નવો વળાંક – સુધીર દેસાઈ

આપણે હંમેશાં વાત વાતમાં એમ કહીએ છીએ કે આ તો હું સહન કરું બીજું કોઈ ના કરે. આ તો હું છું તે પગ અટકી ગયા છે. ચાલતાં તકલીફ થાય છે પણ ચાલું છું. બીજું કોઈ હોય તો ખાટલામાં પડી રહે. દુ:ખનો સામનો આપણે જ કરીએ છીએ. બીજું કોઈ ન કરી શકે. આપણું દુ:ખ એ સૌથી મોટું દુ:ખ અને તેમાંયે આપણે જે આટલા દુ:ખ વચ્ચે કામ કરીએ છીએ તે પણ આપણે પોતાને માટે જ કરીએ છીએ.

એટલે કે હું જ સૌથી મોટો ! બીજો કોઈ મારી બરાબરીમાં ન આવી શકે. એમાં પણ આપણે જ મોટાઈ જોઈએ છે. બીજી કોઈ મોટી ધાડ જીવનમાં મારી નથી તો દુ:ખમાં મોટી ધાડ મારી છે એવો ખોટો આત્મસંતોષ મેળવવા આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણું અહમ એટલું મોટું છે કે દુ:ખમાં પણ હું મોટો એવું પોતે માને છે અને બીજાની પાસે મનાવવા પ્રયત્ન કરે છે. વળી આજુબાજુના લોકો પણ એને ચડાવી મારે છે. એટલે એ રાજપાઠમાં આવી જાય છે.

થોડા સમય પૂર્વે અમેરિકાનો એક પ્રસંગ વાંચ્યો હતો. એ ભાઈ લખે છે કે : એવું માનવામાં આવે છે કે બિલાડીને નવ જિંદગી હોય છે. મારે નવ નહીં પણ ત્રણ જિંદગી તો છે જ.

પહેલી જિંદગી શરૂ થઈ જ્યારે હું 1904માં મારાં મા-બાપનું છઠ્ઠું સંતાન બનીને જન્મ્યો ત્યારે. અમે બધા મળીને આઠ ભાઈ-બહેન. હું ખેડૂતના કુટુંબમાં જન્મ્યો હતો. જ્યારે હું 15 વર્ષનો થયો ત્યારે મારા પિતા ગુજરી ગયા. અમારે દુ:ખના દહાડા શરૂ થયા. અમો બધાં બાળકો કામ શોધવા નીકળી પડતાં. મા ઘેર રહી બટાકા બાફે, વટાણા બાફે અને રોટલા ઘડે. સાંજ પડે જે કંઈ રળીએ લઈને ઘેર આવીએ.

બધાં જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ પરણીને અલગ થતાં ગયાં અને છેલ્લે હું અને મારી બહેન અને મા એટલાં જ ઘરમાં રહ્યાં. આટલાં સમયમાં મારી મા લકવાનો શિકાર બની ગઈ હતી. એનો છેલ્લો સમય હતો. 60 વર્ષ થતાં પહેલાં તો એ ગુજરી ગઈ. માના મૃત્યુ પછી મારી બહેન પણ પરણીને ચાલી ગઈ. મારી બહેનના લગ્નને વરસ પણ નહોતું થયું ને મેં પણ લગ્ન કરી લીધાં. મારી નવી જિંદગી ઘણી જ સારી હતી. મારી શારીરિક શક્તિ ઘણી સરસ હતી. હું એથ્લીટ તરીકે ઓળખાતો હતો. અમારે ત્યાં બે દીકરાઓનો જન્મ થયો. ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મારી પાસે સારી નોકરી હતી. કોઈ તકલીફ જિંદગીમાં એવી ન હતી. મારા માટે જિંદગી એક સુંદર સ્વપ્ન સમાન હતી.

અને ત્યાં એક દિવસ આ સ્વપ્ન ભાંગીને ચૂરેચૂરા થઈ ગયું. મારી મૉટરનર્વ ધીમે ધીમે પકડાઈ રહી હતી. એના પરિણામે મારો જમણો હાથ અને જમણો પગ પકડાઈ રહ્યા હતા. મને એ બન્ને દ્વારા કામ કરતાં ઘણી તકલીફ પડી રહી હતી. અને આમ મારી બીજી જિંદગીની શરૂઆત થઈ.

