ગાંધીજીના સદગુણો – પ્રવીણચંદ્ર સી. પારેખ

[આ લેખ ‘ગાંધીજી – એક કોયડો’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિશ્વની 14 ભાષાઓમાં અનુવાદ થયો છે. ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગો તેમજ તેમના સદગુણોપર ખૂબ ઊંડું વિશ્લેષણ અને માહિતી આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તેમણે લગભગ 30-40 જેટલા સદગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું છે જેમાંથી કેટલાક અહીં લેખ સ્વરૂપે રજૂ કર્યા છે. લેખક પોતે પણ M.A. B.Com, L.L.B અને C.A. હોવાની સાથે સાહિત્ય પર ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે જેથી તેમણે વિષયની વિસ્તૃત છણાવટ કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી પ્રવીણચંદ્રભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ]

[1] સમયનો સદઉપયોગ

‘સમય કિંમતી છે’ ‘સમય નાણાં છે.’ – આવી ઉક્તિઓ આપણે અવારનવાર સાંભળીએ છીએ. દરેક માનવી જાણે છે કે તેની જિંદગી અમુક સમય માટે મર્યાદિત છે અને જેટલો સમય તમે આળસમાં કાઢો અથવા ખોટા કામમાં કાઢો તે સમય વેડફાઈ ગયેલ જ છે. તેટલા સમય માટે તમારી જિંદગી ઓછી જ થયેલ છે.

ગાંધીજીએ પોતાના જીવનમાં એક પણ પણ આળસમાં અથવા બિનજરૂરી કાર્યમાં વાપરેલ ન હતી. જો કે તેમનો ખરાબ સંગ – મિત્રોને લીધે બચપણમાં સમય ખરાબ રીતે વિતાવેલ પરંતુ જ્યારે તે ઈંગલૅન્ડ ગયા ત્યાર બાદ ત્યાં તેમને મળતા ફાજલ સમયમાં વાંચન અને નવા વિચારમાં સમય આપ્યો. લંડનમાં તેમણે શાકાહારી ભોજન માટે પ્રયોગો કર્યા અને તે માટે એમણે જુદી જુદી મંડળીઓ સ્થાપી, પ્રચારકાર્ય કર્યું. દક્ષિણ આફ્રિકામાં જે કામ માટે ગયા હતા – પોરબંદરના અબદુલ્લા શેઠના કોર્ટ કેસ માટે – તેમાં સમય વધતાં વકીલાત શરૂ કરી અને ગીરમીટીયાને મદદરૂપ થયા. ફાજલ સમય વાંચનમાં અને લેખનમાં કાઢતા.

[2] વર્તમાનમાં જીવવાની કળા

‘વર્તમાનમાં જીવવું’ એટલે શું ? આપણે વર્તમાનમાં જીવતા નથી ? હા, જીવીએ છીએ. પરંતુ ઘણીવાર આપણા મનમાં ભૂતકાળના કાર્યો – પુણ્યો અને પાપો – યાદ આવે છે. આપણા કુટુંબની મહત્તા અથવા દેશનો વિચાર કરીએ ત્યારે દેશનો ગોરવવંતો ભૂતકાળ અથવા દેશની ગરીબી નજર સમક્ષ તરે છે અને ત્યારે આપણે વર્તમાન ભૂલી જવાય છે. તેમ જ ઘણીવાર ભવિષ્યના સારા-ખરાબ સ્વપ્નાઓ મગજમાં તથા આંખ સામે તરતા રહે છે ત્યારે પણ વર્તમાન વિસરાઈ જાય છે.

પરંતુ વર્તમાન પણ એક એવી ભેટ છે જેને વિસરાય નહિ; ભૂતકાળ અથવા ભવિષ્યકાળ ઉપર આપણો અંકુશ નથી, જ્યારે વર્તમાન કાળ ઉપર આપણો અંકુશ છે. ગાંધીજી કદી વર્તમાન કાળને – સ્થિતિ તથા સંજોગોને અવગણતા નહિ. ગાંધીજીએ કદી ભારતના ભૂતકાળ-ગૌરવ ઉપર ક્યાંય વધારે પડતી ચર્ચા કરી નથી અને વર્તમાન સમય પર જ વધારે ધ્યાન આપેલ છે. વર્તમાનના કોઈ પણ કામ ઉપર તે તાત્કાલિક નિર્ણય લેતા અને કામ ચાલુ કરી દેતા.

