લેમનની બે બોટલ – ચંદ્રકાન્ત વાગડિયા

‘ઠંડી..સોડા…લેમન…એ..ઠંડી સોડાલેમન…..હાથમાં ઠંડા પીણાંની બાટલીઓને ઓપનરથી ખરરર….ખખડાવતો એક યુવાન સોડાલેમનની બૂમો પાડતો હતો.

અમદાવાદના રેલવેસ્ટેશન ઉપરથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન ઊપડવાની તૈયારીમાં હતી. હું રાજકોટ પાછો ફરી રહ્યો હતો. હું બારી પાસે બેઠો હતો. સોડાલેમનવાળો અમારા ડબ્બા પાસેથી પસાર થયો ત્યારે અચાનક મારું ધ્યાન એની તરફ ગયું. મેં જોયું, તે અમારી બાજુમાં રહેતો હસમુખ હતો. એની આવી હાલત જોઇને મને ખૂબ આશ્રર્ય થયું અને ખૂબ દુ:ખ પણ થયું. તરત જ મેં એને બૂમ પાડી, ‘એ ભાઇ…’
એને એમ કે કોઇ ઘરાકે બૂમ પાડી એટલે એ રાજી થતો થતો તરત જ પાછો ફર્યો. મારી બારી પાસે આવી ને હજી કંઇ બોલે એ પહેલાં જ મેં એને પુછ્યું, ‘એલા હસલા….તું અહીં ક્યાંથી ?’

એક ક્ષણ તો એ ઝંખવાઇ ગયો, પણ પછી એ તરત જ બોલ્યો, ‘શું કરું ? રાજકોટ છોડી ને હું અમદાવાદ આવ્યો છું. ત્યાં ક્યાં સુધી નવરા બેસી રહેવું ? પેટ માટે વેઠ તો કરવી પડે કે નહીં ?’ એટલામાં તો ટ્રેનની વ્હિસલ વાગી. એટલે હસમુખ ઝડપથી બોલ્યો, ‘લે, આ બાટલી. નિરાંતે પીને પછી ખાલી બોટલ તારા ઘરે લેતો જજે.’ આમ બોલતાં એણે મને પરાણે લેમનની બોટલ આપી. હું આનાકાની કરતો રહ્યો. દરમિયાન ટ્રેન ઊપડી.
’આવજે…’ કરતો હસમુખ ત્યાં જ ઉભો રહી ગયો. ધીમે ધીમે ઊપડતી ટ્રેન જોડે ચાલવામાં એને ડર હશે કે હું એને લેમન ના પૈસા આપીશ કે પછી બોટલ પાછી આપીશ ! મારા માટે તો જો કે પૈસા આપવાનો સમય જ ક્યાં રહ્યો હતો? વળી એ પૈસા લે કે કેમ એ પણ એક સવાલ હતો. પૈસા તો ઠીક ઉપરથી એ બોટલ સાથે લેમન આપી ગયો હતો. એની રોજી માં બેવડો ખાડો પાડવા બદલ મને દુ:ખ થયું. અલબત, ગરીબની અમીરી જોઇ ને હું રાજી પણ થયો. હું એને કંઇ કહું એ પહેલા તો ટ્રેન આગળ નીકળી ચુકી હતી.

વેકેશનમાં હું મારા મામાને ઘેર ગયો હતો. એ ખાડિયા વિસ્તારમાં રહેતા હતા. આમ તો હું ત્યાં એક-બે અઠવાડિયાં રોકાવાનો હતો, પણ શહેરી પવનથી પલટાયેલા મામાનું મન નાનું થઇ ગયેલું ભાળીને હું બે દિ’ માં જ પાછો ફરી રહ્યો હતો. મારી ઇચ્છા ત્યાં બે દિ’ પણ રોકાવાની ન હતી, પરંતુ ખર્ચેલું ભાડું લેખે લાગે તેથી રોકાઇ ગયો.