આમ થવા છતાં હું મારા કામ ઉપર જતો જ હતો. મેં મારી ગાડીમાં ખાસ ગોઠવણો કરાવડાવી જેથી હું પોતે જ ગાડી ચલાવીને કામ ઉપર જઈ શકું. હું મારી શારીરિક તાકાત ટકાવી રાખવા બધા જ પ્રયત્નો કરતો હતો, કારણ મારે 14 પગથિયાં ચડવાનાં હતાં.

આ કંઈ પાગલપણું ન હતું ! મને મારામાં શ્રદ્ધા હતી અને માનતો હતો કે હું કરી શકું છું. અમારું મકાન જુદી જુદી ઊંચાઈ ધરાવતું હતું. મારે મારા ગેરેજમાંથી નીકળીને ઘરમાં પ્રવેશવા માટે રસોડાના બારણા સુધી પહોંચવા 14 પગથિયાં ચડવાં પડતાં હતાં અને એ બહુ કષ્ટદાયક હતાં. જ્યાં સુધી આ 14 પગથિયાં હું ચડી શકીશ ત્યાં સુધી હું બહાર જઈ શકીશ. પછી તો પથારીમાં પડ્યા પડ્યા મરવાની રાહ જોવાની જ છે ને. હું મહેનત કરી કરીને એક પગ ધીમે ધીમે ઉપરના પગથિયે મૂકીને ચડતો હતો. ખરેખર તો હું મારા પગને ઢસડતો હતો. આ 14 પગથિયાં ચડ્યા પછી હું ખૂબ જ થાકી જતો. છતાં હું કામ પર જતો જ હતો અને પગથિયાં ચડતો જ હતો. આમ સમય પસાર થતો ગયો. છોકરીઓ કૉલેજમાં પહોંચી ગઈ અને પછી આનંદથી પરણી પણ ગઈ. અને છેલ્લે હું મારી પત્ની ને પેલાં 14 પગથિયાં મારા સુંદર ઘરમાં બાકી રહ્યાં હતાં.

તમને થતું હશે કે આ કેવો દ્રઢ મનોબળવાળો માનવી છે ! કેટલી હિંમત અને શક્તિ આનામાં છે ? પણ એવું નથી. અહીં તો માત્ર એક અપાહીજ માનવી એની પત્ની અને પેલાં 14 પગથિયાં જ હતાં, જે પેલા ગેરેજથી રસોડાના બારણા સુધી લઈ જતાં હતાં. જ્યારે હું મારા પગને ઢસડીને એક એક પગથિયું ચડાવતો અને પછી થાક ખાતો થોડી વાર ઊભો રહેતો હતો ત્યારે મારી પહેલાંની જિંદગી યાદ આવી જતી હતી. હું ગોલ્ફ રમતો હતો, જિમ્નેશિયમમાં જઈને કસરતો કરતો હતો, ટેકરીઓમાં રખડતો હતો, કલાકો સુધી તર્યા કરતો હતો, ઊંચા કૂદકા મારતો હતો. કેટકેટલું કરતો હતો. આજે એક પગથિયું ચડીને મારે ઊભા રહેવું પડતું હતું !

જેમ જેમ ઉંમર વધવા માંડી. તેમ તેમ ભ્રમ ભાંગવા માંડ્યો. જિંદગી માટેની નિરાશા મને ઘેરી વળતી. મારી વાતો, મારું આ તત્વજ્ઞાન મારી પત્ની અને મિત્રોને ગમતું ન હતું. હું એવું જ માનતો હતો કે ઈશ્વરે દુ:ખ આપવા માટે મને એકલાને જ પસંદ કર્યો હતો. હું મારો ક્રોસ છેલ્લાં નવ વર્ષથી ઊંચકીને ચાલ્યા કરું છું અને જ્યાં સુધી આ 14 પગથિયાં ચડી શકીશ ત્યાં સુધી ચાલ્યા કરીશ. મને મારા એક મિત્ર કહેતા કે એવી પણ ઘડી આવે છે જીવનમાં જ્યારે બધું બદલાઈ જાય છે. આખી દષ્ટિ જ બદલાઈ જાય છે જીવનને જોવાની. પણ હું એની વાત માનતો ન હતો. હું માનતો હતો કે હવે કાંઈ બદલાઈ ન શકે મારી જિંદગીમાં.

અને છતાં 1971ના ઑગસ્ટની એક રાત્રે મારી ત્રીજી જિંદગી શરૂ થઈ. જ્યારે હું સવારે મારા ઘરમાંથી નીકળ્યો ત્યારે મને સહેજ પણ ખ્યાલ ન હતો કે આજે મારો જિંદગીને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જવાનો છે. મને એટલું લાગતું હતું કે આજે પાછા આવતાં 14 પગથિયાં ચડતી વખતે મને વધારે તકલીફ પડવાની છે, કારણ વરસાદ પડે એવું વાતાવરણ હતું.