આપણે કોઈ જાણીતી જગ્યાએ જવાનું હોય ત્યારે રસ્તા, પૂલ, નદી. વગેરેનો વિચાર કરતાં નથી, પરંતુ આપોઆપ રસ્તો મળી જાય છે. તે જ રીતે આપણાં દરેક રોજિંદા કાર્યમાં વિચાર કરવાની જરૂર નથી, પરંતુ કોઈ નવું કાર્ય કરવાનું હોય ત્યારે ‘ભવિષ્ય’ ની ગણતરીએ તેનું આયોજન કરવાનું રહે છે અને તે પણ વર્તમાન ને લક્ષ્યમાં રાખીને. વર્તમાનને પણ માણતાં શીખો ! નોકરીમાં હોય કે ધંધામાં – દરેક વ્યવસાય – કદાચ મુશ્કેલીભર્યા હોય તો તેનો પણ રસ્તો નીકળે છે અને વર્તમાન ઉપર ત્યારે વધારે ધ્યાન આપો.

[3] ઉદારતા

ઉદારતા એક એવો ગુણ છે જેમાં નાણાંની જરૂર રહેતી નથી. આપણે જ્યારે ઉદારતાનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે માનીએ છીએ કે કોઈને દાન આપવું અથવા નાણાંની રાહત આપવી અથવા ખવડાવવું- પીવડાવવું તેને જ ઉદારતા કહેવાય ! પરંતુ વાસ્તવમાં નાણાં સીવાય પણ માનવી બીજા તરફ ઉદાર થઈ શકે છે.

ગાંધીજી નાણાંની કોથળી લઈને ફરતા ન હતા અને તેમને દેશ સેવા કરવા માટે નાણાંની જરૂર ન હતી, પરંતુ તે હંમેશા ગરીબો તરફ ‘ઉદારતા’ બતાવતા. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગમે ત્યારે તેમની પાસે ગરીબ ‘ગીરમીટીયા’ કોઈ પણ સમયે આવે તો ઑફિસ ખોલીને એમનું કામ કરી આપતા. આ માટે તેમને નાણાંની જરૂર ન રહેતી. હા, ક્યારેક તે ગરીબ મજૂરો – ગીરમીટીયાને પોતાના ખર્ચે મદદ પણ કરતા, અને પોતે ખર્ચ કરી તેની સાથે જતા, જેના માટે ગીરમીટીયા પાસેથી તે નાણાં ન લેતા. પરંતુ દરેક ઉદારતા માટે નાણાંની જરૂર રહેતી નથી. તમારી પાસે નાણાં હોય અને દાનધર્મ અથવા મદદ કરી તેને ઉદારતા તો કહેવાય જ, પરંતુ માનો કે તમારા પાડોશીને તમારી મોટરકારની અડધીરાતે જરૂર પડી અથવા તેને ટેલિફોન ઉપયોગમાં આપો અથવા તમો આરામમાં હો અને તે તમને કોઈ કામ ચીંધે તે તમો કરી આપો તેને પણ ઉદારતા કહેવાય.
ઘણાં માણસો મૃત્યુબાદ તેની આંખ અથવા શરીર દાનમાં આપવાની જાહેરાત કરે છે ! આ પણ એક જાતની ઉદારતા !

[4] સત્ય અહિંસા – મહત્વના ગુણ

આધુનિક જીવનમાં માનસિક તાણ (ટેન્શન) એ જીવનને ધીરે ધીરે ઝેરરૂપ બનાવતો એક રોગ છે. અને અસત્ય બોલવું એ માનસિક તાણ ઉત્પન્ન કરનાર એક મહત્વનું કારણ છે. સત્ય બોલવું તે મહાત્મા ગાંધીનો એક મહત્વનો ગુણ હતો. બાળપણમાં એમણે કરેલ દુષ્કૃત્યો એમના આત્માને ડંખતા હતાં જેથી પોતે પોતાના આત્માને છેતરેલ છે એવું લાગતાં એમણે કરેલ કામના પ્રશ્ચાતાપરૂપે એમણે બનેલ હકીકતો – દારૂ, માંસ વિ. ની હકીકત સત્ય રીતે તેમના વડીલોને જણાવી દીધી અને દિલ હળવું કર્યું. બાળપણમાં મિત્રો અથવા માતા સિવાય કોઈ કાળજી લેનાર ન હોવાથી ખોટે રસ્તે દોરવાયેલ ગાંધીજીને દીલથી પ્રશ્ચાતાપ થતાં બચપણમાંથી પડેલ સત્યની આદત સ્વતંત્રતાના રાજકારણમાં પણ ઉપયોગી નીવડી. ઈંગલૅન્ડથી ભારત આવી રાજકોટ તથા મુંબઈમાં વકીલાત કરતાં સત્યનો આગ્રહ રાખતાં એમણે વકીલાત સમેટી લેવી પડી. દક્ષિણ આફ્રિકામાં વકીલાત પહેલાં અને વકીલાત દરમ્યાન સત્યનો જ આગ્રહ રાખતા હતા. તેમણે મન, વચન અને કર્મથી સત્યનું જ સેવન કરેલું જે એમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં વ્યવહારિક રીતે ઉપયોગી થયું. અહિંસામાં પણ ગાંધીજીને અચૂક શ્રદ્ધા હતી અને તેમાં પણ મન, વચન અને કર્મથી અહિંસામાં માનતા હતાં.