ટ્રેન સડસડાટ દોડતી હતી. મારા હાથમાં રહેલી લેમનની બોટલ જોઇને હું હસમુખ ના વિચારો માં ખોવાઇ ગયો. હસમુખની વાત એટલે વતનની વાત અને વતનની વાત એટલે રાજકોટની વાત.

થોડાં વર્ષ પહેલાં હસમુખ અને એની બા ગુલાબબહેન અમારી શેરીમાં અમારી બાજુમાં ભાડે રહેવા આવ્યાં હતાં. ઘરનું ઘર તો એ જમાનામાં સપના જેવું હતુ. રાજકોટની સોની બજારમાં આવેલી બોધાણી શેરીમાં અમે પણ ભાડાના મકાનમાં રહેતા હતા. હસમુખના પિતા તો પહેલાં જ ગુજરી ગયા હતા. ગુલાબબહેન આઝાદી ના અરસાથી સેવાદળમાં જોડાયેલાં હતાં. ખૂબ પવિત્ર અને સેવાભાવી હતાં. દેશ માટે કશુંક કરી છૂટવાની ધગશ ધરાવતાં ગુલાબબહેન ભોળા પણ એટલાંજ. સાચા માણસોની અને એમની સેવાઓની કદર કરવાની વાત તો એક કોર રહી, પરંતુ એમની વગોવણી કરવામાં નવરાધૂપ ગામલોકો શૂરપૂરા હતાં. એટલેજ તો કહેવાય છે ને કે ગામને મોઢે કંઇ થોડું ગળણું બંધાય છે? અને આ ગળણાએ જ હસમુખની હાલત હરણા જેવી કરી નાખી હતી ! મૃગજળની પાછળ ભટકતું હરણું! રામ જાણે હસમુખના નસીબમાં ક્યાં સુધી આ રીતે ઠેરઠેર ભટકવાનું લખ્યું હશે !

હસમુખને એની બાની સેવાદળની પ્રવૃતિ બિલકુલ પસંદ નહીં હોય, કદાચ એના પિતાને પણ આ પ્રવૃતિ પસંદ નહી હોય, પરંતુ એ તો વહેલા છુટી ગયા એટલે હકીકત શું હતી એ કોઇ જાણી શકયું નહી. ગુલાબબહેનની સેવાદળની પ્રવૃતિને લઇ ને જ મા-દીકરા વચ્ચે ચકમક ઝરતી રહેતી.
‘બા, આપણે રોટલો ને મરચું ખાઇને ચલવીશું, પણ તું આ સેવાદળ છોડી દે. જરુર પડશે તો હું મજૂરી કરીશ, પરંતુ તું આ છોડી દે.’ હસમુખ માને સમજાવતો, પરંતુ ગુલાબબહેન એક્નાં બે ન થતાં.
‘દિકરા મે તો આજીવન સેવા કરવા નો સંકલ્પ કર્યો છે. તારા પિતા જીવતા હતા ત્યારે સેવા છોડી દીધી હોત તો છુટી જાત, પરંતુ હવે બહુ મોડું થઇ ગયું છે. વળી ઓટલા ભાંગવા કરતાં મને સેવામાં વધારે રસ છે.’ કહીને એ હસમુખની વાત ટાળી દેતાં.

