સપનાંનું સૌંદર્ય – સુરેશ દલાલ

જિંદગી એક ખૂબસૂરત કન્યા છે. કહો કે સુંદરી છે અથવા તમારે એને સન્નારી કહેવી હોય તો કહી શકો. જે ખૂબસૂરત છે એ બદસૂરત કેમ થઈ જાય છે એનો આપણે સૌએ વિચાર કરવો જોઈએ. એકના એક ચહેરાનો કોઈ કલાકાર કૅમેરાના માધ્યમ દ્વારા ફોટોગ્રાફ લે છે ત્યારે એ ફોટોગ્રાફ આઉટ ઑફ ફોક્સ હોય છે. ક્યારેક એ ચહેરા કરતાં પણ વિશેષ સુંદર રીતે નીખરી આવે છે, તો ક્યારેક એ સાવ કઢંગો આવે છે. ફોટાનો આધાર કેવળ કૅમેરા પર નથી હોતો, પણ કલાકારની દષ્ટિ પર પણ હોય છે. મહત્વની વાત એ છે કે તમે કયા ઍંગલથી ફોટોગ્રાફ લો છો, ક્યા દષ્ટિકોણથી જિંદગીને જુઓ છો એના પર તસવીરનો આધાર છે.

આપણે આપણા જ અરણ્યમાં ખોવાઈ ગયા છીએ. નિરંજન ભગત નગરને આધુનિક અરણ્ય તરીકે ઓળખાવે છે. આપણે અટવાઈ ગયા છીએ આપણાં જ ઝાડીઝાંખરાંમાં. જંગલમાં જેમ પશુઓ શિકાર કરે એ રીતે આ આધુનિક અરણ્યમાં શિકાર કરવા માટે બસ, ટ્રેન, વિમાન પૂરતાં છે. પશુઓની વાત તો પછી આવે પણ આપણે પોતે પણ પૂરતા પાશવી છીએ. આપણો શિકાર બીજા કરે એ વાત તો સમજાય એવી છે, પણ આપણે જ આપણો શિકાર કરતા હોઈએ છીએ. આપણે જ પંખી અને આપણે જ પારધી.

આપણે વિશેષપણે બાહ્ય જગતમાં અટવાઈએ છીએ, માટે આંતરજગત જેવું કશું હોય જ નહીં. દોડધામ, સ્પર્ધા, દેખાદેખી, ટાપટીપ, ભપકાભારી, સત્તા, એની મહત્તા, પૈસા પાછળની આંધળી દોટ, કલબ, પાર્ટી, દરબારો, ખુશામતિયાઓના ડાયરાઓ – આ બધાંની વચ્ચે અંદર જોવાની ફુરસદ જ ક્યાં છે ? સમય વીતતો જાય છે. જાગૃતિ આવે છે ત્યારે આપણે ઘણા મોડા પડીએ છીએ. એક જમાનામાં આનંદપ્રમોદની વાતો કરનારા આપણે, પત્તાં ટીચનારાઓ આપણે પછી બ્લ્ડપ્રેશર, ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ, બાયપાસ સર્જરી આ બધા આપણી વાતના વિષય બને છે. જે માણસ તણાવમાં જિંદગી જીવ્યા કરે એનું પરિણામ વહેલું-મોડું અમુક જ પ્રકારમાં આવે. જે માણસ પળને ઝીલતો નથી. સૌંદર્યની ક્ષણ પામતો નથી એ કેટલું બધું ગુમાવે છે એની એને ખબર નથી. માણસે આટલું તો યાદ રાખવું જ જોઈએ કે કાળ કોઈને છોડતો નથી. એનો અર્થ એવો નથી કે આપણે આનંદ ન લેવો, પણ આપણે મિથ્યા મોજમજામાં અટવાઈ ગયા છીએ અને આનંદની ઉત્તમ ક્ષણો ગુમાવી બેઠા છીએ.

ગમે તેટલું મોડું થાય તો પણ જાગવાની ક્ષણ ક્યારેય મોડી નથી હોતી. આ જાગવું એટલે સવારના પહોરમાં આંખ ખોલવી એવું નહીં, પણ અંદરની જાગૃતિ. જાગૃતિ મહત્વની વસ્તુ છે. સિદ્ધાર્થમાંથી બુદ્ધ થવાની વાત તો પછી આવે, પણ આપણે આપણને પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણે સિદ્ધાર્થ પણ છીએ ખરા ? બહારના ઘોંઘાટમાં અંદરનો અવાજ ડૂબી ગયો છે. જીવનમાં જે કંઈ બચ્યું છે એને કઈ રીતે ઉગારી શકાય ? જીવનના અનંત પ્રવાસમાં પરિવર્તનની ક્ષણ આવે છે ખરી પણ એ ક્ષણને ચીપિયાની જેમ અંગારો પકડીએ એ રીતે પકડી શકીએ છીએ ખરા ? પરિવર્તન કરવું સહેલું નથી, પણ એટલું પણ સમજવું જોઈએ કે સાથે સાથે એ અશક્ય પણ નથી.

