay Hatkesh,
  very funny article. to read your articles i always be curious.

 36. Facebook ‘Fad’ Spreads to Corporate…

  Facebook ‘Fad’ Spreads to Corporate CampusesMacNewsWorld, CA -21 hours agoOn Facebook, you can easily set up your own Web pages to communicate…

 37. Shreya Shah says:

  Dear Sir Tarak Mehta. I am a big fan of you. I like all the books written by you. But can you post the link where I can read all of your books for free. I am in Canada so can not get your books easily. So if somebody is reading my comment and knows about the link, plz post it!!!Thanks.

 38. Bhav says:

  આ લેખ વાચિને તો મજા આવિ ગઈ. તારકભાઈ ના influence મા, મારા ઘર મા બાપુજિ મને ત્રમબક તાવઙા કહિ ને બોલાવે છે.

 39. amit r barot says:

  respected tarak mehtaji,

  i am a very big fan of u.i have been reading duniya ne undha chashma ince my childhood.it’s been like 15 yrs or so.and i strongly believe that there is no one on this planet who can write like you.sir tame je gujarati ma lakhyu che ebadhu j jo english ma lakhay to athva translate thay to tame duniya na sauthi best hasya lekhak cho.and i strongly believe that all that u have written in gujarati should be translated in english.thanks a lot sir for makin entire gujarat laughing for decades.thank u sir

 40. Indravadan says:

  Dear Tarak Saheb,
  I do not remember, I got the opportunity to read your article and I miss it. Means I am a big fan of you. By the way please give my sweet memories to your neighbour Mr. Jethalal and Ranjan… sorry Dayabhabhi

 41. Reena.B.Soni says:

  તારકભાઈ તમારા લેખો ખુબ સરસ અને વ્યન્ગપુર્ન સાથે સમજવા લાયક હોય વાચવાનિ ખુબ મજા આવે

 42. urmi says:

  તારક કાકા,તમે તો પેટ પકડિને હસાવો છો.’દુનિયાને ઉન્ધા ચશ્મા’માથિ કોઇ લેખ મુકોને!!!!

 43. Jatan says:

  વાહ તારકભાઇ વાહ, મજા આવી ગઇ, તમારુ વર્ણન બહુજ સરસ અને રમુજી છે

 44. MONA RATHOD says:

  I love each and every article written by Tarak Mehta, I am big fan of his Articles, so please its request to send every week one article from Mr. Tarak Mehata

 45. mansi says:

  tarak sir u r really mindblowing.
  may the god give u healthy and wealthy life.

 46. Bhavesh says:

  All the articals from Tarak Mehta are best and this one is too. Keep it up…

 47. Vishal Jani says:

  વાહ્, વધુ એક વખત, મજા આવી ગઇ.

 48. Mrunal Yoddha says:

  Respected Tarak Uncle & Readgujarati.com,

  You r genious, I m watching your serial “Tarak mehta ka Ulta Chashma” but it shows that your articles is modified by the producer. But it’s a pleasure to read the original books in my childhood. Even i m not missing a single episode of your serial. Right now i m in USA but your episodes giving me warmness of “Ahmedabad”. As a gujarati i must say Thanks to all the gujarati members and gujarati writters for the Articles.

  Regards

 49. Prakash Pancholi says:

  તારક્ભાઈ
  મારે તમને અમેરિકા મા બોલાવેીને બહુમાન કરવુ ચેી
  હુ અહિયા તમારેી મિત્ર મન્દલિ મા બહુ માન ચેી
  દિલ્ નો ભાવ શબ્દ મા નથિ આવ્તો પન જરોૂર પધરો
  અમારિ દિલ નેી ધદ્કન તમે ચોૂ
  ખુબ માન ચેી તમારા માતે

 50. Prakash Pancholi says:

  તમારુ ઇ મેઇલ મોકલ્શોઇ?
  પ્રકાશ્
  પ્રકાશ પન્ચોલિ @ જિ મેઇલ્.કોમ્

 51. Urmila says:

  we need more of these articles to make us laugh – Mr Tarak is fantastic writer

 52. સુરેશ જાની says:

  આ હસવાના લેખની ફરમાઈશ જાણી આ બંદાનેય શુર ચડ્યું છે, માળું હોં !

  બટાકાપૌંઆ પીવાય? પીધા જ હતા ને!

  ચોંકી ગયા ને?

  લો તાણે વાંચી જ લ્યો બાપુ! .. …

  http://dhavalrajgeera.wordpress.com/2008/12/13/drinkable_bataka_pauaa/

  તારક મહેતાની જુતી બરાબર પણ ન હોય, તે જ આવા બટાતા પૌંઆ બનાવે ને? …

 53. piyush pandhi says:

  તારક્ ભઈ

  આપ કા જવબ ન્હ્ી

 54. ASHWIN says:

  સુ કરો છો મજા આવી ગઇ તારકભાઇ મહેતા નો જવાબ નહીઁ

 55. mayuri raval says:

  tarak sir

  its really very nice article

  ape to kamal kari hasta hasta badhu j sav sachu samjavi didhu
  pan sachu kahu sir a badhi yaado j sathe rahi jay che

 56. niyati shah says:

  હુ બરોડા રહેતી ત્યારે હર અથવાડિયે દુનિયા ને ઉંધા ચશ્મા વાચતી.અમેરિકા મા આવ્યા પછી તારક મહેતા ની એ કોલમ બહુ યાદ કરુ છુ.જો એમના એ બધા લેખ ઓનલાઇન મળતા હોય તો મહેરબાની કરી મને જનાવવા વિનંતિ.

  મારુ ઇ મેઇલ છે – niyu1983@yahoo.co.in

 57. Jagruti says:

  enjoyed a lot all the articles by Sh Tarak Mehta

 58. Jagruti says:

  વાહ તારકભાઇ વાહ,
  you are simply great….always loves to read from your side….

 59. we saw yur serial TARAK MEHTA KA OOLTA CHASAMA it is very nice ……

  apaki kaya tarif kare TARAK BAHI u r great………..my humband n my brother in law like tooooo much

 60. Vaishali Maheshwari says:

  Good one.
  Enjoyed reading the detailed description of cleanliness and decoration activities that women do for the celebration of the festival of Diwali.

  Very good.
  Thank you Mr. Tarak Mehta.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.