સાંજે હું ઘેર આવવા નીકળ્યો ત્યારે ભારે વરસાદ પડતો હતો. વરસાદ મારી મોટરના કાચ ઉપર જોરથી અથડાતો હતો. હું સંભાળીને ધીમેથી ગાડી ચલાવતો હતો. જે રસ્તે ઓછો વાહનવ્યવહાર હોય એ રસ્તો મેં પસંદ કર્યો જેથી અકસ્માતનો ભય ના રહે. અને અચાનક મારું સ્ટીયરિંગ વ્હીલ આંચકા ખાવા લાગ્યું. મારી ગાડી એકદમ જમણી તરફ વળવા માંડી. એકાએક મારાં પૈડાનો જુદો જ અવાજ સંભળાયો. મેં મહામહેનતે ગાડીને એકબાજુએ લઈ જઈ ઊભી રાખી. હવે શું કરવું ? બહુ મોટો પ્રશ્ન હતો મારે માટે ! મારાથી મારી ગાડીનું ટાયર બદલી શકાય તેમ ન હતું. અને આટલા વરસાદમાં મને મદદ પણ કોણ કરે ? બીજી કોઈ ગાડી પસાર થતી હોય અને મારા ઈશારાથી ઊભી પણ રાખે તો પણ એ કાંઈ ટાયર ન બદલી આપે.

ત્યાં મને વિચાર કરતાં યાદ આવ્યું કે અહીંથી થોડે દૂર એક ઘર આવેલું છે. મેં મોટરનું એન્જિન ચાલુ કર્યું અને ધીમે ધીમે ગાડી ચલાવવા માંડી. અને ધીમે ધીમે એ કાદવીઆ રસ્તા પાસે આવી ગયો જ્યાં પેલું ઘર હતું. મારા સારા નસીબે ઘરની બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. હું ગાડી ઊભી રાખવાની જગ્યાએ ગાડી લઈ આવ્યો અને હોર્ન વગાડવા લાગ્યો.

થોડીવારમાં જ બારણું ખૂલ્યું અને એક નાનકડી છોકરી બહાર આવી. મેં મારી ગાડીની બારીનો કાચ ઉતારી એને પાસે બોલાવી. મેં એને કહ્યું મારી ગાડીને પંકચર પડ્યું છે. ટાયર બદલવાનું છે. હું અપાહીજ છું. મારે મદદની જરૂર છે.’ પેલી છોકરી ઘરમાં પાછી ગઈ અને રેઈનકોટ પહેરીને બહાર આવી એની જોડે એક માનવી હતો. એ માનવીએ મને હાથ કરી હલો કહ્યું. હું તો શાંતિથી ગાડીમાં બેઠો હતો. મને પેલી છોકરી અને પેલા માનવી માટે દુ:ખ થયું. આટલા વરસાદમાં એ કામ કરતાં હતાં મારે માટે, પણ હું યે શું કરું ?

હું મારી બારીમાંથી બહાર માથું કાઢીને એમને કામ કરતાં જોતો હતો. વરસાદ સહેજ ધીમો પડતો હતો. મને થયું આ બહુ જ ધીમે કામ કરે છે અને અંદરથી હું અકળાવા લાગ્યો. મને હથિયારોના અવાજ આવતા હતા. ત્યાં મને પેલી છોકરીનો ધીમો અવાજ સંભળાયો : ‘આ રહ્યું જેકનું હેન્ડલ દાદાજી !’ પેલો માનવી ધીમે ધીમે કંઈ કહેતો હતો પણ મને ના સંભળાયું. અને ત્યાં ધીમે રહીને ગાડી એક બાજુથી ઊંચી થઈ.

ત્યાર પછી ઘણી વાર સુધી નાનામોટા ધાતુના અથડાવાના અવાજો આવતા રહ્યા. અને એ બે જણાંની ધીમે ધીમે થતી વાતચીતના આછા પાતળા અવાજો પણ સંભળાતા હતા. પણ શબ્દો પકડાતા ન હતા વરસાદમાં. પણ છેલ્લે બધું પત્યું. ગાડી પાછી ધીમે રહીને એની મૂળ જગ્યા ઉપર ઊતરી એનો આંચકો મેં અનુભવ્યો. જેકને લઈ લીધો એ ખબર પડી. પછી બન્ને જણાં મારી બારી પાસે આવીને ઊભાં રહ્યાં.