જીવનમાં કોઈક સવાર એવી ઊગે કે જ્યારે તમને એમ લાગે કે આપણામાંથી ઘણી બધી વસ્તુઓ ખંખેરી નાખવાની હોય છે. વસ્તુઓ આપણને વળગતી નથી પણ આપણે વસ્તુઓને વળગેલા છીએ. અમસ્તા પણ કોઈ દિવસ તમારા ઘરમાં નજર નાખો. ઝાઝા ભાગે એમાં કામની કરતાં નકામી વસ્તુઓ વધારે હોય છે. આપણા શરીરની ભીતર પણ એક ઘર છે. એ ઘરને તમે આત્મા કહો કે ચૈતન્ય કહો, નામ ગમે તે આપો. આપણી ભીતર કેટલી બધી ગ્રંથિઓ છે, કેટલા બધા પૂર્વગ્રહો છે. પાર વિનાના પક્ષપાતો છે. મામકા અને પાંડવોના ભેદ છે. મારું-તારું એમ કહીને આપણે ભાગલા પાડ્યા છે.

તમારે ઘણી બધી વ્યક્તિઓથી કે ઘણી બધી વસ્તુઓથી છૂટા પડવું છે. જેને તમે રેશમના ધાગા બાંધતા હો એ ધાગાઓ તમારી આસપાસ લોખંડની સાંકળ થઈ ગયા હોય. આ લોખંડની સાંકળ તમારે તોડવી છે. તમારી આસપાસના તો તમારો વિરોધ કરશે જ, પણ તમારું અમુક આદતોથી ટેવાયેલું મન પણ પોતાનો પૂરતો વિરોધ કરશે. તમારી અંદરની વાતને સાંભળશે નહીં, પણ જીવનમાં આવી ક્ષણ આવે ત્યારે ખુદ તમારા મનને પણ ચૂપ કરીને તમારે તમારો અવાજ સાંભળવો જોઈએ. માણસે જીવનનો વળાંક પોતે જ શોધી લેવાનો હોય છે. દરિયો ભલે ગમે એટલો અફાટ હોય પણ આપણે જ આપણી નાની નૌકાને સહારે તરવાનું છે એવું એક ફ્રેન્ચ કવિ કહે છે. પરિવર્તન માટે માણસ પાસે પોતામાં ભરોસો જોઈએ. પ્રહલાદ પારેખ કહે છે એમ જેને ખુદનો ભરોસો નથી હોતો એને માટે ખુદાનો ભરોસો પણ કામિયાબ નથી નીવડતો. આપણે આપણાં સ્વપ્નોને દુસ્વપ્નોમાં ફેરવવાનાં નથી પણ આપણી ભીતર આપણાં સપનાનાં સૌંદર્યનું મેઘધનુષ રચવાનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ દ્વયી – ઉર્વીશ વસાવડા
તાળું અને ચાવી – રીના મહેતા Next »   

15 પ્રતિભાવો : સપનાંનું સૌંદર્ય – સુરેશ દલાલ

 1. Gira says:

  “આપણી ભીતર આપણાં સપનાનાં સૌંદર્યનું મેઘધનુષ રચવાનું છે.” so true. this is the main essence of out life. there r many obstacles n distractions come along but to emerge from it, and concentrate on our task is more important.
  n that’s life.

  મારા ગુરુજી એ જે કહ્યુ છે એ ખરેખર સાચુ જ કહ્યુ છે, ” માયા (લગાવ) હિ સબ કો રુલાતી હે. ” મોહ જ એક એવી વસ્તુ છે કે આપણ ને એ રડાવી ને જ રહે, જો આપણે માયા રાખીયે તો.

  but, thank you for this article. like it very much. =)

 2. Vikram Bhatt says:

  Very thought provoking material. Simplicity & examples shows that how Suresh Dalal differes from others & why he is popular amongst young lot also. Thanks Sureshbhai.
  Vikram Bhatt

 3. જન જાગે તો જ સવાર નહિ તો ઘોર અંધારી રાત;
  કહુ છુ અજબ અનોખી વાત.

 4. Jayant Shah says:

  આપણા માહ્યલાને જગાડૅ તે વો સુન્દર લેખ.
  ખુબ અભિનદન !

  જયન્ત શાહ

 5. Avani says:

  This article contains exctly what we have in our mind.Suresh sir has expressed every little thought in very nice way.. And the message of the article is also very nice.

 6. Sonal says:

  શુ કહુ???? મન નિ વાત કેહવા માતે શબ્દો નિ alphabate pan sufficient nathi,આ તો અનુભવવા નો,self realisation mate no article che,rather i will not like to call it just an article..as its very inspiring and motivates us to look right inside us rather than looking out at world and analysing the same…sometimes so called religious saints also fail to make ppl understand the importance of life and self.

  Thanks suresh uncle ….

 7. I was finding Sureshbhai’s articles to improve thoats of my mind. i got it.

 8. RAMESH MEHTA says:

  YES I AM MEMBER OF SURESH DALAL FAN CLUB.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.