આંગળી ઝાલીને એને દોરજે – એબ્રાહમ લિંકન

[અનુ. ઈશા-કુન્દનિકા]

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. અત્યાર સુધી એ પોતાનો રાજા હતો. આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો.

પણ…. હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુદ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે.

આ જગતમાં વસવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમત જોઈએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

એણે બધું શીખવું તો પડશે. હું જાણું છું કે દુનિયામાં બધા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જનો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.

એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડૉલર મફત મળેલા પાંચ ડૉલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. પુસ્તકોની અદ્દભુત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજારવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોધવા એને થોડોક નિરાંતનો સમય આપજે.

એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નપાસ થવામાં વધારે પ્રતિષ્ઠા છે. ભલે બીજા બધા એને ખોટો કહે તો પણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જન સાથે સજ્જન અને દુર્જન સામે અણનમ રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તેને વિવેકપૂર્વક સમજી જે સાચું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ.

બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે. દુ:ખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હૃદયનાં દ્વાર એ બંધ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે.

હે જગત, આ બધું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપી ને જ શુદ્ધ બને છે. મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તો પણ હે જગત, તારાથી જે કંઈ બની શકે એ બધું કરજે, કારણ કે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પોલીસચોકીમાં ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ
લેમનની બે બોટલ – ચંદ્રકાન્ત વાગડિયા Next »   

8 પ્રતિભાવો : આંગળી ઝાલીને એને દોરજે – એબ્રાહમ લિંકન

 1. Moxesh Shah says:

  Superb,
  Thanks for nice Gujarati Version.

 2. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે.

 3. ashalata says:

  વાચતા વાચતા શ્રી દિલીપભાઈનુ “મારા વહાલા
  દીકરાને” પુસ્તક યાદ આવી ગયુ.
  આભાર

 4. KavitaKavita says:

  Can we have this article in english, I know this is gujarati site, but my kids cannot read gujarati, I think this is very good & would like them to read it. Or perhaps you can give me the information where I can get this in english. Thanks.

 5. કલ્પેશ says:

  કવિતા,

  તમારા બાળકોને ગુજરાતી શિખવાડી શકો છો?

  આનો થોડો અંગ્રેજી ભાગ આ રહ્યો

  He will have to learn, I know, that all men are not just and are not true. But teach him if you can, the wonder of books.. but also give him quiet time to ponder the eternal mystery of birds in the sky, bees in the sun and flowers on a green hillside.

  In school, teach him it is far more honorable to fall than to cheat…..

  Teach to have faith in his own ideas, even if everyone tells him he is wrong.

  Teach him to be gentle with gentle people and tough with the tough.

  Try to give my son the strength not to follow the crowd when everyone getting on the bandwagon…

  Teach him to listen to all men; but teach him also to filter all he hears on a screen of truth, and take only the good that comes through.

  Teach him, if you can, how to laugh when he is sad… Teach him there is no shame in tears.

  Teach him to scoff at cynics and to be beware of too much sweetness.. Teach him to sell his brawn and brain to highest bidders, but never to put a price on his heart and soul. Teach him to close his ears to a howling mob.. and stand and fight if thinks he is right.

  Treat him gently, but do not cuddle him, because only the test of fire makes fine steel. Let him have the courage to be impatient.. Let him have the patience to be brave. Teach him always to have sublime faith in himself, because then he will have faith in humankind.

  This is a big order, but see what you can do. . He is such a fine little fellow my son!

  નીચેની લિંક જુઓ
  http://www.ncte-in.org/contrib/abraham.htm

 6. chini says:

  very nice story

 7. PRASHANT MEHTA says:

  very good

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.