બસ, આટલી અમથી વાતથી નારાજ થઇને કાચી ઉંમરનો હસમુખ અવારનવાર ઘર છોડીને જ્યાં ત્યાં ભટકતો રહેતો હતો. ખાવાપીવાય ઘરે આવતો નહીં. રાત્રે શેરીના ચોકમાં આવેલા મંદિરના ઓટલે સૂઇ રહેતો અને સવારે નજીકમાં વહેતી આજીના કાંઠે જઇને સ્નાન કરી આવતો. પાસે પૈસા તો હોય નહીં એટલે એ ચા-પણી અને ખાવાપીવાનું શું કરતો હશે એની અમને કોઇને ખાસ ખબર ન હતી. અમે પણ થોડી કાચી ઉંમરના એટલે અમને પણ આવી ગતાગમ પડતી નહીં. અમે લોકોએ ઘણી વખત હસમુખ ને ગોળ અને શીંગદાણા ખાઇ ને સુઇ જતા જોયો છે. આમ, દિવસો ટુંકા કરતો હસમુખ એક વાર ભુખ્યો સુઇ ગયો હશે એટલે સવારના પહોરમાં એ કરિયાણાની હાટડી ખુલવાની રાહ જોતો ઓટલે બેઠો હતો. એને એમ કે દુકાન ખૂલે એટલે દાળીયા જેવું કંઇક ખાઇ લઉં. દુકાન ખૂલી એટલે હસમુખે દુકાનદારને કહ્યું, ‘કાકા, એક આના ના દાળીયા આપો ને !’
‘પૈસા ?’ હસમુખનો હાથ ખાલી જોઇને દુકાનદારે પુછ્યું.
‘પછી આપી દઇશ.’
‘એમ કર, અત્યારે તારી પાસે એકાદ પૈસો હોય તો તે આપી દે. બોણીમાં ઉધાર આપવાથી ધંધામાં બરકત આવતી નથી.’
પોતાનાં ખિસ્સાં ખાલીખમ હોવાની ખાતરી હોવા છતાંય એણે ખિસ્સાંમાં હાથ નાખી જોયો, પણ ક્યાંથી? એ એમ જ ઉભો રહ્યો. એ વખતે બીજું રોકડિયું ઘરાક આવ્યું એટલે દુકાનદારે એને માલ આપીને પછી જ હસમુખ ને દાળિયા આપ્યા ! અનેક વાર આવા કપરા સંજોગો સર્જાયા હશે. અવારનવાર તંગ પરિસ્થિતિની પરાકાષ્ઠાથી પણ એ અત્યંત પીડાયો હશે. આખરે હસમુખે રાજકોટ ને રામ રામ કર્યા. એ ક્યાં ગયો હશે અને શું કરતો હશે એની કોઇને કશી ખબર ન હતી. ગુલાબબહેને પણ એની કંઇ ખાસ ખબર ન હતી. ગુલાબબહેને પણ એની કંઇ ખાસ તપાસ કરી હોય એવું લાગ્યું નહીં. જાણે એણે કરવા ખાતર કે પછી દેખાવ ખાતર તપાસ કરી હતી. વળી, એકલી વિધવા બાઇ બીજું કરે પણ શું ?

