ચકલી – જુગતરામ દવે
આવીને ઊડી ના જઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ચપટી ચવાણું દઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ખોબલે પાણી પાઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ધૂળમાં રમવા દઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ખોળામાં બેસવા દઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ઘરમાં રહેવા દઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને માળો બાંધવા દઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તારાં બચ્ચાંને ઊભી ઊભી જોઈશ,
ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
Print This Article
·
Save this article As PDF
સુંદર બાળગીત છે.
સંગીતમાં ઢાળવાનું મન થાય છે.
નીલા
ખરેખર સુંદર, નાના બાળકોની કલ્પનાશક્તિને પાંખ આપતુ બાળગીત.
નયન
બાળકો ખરેખર પશુ પક્ષિઓ સાથે અંતરંગ સખા જેવો જ વ્યવહાર કરતાં હોય છે અને પોતાના કૌટુંબિક સભ્ય હોય તેવો જ સદભાવ દાખવતા હોય છે.
જુ’કાકાનું આ બાળગીત હજુ પણ અમારા ઘરમાં ગુંજે છે!