કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી

આદત ભૂલી જવાની મળી છે સ્વભાવમાં
કારણ બીજું તો ખાસ નથી અણબનાવમાં.

ખળભળ મચી છે જળમાં કિનારા લગી સળંગ,
પરપોટો એક ફૂટી ગયો છે તળાવમાં.

છોડી સુમનનો સંગ છેડે ચોક ભાગી ગઈ,
નક્કી હશે સુગંધ પવનના પ્રભાવમાં.

વાવી દીધો’તો સ્પર્શ હથેળીમાં કાલ તેં,
ગુલમ્હોર થઈને ઝૂરી રહ્યો આજ ઘાવમાં.

ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,
કોને કોને બોલાવું હું મારા બચાવમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાત સરકારે લીધી રીડગુજરાતીની નોંધ – વિશેષ
પ્રેરક પ્રસંગો – સંકલિત Next »   

13 પ્રતિભાવો : કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી

 1. સુંદર ગઝલ…

  આદત ભૂલી જવાની મળી છે સ્વભાવમાં
  કારણ બીજું તો ખાસ નથી અણબનાવમાં.

  -મજાની વાત છે… અભિનંદન આશ્લેષભાઈ અને મૃગેશભાઈ!

 2. drashti says:

  સુન્દર ગઝલ.
  indeed poet and poem both r great.
  ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,
  કોને કોને બોલાવું હું મારા બચાવમાં.
  superb.
  Tags: અન્ય સાહિત્યકારો · ગઝલો

 3. neeta kotecha says:

  khub saras gajal

 4. Keyur Patel says:

  ક્યા ખૂબ કહી –
  ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,
  કોને કોને બોલાવું હું મારા બચાવમાં.

 5. Sanjay says:

  ખુબજ સરસ વાત દર્શાવિ ચ્હ્હે આપે,

 6. prashant oza says:

  એક્દમ સ્રરસ

 7. Ritalin….

  Ritalin sr. Ritalin as an appetite stimulant in the elderly….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.