તે દિ’ હું ટ્રેનમાં પાછો ફરી રહ્યો હતો. એ વખતે આજના જેટલી બસોની સગવડ કે વ્યવહાર નહોતા. અમદાવાદ-રાજકોટ જતાં-આવતાં વચ્ચે ટ્રેન પણ વાયા વીજી હતી. મતલબ કે ટ્રેન વિરમગામે બદલવી પડતી હતી. ટ્રેનની વળતી મુસાફરીમાં મારી પાસે માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ હતો અને એ હતો હસમુખ ! હસમુખના વિચારોમાં મેં કેટલાં વાગે વિરમગામે ટ્રેન બદલી એ પણ ધ્યાન ન રહ્યું. પછી તો એના જ વિચારોમાં હું ઠેઠ રાજકોટ જંકશને પણ પહોંચી ગયો. બીજે દિ’ સવારે હું ગુલાબબહેનને ઘરે ગયો ત્યારે તેઓ સેવાદળની કચેરીએ જવાની તૈયારી કરતાં હતાં. મેં બહારથી જ કહ્યું , ‘કેમ છો, માસી ?’
‘આવ….આવ, દીકરા. બે-ત્રણ દિ’થી તું કેમ દેખાતો નો’તો?’
‘માસી, હું અમદાવાદ મારા મામાને ત્યાં ગયો હતો.’
‘તે બે દિ’માં જ કાં પાછો આવી ગયો ?’
‘શું વાત કરું માસી ! શહેર મોટું ખરું પણ માણસોનાં મન નાનાં. હવે તમે જ કહો, આપણે ત્યાં રીતે રહી શકીએ?’
‘સાચી વાત છે, દીકરા.’ ગુલાબબહેન બોલ્યાં. આમ થોડી ઘણી આડીઅવળી વાતો કરી, પણ ગુલાબબહેને હસમુખ વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં. એટલે મેં પણ હસમુખ મળેલો એ વાત ન કરી.
‘માસી, એક વાત કહું ?’
‘હા….હા…બોલ ને દીકરા.’
‘માસી, તમે દેશની બહુ સેવા કરી. હવે હાંઉં કરો તો કેમ?’ મારાથી અનાયાસે પુછાઇ ગયું. હું આવું કેવી રીતે પૂછી બેઠો એની મને પણ ખબર ન રહી.
‘દીકરા, હવે સેવાદળ છોડીને હું શું કરું? હવે તો મોડું થઇ ગયું છે. અગાઉ સેવાદળ છોડીને એકલા તારા માસાની સેવા કરી હોત તો પણ લેખે લાગત. વળી, અત્યારે આ પ્રવૃતિ છોડી દઉં તો મને મારો હસુ પાછો મળવાનો છે?’
‘શું તમને હસુ પાછો મળે તો તમે હવે સેવાદળને રામ રામ કરો ખરાં?’ મેં તક ઝડપીને પુછી માર્યું.
‘ચોક્કસ રામરામ કરું. હવે તો હું પણ ખુબ કંટાળી ગઇ છું. એ લોકો સાવ નામના થઇ ગય છે. કોઇનેય દેશ ની પડી નથી. મોટા ભાગના સાવ બનાવટી થઇ ગયા છે.’ એમણે હૈયાવરાળ ઠાલવી.
‘તો પછી આપણે આવતે અઠવાડિયે અમદાવાદ જઇએ. મને એના ઠેકાણાની ખબર છે. હું કહીશ કે તમે સેવાદળ છોડી દેવાનાં છો. આટલું સાંભળી એ પાછો આવવા તૈયાર થઇ જશે.’
’તો તો તારો પાડ, પણ દીકરા, આપણે આજકાલમાં જ નીકળી જઇએ તો કેમ?’
’ભલે, એમ કરીયે માસી.’
’તો તો તું મારો ભગવાન, ચાલ, હવે આપણે તારા ઘેર જઇએ.’ અને આમ ગુલાબબહેને સેવાદળમાં જવાનું માંડી વાળી ને મારે ત્યાં આવ્યાં. મારી બાને વિગતવાર બધી વાત કરી. મારી બાએ પણ મને ફરીથી તરત અમદાવાદ જવાની રજા આપી અને એ પણ રાજીખુશીથી સ્તો ! ધરમના કામમાં વળી ઢીલ શું કરવી ? અમે, એટલે કે હું અને ગુલાબબહેન રાજકોટથી રાત્રે જ ટ્રેનમાં નીકળીને વહેલી સવારે અમદાવાદ પહોંચી પણ ગયાં.