એ બુઢ્ઢો માનવી હતો. જરા આગળ નમી ગયો હતો અને આમેય અશક્ત પણ લાગતો હતો. પેલી નાનકડી છોકરી આઠ-દસ વર્ષની હશે. એ મીઠું મીઠું હસતી હતી મારી સામે જોઈને. પેલા બુઢ્ઢા માનવીએ કહ્યું : ‘આ બહુ ખરાબ રાત છે ગાડીની તકલીફ માટે પણ. તમે ચિંતા ન કરશો બધું બરાબર થઈ ગયું છે.’
મેં એમનો આભાર માનતાં પૂછ્યું, ‘મારે કેટલા ડૉલર આપવાના છે ?’
પેલાએ કહ્યું : ‘કંઈ નહીં. આ તો મને સિંથિયાએ કહ્યું કે એક અપાહીજ માનવીની ગાડીને પંકચર પડ્યું છે. મને આનંદ છે તમને મદદરૂપ થઈ શક્યો એ માટે. મને ખાતરી છે તમે પણ આમ જ મદદ કરો. આને માટે કોઈ કિંમત ના હોય મિત્ર !’ મેં પાંચ ડૉલરની નોટ ખિસ્સામાંથી કાઢી એ માનવી તરફ ધરી. મેં કહ્યું : ‘એ ખરું પણ મને ના ગમે. તમે આ લઈ લો.’

પેલાએ નોટ લેવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. પેલી છોકરી મારી વધુ નજદીક આવીને ધીમેથી બોલી : ‘મારા દાદાજીને દેખાતું નથી.’

પછીની સેકંડોમાં તો હું લગભગ થીજી જ ગયો. મને ખૂબ શરમ આવી. હું આવો છોભીલો ક્યારેય નથી પડ્યો જીવનમાં.

એક બુઢ્ઢો-આંધળો માનવી અને એની નાનકડી પૌત્રી ! આવા અંધારામાં અને વરસાદમાં મારે માટે ટાયર બદલે ? કેટલી બધી તકલીફ પડી હશે એમને ? અંધારામાં આ ઉમરે ફાંફાં મારીને ટાયરને બદલતાં ? બોલ્ટ કાઢવા-બદલવા દષ્ટિ વગર ! અને બધું જ જેનું અંધકારમય છે એ માનવી મને મદદ કરતો હતો ! એમણે મારે માટે ટાયર બદલ્યું અને તે પણ આટલા વરસાદમાં અને પવનમાં ! અને હું અપાહીજ ગાડીમાં બેસી રહ્યો. એ બન્ને ગુડનાઈટ કહીને ચાલી ગયાં પછી ક્યાંય સુધી હું ગાડીમાં બેસી જ રહ્યો. હું મારી અંદર ઊતરી ગયો હતો. આવા પણ માનવીઓ હોઈ શકે ? મેં ત્યારે જ પ્રભુને પ્રાર્થના કરી આ બન્ને જણાં માટે. શક્તિ માટે, વધારે સમજદારી માટે, પ્રભુને કહ્યું કે એ બન્નેના ઉપર તારી આશિષો વરસાવ.

હું જ્યારે ત્યાંથી નીકળીને ઘેર આવ્યો ત્યારે જિંદગી પ્રત્યેનો મારો અભિગમ જ બદલાઈ ગયો હતો. આજે જ્યારે હું મારા 14 પગથિયાં ચડું છું ત્યારે મનથી ઈચ્છું છું કે હું કેવી રીતે બીજાને ઉપયોગી થઈ શકું એ મારે શોધવું જોઈએ. ક્યારેક ભવિષ્યમાં હું મારા જેવા કોઈ અંધ માનવીનું ટાયર બદલવાની ઈચ્છા રાખું છું.

હું ફક્ત મારી જ વાતો જોતો હતો. બીજા મારાથી વધુ કરે છે એ મને ખ્યાલ જ ન હતો. આપણે માત્ર આપણાં જ 14 પગથિયાં જોઈએ છીએ. આપણાં કરતાં પણ વધારે તકલીફમાં મુકાયેલ માનવીઓ હસતાં હસતાં કોઈ પણ અપેક્ષા વગર બીજાનાં કામ કરે છે. આપણે મનના આંધળા છીએ કે આવું કાંઈ દેખાતું જ નથી. આપણે એટલા સ્વાર્થી થઈ ગયા છીએ કે મારું દુ:ખ એ જ સહુથી મોટું, એવું જ સમજીએ છીએ. પણ દુનિયામાં આવી નાનકડી છોકરી અને બુઢ્ઢા-આંધળા માનવી જેવા પણ વસે છે જે પોતાની મર્યાદાને અતિક્રમી જઈને બીજાને મદદરૂપ થાય છે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર.

