ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર

[ અનુવાદ. ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’ ]

ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા
અમને શું કરવાના ?
સીધુંસાદું જીવન જ્યાં હો
શીદને અમ ડરવાના ?
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

નહિ કપટ, ન ઝોળી થેલી,
મતા અમારી શી ?
લૂંટી શકે ના લગન અમારી
ધૂન તદ્દન પાગલ શી !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

ખપે નહિ આરામ અમોને,
ખપે ન યશ કે નામ;
ખપે નહિ વિરામ અમોને,
સદા લગન – બસ, કામ !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

ચડતી-પડતી સમાન અમને,
છો હાર જીવન કે જીત;
જીવન જોગવવું જ લગનમાં,
ધ્યેયમગન થઈ નિત !
ભય પછીથી કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દર્દીનું દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ
ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી Next »   

14 પ્રતિભાવો : ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર

  1. આરામ હૈ હરામ

  2. drashti says:

    સુન્દર કાવ્ય

  3. Hardik Bhatt says:

    ખરેખર ભય એજ નબળાઈ.

  4. savita Patani says:

    આ તો ખરેખર બહુ જ સરસ અનુવાદ

  5. haresh patel says:

    સરસ મને બહુજ સરસ લાગ્યુ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.