કાળુપુર રેલવેસ્ટેશન પર ઊતરીને અમે ત્યાં હસુની શોધમાં ઠેરઠેર ભટક્યાં. જાણે ભટકવાનો વારો હવે અમારો આવ્યો હતો! પરંતુ હસુનો ક્યાંય પત્તો લાગ્યો નહી. હસમુખ જાણે હવામાં ઓગળી ગયો હોય એવું લાગ્યું !
‘મને લાગે છે કે આપણે વહેલાં આવ્યાં છતાં મોડાં પડયાં. મેં એને જોયા પછી એ અહીંથી રાતોરાત બીજે ક્યાંક જતો રહ્યો હશે.’ મેં કહ્યુ.
‘મારા નશીબ જ ફુટેલા છે!’ ગુલાબબહેન બોલ્યા.
’એવું નથી. પણ સમજ નથી પડતી કે એ રાતોરાત ક્યાં ગુમ થઇ ગયો?’
‘મારા દીકરાને હું બરાબર ન ઓળખું ? એ એના બાપ જેવો જ જિદ્દી છે. એટલો બધો જિદ્દી કે હું મરી જઇશ ત્યારે પણ છેલ્લે એ મારું મોં જોવાય નહી આવે.’ કહેતાં ગુલાબબહેન રડી પડ્યાં.
મેં એમને સાંત્વના આપતાં કહ્યું, ‘માસી, ધીરજ રાખો. આજે નહી તો કાલે એ ચોક્ક્સ મળી જ જશે. આપણને એની ભાળ મળી ગઇ છે એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એને પાછો લાવવાનુ કામ મારા પર છોડી દો.’
‘એ બધું તો તારા પર જ છોડી દીધુ છે, પરંતુ અત્યારે તો આપણા માટે પાછા ફરવા સિવાય બીજો કોઇ રસ્તો સૂઝતો નથી.’

‘ભલે, અત્યારે તો આપણે પાછાં ફરીએ. પણ હું ફરી પાછો એકલો આવીને એને શોધી કાઢીને જ જંપીશ.’

રાજકોટ જતી બીજી ટ્રેનના ટાઇમને હવે કંઇ ઝાઝી વાર ન હતી. એટલે અમે સ્ટેશનની બહાર જઇને, રાજકોટની ટિકિટ લઇ પાછા સ્ટેશનની અંદર આવ્યાં. થોડી વારમાં ટ્રેન આવી એટલે અમે અંદર બેસી ગયાં. ટ્રેન ઊપડવાને હજી થોડી વાર હતી એટલે મેં ગુલાબબહેનને કહ્યું, ‘માસી, ચાલો આપણે પ્લેટફોર્મ ઉપર એક છેલ્લો આંટો મારી આવીએ. ઇશ્વરની ઇચ્છા હશે તો હસુ કદાચ મળી પણ જાય.’
’ચાલો….ચાલો.’ કહેતાં ગુલાબબહેન તરત જ ઊભાં થયાં. બાજુ વાળા પેસેન્જરને જગ્યા સાચવવાનું કહીને અમે નીચે ઊતર્યા. એન્જિનથી તે ઠેઠ ગાર્ડના ડબ્બા સુધીમાં અમે બે એક ચક્કર લગાવ્યાં. પછી અમારા ડબ્બા પાસે આવીને ઊભાં, પરંતુ હસુના દર્શન ક્યાંય ન થયાં તે ન જ થયાં

‘મેં નો’તુ કિધું કે મારાં જ નસીબ ફૂટેલાં હોય ત્યાં બીજુ કોઇ શું કરે?’ નિરાશ વદને ગુલાબ બહેન બોલ્યાં.
‘વાતવાતમાં તમે આમ ઓછું ન લાવો. સમય આવ્યે સૌ સારાંવાના થઇ જશે.’ મેં કહ્યું.
દરમિયાનમાં એન્જિનની વ્હિસલ વાગી એટલે અમે ઝડપથી ડબ્બામાં ચડી ગયાં. ડબ્બામાં ગીરદી હતી. અમારી બેઠક ડબ્બાની અધવચ્ચે હતી. અમે ડબ્બામાં ચડી ગયાં પછી તરત જ બીજી વ્હીસલ વાગી અને એ સાથે જ ટ્રેન તરત જ ધીમે ધીમે ઊપડી. અમે અમારી બેઠક પાસે પહોંચીએ ત્યાં તો ટ્રેને સ્પીડ પકડી લીધી હતી. અમે બેઠક નજીક આવ્યાં ત્યારે બાજુવાળા પેસેન્જરે અમને કહ્યું, ‘તમારા માટે કોઇ ભાઇ આ મૂકી ગયા છે.’ એમ કહીને એણે અમારી બેઠક તરફ ઇશારો કર્યો. મેં અને ગુલાબબહેને ઝડપથી અમારી બેઠક ઊપર નજર કરી તો ત્યાં પડી હતી……લેમનની બે બોટલ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંગળી ઝાલીને એને દોરજે – એબ્રાહમ લિંકન
માળો – અજય ઓઝા Next »   