વાણી અને વ્યવહારમાં સચ્ચાઈ અને મન, વચન અને કર્મથી અહિંસા પાળવી તે દરેક વ્યક્તિ માટે સફળતાની ચાવી છે, જેનાથી તેના મગજ અને આત્મા ઉપરનો ભાર ઓછો થાય છે અને તે સુખથી શાંતિથી ઉંઘ લઈ શકે છે. જીવનમાં સફળ થવા માટે સત્ય અને અહિંસા પાળવી જરૂરી છે તેવો ગાંધીજીનો પર્યાય હતો.

સત્ય અને અહિંસા માટે કહેલ છે : ‘તે કદી નિષ્ફળ જતા નથી. પ્રભુએ દુનિયા એટલી મોટી બનાવી છે કે આપણે તેની પાસે વામણા છીએ, શા માટે તે મને ખબર નથી ! લીલો સમુદ્ર અને વાદળી આકાશ શા માટે છે તે અચંબો છે. તે કદી ઝાંખા પડતા નથી. લીમડાનાં પાન કડવા અને નાના હોવા છતાં તે ઠંડક આપે છે. શા માટે તે મને ખબર નથી ! સત્ય અને અહિંસા મુશ્કેલ હોવા છતાં જીવન શા માટે સફળ બનાવે છે તે મને ખબર નથી’

સત્ય અને અહિંસા જીવન સફળ બનાવવાની સફળ ચાવી છે. જીવન જીવવાની કલા છે ! અને ગાંધીજીએ સફળ રીતે અપનાવેલી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘસાઇ ને ઊજળા થઇએ – અજ્ઞાત
મુખવાસ (ભાગ-4) – સંકલિત Next »   

23 પ્રતિભાવો : ગાંધીજીના સદગુણો – પ્રવીણચંદ્ર સી. પારેખ

 1. Bansinaad says:

  […] ગાંધી   No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI Leave a comment Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTMLallowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong> […]

 2. જીવનઉપયોગી સુંદર વાતો…
  આભાર…

 3. Ghanshyam Kothari says:

  It is an excellent and very nice article.
  We want to have more of this type writtings to be read and get motivated.

 4. Tushar Lakdawala says:

  Ask the value of a year to a student who just failed in the exam, ask the value of a month to a mother who gave birth to a premature baby, ask the value of one hour to a lover who has been waiting , ask the value of a minute to a person who missed the train by a minute, ask the value of a second to a dying person who requre treatment, ask the value of a mili second to an athlete who came second in the race.

 5. Kamlesh says:

  રેયલિ ખુબ જ સારો લેખ.

 6. hardik pandya says:

  ગાન્ધિજિ ના જિવન પર અધારિત લેખો આજ કાલ જોવા નથિ મલતા …. ઘનો આનન્દ થયો.

 7. bharath bapodara says:

  I like this kind of reading story, and i am big fan of good story of like mahatma gandhi

  thanx n rgrds,

  bharath

 8. jignesh says:

  BAHU SARAS GANDHI MATE TO HU EMJ KAHIS KE AAPDA KARTA AAPDI AAVTI PETHIOJ AENE VADHRE SAMJI SAKSE KARAN KE TE AMAR PATRA CHE. VISNA MAHAN VIGYANI AISATAN NE TENA MATE KAHEL KE AAVNARIA PETHIO KADCHA ACHRAJ PAMSE KE AAVO KOI MANVI AAPUTHVI PAR JIVTO HATO….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.