ગઝલ દ્વયી – ઉર્વીશ વસાવડા

image[રીડગુજરાતીને આ સુંદર ગઝલો મોકલવા બદલ ડો. ઉર્વીશભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. ]

પુષ્પની કથા

બંધ આંખે જે કશું દેખાય છે
મર્મ એના ક્યાં કદી પરખાય છે

ધ્યાન દઈને સાંભળો તો મૌનમાં
શબ્દથી અદકું કશું પડઘાય છે

હોય દ્રષ્ટા તો જ દશ્યો સંભવે
એ હકીકત કોકને સમજાય છે

પુષ્પની આખી કથા છે એટલી
આજ ખીલે કાલ એ કરમાય છે

એક પંખી ઊડતાં શીખે પછી
આભના અર્થો બધા બદલાય છે.

હકીકત

એ હકીકત છે બધા એને સ્વીકારો
કોઈનો ના હોય શબ્દો પર ઈજારો

આગ લાગી છે પ્રથમ એને બુઝાવો
એ પછીથી શોધજો દોષી તિખારો

દોડવા જાતાં થશે તકલીફ કેવી
ખીણની ધારે ઉભા છો તો વિચારો

હું નથી આવ્યો અમસ્તો આ જગાએ
એમણે આપ્યો હતો ગેબી ઈશારો

રેત ઊડે છે સંબંધોની નદીમાં
ને છતાં સહુ શોધતાં સામો કિનારો

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે અને વિચારો – પ્રવીણ દરજી
સપનાંનું સૌંદર્ય – સુરેશ દલાલ Next »   

19 પ્રતિભાવો : ગઝલ દ્વયી – ઉર્વીશ વસાવડા

 1. gopal h parekh says:

  તબિયત ખુશ કરે એવી ગઝલો

 2. નવનિત ડાંગર says:

  એક પંખી ઊડતાં શીખે પછી
  આભના અર્થો બધા બદલાય છે.

  ખુબ સરસ ઉર્વીશભાઇ

 3. ટૂંકી બહેરની બંને ગઝલો ઘણી સરસ છે. નાની નાની લીટીઓની વચ્ચે જીવનની મોટી મોટી વાતો ઘણી આસાનીથી કવિ કહી શક્યા છે, એ કવિકર્મની સાર્થકતા. ઉર્વીશ વસાવડાની અન્ય એક સુંદર ગઝલ એમના ટૂંક પરિચય સાથે આ લિન્ક પર માણો:

  http://layastaro.com/?p=519

  એમની અન્ય એક ગઝલ આવતીકાલે આપ આ સાઈટ પર માણી શક્શો:

  http://layastaro.com/

 4. sangita says:

  Very nice!

  I like this sher:
  રેત ઊડે છે સંબંધોની નદીમાં
  ને છતાં સહુ શોધતાં સામો કિનારો

 5. ઉર્વીશભાઈની એક તાજી ગઝલ આપ આ લિંક પર માણી શકો છો:

  http://layastaro.com/?p=621

 6. keyur vyas says:

  very nice.
  i liked this:
  એક પંખી ઊડતાં શીખે પછી
  આભના અર્થો બધા બદલાય છે.

 7. Jigisha Yagnik - Dubai says:

  Tochy Wordings!

  Like this very much i belive in Karmas and its prove that What ever we are doing, we are doing as per God’s wish only….!

  હું નથી આવ્યો અમસ્તો આ જગાએ
  એમણે આપ્યો હતો ગેબી ઈશારો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.