આપણે આપણી જિંદગીમાં આ છોકરી અને બુઢ્ઢા-આંધળા માનવીને જિંદગીનો રસ્તો ચીંધનાર બનાવીએ તો આપણી પણ એક નવી જિંદગી ચોક્કસ શરૂ થાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સન્માનોની ઉપયોગિતા કેટલી ? – રમેશ. ભા. શાહ
મુક્તાવલિ – ગુલાબરાય સોની Next »   

28 પ્રતિભાવો : નવો વળાંક – સુધીર દેસાઈ

 1. Anish Dave says:

  What a great story! Very inspiring. Thank you, Readgujarati.com, and Keep up the good work.

 2. drashti says:

  ખુબ જ પ્રેરણાદાયક વાર્તા.

 3. Ritesh says:

  સરસ…. પ્રેરણાદાયી વાર્તા…….

 4. Manisha says:

  Sudhirbhai,

  Zindagi no “NAVO VALANK” gamyo…….

  Thanks for this………

 5. Vishu says:

  Oh! it’s really inspiring story. I wish all student must read this story. And try to learn from this. Mr. Sudir Desai you r doing great work

 6. Rachana says:

  ખુબ જ સરસ. હ્રદયને સ્પશી ગઇ.

 7. Ami Patel says:

  Bahu j saras. Sukh ane Dhukh e kevi relative terms che !!

 8. ashalata says:

  ખૂબ જ સરસ
  આભાર

 9. Riddhi says:

  the story brings positive attitude towards life. it’s really eye opening…
  Thanks for such a beautiful article.

 10. સુરેશ જાની says:

  આવા લેખો આપ્યા ભગવાન તમારું ભલું કરે.

  એક વાક્ય યાદ આવી ગયું .
  મારી પાસે સારા બૂટ ન હતા, તે વાતનું દુઃખ જતું રહ્યું , જ્યારે મને ખબર પડી કે મારા પાડોશીને પગ નથી.

 11. સુરેશ જાની says:

  આવા લેખો આપ્યા કરો …

 12. gopal h parekh says:

  બહુ જ સરસ વાનગી હંમેશા પીરસો છો,લગે રહો મ્રૂગેશભાઈ.

 13. keyur vyas says:

  very nice

 14. vaishali says:

  Thanks for such a wonderful story.it inspires to
  do such works in our life too.always be happy with what we have, don’t be sad for what we don’t have.

 15. Pravin V. Patel says:

  નજર નીચી રાખીએ, આપણા કરતાં વધુ કોણ દુઃખી છે એ જો ધ્યાનમાં લઈએ તો આપણા દુઃખની કોઇ વિસાત નથી.
  સુધીરભાઈ અને મૃગેશભાઈ વાચકો અધીર છે, પિરસતા રહો.
  આભાર.

 16. halani says:

  મને તમારો લેખ ખુ બ ગમ્યો

  ચાર દેીન ચાનદનેી ફેીર કલેી રત હૈ,
  દલ જયેગેી યે જવાનેી શોચ ને કઇ બાત હે

 17. Keyur Patel says:

  કેટલું બળ અને જોમ આપે છે આ પ્રસંગ –
  દુનિયા મેં કિતના ગમ હૈ મેરા ગમ કિતના કમ હે,
  લોગોં કા ગમ દેખા તો મૈ અપના ગમ ભૂલ ગયા.

 18. rajesh trivedi says:

  Dear Sudhirbhai,
  A very very beautiful inspiring story. Its really amazing and mind blowing. Such inspiring stories will once change the minds of the people who are thinking only for themselves and always complaining for their pains. Thanks once again for giving such a beautiful story.
  regards,

 19. Yashavant Patel says:

  This a very inspiring story for those persons depends on others support at every moment

 20. mayuri_patel79 says:

  આ નવલિકા બહુ ગમિ,,,

 21. ઋષિકેશ says:

  Ultimate..

 22. BHAUMIK TRIVEDI says:

  ખુબ જ પ્રેરણાદાયક વાર્તા……really …a “LIFE TURNING “…story …thnx again Mr. mrugesh ….and writer..

 23. Akash Bhanderi says:

  Excellent Story, I like it.

  It show the new way of living a life.

  Thanx……..

 24. dilip desai says:

  Mrugeshbhai,It is really good selections all the time.We all appreciat your effort to give us such a wonderfull articals.Thanks.God bless you.Dilip

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.