દર્દીનું દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ

[અમેરિકા સ્થિત જાણીતા યુવા કવિ, ગઝલકાર, વિવેચક શ્રી જગદીશભાઈ વ્યાસનું કૅન્સરની બિમારીને કારણે 16-ડિસેમ્બર-2006ના રોજ દુ:ખદ અવસાન થયું. તેમણે પોતાની પુત્રીને 3-નવેમ્બર-2006 ના રોજ લખેલ આ કાવ્ય, ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી તેમને અંજલિરૂપે સાભાર. ]

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ પુષ્પ – સંકલિત
ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર Next »   

26 પ્રતિભાવો : દર્દીનું દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ

 1. Jayshree says:

  ફક્ત થોડા શબ્દો, પણ કેટલી બધી પીડા ઘુંટાઇ છે એમા… !!

  પ્રભુને પ્રાથના કે શ્રી જગદીશ વ્યાસના આત્માને શાંતિ અર્પે.

 2. drashti says:

  ખુબ જ સરસ
  હ્રદય દ્રવિ જાય તેવુ કાવ્ય.

 3. jay says:

  i like this site

 4. પ્રભુ શ્રી જગદીશભાઈના આત્માને શાંતી અર્પે.

 5. gopal h parekh says:

  વ્હાલનો દરિયો એવી દિકરીને વિદાય વેળાએ બાપે
  આપેલી હ્રદયદ્રાવક શીખ , ઈશ્વર દિવંગત આત્માને
  પરમ શાંતિ આપે

 6. Geeta Paresh Vakil says:

  અત્યંત હૃદયદ્રાવક કાવ્ય! સ્પર્શી જાય એવું! ખૂબ જ સરસ.

 7. chini says:

  very nice

 8. Vikram Bhatt says:

  Very touchy.
  Pray to almighty that his soul may rest in peace.
  Vikram Bhatt

 9. rekha says:

  ખુબજ રદયસ્પર્શિ અને આન્ખો ભિનિ કરે એવા લાગનિ ભરેલા સબદો .

 10. Keyur Patel says:

  કેટલી નિઃસહાયતા….. ખૂબ જ સ્પર્શિ ગયું.
  જેને રામબાણ વાગ્યા હોય એ જાણે…….

 11. paras sheth says:

  may god bless him…..

 12. શ્રી જગદીશ વ્યાસની આ ગઝલ સાથે એમણે મૃત્યુને નજદીકથી જોઈ લખેલા કેટલાક શેર આપ અહીં વાંચી શકાશે:

  http://layastaro.com/?p=630

 13. kavita desai says:

  bottem of the heart ….pain …tears and love

 14. mahasvin says:

  ખુબ ખુબ હ્રદય સ્પર્શિ લખાન લખ્યુ છે… ભગવાન જગદિશ ભાઇ નિ આત્મા ને શન્તિ આપે એજ પ્રાર્થના….

 15. dushyant says:

  ખુબ ખુબ સરસ લખ્યુ છે… પવિત્ર આત્મા ને શન્તિ મલે એ પ્રાર્થના……

 16. yesha says:

  Very touchy,,,aa vanchi ne mann na khune sutleli laagnio,,,ashru bhini thai sari pade che,,,,,,

 17. રાધીકા says:

  હ્રદયમાં ઘુટાતી વેદનાનુ ખુબ જ સુંદર આલેખન…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.