ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

Gujaratમળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર
101 જીવનપ્રેરક પુસ્તકોની યાદી – સંકલિત Next »   

17 પ્રતિભાવો : ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

 1. જય જય ગરવી ગુજરાત

 2. ashalata says:

  મારુ,તમારુ આપણા સહુનુ ગુજરાત
  સ્વચ્છ ગુજરાત
  સ્વસ્થ ગુજરાત !!!!!!!!!

 3. Jayshree says:

  અરે વાહ… પહેલા કશે આ ગીતની એક-બે કડી વાંચી હોય એવું યાદ છે, પણ આ આખું ગીત ફરીથી વાંચવાની મજા આવી.. !!

  સાથે સાથે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ( http://tahuko.com/?p=399 ) યાદ આવી ગયું

  અને ગુજરાત અને ગુજરાતીઓની વાત થતી હોય, તો ‘જય જય ગરવી ગુજરાત’ ને તો કોણ ભુલે ?

 4. Vikram Bhatt says:

  જય જય ગરવિ ગુજરાત, દિસે અરુણુ પ્રભાત્.
  નિર્મલ ગુજરાત.

  વિક્રમ ભટટ(Bhatt)

 5. નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
  ગાંધીની ગુજરાત કપરી જીરવવી…

  …લાગે છે ગુજરાતને જીવવું અને જીરવવું સાચે જ દોહ્યલું ને કપરું બની ગયું છે. ગુજરાતી ભાષા મરણાસન્ન ભાસતી હોય ત્યારે જનમાનસને ઢંઢોળતી આ કવિતા આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે.

 6. Rachana says:

  મને યાદ છે કે સ્કુલમા હતા ત્યારે આ કવિતા ભણાવામા આવતી હતી.આપનો ખુબ ખુબ આભાર.

  રચના પટેલ.

 7. […] # વિશ્વમાનવી     :   દૂધમાં સાકર    :   ગુજરાત મોરી  મોરી રે […]

 8. પંકજસિંહ કે. રાણા says:

  આ આખું ગીત વાંચવાની મજા આવી આવી ગઇ.
  આભર આપનો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.