31 પ્રતિભાવો : લેમનની બે બોટલ – ચંદ્રકાન્ત વાગડિયા

 1. gopal h parekh says:

  દિલ હલાવી નાંખે એવી વાર્તા

 2. ARPAN says:

  બહુ મસ્તવાર્તા છે. મને બહુ ગમી…

 3. Moxesh Shah says:

  “શહેર મોટું ખરું પણ માણસોનાં મન નાનાં. ”
  ચન્દ્રકાન્તભાઈ, રાજકોટ પણ મોટું શહેર જ છે.
  આપણા ઘણા ગુજરાતિ વિદેશ મા રહિ ને પણ મોટા મન ના છે. મન નિ મોટાઈ ને શહેર ની મોટાઈ સાથે કોઈ મતલબ નથી. ReagGujarati ના Mrugeshbhai Shah પણ મોટા શહેર મા જ રહે છે, પણ જૂઓ તેમના મન નિ મોટાઈ.

 4. Vikram Bhatt says:

  Hey Moxwsh. Coll Guy. Its fantacy-story.
  Come on, cheers.
  Vikram Bhatt

 5. Ramesh Shah says:

  વાર્તા ખુબ સરસ પણ વિચાર આવે કે એક નો એક દિકરો માં નાં દુઃખ ને સમજી ન શકે એવી આ જમાના ની તાસીર નું શું?

 6. Shrikant Shelat says:

  ઇત ઇસ એન અમેઝિન્ગ સ્તફ .. A literary master Piece. Great Job. Keep writing..!!

 7. Maharshi says:

  Khubaj saras waat. wah! Abhinandan!

 8. Keyur Patel says:

  ઘણી જ સરસ વાર્તા. મન ઉદાસ થૈ ગયું…….

 9. ashalata says:

  ઘણી સરસ વાર્તા !!!!!!!!!!

 10. ronak dave says:

  થિસ ઇસ વોન્દેર્ફુલ સ્તોર્ય અન્દ ઇ લિકે ઇત્.િ અમ વેીક ઇન ગુજરતિ.
  રોનક દવે-વેસ્ત ચગો-૬૦૧૮૫-ા
  રોનક્દવે૪૪@યહોૂોમ્

 11. anamika says:

  Just a non-traditional and offbit view: Its like emotionally blackmailing mom for not fulfilling his own (valid/invalid) wish. Along with “samaan”, lot more ego driven character. If seva work was not fruitfull for mom, her son did not provide any better example either.

 12. Gira says:

  wow. it was a great stroy.. love it =)

 13. Anitri says:

  very nice story.

 14. Anand says:

  pahela choru kachoru thata hata………

  ….have mavtar kamavtar……………

 15. amol patel says:

  સરસ વાર્તા…….આભાર…

 16. Kirit Mac says:

  આ વારતા મેઁ મધુરિમામાઁ વાઁચિ હતિ, ખુબ જ સરસ વારતા.

 17. ritesh says:

  good one..keep it up!!

 18. mahan manvu chhe? says:

  તમારિ સારી આવે

 19. mahan manvu chhe? says:

  આપણા જીવ્ન ધણી જરુરી અને ઉપયોગી સારી છે.
  તેના મારે બુક વાચવાનુ માન છે.

  આપ કુપા કરી આ બુક મોક્લ્જો.

  આભાર સહ્……..

 20. KIRTI PANDYA U S A says:

  very nices chandrakant i am happy with that its god story

  kirti pandya

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.