ઝટપટ નાસ્તા – સંકલિત
[1] ચના જોર ગરમ
સામગ્રી : (8 વ્યક્તિ માટે)
1 કિલો કાબુલી ચણા
6 નંગ લીંબુ
800 મિલી પાણી
200 ગ્રામ તેલ
મરચું, ખાંડ, હળદર, લવિંગ, મીઠું સંચળ, તજ
રીત :
સૌ પ્રથમ આગલે દિવસે રાત્રે ચણાને પલાળો. બીજે દિવસે સવારે ઊકળતા પાણીમાં તેને નાખો. એક ઊભરો આવે એટલે નીચે ઉતારી લો. તેમાં 1 ચમચી તેલ નાખી ઢાંકી રાખો. ત્રીસ મિનિટ બાદ ચણાને બહાર કાઢી કોરા કરો.
સેલો ફેન પેપર-બેગમાં થોડા ચણા નાખી દબાવો. તે બધા ચપટા થયે તેલમાં તળી લો. તળેલ ચણા ઉપર લીંબુનો રસ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ, મરચું, હળદળ, સંચળ અને મીઠું નાખી હલાવો.
5000 કૅલેરીની આ વાનગી છે. શેકેલા ચણા પિત્ત અને કફને મટાડે છે. તેમજ ચણામાંના પ્રોટીન દ્રવ્યોને કારણે બાળકો માટે તે સારો, સસ્તો પુષ્ટિદાયક બની રહે છે.
[2] તીખા ગાંઠિયા
સામગ્રી : (5 વ્યક્તિ માટે)
500 ગ્રામ ચણા લોટ
50 ગ્રામ ચોખા લોટ
500 ગ્રામ તેલ
4 ચમચી મરચું
ર ચમચી અજમો
સંચળ, મીઠું
રીત :
ચણાના અને ચોખાના લોટને ભેગા કરી તેમાં મરચું, મીઠું, અજમો, સંચર નાખી કઠણ કડક બાંધો. કણકને તેલ વડે મસળીને નરમ કરો. કડાઈમાં તેલ ગરમ કરી મશીનમાં લૂઆ મૂકી તેને દબાવીને ગાંઠિયા સીધા તેલમાં પાડી તળી લો.
રતાશ પકડે એટલે કાઢીને તેનો ઉપયોગ કરો. 7000 કૅલેરીની આ પુષ્કળ કૅલરીવાળી વાનગી છે. ચણાને ‘બાલ-ભોજ્ય’ કહ્યા છે. મુસાફરીમાં આ નાસ્તો ભૂખ સંતોષવા ઉપરાંત શ્રમને પણ હણે છે.
[3] તીખા સક્કરપારા
સામગ્રી : (10 વ્યક્તિ માટે)
1 કિલો ઘઉંનો લોટ
200 ગ્રામ ચણા લોટ
હળદર
મરચું
જીરું, તેલ, હિંગ, મીઠું
રીત :
ઘઉં અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં હળદર, મરચું, જીરું, હિંગ, મીઠું અને તેલનું મોણ નાખી ભાખરી જેવી કણક બાંધો. થોડીવાર પછી તેને તેલથી બરાબર કેળવી લૂઆ કરો. પાટલા ઉપર રોટલી વણી સક્કરપારાનું વેલણ ફેરવો, અગર છરી વડે કાપા પાડો.
કડાઈમાં તેલ ગરમ કરી તેને તળી લો. રતાશ પકડે એટલે કાઢી લો. 5000 કૅલરીની આ સ્વાદિષ્ટ વાનગી લાંબો સમય જાળવી શકાય છે. તે બાળકોને અતિ પ્રિય છે. નાસ્તા માટે અનુકૂળ છે.
Print This Article
·
Save this article As PDF
this is a very nice section
I would request you to include a section of oil free nutritious snacks also.
Thanks
મૃગેશ,
મારા જેવો એક્લો માણસ જેને થોડી રસોઇ બનાવતા આવડે (ભાત, ખીચડી, થોડા શાક), એના માટે કંઇક વાનગી શિખવી શકો?
એવુ કંઇક જેના માટે બહુ સામગ્રી ન જોઇતી હોય (તજ, લવિંગ, અજમો, સંચળ) અને પૌષ્ટિક પણ હોય.
વાચકોમા કોઇના ધ્યાનમા ઇન્ટરનેટ પર કોઇ લિન્ક હોય તો મોકલશો (shahkalpesh at gmail dotcom)
આભાર
If we can have more of the oilfree snacks or less oil or oven bake snacks with less calories in this section then healthwise we all will benefit
Dear Mrugeshbhai,
If you can give a link (at the top of the page) to
“LINKS”- which can give access to interesting URLs on Gujarati Literature, Hindi Literature,Other Subjects etc.etc.. This can become a forum to share one’s experiences on Web.
This can further be edited Subject-wise.
મારા જેવા ખાવાના શોખિન માતે સારિ વાત
taka tak foooddddd…..maja aavi gai!…